Radha ghelo kaan - 28 - last part books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 28 - છેલ્લો ભાગ

રાધા ઘેલો કાન : 28

બસ આ ઘમંડ જ તોડવો હતો..
તને યાદ છે તારી કોલેજમાં આવતી દિશા?
" હા.. તો?" કિશન પોતાની આંખો સાફ કરતા અને ઊભો થતા બોલે છે..
તને ખબર છે એ કોની ગર્લફ્રેન્ડ હતી??
એને કોણ લવ કરતું હતું??
તુ જે રીતે મારાં પર મરે છે..
અને મને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ મારો ભાઈ એ દિશાને કરતો હતો..
પણ તારી ફ્રેન્ડશિપે અને તારી વાતો એ ખબર નહીં એવો તો શુ જાદુ કર્યો હતો દિશા પર કે એ મારાં ભાઈને ભૂલીને તારી દીવાની થઈ ગઈ હતી..
અને એના પરિણામે મારો ભાઈ દિશાના પ્રેમમાં પાગલ થઈને પોતાની ઝીંદગી બરબાદ કરી બેઠો..
એ જ દિવસે મેં નક્કી કર્યું હતું કે જે રીતે મારાં ભાઈએ દિશા પાછળ ઝીંદગી બરબાદ કરી છે એ જ રીતે હું તારી પણ જિદગી બરબાદ કરી નાખીશ ..
અને એ દિવસ આજે આવી ગયો..
સારુ થયું કે તારા બધા ફ્રેન્ડ્સએ અમારી વાત બહાર કઢાવી હું એમ પણ હવે તને છોડવાની જ હતી કારણ કે તારા અંદર રહેલા મારાં પ્રત્યેના પ્રેમને જાણી ગઈ હતી અને હવે તડપાવાની મજા આવતી પણ તારા ફ્રેન્ડ્સના કારણે તુ વારંવાર રડવાથી બચી ગયો.. અને આખી ઝીંદગીનું રડવાનું બસ એક જ દિવસના ભાગમાં આવશે..
નસીબદાર છે તુ.. " નિકિતા જાણે વર્ષોનો ગુસ્સો મનમાં દબાવીને બેઠી હોય એમ જવાબ આપે છે..

"પણ મને એ ના સમજાયું કે પેલા દિવસે તમે બન્નેએ ચારભુજા સાઈડ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી હતી તો આવ્યા કેમ નઈ?" મનીષે નિખિલ સામે જોતા સવાલ કર્યો..

હે.. હે.. એ વખતે જ મને સક ગ્યો જ હતો તારા પર કે તુ કંઈક કાંડ કરીશ અને એટલામાં જ તે કિશનને કોલ કર્યો એટલે હું સ્યોર થઈ ગયો કે તુ એનો ફ્રેન્ડ જ છે એટલે તુ બહાર ગયોને તરત જ મેં એ બુકિંગ કેન્સલ પણ કરાવ્યું અને એ રશીદ પણ ફડાવી .. "
નિખિલ હસતા હસતા બોલ્યો..

" અને મેં એ દિવસે જાણી જોઈને જ કીધું હતું કે હું ચારભુજા બાજુ જવાની છું કારણ કે મને ખબર હતી કે તુ કિશનને લઇને આવીશ જ અને મને થયું કે આ ફ્રેન્ડશીપ તોડાવાનો સારો મોકો છે એટલે મેં જાણી જોઈને જ ચારભુજાનું નામ આપ્યું.. અને મેં જે વિચાર્યું હતું એજ કિશને તારી સાથે કર્યું.. "
નિકિતા અધૂરી વાત પુરી કરતા બોલી..

સાંભળ કિશન..તને વિશ્વાસ નહોતોને મારાં પર?? કે બીજા કોઈના પર?? મનીષ બોલ્યો..

પણ મને એ ના સમજાયું કે મારાં અને કિશનના ફોટા કોણે પાડ્યા હતા અને કેમ??
નિકિતાને અને કિશનને અલગ કરવાનું કામ તો આ લોકોએ એકલું જ નહીં પણ કિશનના કાકાએ અને તારા પપ્પાએ પણ શરૂ કરી જ દીધું હતું..

રાધિકા તારા પ્રેમમાં પડે છે એ વાતની જાણ રાધિકાના પપ્પાને થાય છે આ વાત રાધિકાના પપ્પા તારા કાકાને કરે છે .
અને તે પોતાના મિત્રતાના સંબંધને સગપણમાં બદલવા ઈચ્છે છે..
પણ જયારે જાણે છે કે નિકિતા અને કિશન બન્ને એકબીજાને લવ કરે છે ત્યારે તમને બન્નેને છુટા પાડવાનું કામ એ લોકો એમની જાતે જ કરે છે અને એ ફોટા પડાવે છે..
અને નિકિતાને મોકલે છે કે નિકિતા તને છોડી દે..
પણ નિકિતાને ક્યાં તને પ્રેમ કરવો જ હતો તો કે એ તને એ રીતે છોડે એને તો બસ તને બરબાદ કરવો હતો.." નિખિલ વિસ્તૃત વાત કરતા કહે છે..

" એ બધું તો સમજ્યા પણ મને જે મળ્યો હતો ટી સ્ટોલમાં અને કેહતો હતો કે હું તમારી ઝીંદગી બરબાદ કરી દઈશ એ કોણ?? " રાધિકા નિખિલ સામે જોઈને ફરી પૂછે છે..

" અરે એ..? " નિખિલ રાધિકા પર હસી ઉડાવતા કહે છે..
" કેમ હસે છે તુ?? રાધિકા આશ્ચ્રર્ય કરતા બોલી..

" અરે એતો આપડી કોલેજના છોકરાઓ જ હતા જે તારી સાથે પ્રેન્ક કરતા હતા.. અને મેં જ કીધું હતું આવું કરવા માટે.. "
નિખિલ રાધિકાનો મજાક ઉડાવતા કહે છે..

આ બધાને હસતા જોઈ કિશન ખુબ ગુસ્સે થાય છે.. અને બોલે છે..
" આજ પછી તમે કોઇ મારી આંખો આગળ ના આવતા આટલુ બોલી તે નિકિતાની બેવફાઈનો ગુસ્સો બધા પર ઉતારતા ત્યાંથી નીકળી જાય છે..

ત્યાંથી વારાફરતી બધા એકબીજા પર ગુસ્સા ઉતારતા નીકળી જાય છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

બધી સચ્ચાઈ બહાર આવ્યા બાદ કિશન પોતાના મિત્રો સાથે આંખો નથી મિલાવી શકતો.. માટે તે બહુ દિવસ સુધી ખોવાયેલો જ રહે છે અને ઘરની બહાર નથી નીકળતો..
બસ એ એની ડાયરી સાથે જ એકાંત ગાળે છે..

જયારે અંજલી અને મનીષને ખબર પડે છે કે કિશન અમને મળવામાં પોતાને દોષી અનુભવે છે.. ત્યારે તે લોકો કિશનને મળવા સામેથી એના ઘરે જવાનું નક્કી કરે છે..

અને એક દિવસ મનીષને એના ઘરે આવેલો જોઈ તે કઈ જ બોલ્યા વગર મનીષને ભીની આંખે ભેટી પડે છે..
અને એક પણ શબ્દ બોલી શકતો નથી..
અને બોલવાનો પ્રયત્ન કરતા કહે છે..
" સોરી મનીષ.. "
આટલુ બોલતા જ મનીષ કિશનને અટકાવે છે અને ફરી ગળે લગાવતા બોલે છે " ભૂલી જા.."
" અરે પણ રીયલી સોરી.. " કિશન બોલે છે..

છોડ બધું.. ચા નઈ પીવડાવે?
પીવડાવીશને.. કેમ નઈ??
" એમ પણ તારી સાથે ચા પીવું છું તો ચાનો સ્વાદ બદલાઈ જાય છે.." કિશન આંખ મારતા કહે છે..
" હા હો હવે મારાં શબ્દો જ મને પાછા ના આપ.. " મનીષ હસતા હસતા કહે છે..
" કેમ આજકાલ હવે બહાર દેખાતો નથી?
નિકિતાની યાદમાં છે કે શુ??" મનીષ કમને કિશનને સવાલ કરે છે..
" ના રે ના હું એ બેવફાને હવે શુ કામ યાદ કરું.. !"
કિશન મનીષ સામે પોતાની આંખો છુપાવતા વાત કરે છે..
મને ખબર છે કિશન કે હજી પણ તુ એને યાદ કરે જ છે..
" ખબર નહીં પણ..
એને બેવફાઈ કરી હતી પણ મેં તો પ્રેમ જ કર્યો હતો ને???"
" કઈ નઈ હવે ભૂલી જા બધું..
તને ગમતી અને તારા માટે જ જન્મેલી રાધિકા સાથે હવે તુ કમીટ થઈ જા.. એટલે ના તો તને નિકિતાની યાદ આવશે કે ના એના કોઇ વિચાર.. " મનીષ વાત કાપતા બોલે છે..

" તારી વાત તો સાચી પણ નિકિતાની યાદ ના આવે એના માટે હું રાધિકા સાથે કમીટ થાવ એ મને ના ગમે.. " કિશન પોતાના સિદ્ધાંત વચ્ચે લાવતો હોય એ રીતે જવાબ આપ્યો..
" અરે હા બાપા હવે વાત તો બધી એક જ થઈ ને..? " મનીષ બોલ્યો..
" ના હો.. એક નહીં.. " કિશન ફરી બોલ્યો..

" ઓકે યાર.. મને ખબર છે તારી સામે નહીં પોહ્ચાય મારાથી..
છોડ બીજું શુ ચાલે? તારી ફ્રેન્ડ અંજલી મળે કે નઈ? " મનીષ વાતને બદલતા પૂછે છે..
" ના કેમ? તુ આજકાલ બવ ધ્યાન રાખે છે એનું.. કઈક વાત તો છે.. " કિશન સાચી વાત કઢાવતા પૂછે છે..

હા યાર.. i like her.. મનીષ હસતા હસતા જવાબ આપે છે..
" ઓહો.. તો કરો કંકુના.. " કિશન ખુશ થતા બોલે છે..
" ના હો એટલું બધું નઈ.. " મનીષ ચાનો કપ હાથમાં લેતા બોલે છે..

એ બન્ને આમ જ ગપ્પા મારતા જાય છે ને બધી વાતો કરતા જાય છે..
અને થોડી વારમાં અંજલી પણ ત્યાં પોહચે છે..
અને અંજલીને આવેલી જોઈને કિશન પણ અંજલીને હગ કરી દે છે અને ખુબ ખુશ થાય છે..
અને કિશનની સાથે સાથે મનીષ પણ એટલો જ ખુશ થાય છે..
કારણ કે મનીષને પણ એના મિત્ર સાથે એની એક લાઈફલાઈન પણ મળી ગઈ હતી..

તે ત્રણે તે ટેબલ પર બેઠા બેઠા ચા પીવે છે ..
અને મસ્તી અને વાતો કરતા હોય છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * *

આ રીતે કિશન એના ફ્રેન્ડો સાથે રહીને અને રાધિકા સાથે ફરી ફરીને એની એક નવી હસતી રમતી અને એ જ એની મનગમતી લાઈફની શરૂઆત કરે છે..
ના કોઇ ટેન્સન..ના કોઇ પ્રોબ્લેમ..
અને ધીમે ધીમે તે પણ જે રીતે રાધિકાના ગામમાં એની પાછળ લટ્ટુ થાય છે તેમ જ હવે તે ફરી રાધિકા પાછળ લટ્ટુ થવા લાગે છે.. અને બન્નેનું મિલન બન્નેના જીવનમાં એક અનેરો અને રોચક રંગ લઈને આવે છે..

અને એક દિવસ સાંજે એક બગીચામાં વાતો કરતા હોય છે કે..
કિશન : રાધિકા ખબર તને મને પેહલા એવુ લાગતું હતું કે જે મારું છે એ બસ મારું જ છે..
પણ પછી સમજાયું કે કોઇ સંબંધ કોઇ એક માટે કે એકનો જ નથી હોતો..
કોઇ એક વ્યક્તિ પર માત્ર એકનો જ હક નથી હોતો..
તેની પણ એક લાઈફ હોય છે..
રાધિકા : સાચી વાત છે તારામાં એટલો બદલાવ જોઈને મને લાગતું જ નથી કે તુ કિશન છે.. કોઇ વાર તો મને પણ એવુ થાય છે કે તુ ખરેખર કિશન જ છે ને?
કિશન : " હા તારો જ કિશન" કિશન હસતા હસતા અને રાધિકાના ગાલ ખેંચતા જવાબ આપે છે..
રાધિકા : હા તો મારો જ ને.. કિતની મિન્નતો કે બાદ મિલા હૈ તુ મુજે.. એસે થોડી ના જાને દૂંગી..
પ્યાર કરતી હું તુજસે..
કિશન : પતા હૈ મુજે મેડમજી..તુમ્હારા પ્યાર ઓર તુમ દોનો સરઆંખોપે...
રાધિકા : મુજે સરઆંખોપે રખ દોગે તો તુમ અપને લિયે કેસે જીયોગે જાન..?
કિશન : અબ તુમ સાથ હો મુજે જીના કહા હૈ.. અબ તો બસ ઝિંદા રેહના હૈ..
રાધિકા : ખબરદાર જો ફરી આવું બોલ્યો તો.. મને નથી ગમતું આવું બધું ઓકે..
કિશન : ઓહો મેડમ તો ગુસ્સે થઈ ગયા ને?
રાધિકા : તો તને ખબર તો છે કે મને આવું બધું નથી ગમતું..
કિશન : હા મેડમ હું જાણું છું કે તુ શુ કેવા માંગે છે.. બસ એજ કે માત્ર પ્રેમથી કઈ નથી થતું..
આપડે એક સારી લાઈફ પણ જીવવાની છે અને એ લાઈફમાં મારે તને લાઈફલાઈન રાખવાની છે.. કિશન હસતા હસતા બોલે છે..
રાધિકા : શુ યાર તુ દર વખતે મારી મજાક ઉડાવે છે.. હટ કિટ્ટા..
કિશન : અરે રે, સોરી મેડમ.. બસ હવે નઈ બોલું..
રાધિકા : હવ ડાયા એમ નથી કેતી કે ના બોલ.. તુ નઈ સમજે મને..
કિશન : ઓય તને ખબર છે મનીષ અંજલીને લવ કરે છે..
રાધિકા : હા હો તારા કરતા પેલા મને ખબર છે.. અને મને તો એ પણ ખબર છે કે અંજલી પણ એને પસંદ કરે જ છે..
કિશન : ઓહો.. તો તો ટેન્સન જેવું કઈ છે જ નહીં એમને..
રાધિકા : હા તો એમાં સેનું ટેન્સન હોય..
કિશન : મને લાગ્યું મનીષને અંજલીને ઈમ્પ્રેસ કરવામાં પણ હજી મેહનત કરવી પડશે..
રાધિકા : ના હો.. મિત્રની મદદ કરવા માટે એને મેહનત કરીને એ વખતે જ અંજલી એનાથી ઇમ્પ્રેસ્ થઈ ગઈ હતી..
કિશન : ઓહો.. પણ મેં તમને બવ મેહનત કરાયી ને?.
રાધિકા : ના રે, હવે એવુ બધું ના વિચાર.. ફ્રેન્ડ્સ હેલ્પ નહિ કરે તો બીજું કોણ કરશે..
આટલુ બોલી રાધિકા કિશનને હગ કરીને થોડીવાર એની અંદર ખોવાઈ જવા માંગે છે..

રોજ આવી રીતે એકબીજા સાથે વીસ મિનિટ ગાળતાં અને એકબીજાને મેળવવાનો આનંદ વહેચતા..
કેટલાય દિવસો પેહલા રાધા માટે ઘેલો થયેલો કાન આજે ખુદ રાધાને પોતાના માટે પાગલ બનાવી દે એવો હતો આપણો કિશન..

" આમ રાધિકા માટે પાગલ થયેલો કિશન કેટલીય બબાલો પછી એને જ મળી જાય છે.. અને કિશન માટે પાગલ થયેલી રાધિકા હવે બધી રીતે કિશનની જ થાય છે.. બન્ને એકબીજાની સ્ટાન્ડર્ડ લાઈફમાં ખુશ છે.. "

બન્ને ત્યાંથી છુટા પડે છે અને કિશન પોતાની ડાયરી કાઢતા ભીની આંખે ડાયરીમાં એક વાક્ય લખે છે..

" પ્રેમ ના તો વાતોથી થાય છે કે ના રાતોથી થાય છે..
પ્રેમ તો બસ યાદોથી અને યાદોમાં જ હોય છે.."

----------------- happy ending --------------

તમને રાધિકા અને કિશનની આ બબાલો ભરેલી પ્રેમકથા કેવી લાગે.. જણાવજો જરૂર..
અને કયું પાત્ર સુધી વધારે પસંદ આવ્યું.. પ્રતિભાવ આપશો..
ફરી મળીશુ બીજા કોઇની વાત સાથે.. ત્યાં સુધી જય દ્વારકાધીશ 😊🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED