Radha ghelo kaan - 15 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 15

રાધા ઘેલો કાન :- 15

ગયા ભાગમાં જોયું કે રાધિકા નિખિલ પાસેથી કિશન વિશેની બધી જાણકારી મેળવી લે છે અને ત્યાં જ અંજલીને પણ ખબર પડી જાય છે કે કિશન નિકિતાને મળવા માટે માની ગયો છે.. હવે નિખિલ નિકિતાનો જૂનો ફ્રેન્ડ હોવાને કારણે અંજલીને ગમે ત્યાંથી નિખિલનો નંબર મળી જાય છે અને કિશન વિશે જાણવા માટે તે નિખિલને કોલ કરવાનું વિચારે છે હવે આગળ..

રાધિકા પોતાના ઘરે બેસી છે અને બસ કિશન વિશે જ વિચાર્યા કરતી હોય છે કે શુ ખરેખર કિશને નિકિતાને મારી હશે કે નિખિલ મને એના વિશે ખોટું કહે છે?
અરે ના ના પણ નિખિલ શુ કામ ખોટું બોલે?
એને કિશનની સાચી ખોટી વાત સાથે શુ લેવાદેવા?
હવે કિશનને મળું કે ના મળું?
શુ કરું?
કિશને પણ વાંક વગર તો નિકિતાને નહિ જ મારી હોય ને..
એની પણ ભૂલ હશે જ ગમે તે..
પણ આમ કોઈને થોડું મરાય..
કઈ ની છોડ.. નિકિતાની ભૂલ હશે અને કદાચ ગુસ્સામાં એને મારી હશે..
હમમમ... એવુ થઈ શકે..
પણ શુ ખબર અતયારે તે એ બધું ભૂલીને બદલાઈ ગયો હોય..

દ્રાક્ષનાં દાણા ને એક પછી એક મોઢામાં મુકતા મુકતા તે કિશનનાં ચારિત્ર વિશે અઢળક સવાલો પોતાની જાતને જ પૂછે છે..
અને દરેક પ્રશ્નમાં તે કિશનને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે.. કયારેય પોતાનું દિલનું ના માનનારી રાધિકા આજે કિશનને પોતાના સવાલોમાં નિર્દોષ સાબિત કરવા માટે ના ખબર પડતા પોતાના દિલનો જ સહારો લે છે..
અને આટલુ વિચારતા વિચારતા તે એની મમ્મીને પૂછે છે..
મમ્મી કેમ સામેવાળા આંટી આજકાલ દેખાતા નથી આપડા ઘરે?
ખબર નહીં બેટા પણ એતો ગમે તે કામમાં ને કામમાં જ હોય તો શુ કરે?
કેમ કઈ કામ હતું તારે?
ના મમ્મી આ તો એમ જ બેઠી હતી તો વિચાર્યું આંટીને મળતી આવું..
હા તુ જા.. મારે પણ થોડું કામ છે તો હું પણ આવું છું થોડીવારમાં ત્યાં જ..
ઓકે મમ્મી આટલુ કહીને રાધિકા પોતાના વાળને સરખા કરતા કરતા નીચે ઉતરે છે અને કિશનનાં અંકલનાં ઘર તરફ જાય છે..
( આંટીનાં મળવાનાં બાને તે કિશનને જોવા માટે જ જાય છે.. )

ઓહહ રાધિકા.. આવ બેટા..બવ દિવસે આવી આજે? કિશનનાં આંટીએ ગાદલાને સાફ કરતા કરતા રાધિકાને આવતા જ પૂછ્યું..
હા આંટી.. જોવો ને મમ્મી ગમે તે કામ સોંપ્યા જ કરે.. એટલે બાર જ નથી નીકળાતુ..
હમમમ.. બરાબર..પણ કેમ તમે પણ એકલા એકલા જ બેઠા છો..?
રાધિકાને કિશન ઘરમાં ના દેખાતા આંટીને ગોળ ગોળ સવાલ કર્યો..
હા બેટા.. જો ને તારા કાકા તો સવારે જાય એ સાંજે જ આવે.. હું એકલી જ તો હોવ ઘરે..
આ કિશન હતો એટલે સારુ લાગતું હતું થોડા દિવસ..
ઘર ભરેલું લાગતું હતું...
પણ એને પણ ઘરેથી ફોન આવતા તે પણ આજે વહેલી સવારે ઘરે જવા માટે નીકળી ગ્યો.. એટલે હવે હું એકલી..
ઓહહ..
આટલુ સાંભળીને જાણે રાધિકા તો આ આખી દુનિયામાં એકલી જ પડી ગઈ હોય તેમ તેના ચેહરા પર નો ઉત્સાહ અને ઉમંગ સાવ ગાયબ જ થવા લાગ્યા..
અને તેરા ચેહરા પરનો ગુલાબી રંગ પણ ફિકો પડવા લાગ્યો..
આટલા દિવસ હું દેખાયી ના એટલે તો એ નારાજ થઈને તો નહીં જતો રહ્યો હોય..
ના..ના.. એવુ ના હોય..
એણે ઘરે ગમે તે કામ હશે એટલે..
એકદમ જ વિચારોમાંથી બહાર આવીને આંટીને ' હમમમ બરાબર..
બોલો બીજું.. અંકલ પણ આજકાલ દેખાતા જ નથીને..
ગુરુવારે મંદિરે પણ નહોતા દેખાયા..
શુ કરવાનું બેટા.. આ ગમે તે ને ગમે તે કામ હોય જ.. એટલે હવે નથી આવતું.. પણ હા કદાચ તારા અંકલ સાંજે ગયા હતા મઁદિરે ઓફિસથી આવતી વખતે..
ઓહક બરાબર..

આમ રાધિકા આંટી સાથે વાતો કરવા ખાતર વાતો કર્યા કરે છે પણ એનું ધ્યાન તો હવે કિશનની મિત્રતા પર અને કિશનનાં વિચારો પર ..
કિશનની મિત્રતા પર એવુ મેં એટલે કહ્યું કારણ કે છુટા પડતી વખતે કિશને રાધિકાને એજ કહ્યું હતું કે તુ ભલે મને મિત્ર માને કે ના માને પણ મેં તને મિત્ર માની છે અને હમેશા આ મિત્રતા નિભાવીશ..
એટલે રાધિકા પાસે હવે આ શબ્દો જ હતા જે કિશનને એની તરફ જોડેલા રાખી શકે અને એને સાંત્વના આપી શકે...

થોડીવારમાં રાધિકા વાતો કરીને પોતાના ઘર તરફ જાય છે... અને ઘરે જઈને ત્યાં જઈને જ બેસે છે જે જગ્યાએ કિશને પેહલી વખત રાધિકાને જોયી હતી અને કિશનનાં વિચારોમાં જ ખોવાયેલ રહે છે..
અને બસ એજ અફસોસ કરે છે કાશ..
એ દિવસે મેં નંબર લઇ લીધો હોત કે પછી આટલા દિવસ એનાથી દૂર ના થયી હોત..
કાશ.. એને દેખી તો શકી હોત..
હવે ખબર નહિ મને કિશન ક્યારે મળશે અને ક્યાં મળશે? મને નથી ખબર એ મારાં માટે માત્ર મારો મિત્ર છે કે બીજું કોઇ..
પણ તેની યાદોને રોકી શકવી હવે મારાં બસમાં નથી..

અહીંયા અંજલી નિખિલનો નંબર મેળવીને નિખિલને કોલ કરે છે..
હેલો..
હાય..
હેલો નિખિલ..
હા..
હું અંજલી.. નિકિતાની ફ્રેન્ડ..
હા..બોલ અંજલી..
ક્યાં છે તુ?
કઈ નઈ બસ મારાં ઘરે જ..
થોડું કામ હતું..
હા બોલ..
તને ખબર છે પેલો નિકિતાનો બોયફ્રેન્ડ કિશન?.
ઓળખે છે?.
હા ઓળખું ને કેમ?
એના વિશે થોડું કામ હતું.. એ થોડા દિવસથી તારા ગામમાં જ છે.. તારો કોઇ કોંટેક્ટ ખરો એની સાથે હવે ?
કેમ તારે શુ કામ પડ્યું એનું?
કેને હા કે ના?
ના રે.. મારે શુ કોંટેક્ટ હોય એની સાથે?. તને ખબર તો છે હું તો વાત પણ નથી કરતો એની સાથે..
હા ખબર છે મને..
પણ મારે કામ હતું એટલે પૂછું છું..
ના સોરી પણ હવે કોઇ જ કોંટેક્ટ નથી મારે..
ફોન તો હું પણ કરું એને હમણાં.. મારી પાસે નંબર પણ છે એનો..
પણ મારે બીજું કામ હતું એટલે તને કર્યો..
શુ કામ? બોલ..
જો વાત થતી હોય તો સાચું કે.. નિકિતા વિશે વાત છે..
હા..થાય છે.. એ બે વખત મારી કોલેજમાં આવીને ગ્યો છે..
ઓહહ.. કેમ નિકિતાનું નામ લીધું એટલે તરત સાચું બોલવાનું?
પેહલા જ કહી દીધું હોય તો ...
હા હવે વાત શુ છે એ કેહ મને..
નિકિતા ફરી કિશનને મળવાની છે..
તો શુ થઈ ગયું..
એ બે તો મળે જ છે ને..
ના રે.. તને ખબર નથી તારો પ્રોબ્લેમ થયા પછી એ બન્ને વચ્ચે બીજો પણ પ્રોબ્લેમ થ્યો હતો..
શુ?
નિકિતાનાં કોઇ ફ્રેન્ડનાં કારણે એ બન્ને વચ્ચે બવ મોટો જગડો થ્યો હતો અને હવે એ બન્ને એ એકબીજાને બોલતા પણ નથી..
ઓહહ..
હા પણ હવે કોઇ મતલબ નથી એ બન્ને મળે કે ના મળે?.
કેમ?
કિશનને હવે બીજી છોકરી ગમવા લાગી છે?.
કોણ?.
છે અમારી કોલેજમાં.. મારી જ એક ફ્રેન્ડ છે..
રાધિકા..
ઓહહ એવુ.. હા..
આટલુ જ સાંભળી
ઓહહકે કહી અંજલી નિરાશ થતા થતા ફોન મૂકે છે..

રાધિકાને છોડીને ગ્યો કે નિકિતાને મળવા ગયો હશે.. હવે આ બન્નેમાંથી કિશન કયું કામ કરશે એતો હવે કિશનને જ ખબર પણ હા આવતા ભાગમાં કિશનને કોઈક તો જરૂરથી મળશે..
અને હવે રાધિકા કિશનને ફરીથી કયારેય મળી શકશે?
અને અંજલીને કોણ મળશે?????? 😀

જોઈએ આગળ..
વાંચતા રહો.. જોડાયેલા રહો..
જય દ્વારકાધીશ 😊

આપનાં પ્રતિભાવ આવકાર્ય છે..
અને હા.. ઘરમાં રહો.. સુરક્ષિત રહો.. 😊


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED