અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 3 Tejas Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 3

આ બાજુ તરલ ક્રિશીલનું શું થયું હશે? તે અંગે વિચારતાં તેની રાહ જોતી ખુબ જ બેચેન મને બેસી રહી હતી. દવા લેવાથી તેનો દુઃખાવો થોડો ભલે ઓછો થઇ ગયો હતો.પરંતુ શરીર કરતાં મનની બેચેની એને વધુ પરેશાન કરી રહી હતી. ક્રિશીલ મંગલમ હોસ્પિટલ પહોચ્યો અને બનેલ આખી બાબત તરલને જણાવી ત્યારે તરલ ખુબ જ આનંદિત થઇ ગઈ અને મનોમન પોતાના મહાદેવનો આભાર માન્યો.
હવે પ્રશ્ન એ હતો કે આવી હાલતમાં તરલને તેના ઘર સુધી કઈ રીતે પહોચાડવી? કારણ કે મંગલમ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ આમ તો ૮૫૦ મીટર જેટલું દુર હતું. પરંતુ તરલની હાલતના લીધે સ્પેશીયલ રીક્ષા કરીને જ જવું પડે તેમ હતું.ક્રિશીલ તરલનું પર્સ શ્રી પ્રકાશ હાઇસ્કુલ ખાતેથી પરત લઈને આવ્યો હતો. ક્રિશીલે તરલને તેની પાસે હવે રૂપિયા વધ્યા નથી તેમ જણાવ્યું એટલે તરલે તૈયારીમાં કહ્યું,” તુ મુંજા મા. મારી પાસે પર્સમાં રાયખા છે પૈસા. આપડે રીક્ષા કરીને બસસ્ટેન્ડ વહ્યા જાય .તરલ ખુબ જ સમજુ હતી.તેને તૈયારીમાં ક્રિશીલની મૂંઝવણ દુર કરી.
બંને આજે પ્રથમ વાર બેની સીટમાં સાથે બસમાં બેસી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખબર નહિ કેમ, પણ ક્રિશીલ આજે તેની લાગણી પર કાબુ નહોતો રાખી શકતો.આજ સુધી તેણે રાખેલ સબરનો બંધ તૂટવા મથી રહ્યો હતો. ક્રિશીલે મનોમન નક્કી કર્યું કે, તરલને તેના ઘર સુધી મુકવા જવું અને આજે ગમે એમ કરી પોતાની લાગણી તરલ સામે વ્યક્ત કરી જ દેવી.રાજકોટ બસ સ્ટેન્ડથી એ દિવસે છાપરા ઉપડેલી બસ એ માત્ર બસના પૈડાની જ સફર ન હતી. પરંતુ તે ક્રિશીલ-તરલની પ્રેમભરી યાત્રાની શરૂઆત થવાની હતી.
વાત કેમ કરવી? તેના મનમાં ડર સાથે બસમાં અન્ય વાત કરતાં કરતાં અચાનક ક્રિશીલ મનમાં દ્વારકાધીશને યાદ કરી બોલ્યો,” તરલ તને એક વાત કહું પરંતુ તે માટે તું કદાચ ક્યારેય એગ્રી નહિ થાય.બસના અવાજના લીધે તરલને એગ્રીની જગ્યાએ એન્ગ્રી સંભળાયું.તેણે કહ્યું,” હું કાં એન્ગ્રી થાવ? ક્રિશીલે સ્પષ્ટતા કરતાં કહ્યું,” તરલ એન્ગ્રી નહિ એગ્રી. આઈ રીયલી લાઇક યુ. બટ ડોન્ટ નો યોર ફીલિંગ ફોર મી.તરલ આ સાંભળી અંદરથી ખુબ જ રોમાંચિત થઇ ગઈ.એ પણ તેણી લાગણી બતાવવા ઇચ્છતી હતી પરંતુ સ્ત્રી સહજ શરમના કારણે તૈયારીમાં કઈ પ્રતિભાવ ન આપી શકતા ચુપ જ રહી અને સ્માઈલ આપી.
ક્રિશીલ મનોમન નક્કી જ ના કરી શક્યો કે આ સ્માઈલનો અર્થ શું કરવો? આખા રસ્તે પછી કોઈ કઈ જ ન બોલ્યું.ક્રિશીલ હવે ખરેખર મૂંઝાયો હતો કે શું સમજવું. તરલનું મૌન હા સમજવું કે તરલના મનમાં કદાચ કઈ બીજી લાગણી હશે એટલે જવાબ નહિ આપ્યો હોય? તેમ છાપરા સુધી વિચારતો રહ્યો.
રાત થઇ ગઈ હતી.ક્રિશીલ તરલને લઈને છાપરા તેના ઘરે પહોચ્યો એટલે આ રીતે રાતે તરલ ક્રિશીલ સાથે આવી તે જોઈ દેવશીભાઈ થોડા ખિન્ન થયા અને મોળા મને આવકાર આપ્યો.બીનાબેન તરલની હાલત જોઈ ખુબ જ ચિંતાતુર થયા અને તરલને પૂછ્યું,” અલી છોરી આ હું થીયું તને?” તરલે જવાબ આપતાં બનેલ ઘટના જણાવી.જેનાથી બીનાબેન ક્રિશીલ માટે ખુબ જ ખુશ થયા અને કીધું,” ભાઈ ક્રિશીલ તે આજે જે તરલ માટે કયરું છે એ બહુ જ હારું કયરું. પરંતુ દેવશીભાઈ કાઈ જ ન બોલ્યા અને તરલને ધ્યાનથી ચાલવાની સલાહ આપી પાદરે જવા નીકળી ગયા.
પિતાના આવા વર્તનથી તરલને થોડું દુઃખ થયું. પરંતુ બીનાબેન તૈયારીમાં વાત વાળતાં બોલ્યા, “ભાઈ ક્રિશીલ અટાણે હવે અહિયાથી તને ઘરે જવાનું કાઇ મળશે નહિ.તું અહી જ જમીને રોકાઈ જા. ક્રિશીલ મનોમન દેવશીભાઈના વર્તનથી સમજી ગયો હતો કે અહી રોકાવામાં ભલીવાર નથી.અને તરલને કરેલ પ્રેમના એકરાર અને તરલના કોઈ જવાબ ન આપવાના કારણે પણ એ બેચેન હતો. તૈયારીમાં એ બોલ્યો, “માસી વાંધો નહિ. મારા દુરના ફઈબાનું ઘર અહી નજીકમાં જ છે .હું મારા ફૈબાના છોકરાને કહીશ તે એની બાઈકથી મને છોડી દેશે.
એ દિવસે ફૈબાના છોકરાની બાઈક પર મેટોડા ઘરે પરત આવી આખી રાત પથારીમાં જે કઈ આજે બની ગયું એ વિચારતાં વિચારતાં ખુબ જ બેચેન રહ્યો. તેને મોડા સુધી ઊંઘ ના આવી.તે વિચારમાં પડી ગયો કે શું તરલ હા પાડશે? તરલ કદાચ હા પાડી પણ દે પણ શું તેના પિતા દેવશીભાઈ માનશે? અને જો તરલની ના હશે તો એ હવે સેમ. ટુ ની યુનીવર્સીટીની પરીક્ષા સુધી તરલનો સામનો કઈ રીતે કરશે?
વાર્ષિક પાઠ પુરા થઇ ગયા હતા અને કોલેજ હવે પ્રત્યક્ષ રીતે જવાનું નહોતું. માત્ર યુનીવર્સીટીની પરીક્ષા જ આપવા જવાનું હતું. એટલે ક્રિશીલ સવારે ઉઠી વાડીમાં જઈ કરમજીભાઈની જોડે કપાસ વીણવાના કામે લાગ્યો. બપોર સુધી ક્રિશીલે તરલના કોલ/મેસેજની રાહ જોઈ.કારણ કે સામેથી કોલ કે મેસેજ કરવાની તેની હિમંત રહી ન હતી.સાંજ સુધી કોલ/મેસેજ ન આવ્યો.
તરલ આ બાજુ વિચારતી રહી. કેમ ક્રિશીલનો કોઈ કોલ કે મેસેજ નથી?મારી તબિયત પૂછવા પણ ના કર્યો એટલે ક્રિશીલને કઈ વધારે પડતું ખોટું લાગી ગયું કે શું?
*********************************************************************************************
આ બાજુ જાડેજા સાહેબ પોતાની ફરજ પુરી કરી સાંજે ડાઇનિંગ ટેબલ પર તેમના પત્ની શોભાનાબા સાથે તે દિવસે રસ્તામાં મદદ કરનાર યુવાન ક્રિશીલ દ્વારા આજે કરવામાં આવેલ સત્કાર્યની માહિતી આપી રહ્યા હતા ત્યારે આરાધનાના કાન સરવા થયા અને ધ્યાનથી આખી વાત સાંભળી રહી હતી.જાડેજા સાહેબે ક્રિશીલનો નંબર લીધો છે તે પણ તેણે જાણ્યું.એ જાણીને આરાધના ને થયું કે ગમે તેમ ક્રિશીલનો નંબર મેળવી તેનો સંપર્ક કરવો.રાતના અંધારામાં પણ એ ગામડાનો યુવક તેના દિલ પર એક અમર છાપ છોડી ગયો હતો.જમીને ઉભા થયા એટલે જાડેજા સાહેબનો બ્લેકબેરી ફોન ચાર્જીગમાંથી લઇ આરાધનાએ તૈયારીમાં તેના ફોનમાં ક્રિશીલનો નંબર સેવ કરી લીધો.
રાતે તેણે ક્રિશીલને હાઈનો મેસેજ કર્યો.ક્રિશીલ આગલા દિવસની ભાગદોડ ,અધુરી ઊઘ અને આજનો વાડીમાં કામનો થાક હતો એટલે વહેલો સુઈ ગયો હતો.આરાધનાએ ખુબ જ રાહ જોઈ પણ કોઈ જ રીપ્લાય ન આવ્યો તેથી અંદરોઅંદર ખુબ જ ગુસ્સે થઇ.આરાધનાને કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મંજુર હોતી નહિ. તેને એમ જ હતું કે તે જે સમયે જે ધારે તે થાવું જ જોઈએ.પરંતુ રાતે કોલ કરવો યોગ્ય ના લાગતાં તે ગુસ્સામાં મોડા સુધી જાગતી રહી.
સવારે ક્રિશીલ ઉઠ્યો એટલે તેણે અજાણ્યા નંબર પરથી હાઈનો મેસેજ જોયો.એને મનમાં કેટલાય વિચાર આવી ગયા કે, શું તરલનો ફોન તેના પપ્પાએ લઇ લીધો હશે? એટલે બીજા કોઈ નંબર પરથી તરલે તે મેસેજ તેનો સંપર્ક કરવા કર્યો હશે? હવે અત્યારે કોલ કરું અને દેવશીભાઈ ફોન ઉપાડે તો સારું ના લાગે.એટલે ખુબ જ વિચારી ક્રિશીલે હાઈનો મેસેજ માત્ર કર્યો.
આ બાજુ ક્રિશીલનો હાઈનો મેસેજ જોતાં જ આરાધના ઉછળી પડી.તૈયારીમાં હાઉ આર યુ? નો મેસેજ કર્યો. ક્રિશીલે કોણ? ઓળખાણ ન પડી તેમ મેસેજ કરી જવાબની રાહ જોઈ.ક્રિશીલના ધબકારા વધી રહ્યા હતા અને તેના મનમાં એમ જ હતું કે તરલ કદાચ કોઈ બીજાના ફોનમાંથી મેસેજ કરી રહી છે. (ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

GIRISH AHIR

GIRISH AHIR 4 માસ પહેલા

Tejas Patel

Tejas Patel 5 માસ પહેલા