Reshmi Dankh - 3 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 3

3

રાતના આઠ વાગ્યા હતા. કૈલાસકપૂર તેની સામે બેઠેલા ને સિમરનના ફોટા પર નજર ફેરવી રહેલા ભાડૂતી હત્યારા રાજવીરને નીરખી રહ્યો હતો.

કૈલાસકપૂરની રાજવીર સાથેની આ પહેલી જ મુલાકાત હતી. તે ભાડૂતી હત્યારા જેકૉલ ઉર્ફે ટાઈગર પાસે અગાઉ પણ કામ કરાવી ચૂકયો હતો, પણ રાજવીર તેના માટે અજાણ્યો હતો. સિમરને ટાઈગરને ખતમ કરી નાંખ્યો એ પછી તેણે પોતાના જમણા હાથ વિક્રાંતને બીજા ભાડૂતી હત્યારાને બોલાવવાનું કામ સોંપ્યું હતું. અને વિક્રાંતે બે કલાકની અંદર આ ભાડૂતી હત્યારા રાજવીરને બોલાવીને તેની સામે બેસાડી દીધો હતો. તેણે રાજવીર સાથે કોઈ વધારાની વાતચીત કરી નહોતી. તેણે રાજવીર સાથે સીધી જ કામની વાત કરીને એને સિમરનના ફોટા અને સિમરન કયાં હોઈ શકે ? એની શકયતાવાળા સરનામાઓનું લિસ્ટ આપ્યું હતું. રાજવીર એ જોઈ રહ્યો હતો, તો તે રાજવીરને નીરખી રહ્યો હતો.

રાજવીર હીરો જેવો હૅન્ડસમ લાગતો હતો. એના વાળ વ્યવસ્થિત રીતે ઓળાયેલા હતા. એની આંખોમાંથી શિયાળ જેવી ચતુરાઈ છલકતી હતી. છ ફૂટની ઊંચાઈ ધરાવતું એનું શરીર ખડતલ હતું.

રાજવીરે સિમરનના ફોટા અને એના સરનામાઓનું લિસ્ટ બાજુ પર મૂકયું અને કૈલાસકપૂર સામે જોયું.

‘તમારું કામ થઈ જશે.' રાજવીરે પોતાના રણકદાર અવાજમાં કહ્યું : ‘અડતાળીસ કલાકમાં તમને...’

‘..મને ચોવીસ કલાકમાં…'

‘ના !’ રાજવીર બોલ્યો : ‘અડતાળીસ કલાકની અંદર-અં- દર જ સિમરનનું ઍકસીડન્ટમાં મોત થઈ જશે અને એની ૫- સેની તમારી લૅપટોપની બેગ તમને પાછી મળી જશે. અને અડતાળીસ કલાકની અંદર-અંદર એટલે.., અત્યારથી દસમા કે બારમાં કલાકમાં પણ આ કામ થઈ જાય !'

‘ગુડ !’ કૈલાસકપૂરથી બોલાઈ ગયું.

‘બીજું કે, આ કામના હું પાંચ નહિ, પણ પૂરા દસ લાખ લઈશ.' રાજવીર બોલ્યો : ‘પાંચ અત્યારે અને પાંચ કામ પતી ગયા પછી.’

“દસ તો ખૂબ જ વધારે...’

‘હું આટલા તો લઈશ જ.' રાજવીર કૈલાસકપૂરની વાત કાપતાં બોલ્યો : ‘ ‘યસ’ હોય તો બેસું, નહિંતર...'

‘ઠીક છે.’ કહેતાં કૈલાસકપૂરે બાજુમાં પડેલું રૂપિયાના બડલોનું પૅકેટ રાજવીર સામે ર્યું : ‘આમાં પાંચ છે. પાંચ પછી મળી જશે.'

રાજવીરે પેકેટ લીધું અને પોતાની પાસેની બ્રીફકેસ ખોલી. તેણે એ પેકેટ તેમજ સિમરનના ફોટા અને સિમરનના સરન- માઓનું લિસ્ટ બ્રીફકેસમાં મૂકયું અને બેડરૂમના બંધ દરવાજા તરફ આગળ વધી ગયો. તે દરવાજો ખોલીને બહાર નીકળ્યો.

બહાર વિક્રાંત ઊભો હતો. વિક્રાંતે રાજવીર સામે સ્મિત રેલાવ્યું. રાજવીરે પણ સામું સ્મિત ફરકાવ્યું. રાજવીર ટાઈગરની જેમ પોતાના કામથી જ મતલબ રાખવામાં માનતો નહોતો. તે પોતાના કામ ઉપરાંતની નાની-મોટી વાતમાં પણ એટલો જ રસ લેતો હતો અને એટલે જ તે આટલો સફળ હતો.

તે ફરીવાર વિક્રાંતને પગથી માથા સુધી જોઈ લઈને સીડી ઊતર્યો. તે બહાર નીકળીને કારમાં બેઠો અને કારને આગળ વધારી.

ત્યારે ફાર્મહાઉસના ઉપરના માળ પરના પોતાના બેડરૂમમાં, કૈલાસપૂર પોતાની સામે ઊભેલા વિક્રાતને પૂછી રહ્યો હતો : ‘વિક્રાંત ! આ રાજવીર સમયસર આપણું કામ તો પાર પાડશે ને !’

‘હા-હા !' વિક્રાંત બોલ્યો : ‘મેં મારી રીતે પૂરતી તપાસ કરીને પછી જ રાજવીરને તેડાવ્યો હતો. એ હમણાં દોઢ-બે મહિના પહેલાં દિલ્હીથી મુંબઈ આવીને વસ્યો છે અને આટલા ટૂંકા ગાળામાં જ એણે પોતાના કામથી અહીંની અંધારી આલમમાં સારું એવું નામ કમાઈ લીધું છે.’

‘હું !’ કૈલાસકપૂરે વિચાર્યું : ‘આ વિક્રાંતની વાત સાચી સાબિત થાય તો સારું.' અને કૈલાસકપૂરના હાથમાં, તેણે સિમરનના નામનું છુંદણું મિટાવવા માટે સળગાવેલી ચામડીમાં પીડા ઊપડી. તેના મોઢેથી સીસકારો નીકળી ગયો.

‘શું થયું ? !’ વિક્રાંતે પૂછ્યું.

‘કંઈ નહિ.’ કૈલાસકપૂરે કહ્યું : “તું જા. હવે હું થોડોક આરામ કરીશ.’

‘ઓ. કે. બોસ.’ કહીને વિક્રાંત રૂમ બહાર નીકળી ગયો.

***

રાજવીરે મુંબઈથી ગોવા વચ્ચેના હાઈવે પર, સાઈડ પર કાર ઊભી રાખી. તેણે બાજુમાં પડેલી બ્રીફકેસમાંથી સિમરનના ફોટા અને એના સરનામાઓનું લિસ્ટ કાઢયું ને બહાર નીકળ્યો.

તેણે રસ્તાની બન્ને બાજુ નજર દોડાવી. દૂર-દૂર સુધી કોઈ વાહન આવતું દેખાયું નહિ. તેણે હાથમાંના સિમરનના ફોટા અને સરનામાઓનું લિસ્ટ સળગાવ્યું અને એની રાખને હવામાં ઊડતી મૂકીને પાછો કારમાં બેઠો અને ત્યાંથી કાર દોડાવી મૂકી.

***

‘હા, વનરાજ !’ કૈલાસકપૂર ‘લૉટસ ગ્રુપ’ના તેના ચાર પાર્ટનરોમાંના એક, વનરાજ સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો : ‘હું આજે સવારે જ બેન્કમાંથી લૅપટોપ લઈ આવ્યો.’

‘ઠીક છે,’ કૈલાસકપૂરના કાને મુકાયેલા મોબાઈલમાં, સામેથી વનરાજનો અવાજ સંભળાયો : ‘તો પરમ દિવસની મિટિંગમાં મળીએ છીએ.’

‘ઓ. કે.’ કૈલાસકપૂરે તેની પત્ની સિમરન તેને દગો આપીને, લૅપટોપ લઈને ભાગી છૂટી છે, એ હકીકતને વનરાજથી છુપાવી. તેણે ‘ગુડબાય.’ કહીને વનરાજ સાથેની વધારાની વાતચીત ટાળી અને મોબાઈલ કટ્ કરી દીધો.

તેણે નિશ્વાસ નાંખ્યો.

પરમ દિવસની સોમવારની મિટિંગમાં રાબેતા મુજબ ‘લૉટસ ગ્રુપ’ના તેના ચારેય પાર્ટનરો વનરાજ, ડેની, બાદશા અને કાબરા મળવાના હતા. એ મિટિંગમાં તેમણે સિમરન તેની પાસેથી લઈ ગઈ હતી, એ લૅપટોપમાં રહેલા તેમના હિસાબ- કિતાબમાં વધઘટ કરવાની હતી.

હવે સોમવારની મિટિંગની એ પળ આવે એ પહેલાં સિમરન પાસેનું એ લૅપટોપ તેની પાસે પાછું આવી જાય એ ખૂબ જ જરૂરી હતું. નહિતર તેના એ ચારેય પાર્ટનરોને, તેના એ ચારેય દોસ્તોને તેના દુશ્મન બનતાં વાર લાગે એમ નહોતી !

***

રાજવીરે મુંબઈ-ગોવાના હાઈવે પર, ત્રણેક કિલોમીટર અંદર, ગીચ ઝાડીઓ વચ્ચે આવેલા ત્રણ રૂમના ફાર્મહાઉસ પાસે કાર ઊભી રાખી. તેણે કારની બહાર નીકળતાં ડેશબોર્ડની કલૉક પર નજર નાંખી, તો એ રાતના સવા નવ વગાડી રહી હતી.

તેણે મેઈન દરવાજાના લૅચ-કી વાળા લૉકમાં ચાવી લગાવીને લૉક ખોલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. અંદર લાઈટ ચાલુ હતી. તેણે દરવાજો બંધ કર્યો. એ ડ્રોઈંગરૂમ હતો.

તે ડાબી બાજુ આવેલા બેડરૂમમાં દાખલ થયો. બેડરૂમની લાઈટ પણ ચાલુ હતી. તેની નજર પહેલાં સામે પડેલા પલંગ પર અને પછી આખા બેડરૂમમાં ફરીને જમણી બાજુ આવેલા બાથરૂમના બંધ દરવાજા પર અટકી. ત્યાં જ બાથરૂમના શૉવરમાંથી વરસી રહેલા પાણીના અવાજની સાથે જ બાથરૂમની અંદરથી એક યુવતીનો ફિલ્મી ગીત ગાવાનો સુરીલો અવાજ સંભળાયો.

રાજવીરની નજર સામે બાથરૂમમાં રહેલી યુવતીનો ખૂબસૂરત ચહેરો તરવરી ઊઠયો અને તેના હોઠ પર મુસ્કુરાહાટ દોડી આવી.

તે પલંગ પર લેટયો. થોડીક પળો વિતી ને બાથરૂમની અંદરનો શૉવરનો અવાજ બંધ થયો. બીજી થોડી પળો પછી બાથરૂમની સ્ટોપર ખુલવાનો અવાજ સંભળાયો. રાજવીર વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે બાથરૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો.

-અને બાથરૂમનો દરવાજો ખુલ્યો ને એક ખૂબસૂરત યુવતી બહાર નીકળી.

એ યુવતીએ રેશમી, ગુલાબી રંગનું નાઈટ ગાઉન પહેર્યું હતું. એના માથાથી પગ સુધીનું શરીર ભીંજાયેલું હતું. એ ઝાકળની બુંદોથી ભીંજાયેલા તાજા ગુલાબની જેમ મહેકી રહી હતી.

-એ યુવતી.., એ યુવતી સિમરન હતી ! હા, કૈલાસકપૂરની પત્ની સિમરન !

-હા.., હા..., હા.....! ! બે-અઢી કલાક પહેલાં જ રાજવીર કૈલાસકપૂર પાસેથી જેને ખતમ કરી નાંખવા માટેની સુપારી લઈને આવ્યો હતો એ જ સિમરન ! !

‘આવી ગયો તું, રાજ ?' બોલતાં સિમરન રાજવીર તરફ આગળ વધી.

રાજવીર તેને તાકી રહેતાં બેઠો થયો. સિમરન તેની બાજુમાં બેઠી.

‘શું થયું....? !’ સિમરને રાજવીરના ખોળામાં માથું મૂક્યું, ‘...કૈલાસને મળી આવ્યો ? !'

‘હા.’ સિમરનના ગોલ્ડન-ભીના વાળમાં પોતાની મજબૂત આંગળીઓ ફેરવતાં રાજવીરે કહ્યું : ‘એણે તને ખતમ કરવા માટેની મને દસ લાખ રૂપિયાની સુપારી આપી છે. હું એની પાસેથી પાંચ લાખ લઈ આવ્યો છું.

‘ગુડ !’ તે ખુશીથી બોલી.

‘..તારા નસીબ સારા છે કે, ટાઈગર પછી કૈલાસકપૂરે તને ખતમ કરવા માટે બીજા કોઈ ભાડૂતી હત્યારાને બદલે મને જ પસંદ કર્યો.’ રાજવીરે કહ્યું : ‘જો એણે બીજા ભાડૂતી હત્યારાને આ કામ સોંપ્યું હોત તો અત્યારે એ હત્યારો હાથ ધોઈને તારી પાછળ પડી ગયો હોત અને તારી લાશ ઢાળીને જંપ્યો હોત.’

સિમરન હસી.

‘બોલ ? !’ રાજવીરે પૂછયું : ‘હવે આગળ શું કરવાનું છે? !'

‘...એ વિશે પછી આપણે વાત કરીએ છીએ.’ સિમરન બોલી : ‘પહેલાં તું ખાઈ લે ? !' તું ‘...શું છે, ખાવામાં ? !'

‘....હું છું, ને !' સિમરન લુચ્ચું હસતાં બોલી : ‘તું મને ખાઈ જા.' અને તેણે રાજવીરને પોતાની તરફ ખેંચ્યો, ત્યાં જ સિમરનના પગ પાસેથી ગાઉન સહેજ અધ્ધર થયું. રાજવીરનું ધ્યાન એ તરફ ખેંચાયું. સિમરનના પગમાં કૈલાસકપૂરના નામનું છુંદણું છુંદાયેલું હતું.

‘તો તારા પગમાં કૈલાસકપૂરના નામનું આ છુંદણું...’ રાજવીર પોતાની વાત પૂરી કરે એ પહેલાં સિમરને બોલી : ‘હું અને કૈલાસ અમેરિકા હનીમૂન મનાવવા ગયા હતા, ત્યારે મે મારા પગમાં એના નામનું છુંદણું છુંદાવ્યું હતું અને એણે એના હાથમાં મારા નામનું છુંદણું છુંદાવ્યું હતું.'

રાજવીર મોટેથી હસી પડયો : ‘કૈલાસકપૂર અત્યારે એના હાથમાંનું તારા નામનું છુંદણું જોઈને ચોધાર આંસુ સારતો હશે.’

‘હા.’કહેતાં સિમરન રાજવીરની ગરદન પર હાથ વિંટાળવા ગઈ, ત્યાં જ સિમરનના બગલમાં લાગેલી બેન્ડએઈડ- પટ્ટી પર રાજવીરની નજર પડી.

‘આ શું થયું ? !’ કહેતાં રાજવીર એ પટ્ટી પર આંગળી લગાવવા ગયો, ત્યાં જ પોતાનો હાથ હટાવી લેતાં સિમરન બોલી ઊઠી : ‘ના-ના ! ત્યાં દુઃખે છે.'

‘શું કંઈ વાગ્યું ? !’

‘મારા ઘરડા વાંદરાએ બચકું ભરેલું !’ હસી પડતાં સિમરન બોલી : ‘હવે તું કહે ? તું કોણ છે ? ગધેડો, ઘોડો કે...’

‘હું..., હું શયતાન છું !' રાજવીરે કહ્યું ને ખડખડાટ હસી પડયો. સિમરન પણ હસી પડી.

***

રાતના સાડા દસ વાગ્યા હતા. રાજવીર અને સિમરન ડ્રોઈંગરૂમમાં કૉફીના ગરમ ઘૂંટ ગળા નીચે ઊતારતાં સોફા પર બેઠાં હતાં.

હકીકતમાં કૈલાસકપૂરે જે ભાડૂતી હત્યારા ટાઈગરને સિમરનને ખતમ કરવા માટે મોકલ્યો હતો, એને રાજવીરે જ મોતને ઘાટ ઉતાર્યો હતો.

રાજવીરે સિમરનની કાર સાથે ટ્રક ટકરાવવા જઈ રહેલા ટાઈગરને, ટ્રકની ડ્રાઈવિંગ સીટની કેબિનની પાછળની ડોકા- બારીમાંથી રિવૉલ્વરની ગોળી મારીને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો હતો. અને પછી તેણે ટાઈગરનો મોબાઈલ ફોન તેમજ એની પાસેના ફોટા ને સિમરનના સરનામાઓનું લિસ્ટ લઈને, સાંકડી ગલીમાં કારમાં તેની વાટ જોઈને બેઠેલી સિમરનને પહોંચાડયું હતું. તે સિમરન સાથે વધારાની કોઈપણ વાતચીત કરવા રોકાયા વિના ત્યાંથી પોતાની કાર હંકારી ગયો હતો.

એ પછી એક કલાક પછી જ, કૈલાસકપૂરના માણસ વિક્રાંતનો તેની પર મોબાઈલ આવ્યો હતો અને તેને કૈલાસકપૂરને મળવા માટે બોલાવ્યો હતો.

તેણે મોબાઈલ પર આ વિશે સિમરન સાથે વાત કરી હતી અને પછી સિમરનના કહેવા પ્રમાણે તે કૈલાસકપૂરને મળી આવ્યો હતો અને સિમરનને ખતમ કરવાની સુપારી લઈ આવ્યો હતો.

‘સિમરન !’ અત્યારે રાજવીરે કૉફીનો ખાલી મગ ટેબલ પર મૂકીને, સિમરનને પૂછ્યું : ‘તારી પાસેના કૈલાસકપૂરના લેપટોપમાં એવું તો શું લૉડ થયેલું છે કે, કૈલાસકપૂર તારી પાસેથી એ લૅપટોપ પાછું મેળવવા માટે આટલો બહાવરો બન્યો છે.’

સિમરન હસી : ‘એમાં શું છે ? એ તો મને ખબર નથી, પણ એ કૈલાસ માટે કેટલું કિંમતી છે, એ હું જરૂર જાણું છું.' સિમરને કહ્યું : ‘અસલમાં કૈલાસ તેનું આ લૅપટોપ બેન્કના પોતાના લૉકરમાં જ રાખતો હતો. અને દર મહિને, તેમના ‘લૉટસ ગ્રુપ’ની મિટિંગ હોય એના એક-બે દિવસ પહેલાં એ આ લૅપટોપ લૉકરમાંથી કાઢતો હતો ને ગ્રુપની મિટિંગ પછી પાછું લૅપટૉપ લૉકરમાં મૂકી દેતો હતો.'

‘હું !’ રાજવીર બોલ્યો ઃ ‘એટલે કે, તને એ ખ્યાલ આવી ગયો હતો કે, આ લેપટોપમાં કૈલાસકપૂરનો જીવ પુરાયેલો છે અને એટલે તું એ લૅપટોપ એની પાસેથી ઊઠાવી લાવી.'

‘હા.’ સિમરન મલકી.

‘આ કૈલાસકપૂરના ગ્રુપની મિટિંગ કયાં ગોઠવાતી હોય છે ?' રાજવીરે પૂછ્યું.

‘એની મને ખબર નથી.'

‘એ મિટિંગમાં કેટલા માણસો હાજર રહે છે ? !'

“એની પણ મને ચોકકસ માહિતી નથી, પણ આઠ-દસ જણાં તો હાજર રહેતા જ હશે.'

‘એમાં વિક્રાંત તો હાજર રહેતો જ હશે ને !'

‘હા !' સિમરનના ચહેરા પર વિક્રાંત માટેનો અણગમો આવ્યો : ‘એ કૈલાસકપૂરનો જમણો હાથ છે, કહે ને કે, એ કૈલાસકપૂરની બીજી વાઈફ છે !'

બીજી નહિ, પહેલી વાઈફ.' રાજ્વીર હસીને બોલ્યો : ‘તારા લગ્ન પહેલાંથી વિક્રાંત કૈલાસકપૂરની સાથે હશે ને ? !’ ‘હા, તારી વાત સાચી છે.’ સિમરન બોલી.

બે પળ બન્ને વચ્ચે ચુપકીદી છવાઈ પછી રાજવીર હસીને બોલ્યો : ‘મને કૈલાસકપૂરે એની પત્ની સિમરનને ખતમ કરવાનું અને સિમરન પાસેની લૅપટોપની બૅગ એને પહોંચાડવાનું કામ સોંપ્યું છે. હવે તું કહે, મારે આગળ શું કરવાનું છે ? !'

‘તારે..,’સિમરન રાજવીરની આંખોમાં જોઈ રહેતાં ગંભીર અવાજે બોલી : તા૨ે સિમરનને ખતમ કરવાની છે !' રાજવીર સિમરન સામે જોઈ રહ્યો, ‘આ સિમરન આખરે કહેવા શું માંગતી હતી ? ! !'

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED