રાધા ઘેલો કાન : 25
આ એરિયા ગેસ્ટ હાઉસનો જ એરિયા હતો એટલે કિશનના મનમાં વધારે શંકા જવા લાગી છે..
પણ કિશન હમણાં એને કઈ જણાવા માંગતો નહોતો અને તેને
રંગે હાથ જ પકડીશ એવુ વિચારીને..
" ઓકે કઈ વાંધો નઈ.. પછી મળી લઈશુ.. "
આટલુ કહી કિશન ફોન ક્ટ કરી કંઈક વિચારવા લાગે છે ..
અને તે કાલે 12 વાગે એ જ એરિયામાં જવાનું વિચારે છે..
* * * * * * * * * * * * * * * * * * * * * * *
બીજા દિવસે સવારે કિશન મનીષના કેહવા પ્રમાણે તે જ ગેસ્ટ હાઉસ આગળ પોહચી જાય છે અને નિકિતાની આવવાની રાહ જોવે છે..
તે ગેસ્ટ હાઉસના સામેના ટી સ્ટોલ પર બેઠા બેઠા બે થી ત્રણ કટિંગ પી જાય છે પણ દૂર દૂર સુધી નિકિતા કે નિખિલ બેમાંથી કોઈનો પત્તો મળતો નથી..
તે ખુબ જ કંટાળે છે અને એને હવે નિકિતાની જગ્યાએ મનીષની ભાઈબંધી પર શંકા જવા લાગે છે..
" મેં નહોતું વિચાર્યું કે હવે મનીષ પણ બીજા લોકોની જેમ અમારા બન્નેના સંબંધને બગાડવાનો પ્રયત્ન કરશે પણ શુ બધા ખોટા હોય?
પણ જો મનીષ સાચો હોય તો કેમ નિકિતા હજી સુધી આવી નહીં..? "
તે હજી થોડી વાર રાહ જોવાનું નક્કી કરે છે અને હજી એક કટિંગ મંગાવી ત્યાં જ બેઠો રહે છે..
તે બે કલાક આમ એક જ જગ્યા પર બેસી બેસીને કંટાળે છે અને હવે તે અંદર ગેસ્ટ હાઉસમાં જઈને મનીષને જ મળવાનું વિચારે છે..
એટલે તે ગુસ્સામાં ઊભો થઈને સીધો ગેસ્ટ હાઉસમાં જાય છે અને સામે મનીષ પણ બન્નેની રાહ જોઈને જ ઊભો હોય છે પણ કિશન તો આજુબાજુનું કઈ વિચાર્યા વગર સીધો જઈને મનીષને એક થપ્પડ ચોંટાડી દે છે..
આજુબાજુના બધા લોકો એની જ સામે જોઈ રહે છે..
અને મનીષ પણ હવે ગુસ્સામાં કિશન તરફ જોવા લાગે છે અને કહે છે
"વાહ દોસ્ત, આજ દિવસ જોવાનો બાકી હતો મારે.. એક રખડેલ છોકરી માટે તે પોતાના મિત્ર પર હાથ ઉપાડી દીધો?? "
ઇનફ, મનીષ એક તો એના વિશે તુ ખોટું ખોટું બોલે છે અને ઉપરથી તુ એને જ રખડેલ પણ કહે છે..
શરમ આવી જોઈએ તને... " કિશન પણ ગુસ્સામાં સવાલ કરે છે..
" વાહ એ ખોટું ખોટું કરી પણ શકે અને હું એ ખોટા વિશે સાચું બોલી પણ ના શકું?? "
મનીષ પણ કટાક્ષમાં કિશનને જવાબ આપે છે..
" હા તો તુ સાચો હોય તો બતાવ ને?? ક્યાં છે બન્ને?? " કિશન ફરી ગુસ્સામાં એજ સવાલ કરે છે..
" એ જાણીને તો હું પણ હેરાન છું પણ એનો મતલબ એ નથી કે હું ખોટું બોલું છું ઓકે.. " મનીષ પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે..
અરે જા, જો તુ સાચો હોત તો આજે સાબિત થઈ જાત..
" ઓકે એક મિનિટ આપણે રશીદ બુકમાં જોઈ લઈએ.. એમાં તો એનું નામ હશે ને? " મનીષ કાઉન્ટર તરફ ઈશારો કરતા કહે છે..
હા ચલ બતાવ..
બન્ને કાઉન્ટર આગળ આવીને ઊભા રહે છે..
મનીષ ફટાફટ રશીદના પાના ફેરવે છે અને તેના ચેહરા પર એક અલગ જ હેરાની પણ જણાય છે..
" અરે આજ બુકમાં તો હતી.. " મનીષ રડમસ અવાજે બોલતો જાય છે અને બુક ફેદતો જાય છે..
પણ આખરે એને નિકિતા અને નિખિલના નામની એક પણ રશીદ મળતી નથી એટલે તે દોષી હોય એ નજરથી કિશન મનીષ સામે જોઈ રહે છે..
અને ગુસ્સામાં બોલે છે " આવી ગયો ને જાત પર?? હવે આવા ખોટા ખોટા નાટક ના કર તુ.. તારી ઔકાત નથી કે તુ નિકિતા જેવી છોકરીને ખરાબ સાબિત કરી શકે.. અને હા રહી મને ખોટું બોલવાની વાત તો કોઈએ આપ્યા હશે તને પૈસા આવું બધું કરવા માટે.. હા કદાચ મારાં કાકાએ જ હેને?
કેટલા પૈસા આપ્યા મને તો કે જરા..?
મને પણ ખબર પડે કે આપડી મિત્રતાની કિંમત કેટલી છે? "
" આજે ભલે તુ મને આટલુ બોલે છે પણ જે દિવસે તને સાચી વાતની ખબર પડશેને એ દિવસે તને સૌથી પેહલા આ મિત્ર જ યાદ આવશે બીજું કોઇ નઈ.." મનીષ પણ ધમકીના સ્વરૂપમાં પણ મિત્રતાના ભાવે બોલે છે..
" અરે જા જા.. મિત્ર વાળી.. "
તારા જેવા મિત્ર રાખું એના કરતા દુશમન ના રાખું..
અને તે બહાર નીકળતા નીકળતા નિકિતાને જ કોલ કરે છે અને પૂછે છે..
ક્યાં છે નિકિતા?
હું ફ્રેન્ડને ત્યાં..
કેમ કામ હતું?
હા, મળવું હતું..
હા તો બોલને ક્યાં છે તુ?
હું અહીં જ તે કાલે કીધું હતું ત્યાં જ..
ઓહ ચારભુજા?
હા.. ઓકે કઈ જગ્યા છે બોલ..?
કિશન એડ્રેસ આપે છે..
આવી થોડીવારમાં..
આટલુ બોલી તે ગેસ્ટ હાઉસના પગથિયાં ઉતરી જાય છે..
અને અહીં મનીષની આંખો સામે જાણે અંધારું છવાય ગયું હોય તે રીતે તે એક બાંકડા પર બેસી જાય છે..
અંધારું એટલા માટે નહીં કે એની મિત્રતા તૂટી ગઈ પણ એટલા માટે કે તે ખોટો સાબિત થ્યો અને એના પર પૈસા માટે ગદ્દારી કરી હોવાનો આરોપ લાગ્યો..
એટલે તે મનોમન નિશ્ચય કરે છે..
" કિશન સાથે મિત્રતા થાય કે ના થાય પણ હું એક વખત આ નિકિતાને તો હું ખોટી સાબિત કરીને જ રહીશ.. "
અહીં નિકિતા અને કિશન ગેસ્ટ હાઉસની બહાર એ જ ટી સ્ટોલ પર મળે છે..
કેમ તુ અહીંયા?
અરે મારે થોડું કામ હતું એટલે આવી ગયો..
પછી એકદમ યાદ આવ્યું કે તુ પણ અહીં જ આવાની હતી એટલે મેં કીધું મળી લવ..
ઓહકે ..
પત્યું તારું કામ??
હા.. બસ આ નોટ્સ લેવાની હતી.. લઇ લીધી..
હમમમ ..
બન્ને વાતો કરતા હોય છે..
* * * * * * * * * * * * * * * * * * **
બીજા દિવસે અંજલીને પણ એની ફ્રેન્ડોના કોલ આવે છે કે આજે મનીષ અને કિશનને ઝગડો થ્યો હતો..
અંજલી બધી પુરે પુરી વાત જાણીને હવે તે મનીષને મળવાનું વિચારે છે.. પણ મળવાનું વિચારતા પેહલા એ એટલું વિચારે છે કે આ બન્ને પકડવા માટે કોઈક તો પ્લાન જોઈશે ને?
આટલુ વિચારી તે મનીષને મળતા પેહલા હજી એક વખત રાધિકાને મળે છે..અને રાધિકાને કોલ કરીને તાત્કાલિક મળવા માટે બોલાવે છે..
રાધિકા અને અંજલી હોટેલના ટેબલ પર આવીને બેસે છે..
હા બોલ..
" એક તાજા સમાચાર છે.. " અંજલી કોઇ ન્યૂઝ ચેનલની એન્કર હોય તે રીતે રાધિકા આગળ ઈશારા કરતા બોલે છે..
" ઓહહ શેના? મેડમ "
" મિત્રતાના.." ફરી એજ સ્ટાઇલથી અંજલી રાધિકાને જવાબ આપે છે..
" હવે ગોળ ગોળ ફેરવ્યા વગર બોલને સીધું સીધું.." રાધિકા વાતની આતુરતાનો અંત લાવતા કહે છે..
" અરે મનીષ અને કિશનની ફ્રેન્ડશીપ તૂટી ગઈ..
કાલે જ મારાં પર મારી કોલેજ ફ્રેન્ડ્સના કોલ આયા હતા.. "
પણ એમાં તુ આટલી ખુશ કેમ છે??
આ તો ખોટું કેવાય ને..
હું ખુશ મિત્રતા તૂટવાના કારણે નઈ..
પણ જે કારણથી મિત્રતા તૂટી છે એ કારણથી ખુશ છું..
મતલબ?
" હા.. નિકિતા અને નિખિલ એ જ ગેસ્ટ હાઉસમાં મળવાના હતા..જ્યાં મનીષ હમણાં જોબ કરે છે..
તો મનીષે કિશનને રંગે હાથ પકડવા માટે બોલાવ્યો પરંતુ કોઇ કારણોસર તે બન્ને ના મળી શક્યા અને દર વખતની જેમ કિશનને મનીષ પણ એનો અને એની નિકિતાના પ્રેમનો દુશ્મન લાગ્યો એટલે તે બન્ને ત્યાં જ મારામારી પર આવી ગયા અને ફ્રેન્ડશીપ ક્ટ.."
અંજલી હસતા હસતા અને ઈશારા સાથે બોલે છે..
" અરે યાર.. આ કિશને તો હદ કરી બસ..
અને આ નિખિલ ત્યાંથી છેક અહીં નિકિતાને મળવા આયો તો?? " રાધિકા આશ્ચર્ય સાથે પૂછે છે..
હા..
જબરો છે..
આમ તો મોં પરથી માંખ પણ નથી ઊડતી ને ભઈ ગેસ્ટ હાઉસમાં મળે છે.. વાહ ભઇ વાહ..
હવે શુ કરીએ આ લંપટનું?
કોનું? અંજલી પૂછે છે..
નિકિતાનું લા..
અહ મને લાગ્યું કિશનનું..
" કિશન થોડી લંપટ છે એ તો લવ છે.." રાધિકા પણ એના ચેહરાની ઘાયલ કરનારી એક મીઠી સ્માઈલ સાથે જવાબ આપે છે..
" હવે આ બધું છોડ.. અને એ વિચાર કે નિકિતાને ઝલાવસું કઈ રીતે? "
અંજલી પણ થોડી જેલસ ફીલ થતા વાત બદલતા કહે છે..
"કરો મનીષને ફોન હવે તો એ પણ મદદ કરશે ને.. હવે તો એનો પણ પક્ષ બદલાયી ગ્યો.."
રાધિકા મજાક કરતા બોલે છે..
" હા એ બધું તો ખરું એ મદદ પણ કરશે પણ એ મદદ પેહલા આપણી પાસે કોઇ પ્લાન તો હોવો જોઈને? " અંજલી વેઈટરને બે ચાનો ઈશારો કરતા કરતા બોલે છે..
" હા એક જ કામ થાય હવે.. નિખિલને હું સારી રીતે ઓળખું છું.. જો એને ગમે તેમ પટાઈને નિખિલ અને નિકિતાની વાત કઢાવી લવ તો.. " રાધિકા બોલી..
" તારી પેહલી લાઈન પરફેક્ટ છે પણ બીજી લાઈનમાં મજા નથી.. " અંજલીએ વાતનો મર્મ પકડતા કહ્યું..
મતલબ?
જો સમજાવું..
તુ એને પટાઈ લે એ બરાબર પણ એની વાતો કઢાવે એ શક્ય નથી કારણ કે એ એટલી આસાનીથી બધું કહી દે એવુ મને લાગતું નથી..
ઓકે તો બીજું શુ કરાઈ?
એને પટાવીને એની સાથે લવનું નાટક કરે તો?
હટ.. હટ.. મરવું છે મારે..
બિલકુલ નઈ..
ઓકે ચલ લવ નઈ.. ફ્લર્ટ તો કરીશને??
હા એ કદાચ કરી શકું..
હા તુ ગમે તે કરીને એની કલોઝ થઈ જા..
અને પછી આગળનું આપણે વિચારીએ..
ક્રમશ :::
ઘરમાં રહો..વાંચતા રહો..
જય દ્વારકાધીશ 😊