Adhuro Prem Lagninu Sargam book and story is written by Tejas Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem Lagninu Sargam is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધુરો પ્રેમ લાગણીનું સરગમ - નવલકથા
Tejas Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે તે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ વધુ ઝડપે પસાર થઇ ગયો ,ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને
ભાગ-૧ ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે તે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ ...વધુ વાંચોઝડપે પસાર થઇ ગયો ,ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને
શ્રી ટી.એન.રાવ કોલેજ, રાજકોટ ખાતે બી.એડ.ની કોલેજમાં તાલીમનો અભ્યાસ કરતાં ક્રિશીલ અને તરલનો વાર્ષિક પાઠ હિરેન હોલ નજીક આવેલી શ્રી પ્રકાશ હાઇસ્કુલ ખાતે હતો.ત્યાંથી રીક્ષામાં બેસી ક્રિશીલે નજીકમાં જે પણ સારો ઓર્થોપેડિક ડોક્ટર હોય ત્યાં ફટાફટ લઇ લેવા કહ્યું. ...વધુ વાંચોઘણો જ સમજાવ્યો હોવા છતાં ક્રિશીલ પોતાના વાર્ષિક પાઠ અંગે એક પ્રકારનો જુગાર રમી તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યો હતો.(વાર્ષિક પાઠ એ તાલીમ લઇ રહેલા ઉમેદવારો દ્વારા બી.એડ.માં આપવામાં આવતો એક તાસના પ્રત્યક્ષ શિક્ષણની પરીક્ષા છે.જેના ગુણ વાર્ષિક પરિણામમાં ઉમેરાતાં હોય છે. અને એ વખતે આજની જેમ ઘરે બેઠા જેમ બી.એડ.ની ડીગ્રી મળી જાય છે તેવું ન હતું .એ વખતે
આ બાજુ તરલ ક્રિશીલનું શું થયું હશે? તે અંગે વિચારતાં તેની રાહ જોતી ખુબ જ બેચેન મને બેસી રહી હતી. દવા લેવાથી તેનો દુઃખાવો થોડો ભલે ઓછો થઇ ગયો હતો.પરંતુ શરીર કરતાં મનની બેચેની એને વધુ પરેશાન કરી રહી ...વધુ વાંચોક્રિશીલ મંગલમ હોસ્પિટલ પહોચ્યો અને બનેલ આખી બાબત તરલને જણાવી ત્યારે તરલ ખુબ જ આનંદિત થઇ ગઈ અને મનોમન પોતાના મહાદેવનો આભાર માન્યો. હવે પ્રશ્ન એ હતો કે આવી હાલતમાં તરલને તેના ઘર સુધી કઈ રીતે પહોચાડવી? કારણ કે મંગલમ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ આમ તો ૮૫૦ મીટર જેટલું દુર હતું. પરંતુ તરલની હાલતના લીધે સ્પેશીયલ રીક્ષા કરીને જ જવું પડે
રીપ્લાય આવ્યો ત્યારે આરાધનાએ જણાવ્યું કે, તે જાડેજા સાહેબની છોકરી આરાધના છે.ક્રિશીલ તરલના મેસેજ/કોલની રાહ જોતો ખુબ જ ઉત્સાહિત હતો.તેને આ પ્રમાણે જાડેજા સાહેબની છોકરીનો મેસેજ આવ્યો એટલે તે થોડો અચંબિત થયો.પરંતુ વિવેક ખાતર તેને વાત કરી ખબર અંતર ...વધુ વાંચોઆ બાજુ આરાધના ક્રિશીલનો નંબર મળવાના કારણે અને તેની સાથે વાત કરવા મળી તેના કારણે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.તે એ દિવસ પછી તો હવે દિવસમાં ઓછામાં ઓછી એક વાર ગમે તે બહાને મેસેજથી ક્રિશીલ સાથે વાત કરી લેતી હતી.આત્મીય ઇન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે અભ્યાસ કરતી બી.ટેક.ની વિધાર્થીની અને રાજકોટ જેવા રંગીલા શહેરમાં જ જન્મથી ઉછરીને મોટી થયેલી અને મગજથી
દેવશીભાઈ સાથે રાજકોટ આવી મંગલમ હોસ્પીટલમાં તરલ ચેક અપ કરાવવા આવી ત્યારે ફરી તેના મનમાં તે દિવસની ઘટના આકાર લેવા માંડી અને ક્રિશીલને યાદ કરી મનોમન રોમાંચિત થઇ ગઈ.એ દિવસ એના જીવનનું સંભારણું બની ગયો હતો. એમ કરતાં કરતાં ...વધુ વાંચોવીતી ગયા અને આ તરફ યુનીવર્સીટીની અંતિમ પરીક્ષા પણ આવી ગઈ.પરીક્ષાનું આજે પ્રથમ પેપર હતું.બંને આજે લાંબા સમય પછી અને ખાસ તો ક્રિશીલ દ્વારા તરલ સામે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ બંને સામસામે પ્રત્યક્ષ મળવાના હતા. ક્રિશીલને તો આગલી રાતે જ ચેન નહોતું.તો આ તરફ તરલની પણ આ જ હાલત હતી.સવારમાં બંને એક બીજાનો સામનો કેમ કરીશું એ મનોમંથન બંનેના મનમાં