Shodh Pratishodh book and story is written by જાગૃતિ ઝંખના 'મીરાં'.. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shodh Pratishodh is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શોધ પ્રતિશોધ.. - નવલકથા
જાગૃતિ ઝંખના 'મીરાં'..
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને લોપાનાં શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની દિશા તરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે?
રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર તાકી રહેતી એની આંખો શહેરની હદ પૂરી થતાં જ ઉદાસ બની જતી.
શોધ-પ્રતિશોધ..ભાગ-1ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને લોપાનાં શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની ...વધુ વાંચોતરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે?રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર
શોધ-પ્રતિશોધ ભાગ 2આમ તો દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બે જ મુખ્ય જંક્શન લે પણ વચ્ચે કોઈ ક્રોસિંગ હોવાથી ટ્રેન ઊભી હતી. લોપાએ અત્યાર સુધીનો સમય વિચાર તંદ્રામાં કાઢી નાખ્યો. હવે એને પાણીની તરસ લાગી. ભૂખ તો જ્યારથી ...વધુ વાંચોકોમામાં સરી ત્યારથી એની સ્થિત પરિસ્થિતિ નીચે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. બસ બે ટાઇમ કશુંક ખાઈ લેતી. સ્વાદની તમા વગર જ."મમ્મા, આજ બટાટાપૌંઆ હોને...પ્લીઝ મારી ડાહી મોમ...""તને જાતે પણ આવડે છે ને દીકુ..પછી કાલ સવારે સાસરે જઈશ તો કોણ બનાવીને ખવડાવશે?""ઓહ...મમ્મી ડાર્લિંગ...સો સિમ્પલ...હું તને મૂકીને ક્યાંય જઈશ જ નહીં..!""એવું થતું હોત કે એવું મેં વિચાર્યુ હોત તો તું મારી
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા મુંબઈ જવા નીકળે છે. એની સાથે કોઈ દગાબાજી થઈ છે, એ વ્યક્તિને શોધવા તે જઈ રહી છે. રસ્તામાં તેને કેટલીક સુખદ તો કેટલીક દુઃખદ સ્મૃતિઓ ઘેરી વળે છે. હવે આગળ...)થોડીવાર આંખો બંધ રાખી ...વધુ વાંચોએમ જ વિચારોને દૂર કરવા મથતી રહી. યાદ આખરે કેમ માણસ જેટલો તેનાથી દૂર ભાગે એટલી જ વધારે એ માણસને ઘેરી વળતી હશે! કાશ કે માણસનાં દિમાગમાંથી કોઈ ડિલીટ બટન દબાવી દેવાથી બધું સાફ થઈ જતું હોત! એમ હોય તો લોપા સૌથી પહેલાં માની ડાયરીને મગજમાંથી બહાર ફેંકી દેત. એ સાથે આ કશી કશ્મકશ ન રહેત. ન એની અંદર એ
(આગળનાં ભાગમાં આપણે જોયું કે ટ્રેનમાં લોપાની મુલાકાત વિવાન નામનાં એક વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવાન સાથે થાય છે. સ્વભાવે ખૂબ સાલસ એવાં આ યુવાન સાથે વાત કરીને લોપાને માનસિક શાતા મળે છે. લોપાના મનમસ્તિષ્ક પર હજુ અચલાની ડાયરી છવાયેલ ...વધુ વાંચોહવે આગળ...)"લોપા, બેટા મને માફ કર. હું મજબૂર હતી દીકરા, એ સમય મારો ન હતો. હું નબળી પડી ગઈ બેટા! માફ કર....માફ કર...." કરતી અચલા બેભાન થઈ ઢળી પડી. લોપા એને ઊઠાડવા મથતી રહી પણ અચલાનું શરીર નિશ્ચેતન થઈ ગયું. "નહીં....મમા...નહીં...."કરતી લોપા હીબકે ચઢી ગઈ ને બરાબર એ જ સમયે પાછળ શું છૂટી ગયું? એની પરવાહ વગર ભાગતી ટ્રેનને પણ
ગયા ભાગમાં આપણે જોયું કે વિવાન લોપાને વધારે કંઈ પૂછે તે પહેલા લોપા સૂઈ જાય છે અને લોપા ઉઠે ત્યાં વિવાન! આમ બંને વચ્ચે વાતચીતનો દોર સંધાતો નથી. એ દરમિયાન લોપાએ અચલાની ડાયરી વાંચવાનું શરૂ કર્યું . એક પછી ...વધુ વાંચોપલટાતાં પાના સાથે જાણે લોપા પણ પલટતી હતી. 7/10/96પૃથ્વી અને એની વાતો. ઓહ ભગવાન, શું જાદુ હશે આ માણસમાં! મને ખરેખર એ સમજાતું નથી. એ આ દુનિયાથી એકદમ અલગ છે. એ કદી સ્પષ્ટ શબ્દોએ કશું વ્યક્ત નથી કરતો પણ એનાં સુચક વર્તનથી હું મારા ગમતા શબ્દો મેળવી લઉં છું. આજે એણે કહ્યું, "અચુ, કાલે રાતે તે આકાશમાં ચંદ્ર જોયો હતો?