Reshmi Dankh book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Reshmi Dankh is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેશમી ડંખ - નવલકથા
H N Golibar
દ્વારા
ગુજરાતી રોમાંચક
સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક આવી પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો,
અને આ માટે તે બિલકુલ તૈયાર અને ખૂબ જ તત્પર હતી !
તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું
કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો.
સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું.
કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ મોટો-બાવન વરસનો હતો. તેણે છ મહિના પહેલાં આ ઘરડા ઘોડાને પોતાની લગામ સોંપી હતી, એને પોતાનો પતિ બનાવ્યો હતો, અને આની પાછળ તેની પાકી ગણતરી હતી.
એચ. એન. ગોલીબાર 1 સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક આવી પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો, અને આ માટે તે બિલકુલ તૈયાર ...વધુ વાંચોખૂબ જ તત્પર હતી ! તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો. સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું. કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ
2 આજ સુધી એણે જેની સુપારી લીધી હતી, એની ચોકકસ લાશ ઢાળી આપી હોવાનો રેકોર્ડ ધરાવતો ભાડૂતી હત્યારો જેકૉલ અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરની સામે બેઠો હતો. જેકૉલ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો. શરીરે એ સોટા જેવો પાતળો હતો. ...વધુ વાંચોપરથી એવો લાગતો હતો કે, કોઈ માણસને કતલ કરવાની વાત તો દૂર રહી, પણ એ માખેય નહિ મારતો હોય. અત્યારે એ કૈલાસકપૂરે એને આપેલા સિમરનના ફોટા પર ઝીણવટથી નજર ફેરવી રહ્યો હતો. એ ફોટા પર નજર ફેરવીને એણે ‘સિમરન કયાં-કયાં હોઈ શકે ?' એના સરનામાઓના લિસ્ટ પર નજર ફેરવી અને પછી કૈલાસકપૂર સામે જોયું. ‘આમાં પાંચ લાખ છે.’ રૂપિયાના બંડલોનું
3 રાતના આઠ વાગ્યા હતા. કૈલાસકપૂર તેની સામે બેઠેલા ને સિમરનના ફોટા પર નજર ફેરવી રહેલા ભાડૂતી હત્યારા રાજવીરને નીરખી રહ્યો હતો. કૈલાસકપૂરની રાજવીર સાથેની આ પહેલી જ મુલાકાત હતી. તે ભાડૂતી હત્યારા જેકૉલ ઉર્ફે ટાઈગર પાસે અગાઉ પણ ...વધુ વાંચોકરાવી ચૂકયો હતો, પણ રાજવીર તેના માટે અજાણ્યો હતો. સિમરને ટાઈગરને ખતમ કરી નાંખ્યો એ પછી તેણે પોતાના જમણા હાથ વિક્રાંતને બીજા ભાડૂતી હત્યારાને બોલાવવાનું કામ સોંપ્યું હતું. અને વિક્રાંતે બે કલાકની અંદર આ ભાડૂતી હત્યારા રાજવીરને બોલાવીને તેની સામે બેસાડી દીધો હતો. તેણે રાજવીર સાથે કોઈ વધારાની વાતચીત કરી નહોતી. તેણે રાજવીર સાથે સીધી જ કામની વાત કરીને એને
4 ‘તારે સિમરનને ખતમ કરી નાંખવાની છે.’ એવું સિમરને ગંભીર અવાજે કહ્યું, એટલે રાજવીર ‘આ સિમરન આખરે કહેવા શું માંગતી હતી ? ! !' એવી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. રાજવીર આ વિશે સિમરન પાસે ખુલાસો માંગે એ પહેલાં જ ...વધુ વાંચોહસી પડી અને એણે બાજુમાં પડેલા પોતાના પર્સમાંથી એક કાગળનું કવર કાઢયું અને એમાંથી ફોટો કાઢીને રાજવીર સામે ધર્યો : ‘તારે આને ખતમ કરવાની છે !'' રાજવીરે સિમરનના હાથમાંથી ફોટો લીધો ને એની પર નજર નાંખી, પછી સિમરન સામે જોતાં બોલ્યો : ‘આ તો તારો ફોટો છે. તું શું...’ ‘ના !’ સિમરને રાજવીર સામે તાકી રહેતાં કહ્યું : “આ ફોટો
5 અંધારી આલમના જાસૂસ જગ્ગીને સિમરનના ભૂતકાળ તેમજ એના દોસ્તો વગેરેની માહિતી મેળવવાનું કામ સોંપીને, એની પાસેથી નીકળેલો ભાડૂતી હત્યારો રાજવીર અત્યારે કૈલાસકપૂરે આપેલા સિમરનના સંભવિત ગુપ્ત સરનામાઓવાળા સ્થળો પર લટાર મારી રહ્યો હતો. તે સાવચેતીમાં માનતો હતો. શકયતા ...વધુ વાંચોપણ તેમ છતાં તે કૈલાસકપૂરે આપેલા સિમરનના આ સરનામાઓ પર એટલા માટે ચકકર મારી રહ્યો હતો કે, કદાચને કૈલાસકપૂર તપાસ કરાવે તો એને જાણવા મળે કે, તે સિમરનની તપાસ માટે આ સ્થળો પર ગયો હતો. તે એમને એમ જ બેસી રહે તો કૈલાસકપૂરને તે કંઈક ગરબડ કરી રહ્યો હોવાની ગંધ જવાનો ભય રહેલો હતો. અત્યારે રાતના એક વાગ્યાને દસ મિનિટે