Adhuro Prem Lagninu Sargam - 7 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 7


ક્રિશીલે તેના ઘરમાં આગળ પાછળ બધે જ જોયું.પરંતુ કોઈ જગ્યાએ સિકંદર ત્યાં હતો નહીં. દરવાજો ખુલ્લો જોવા મળતા જ તે સમજી ગયો કે સિકંદર તેને હાથતાળી આપીને અહીંયાથી ફરાર થઇ ગયો છે.કિર્શીલ માટે હવે ખરી મોટી મુસીબત આવી હતી કે તે શું કરે?
તેના મનમાં ઘણીવાર સુધી મનોમંથન ચાલ્યું કે સામેથી તે પોલીસ સ્ટેશન જઈને સાચી વાતની જાણ પોલીસને કરે કે સિકંદર તેના ઘરે રાત્રે આવ્યો હતો આશરો માગવા માટે અને તેને સમજાવ્યો પણ હતો સરેન્ડર કરવા માટે પરંતુ તે ફરાર થઈ ગયો છે કે દોસ્તીનું માન રાખી જાણે કઈ જ થયું નથી તેમ રહે? પણ તેને ક્યાં ખબર હતી કે સિકંદરતો તેના સુધી પહોચવા માટેનું એક મહોરું જ હતું!!!!!!!!!!
પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળી તેને અંતે નિર્ણય લીધો કે દોસ્તી સર્વોપરી છે પરંતુ દેશ તેનાથી પણ વધુ સર્વોપરી છે અને અન્ય કેટલા લોકો આ ષડયંત્રમાં જોડાયેલા છે તે જાણવું દેશ માટે ખુબ જ જરૂરી છે.એટલે તે સામેથી જ પોલીસ સ્ટેશન જઈને રાતની તમામ બાબત સામેથી પોલીસને જણાવી દેશે.
ક્રિશીલ જયારે કામદાર કોલોની ખાતેના શક્તિ નગર પોલીસ સ્ટેશન પહોચ્યો ત્યારે ફરજ પર હાજર પી.એસ.આઈ.મકવાણાને ભારે હૈયે આખી વાત જણાવી એટલે મકવાણાએ તેને શાબાશી આપી અને કહ્યું તમે દેશને ખુબ મોટી મદદ કરી છે પરંતુ હવે તમારે આ આખી વાતનું સ્ટેટમેન્ટ રાજકોટ પોલીસને નોધાવવું જોઇશે.તમે અહી જ પ્રતીક્ષા રૂમમાં આરામ કરો.અમે રાજકોટ પોલીસ સાથે સંપર્ક કરી લઈએ.
મકવાણાએ તૈયારીમાં લેન્ડલાઈન પરથી રાજકોટ ખાતે પ્રદ્યુમનસિંહના પોલીસ સ્ટેશનનો નંબર ઘુમાવ્યો.યોગાનુયોગે પ્રદ્યુમનસિંહે જ ફોન ઉપાડ્યો અને આખી વાત જાણી ખુબ જ ઉત્સાહમાં આવી ગયા અને કહ્યું મકવાણાને કહ્યું એ ગે*#*ને ત્યાં જ બેસાડી રાખ.અમે ત્યાં પહોચીએ છે.
હરપાલસિંહે ક્રિશીલ સિકદંરનો ખાસ મિત્ર છે એ વાત પ્રધ્યુમનસિંહને કરેલી હતી પણ એ વખતે પોતે આરાધનાને મેળવવા તેને આ રીતે તેને ફસાવવા માંગે છે તેમ નહોતું કહ્યું.માત્ર સિકદંરનો ખાસ ગાઢ મિત્ર છે ક્રિશીલ એવી જ ઓળખાણ આપી હતી.એટલે પ્રદ્યુમનસિંહને થયું કે ક્રિશીલ તેનો ગાઢ મિત્ર હોય તો તે આ નેટવર્કમાં સામેલ જ હશે!!!! એને પકડીને તેની ખાતિરદારી જો કરવામાં આવે તો તૈયારીમાં સિકંદરનું લોકેશન મળી જશે.અને કદાચ ક્રિશીલ પણ એજન્સીઓની તપાસમાં પકડાઈ જવાના ડરે જ સામેથી જ આ રીતે પોલીસ સ્ટેશન હાજર થઇ તપાસની દિશાનું ધ્યાન ભટકાવવા આ નાટક કરતો હશે.
પોતાની ટીમ લઇ તૈયારીમાં પ્રદ્યુમનસિંહ જામનગર પહોચ્યા અને ક્રિશીલને જોતા જ તેમને પહેલા તો ખુબ જ ગુસ્સો આવ્યો કે આ સાલો સુકલકડી માણસ આટલા મોટા ષડયંત્રમાં સામેલ છે એમ!!!!પરંતુ પોતાના ગુસ્સા પર કાબુ રાખી તેઓએ ક્રિશીલ સાથે પહેલા ખુબ જ પ્રેમથી વાર્તાલાપ કર્યો અને તેને વિશ્વાસમાં લઇ જણાવ્યું કે તમે દેશની બહુ જ મોટી મદદ કરી છે માસ્તર સાહેબ!!! પણ તમારે અમારી જોડે તમારા ઘરે તપાસ માટે આવવું પડશે અને ત્યાંથી રાજકોટ થોડી કાનૂની પ્રક્રિયા પતાવવા આવવું પડશે.
એ બાદ અમારી સરકારી ગાડી જ તમને પરત જામનગર પટેલ કોલોની તમારા ઘરે ઉતારી દેશે.ક્રિશીલે સંમતી આપી એટલે જામનગરની પટેલ કોલોનીમાં ૫ પોલીસ ગાડીઓ પહોંચી ગઈ.પટેલ કોલોનીમાં સવાર સવારમાં શું થયું છે અને શા માટે આટલી બધી પોલીસ આવી છે તે જાણવા ખુબ જ ભીડ ભેગી થઇ ગઈ.ક્રિશીલ અહી રહેવા આવે હજી માંડ ૬ મહિના થયા હતા તેને બે ઘર છોડીને પણ કોઈ ઓળખતું નહોતું.થોડી વારમાં ક્રિશીલને ત્યાંથી લઇ ગાડી રાજકોટ જવા નીકળી ગઈ.
***********************************************************************
બીજા દિવસે સમાચારપત્રમાં નીચે મુજબનું હેડીંગ હતું.

જામનગર ખાતે છુપાયેલા આતંકવાદીને દબોચી લેતી રાજકોટ અને જામનગર પોલીસની સંયુક્ત ટીમ

જામનગર ખાતેથી પોલીસની જાબાંજ ટીમે અન્ય એક આતંકવાદીને એક એ છપ્પન રાઈફલ સાથે ધરપકડ કરી છે.થોડા દિવસ પહેલાં રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા ગામમાં છાપો મારીને પકડવામાં આવેલ રેકેટના અનુસંધાને વધુ ધરપકડ કરવામાં આવી છે.જેમાં બહાર દુનિયાની સામે એક માસુમ માસ્તર બની કેન્દ્રિય વિદ્યાલય વાલસુરા ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો શેતાન ક્રિશીલ રાઠોડને જામનગરના બાહોશ ઓફિસર પ્રદ્યુમનસિંહે ધરપકડ કરી છે.
પોતાની હોશીયારીમાં જ ઝડપાઈ ગયો આંતકવાદી
પોલીસે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો આપતા જણાવ્યું છે કે પટેલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ લોધીકાના મેટોડા ગામના વતની એવા ક્રિશીલ રાઠોડે તપાસ ટીમ પોતાના સુધી ના પહોચી શકે તે માટે પોતે ધરપકડમાંથી બચવા માટે તેના મિત્ર સિકંદર વિષે જણાવવા માટે અને પોલીસને તે રીતે ગેરમાર્ગે દોરવા માટે આજે પોલીસ સ્ટેશન સામેથી હાજર થયો હતો પણ ખુબ જ કુનેહ ધરાવતા પીએસઆઈ મકવાણાને તેની સ્ટોરીમાં રસ ના પડતા તૈયારીમાં રાજકોટ પોલીસને બોલાવી તેના ભાડાના મકાનની તલાશી લેતાં તેનાં ઘરમાંથી લાઇસન્સ વગરની અને મેટોડાથી પકડાયેલા જ હથિયારો જેવી બંદુક હાથ લાગી હતી જેથી તેની ધરપકડ કરી તૈયારીમાં તેને રાજકોટ ખાતે લાવી આગળ રિમાન્ડ લેવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.આ ષડયંત્રમાં આ સિવાય અન્ય કોણ કોણ લોકો સામેલ હશે તે હવે ક્રિશીલની તપાસ બાદ જ જાણી શકાશે.

આ સમાચાર વાંચી હરપાલસિંહ મનોમન ખુશ થઇ રહ્યો હતો જયારે તરલ જેટલું જ હવે આરાધના પણ ચમકી રહી હતી.(ક્રમશ:)




















ભાગ-૧૦
તરલને તેના ક્રિશીલ પર ખુબ જ વિશ્વાસ હતો. તે માની જ નહોતી શકતી કે તેનો વ્હાલો ક્રિશીલ આવી કોઈ બાબતમાં જોડાયેલો હોય.હાતેની પરિસ્થિતિ થોડી મધ્યમ જરૂર હતી પણ તે આ રીતે આતંકવાદી કે ડ્રગ્સ સપ્લાયર્સ હોય જ ના શકે. કારણ કે તરલ ક્રિશીલની રગેરગથી પરિચિત હતી. અને એનાથી ક્રિશીલે કે એને ક્રિશીલથી આજ સુધી કઈ જ છુપાયું નહોતું.તેને દિલમાં થયું કે જરૂર ક્રિશીલને કોઈ ષડયંત્રના ભાગ રૂપે ફસાવવામાં આવ્યો છે.પોતાના મહાદેવને યાદ કરી તેનો પ્રેમ આ બધામાંથી નિર્દોષ છૂટે તે માટે તેને પ્રાર્થના કરવા માંડી અને પોતે ટેક લીધી કે મારો ક્રિશીલ આ બધામાંથી નિર્દોષ નહિ છૂટે ત્યાં સુધી પોતે ક્યારેય ક્યાર્રેય દુધ કે તેની કોઈ જ બનાવટ મોમાં મુકશે નહિ અને જયારે ક્રિશીલ નિર્દોષ છુટશે ત્યારે પોતે સોમનાથ મહાદેવ સાથે દર્શન કરવા જશે.પરંતુ તેના ઘરમાં આનાથી કઈક અલગ જ માહોલ હતો.
સમાચાર જાણી દેવશીભાઈ તૈયારીમાં બોલ્યા કે, “આ અનુભવી આંખ છે એ કોઈ દી નો છેતરાય.મેં ઓલા દી જ કીધેલું કે મને આ ભાઈનાં લખન કઈ હારા નથ લાગતા.પણ આ ગધનો આવડો મોટો ખેલાડી હયસે ઈ વાતની નહોતી ખબર”
આ બાજુ મેટોડામાં તો ક્રિશીલના પરિવાર પર તો આભ જ તૂટી પડ્યું હતું.ખુબ જ મધ્યમ વર્ગનો અને કોઈ જ લાગવગ કે ઓળખાણ ન ધરાવતો આ પરિવાર કોની પાસે મદદ માટે જાય અને પોતાના ગામમાં અને સમાજની સાથે સાથે દરેક જગ્યાએ થતી બદનામી કઈ રીતે સહન કરે એ જ તે સમજી શકતા ન હતા.સ્ટેટ અને કેન્દ્રની એજન્સીઓ કેટલીય વાર ક્રિશીલના મેટોડા પોતાના મુળ ઘરની તલાશ માટે આવતી હતી.ક્રિશીલના પરિવારમાંથી તો કોઈની ધરપકડ નહોતી કરી પણ તપાસના નામે તેમનું અમાનુષી શોષણ થતુ હતું.જેના લીધે તેઓનો પરિવાર પણ આતંકવાદી જાહેર થઇ ગયો હતો.મેટોડામાં સિકંદર અને ક્રિશીલના પરિવાર જોડે ગામના તમામ લોકોએ સંપર્ક તોડી નાખ્યા હતા.
રાજકોટમાં જાડેજા સાહેબે જયારે આ સમાચાર જાણ્યા ત્યારે તેઓને પણ ખુબ જ નવાઇ લાગી અને વિચાર્યું કે કોઈ જ સ્વાર્થ વિના અન્યને મદદ કરનાર વ્યક્તિ કઈ રીતે આવી ગતિવિધિમાં સામેલ હોય શકે.તેમને પોતાના પરિવાર સાથે ચર્ચા કરી અને પોતાનું મંતવ્ય આપ્યું કે મને લાગે છે તપાસ એજન્સીઓની કઈ ગેરસમજ થઇ છે અને એના કારણે એની ધરપકડ કરવામાં આવી છે.આ સાંભળી તૈયારીમાં આરાધના બોલી ઉઠી.પપ્પા,”તમે બહુ જ ભોળા છો. આ દુનિયાદારીની તમને કાઈ જ ખબર નથી.દિવસના અજવાળામાં માસુમ બનતા લોકો રાતના અંધારામાં પોતાની કારીગરી કરી જતા હોય છે. અને પોલીસે એને એક એ છપ્પન ગન સાથે ધરપકડ કયરી છે.તો જરૂર એ આ બધામાં સામેલ હશે જ.પોતાનમાં પ્રેમનો પ્રતિભાવ ક્રિશીલે ના આપતા તેના દિલમાં ક્રિશીલ પ્રત્યે જાગેલી નફરત જાહેરમાં આમ બોલાવી રહી હતી પણ અંદરથી એને પણ એમ જ હતું કે ક્રિશીલ આવું કરે તે માની શકાય તેવી તો વાત નથી જ.
બીજા દિવસે કોલેજમાં હરપાલસિંહ રૂબરૂ મળ્યો એટલે આરાધનાને કિધું કે તારી પસંદ બહુ જ ખોટી હતી.તે જેને પસંદ કર્યો હતો તે તો દેશનો ગદ્દાર નીકળ્યો.આરાધનાને મનમાં થયું કે આને બે લાફા મારી દવ પણ પોતાના પર સંયમ રાખી કઈ જ બોલ્યા વિના તે ત્યાંથી નીકળી ગઈ.તેનું મન આજે કોલેજમાં બિલકુલ હતું નહિ.તેને સતત ક્રિશીલની જ ચિંતા થતી હતી અને તે નક્કી નહોતી કરી શક્તિ કે સાચું શું છે? ક્રિશીલ આતંકવાદી હશે કે પછી લોકોને હંમેશા મદદરૂપ થનાર મસીહા!!!!!!
ઘરે જઈને પોતાના પપ્પા સાથે વાત કરી પોતાના મોટાબાપુ વકીલ યશપાલસિંહ સાથે ક્રિશીલ બાબતે શું થઇ શકે તે બાબતે ચર્ચા કરશે તેમ નક્કી કરી તે કોલેજથી વહેલી નીકળી ગઈ.ગમે તેમ તોયે ક્રિશીલ તેનો ક્રશ હતો!!!!!ઔર ક્રશ કે લિયે કુછ ભી!!!!!!!
જાડેજા સાહેબ આરાધનાની વાત સાંભળી તૈયારીમાં રાજી થઇ ગયા અને તેમની ગાડી લઇ તેમના મોટાભાઈ યશપાલસિંહના ઘરે રાજકોટમાં જ ગાંધીગ્રામ ખાતે આવેલા મારુતિ નગર બંગલોમાં પહોચ્યા.
ક્રિશીલ વિશેનું બેકગ્રાઉન્ડ જણાવી યશપાલસિંહને જણાવી તે નિર્દોષ હોવાની શક્યતા વધુ છે તેમ કહી તેને કઈ રીતે મદદરૂપ થઇ શકાય અને જો તે નિર્દોષ હોય તો તેના છુટવાના ચાન્સીસ કેટલા તે અંગે પુછતા પહેલાં તો યશપાલસિંહ હસ્યા અને કહ્યું કે આપડા દેશની સીસ્ટમ પર પેલો જોક્સ બહુ જ સ્યુટ થાય છે કે એક વાર એક હાથીએ શહેરી વિસ્તારમાં તોડફોડ કરી તે જંગલમાં ભાગી ગયો ત્યારે તેને પકડવા ટીમો કામે લાગેલી હતી.એ જ વખતે એક ભેંસ ડરનાં કારણે આમથી તેમ જંગલમાં ભટકી રહી હતી.કોઈએ એને પૂછ્યું કે તું કેમ આ રીતે ભાગે છે તો એને જવાબ આપતા કહ્યું કે એક હાથીએ શહેરમાં ખૂબ જ નુકસાન કરેલ હોય પોલીસવાળા તે હાથીને શોધી રહ્યા છે.પણ તું તો ભેંસ છે.તું ક્યાં હાથી છે તો તારે ચિંતા? ભેસે જવાબ આપતા કહ્યું કે એ તમને અને મને ખબર છે કે હું ભેંસ છું. પણ જો પકડાઈ ગઈ તો હું હાથી નથી એ સાબિત કરવામાં જ ૧૦૦ વર્ષ લાગી જશે!!!!!!
બસ આવી જ હાલત છે.જો ક્રિશીલ તમે કહો છો એમ નિર્દોષ હશે અને કોઈ ષડયંત્રનો ભોગ બન્યો હશે તો પણ આ બધામાંથી એને નીકળતાં એનો જન્મારો પુરો થઇ જશે પણ એ નીકળી નહિ શકે.આમ છતાં તમને આટલી લાગણી છે એના માટે તો હું એનો કેસ લેવા તૈયાર છું.આ પહેલા મારે એની સાથે મુલાકાત કરવી જોઇશે.જાડેજા સાહેબ અને આરાધનાતો યશપાલ’સિંહ બાપુની આ વાત સાંભળીને ખુબ જ ચિંતામાં આવી ગયા પણ ક્રિશીલે ભગવાન બની કરેલી નાનકડી પણ માણસાઈની રીતની મોટી મદદનો બદલો વાળવાનો સમય આવ્યો હોય જાડેજા સાહેબ એમનાથી બનતા પ્રયત્ન કરવા તૈયાર હતા.
આ બાજુ તરલને ક્રિશીલનો સીધો કોઈ જ સંપર્ક હવે હતો નહિ. તે એના પરિવારમાં તેની બેનની સાથે એક બે વાર ફોન કરી વાત કરતાં દિલાસો આપતા રડી પડેલી પણ પોતે ક્રિશીલ માટે કશું નાં કરી શકતી હોવાથી તે અંદરથી ખુબ જ બેચેન રહેતી હતી અને સતત મહાદેવને પ્રાર્થના કરતી હતી.
નક્કી કર્યા મુજબ યશપાલસિંહ,જાડેજા સાહેબ અને આરાધના સાથે જે સેલમાં ક્રિશીલ હતો ત્યાં મળવા પહોચ્યા.યશપાલસિંહ રાજકોટના અને હાઇકોર્ટના પણ ખુબ જ નામાંકિત વકીલ હોય માત્ર તેમને જ ક્રિશીલ સાથે મુલાકાત કરવાની પ્રસાસન દ્વારા છૂટ આપવામાં આવી.
જેલમાં ક્રિશીલની મુલાકાત વખતે યશપાલસિંહે પોતાનો પરીચય આપતા જણાવ્યું કે, “મારું નામ યશપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે.આરાધનાના પપ્પા જાડેજા મારા નાના ભાઈ છે.તેમને મને તમારી મદદ માટે મોકલ્યો છે.”
ક્રિશીલ પહેલા તો આ સાંભળી દિલથી તેના કાળીયા ઠાકોરનો આભાર માન્યો.બે દિવસમાં તેના પર એટલું થર્ડ ડીગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું કે તેના ચહેરા પર જરા પણ નુર નહોતું.પોતે દેશને મદદ કરવા જતા બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો.પરંતુ યશપાલસિંહ સાથે વાત કરતાં તેનો આત્મવિશ્વાસ યશપાલસિંહને સ્પષ્ટ દેખાતો હતો.યશપાલસિંહ ખુબ જ હોશિયાર વકીલ હતા.તે તેમના ક્લાઈન્ટ સાથે પાંચ મિનીટની વાતમાં જ નક્કી કરી શકતા કે આ ગુનેગાર છે કે બેકસુર!!!
તેમણે થોડીક અન્ય બાબતો પુછી કોર્ટમાં જયારે સરકારી વકીલ રિમાન્ડની માંગણી કરશે ત્યારે બચાવપક્ષે ક્રિશીલનો કેસ તે લડશે તેમ જણાવ્યું.ક્રિશીલે ફી વિશે સામેથી જ કહી દીધુ કે,સાહેબ “ હું ખુબ જ મધ્યમ પરીવારમાંથી આવું છુ.કદાચ આપની ફી હું નહિ ચૂકવી શકું.”
યશપાલસિંહ બોલ્યા,” ભાઈ,તું નિર્દોષ છે એ જ મારી ફી છે. હું મારા સમગ્ર જીવનનો વકીલાતનો નીચોડ તને છોડાવવા લગાવી દઈશ.અને આરાધના અને મારા ભાઈએ મારા પર મુકેલ વિશ્વાસ હું તુટવા નહિ દવ.
આ સાંભળી ક્રિશીલ ગદગદ થઇ ગયો.તે માનસિક રીતે ખુબ જ મજબુત હતો છતાં આ રીતે કોઈ અજાણી વ્યક્તિને અને આરાધનાને એને જે રીતે ઇગ્નોર કરી હતી આમ છતાં તે પોતાની ચિંતા કરી મદદ કરવા તૈયાર હતી એ જાણી યશપાલસિંહનો આભાર માનતા કહ્યું કે, “જાડેજા સાહેબ અને આરાધનાને મારા વતી ખાસ આભાર કહેજો તેમની આ મદદ બદલ.પછી બોલ્યો, સર મારા ઘરનો આ નંબર છે.એ લોકોને લગભગ મને મળવા નથી દેવાતા. તે લોકો મારી ખુબ જ ચિંતા કરતાં હશે.તમે એક વાર તેમને ફોન કરી અથવા જો શક્ય હોય તો રૂબરૂ મળી કહી દેજો કે હું અહી ઠીક છુ.અને બહુ જ ઝડપથી નિર્દોષ છૂટીશ.યશપાલસિંહ આવી હાલતમાં પણ આ નવયુવાનની બહાદુરી અને તેના પર થયેલા આટલા માનસિક ટોર્ચર પછી પણ તેની મક્કમતા જોઇને બહુ જ ખુશ થયા અને સ્માઈલ આપીને કહ્યું.
“વી વીલ મીટ યુ સુન આઉટસાઈડ ઓફ ધીસ જેઈલ યંગ બોય.”
બહાર જઈ તેમને તૈયારીમાં આરાધનાને કોલ કર્યો અને જણાવ્યું કે તેમણે ક્રિશીલ સાથે મુલાકાત કરી લીધી છે અને વાતચીત પરથી અને એને જે આખો ઘટનાક્રમ કહ્યો છે એના પરથી એ નિર્દોષ જ લાગે છે.આરાધના પોતાનો ક્રશ નિર્દોષ છે એ જાણી મનોમન ખુબ જ ખુશ થઇ ગઈ અને તૈયારીમાં આ સમાચાર જાડેજા સાહેબને આપ્યા.જાડેજા સાહેબે મનોમન દ્વારાકાધીશનો આભાર માન્યો અને ક્રિશીલ નિર્દોષ છૂટે તે માટે ફરી વાર દિલથી પ્રાર્થના કરી.તેમને અંદરથી થતું હતું કે આ છોકરા જોડે મારે કઈક તો ઋણાનુબંધ છે બાકી મારો ઠાકોર મને આવી પ્રેરણા ના આપે.
સિકંદર ક્રિશીલના ઘરેથી ભાગીને ક્યાં ગયો એનો કોઈ જ અતોપતો એજન્સીઓને મળતો નહોતો.સિકંદર તે રાત્રે ક્રિશીલના ઘરેથી ભાગી જઈ આખી રાત એક ટેન્કરમાં ચુપકેથી પાછળના ભાગે ઘુસી જઈ પોરબંદર પહોચી ગયો હતો.ત્યાં સવાર પડતાં જ પહેલાં તો તેને વેશ બદલી સાધુનો પહેરવેશ ધારણ કરી લીધો અને આગળ શું કરવું એ વિચારવા લાગ્યો.પોતાને કોઈ પણ રીતે બચવું હતું એટલે એને અચાનક એના પપ્પાએ કહેલી વાત યાદ આવી કે ક્યારેય કોઈ પણ બાબતમાં જો ફસાવાય તો દુબઈમાં રહેલા તેના દુરના કાકા અશરફમિયાંનો સંપર્ક કરે.અશરફમિયાંનો પરિવાર ચાર પેઢી પહેલા દુબઈ સેટલ થયો હતો અને તેમનો બીઝનેસ ત્યાં જ સ્થાયી કરી ખુબ જ નામાંકિત પરિવાર તરીકે તેમની છાપ હતી.તે દર વર્ષે તેમના વતનમાં ખુબ જ દાનધર્મ કરતા હતા.આ બાબત પેઢી દર પેઢી ચાલી આવતી હતી.તેઓની નામના અને ખુબ જ ઈજ્જ્ત મેટોડામાં હતીં.ડૂબતો માણસ તણખલું પકડે એમ હવે આખરી ઉમ્મીદ તરીકે તેને વિચાર્યું કે તે હવે ગમે તે રીતે દુબઈ ભાગી જાય અને તેના દુરના કાકાના ત્યાં જો તેને આશરો મળી જાય તો તેના પપ્પા અને કાકાને છોડાવવા માટે કઈક કરી શકે.
સિકંદર દરિયાઈ માર્ગે ગમે તે રીતે દુબઈ પહોંચી ગયો.અને ઘણી જ માથાકૂટ બાદ તેને અશરફમિયાંનો સંપર્ક નંબર અને ઘર મળ્યું.અશરફ મિયાંનાં ઘરે સિકદંર પહોચ્યો ત્યારે તેને પહેલાતો કોઈએ ઓળખ્યો જ નહી પરંતુ તેને તેનો સાચો પરિચય આપ્યો અને અત્યાર સુધી જે કઈ થયું અને ક્રિશીલના ઘરેથી ભાગ્યો ત્યાં સુધીની હિસ્ટ્રી કહી દિધી.અશરફમિયાં દુબઈમાં ખુબ જ નામાંકિત વ્યક્તિ હતા.ભારતમાં આ રીતે કારનામાં કરીને આવેલ વ્યક્તિને તે આશરો આપી શકે તેમ હતું નહિ અને તેમને જયારે જાણ્યું કે સિકદંરે દેશ સાથે તો ગદ્દારી કરી જ છે પરન્તુ સાથે સાથે ક્રિશીલ જોડે દોસ્તીમાં પણ ગદ્દારી કરી છે તે જાણી મનોમન ખુબ જ ગરમ થયા. પરંતુ તેમણે નક્કી કર્યું કે ક્રિશીલ જેવો નિર્દોષ માણસ આના જેવા દોષિત માણસના લીધે ફસાયો તે બહુ જ ખોટું થયું છે.એ છોકરાને ગમે તે રીતે ન્યાય મળવો જ જોઈએ.(તરલ અને જાડેજા સાહેબની પ્રાર્થનાથી આ બધું નિમિત બની રહ્યું હતું)
સિકંદર તેના મિત્ર જોડે પણ ગદ્દારી કરીને આવેલો હોય તૈયારીમાં તો અશરફમિયાએ તેને કઈ જ એવી સલાહ ના આપી કે આપડે ભારત જઈ સરેન્ડર કરી દઈએ એમ પણ બહુ જ મોટું ,પ્લાનિંગ તેમના મગજમાં તેમને તૈયાર કરી દીધુ અને તે તેને તે મુજબ અમલમાં મૂકી સિકંદરને પોલીસના હવાલે કરી ક્રિશીલને છોડાવવાના હતા.કારણ કે તેમની પેઢીમાં કોઈ જ આવા ખોટા કામમાં સંકળાયેલ ન હતું.તેમના પરિવારે દુબઈમાં જેટલી મિલકત ઉભી કરી હતી તે તમામ તેમની વેપારી કુનેહ અને આવડતની હતી.અને એમાંથી પણ એ દેશસેવા માટે ઘણી એવી રકમ ફાળવતા હતા.એટલે સિકંદર જે જગ્યાએ આશરો માગી પોતાને બચાવવાનો અને પોતાના અબ્બુ અને ચાચાને છોડાવવાનો મનસુબો હતો તે હવે આગળ જતા ધુળમાં મળી જવાનો હતો.

તરલ ક્રિશીલની યાદમાં ખુબ જ તડપી રહી હતી.દિવસે તે કોઈને કશું કહી શકતી ન હતી પણ રાતના અંધારામાં તેનું ભીનું ઓશીકું તેના દર્દની સાબિતી આપતું હતું.તે આખા દિવસમાં રોજ તેના મહાદેવને પ્રાર્થના કરતી હતી કે મહાદેવ કૃપા કરે અને તેનો ક્રિશીલ આ બધામાંથી નિર્દોષ છૂટે.
હવે ક્રિશીલ આ રીતે મુસીબતમાં મુકાયો હતો એટલે તેના છૂટવાના જ કઈ ઠેકાણા નહોતા ત્યારે તેની જીવનસંગીની બનવા વિષે તો તે સપનામાં પણ વિચાર કરી શકે તેમ નહોતી.બસ તેની હવે એક જ ઈચ્છા હતી કે ક્રિશીલ મળે કે ના મળે પણ હે ભગવાન તે આમાંથી બહાર આવે.એમ વિચારતા વિચારતા એક દિવસ સુઈ ગઈ.
એક દિવસ તે છાપરામાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં બેસીને તેના મહાદેવનું નામ આંખો બંધ કરીને જપી રહી હોય છે એ જ વખતે અચાનક ત્યાં આગળ સાધુના વેશમાં એક અપરિચિત વ્યક્તિ આવે છે.તરલની સામે જોઇને તે અચાનક બોલે છે કે તું જેના માટે પ્રાર્થના કરી રહી છે તે નિર્દોષ છે તો પણ તેને બહુ જ જલ્દી સજા થવાની છે.પરંતુ જો તું દ્વારકાધીશના મંદિરે તારું માથું ટેકવે અને ત્યાંથી આગળ નાગેશ્વર નજીક આવેલી કુટિરમાં રહેલા ગોપાલદાસબાપુના આશીર્વાદ મેળવે તો કદાચ તે વ્યક્તિ બચી શકે તેમ છે.પણ એ બચશે પણ આ ભવમાં તારો ભરથાર નહિ બની શકે!!!!!!
તરલ આવી રીતે કોઈ અપરિચિત સાધુ તેને એ કોના માટે પ્ર્રાર્થના કરી રહી છે એ કઈ રીતે ખબર છે એ વિચારી એકદમ ચોંકી ગઈ કારણ કે તેની અને ક્રિશીલની વાત તો એ બંને સિવાય કોઈ ત્રીજી વ્યક્તિને પણ ખબર નહોતી. આ વાત સાંભળી એ એકદમ ચમકી ગઈ. અને સાધુને પૂછવા માંડી કે તમે આ શું બોલી રહ્યા છો? તમે કોણ છો? અને તમને ક્યાંથી ખબર કે હું આંખો બંધ કરી મહાદેવને કોના માટે પ્રાર્થના કરી રહી છું.
સાધુ હસ્યા અને બોલ્યા હું મારો ગમે તે પરિચય આપુ એનાથી તને કઈ ફર્ક પડવાનો નથી.હું જે કહું છું જો તે તું સાચું માનતી હોય તો દ્વારકાધીશને માથું ટેકવી નાગેશ્વર આગળ ગોપાલદાસબાપુની કુટિરમાં પહોંચી જા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે તારે ત્યાં એકલા જ જવાનું છે. આ વાત જો તે કોઈને પણ કહી છે તો તે અસર નહિ કરે.જો તું ગોપાલદાસબાપુ સુધી પહોચી ગઈ તો એનું ખુબ જ કલ્યાણ થશે.તરલને આટલું કહી બીજી કોઈ વાતનો જવાબ આપ્યા વિના સાધુ તરલને વિચારોમાં જ છોડીને આગળ નીકળી ગયા.
સાધુની વાતો સાંભળી તરલ વિચારોમાં ગરકાવ થઇ ગઈ અને તે માની નહોતી શકતી કે આ કોણ હતું અને એને ક્યાંથી ખબર ક્રિશીલ અને મારી વાત? અને હું એના માટે જ પ્રાર્થના કરું છું તે પણ એમને ક્યાથીં ખબર? હું તો કોઈ દિવસ તેમને મળી પણ નથીં અને ક્રિશીલે પણ આ પહેલાં આમનો ઉલ્લેખ કર્યો નથી.હું શું કરું? તેમની વાત માની જાવ કે નાં જાવ? આમ વિચારો કરતી કરતી તે ઘરે ગઈ.ઘરે જઈને પણ એને કઈ જ ચેન ના પડ્યો, ક્રિશીલની બેન સાથે આ બાબતે ચર્ચા કરું કે નહિ એમ એ વિચારતી રહી.પણ એને અચાનક યાદ આવ્યું કે જો મેં કોઈને આ વાત કહી તો તે અસર કરશે નહિ અને મારે એકલાએ જ જવાનું છે.પણ દેવશીભાઈ એને એકલીને જવા દેશે કે કેમ એ પણ પ્રશ્ન હતો.છતાં એને નક્કી કર્યું કે તે તેના ક્રિશીલ માટે ગમે તે રીતે દ્વારકા માથું ટેકવી અને નાગેશ્વર આગળ ગોપાલદાસબાપુ પાસે જશે અને તેના ક્રિશીલને છોડાવશે પણ સાથેસાથે ક્રિશીલ તેને આ ભવમાં નહિ મળે એમ પણ કહ્યું હતું.
પણ તરલનો ક્રિશીલ માટેનો પ્રેમ ખુબ જ પવિત્ર અને સ્વાર્થરહિત હતો.તેને ખુબ જ વિચાર બાદ મક્કમ નિર્ણય કરી લીધો કે હું ગમે તે રીતે ગોપાલદાસબાપુ સુધી પહોંચી જઈશ અને મારા ક્રિશીલને બચાવીશ.
બે દિવસ બાદ જ રાજકોટ યુનીવર્સીટીમાં ડીગ્રી સર્ટિ લેવા જવાનું છે તેમ દેવશીભાઈ આગળ બહાનું કરી તે છાપરાથી દ્વારકા જવા નીકળી ગઈ.આખી બસમાં તેના મનમાં બસ ક્રિશીલની મુક્તિ જ રમતી હતી.તે વિચારતી હતી કે ગોપાલદાસ બાપુ સુધી પહોચી જઈશ તો પછી મારો ક્રિશીલ છૂટી જશે અને આવડી મોટી બદનામીમાંથી મુક્તિ મેળવશે.સાથે સાથે એને ક્રિશીલ આ ભવમાં એને નહિ મળે તે વાતનું દુઃખ પણ હતું જ !!
તરલ દ્વારકા પહોંચી ત્યારે મંદિર ખુલ્લું જ હતું.તેને લાઈનમાં ઉભા રહી કાળીયા ઠાકોરના દિલથી દર્શન કર્યા.અને સાધુની સુચના મુજબ નાગેશ્વર જવા નીકળી ગઈ.નાગેશ્વર પહોચી ત્યારે પહેલા બહાર આવેલા વિશાળકાય મહાદેવના દર્શન કર્યા.પછી અંદર મહાદેવને અભિષેક કર્યો અને ગોપાલદાસબાબાની કુટીર શોધવા આગળ નીકળવા વિચાર્યું.તરલ કોઈ દિવસ આ પહેલા નાગેશ્વર આવી નહોતી.આ વિસ્તાર ખુબ જ સુમસામ હતો.અહી દર્શન કરવા વાળા પ્રવાસીઓ સિવાય કોઈ ખાસ આવતું નહિ.રાત તો શું.દિવસે પણ અહી બીક લાગે તેવું હતું.
આમ છતાં, તરલને ક્રિશીલને બચાવવાનું ઝનુન ચડ્યું હતું માટે તે ગમે તે રીતે ગોપાલદાસબાપાની કુટીર સુધી એને પહોચવું હતું.તેને બહાર નીકળી એક બે જણને ગોપાલદાસબાપા વિશે પૂછ્યું પણ કોઈની પણ પાસે તે અંગેની કોઈ જ માહિતી નહોતી.
આમ, ક્રિશીલની ચાહતમાં આરાધના કાનૂની માર્ગે જયારે તરલ ભક્તિના માર્ગે તેને નિર્દોષ સાબિત કરવા માટે જંગે ચડી હતી.એક તેની ચાહતમાં એટલી પાગલ હતી કે તે ક્રિશીલને મેળવવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતી જયારે બીજીનો પ્રેમ એટલો પવિત્ર હતો કે ક્રિશીલ તેને ના મળે તો પણ એને છોડાવવા પોતાનું સર્વસ્વ આપી દેવા તે તૈયાર હતી.બંનેની ક્રિશીલ પ્રત્યેની ચાહતમાં આ જ ફર્ક હતો.એક મેળવવાની કોશિશમાં મદદ કરી રહી હતી જયારે એક સર્વસ્વ ગુમાવીને પણ તેના પ્રેમને બચાવવા પ્રયત્નશીલ હતી.
ગોપાલદાસબાપાની કુટીરની તપાસમાં તરલ ત્યાં મંદિર પાસે જ રાહ જોતી ચાર કલાકથી વધુ સમય સુધી બહાર ઉભી હતી. તરલ જે કુટીર શોધતી હતી તેના વિશે કોઈને પણ કાઈ જ ખબર ન હતી.નાગેશ્વર મંદિરના મુખ્ય પુજારીના ધ્યાને આ વાત આવતાં તે આશ્ચર્યચકિત થઇ ગયા અને તરલ પાસે જાતે ગયા અને કહેવાં લાગ્યા,” બેટા તને કોઈએ ગેરમાર્ગે દોરી છે અથવા તારી જોડે કોઈ છળકપટ થયું છે.હું અહી છેલ્લા વીસ વર્ષથી સેવા કરું છું.અહી નજીકમાં આવી કોઈ કુટીર જ નથી.મહાદેવનું આ ૧૨ જ્યોતિર્લીંગ પૈકીનું એક મંદિર જ છે બેટા અહી!!!
તરલને પૂજારીની વાત સાંભળીને ખુબ જ દુઃખ થયું.કોઈ તેની લાગણી જોડે કોઈ આવી રમત રમી ગયું એટલે મનોમન તે ઉદાસ થઇ ગઈ.તે કોઈને કઈ કહી શકે તેમ પણ નહોતી..પરંતુ તેને દિલમાં વિશ્વાસ હતો એટલે એને વિચાર્યું સાંજ સુધી બેસું અહી કઈક મળી જાય તો ઠીક છે નહિ તો પછી જેવી મહાદેવની ઈચ્છા.
આમ વિચારી કરતી તે ત્યાં ઉભી હતી એટલામાં એક નાનો છોકરો તેની આગળ આવ્યો અને એટલું જ કહ્યું કે, બહેન અહી ના ઉભા રહેશો.અહિયાથી ૨ કિલોમીટર પૂર્વમાં જાવ.આટલું કહીને તે છોકરો દોડતો દોડતો મંદિરમાં ચાલ્યો ગયો.તરલ તૈયારીમાં તેની પાછળ પાછળ દોડતી ગઈ પણ તે છોકરો આખા મંદિરમાં તેને ક્યાંય નાં મળ્યો.તરલ નવાઈ પામી કે આ બધું શું થઇ રહ્યું છે? પુજારી ના પાડે છે કે અહી આવી કોઈ કુટીર જ નથી અને પેલા સાધુ કહેતા હતા કે ગોપાલદાસબાપાની કુટીર નાગેશ્વર મંદિર પાસે છે ત્યાં જજે. અને હવે આ રહસ્યમયી રીતે છોકરો આટલું કહીને ગાયબ થઇ ગયો.આ બધુબ શું થઇ રહ્યું છે મારી જોડે.ક્રિશીલ પછી કદાચ હવે કોઈની મને ફસાવવાની ચાલ નથીને આ?
પણ તરલે વિચાર્યું જે થશે એ ખરું.હું મારા ક્રિશીલને બચાવવા ગમે તે મુશ્કેલીમાં પડીશ તો પણ મને તેના માટે કઈ ના કર્યાં નો કોઈ ગમ નહિ જ રહે.આમ નિર્ણય લઇ તેને પૂર્વ દિશા તરફ ચાલવા માંડયું.ચાલતા ચાલતાં તે બે કિલોમીટર જેટલું ચાલી ત્યારે એક સુમસામ જગ્યાએ એક ઝુંપડી જેવું તેને દેખાયું.એ જોઇને એને થયું કે પેલો નાનો છોકરો ખોટું નહોતો બોલતો.એના દિલમાં હવે ઉમ્મીદ જાગી પણ સાથે સાથે થોડો ભય પણ હતો.તે કુટીરની નજીક પહોંચી ત્યારે અંદર એક હવનકુંડ હતો.બાજુમાં પાણીનું એક માટલું હતું અને કાચા ફળ એક કાષ્ઠની છાબડીમાં પડેલા હતા.કુટીર ઉપરથી આખી ઘાસથી ઢાંકેલી હતી.અંદર હવનકુંડની બંને બાજુ સામસામે ત્યાં આસન પાથરેલા હતા.તે અંદર ગઈ ત્યારે તેને એક અલૌકિક શાંતિનો અનુભવ થયો.તે જાણે દુનિયાના બધા જ દુઃખોમાંથી મુક્ત હોય તેવો પરમ અનુભવ તેને થતો હતો.અંદર એક આસન પર આશરે ૭૦ વર્ષથી વધુ ઉમરના વયોવૃદ્ધ સંત તેની સામે બેઠા હતા.તેને જોઇને જ હળવા હાસ્ય સાથે બોલ્યા કે,“ બેટા! તું જેને શોધતી શોધતી અહી સુધી આવી છું તે હું જ ગોપાલદાસ છું.તું તારા ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધાના કારણે અહી મારા સુધી તું પહોંચી શકી છે.
હું જોઈ શકું છું કે આ કળીયુગમાં પણ કોઈ પણ જાતના સ્વાર્થ વિના અને તને હવે ખબર જ છે કે એ વ્યક્તિ સાથે તારું મિલન થઇ શકશે નહિ અને તું એના પ્રેમમાં જ ઝુરીસ.
“તારી લાગણીના સરગમમાં તારો પ્રેમ અધુરો જ રહેશે.”
આમ છતાં તું એને બચાવવા તારો જીવ જોખમમાં મૂકી અહી સુધી પહોંચી છું ત્યારે તને એ વાતનું આશ્વાસન આપું છું કે તારો પ્રેમ નિર્દોષ જ છુટવાનો છે.બસ તારે ખાલી હું આ પીળા કપડામાં જે વસ્તુ આપું એ તું તારા ઘરના મંદિરમાં મૂકી રોજ સવાર-સાંજ એની પૂજા કરજે અને જયારે તારો પ્રેમ છૂટીને આવે ત્યારે આ વસ્તુ તારે દ્વારકાધીશ મંદિરમાં તેમને ધરાવી મંદિર પાછળ આવેલા દરીયામાં પધરાવી દેવાની છે.પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે તું દરીયામાં પધરાવી દવ ત્યાં સુધી આ વસ્ત્ર ખોલીને તેની અંદર શું છે તે તારે કે ઘરની અન્ય કોઈ વ્યક્તિએ જોવાનું નથી કે મને અહી મળી તે બાબતે કોઈ જ સાથે ચર્ચા કરવાની નથી.જો આ વસ્ત્ર ખોલીને તે કે તારા ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ કે બહારની વ્યક્તિએ પણ અંદર શું છે તે જોયું કે મને અહી મળી છો તે જણાયું તો તારો ક્રિશીલ અને તેની સાથે સાથે તારો પરીવાર પણ ખુબ જ મુશ્કેલમાં પડી જશે.એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજે એમ કહી તરલને આંખો બંધ કરાવી તેના હાથમાં તે વસ્તુવાળું વસ્ત્ર મૂકી પાણી છાંટ્યું.
તરલ ખુબ જ અહોભાવ સાથે તેમને પગે લાગી આભાર માની પોતે તેની ખુબ જ કાળજી રાખશે તેમ જણાવી કુટીર બહાર નીકળી અને બે કિલોમીટર જેટલું વિરુદ્ધ દિશામાં ચાલતી ફરી નાગેશ્વર મંદિર પાસે આવી.ત્યાં આગળ આવી દ્વારકા માટેની બસની રાહ જોવા લાગી.તેને થયું કે હું અંદર જઈ પુજારીને જણાવું કે અહી હકીકતમાં ગોપાલદાસબાપની કુટીર છે પણ એમને કહેલી વાત યાદ આવી ગઈ એટલે વિચાર માંડી વાળ્યો.અને ફટાફટ બસ મળતાં જ દ્વારકા અને ત્યાંથી લોધિકા થઇ છાપરા પહોંચી ગઈ.ઘરે આવી ત્યારે તે ખુબ જ ખુશ હતી પણ દિલના એક ખૂણામાં ક્રિશીલને ખોઈ દેવાનો ડર પણ હતો કારણ કે આટલા વર્ષની તેની ઉંમર સુધી કોઈ પણ વ્યક્તિ માટે તેને આવી લાગણી થઇ ન હતી.એના માટે ક્રિશીલ જ એનું સર્વસ્વ હતો.માની લો ને કે વગર ફેરે ક્રિશીલને તે તેનું સર્વસ્વ માની ચુકી હતી.
ઘરે જઈ સ્નાન કરી તેને તે વસ્ત્ર સાચવીને તેના ઘરના નાનકડા મંદિરના ડ્રોવરમાં મૂકી દિધું.તે હવે કોઈ ના જોવે તેમ દિવસે અને સાંજે તેને મંદિરમાંથી કાઢી પુજા કરી લેતી હતી.હવે એને વિશ્વાસ હતો કે બહુ જ ઝડપથી ક્રિશીલ બહાર આવશે એમ.એટલે તે રોજ સમાચારપત્ર વાંચતી અને ન્યુઝ ચેનલ પણ જોતી.કારણ કે ક્રિશીલના કેસ વિશે એને સીધી જાણકારી આપી શકે તેવું બીજું કોઈ જ તેના કોન્ટેક્ટમાં હતું નહિ અને રોજ રોજ તે ક્રિશીલની બેનને પણ કોલ કરી શકે તેમ ન હતી.આમ લગભગ એક અઠવાડિયા સુધી તેને તે વસ્ત્રની પૂજા કરી પરંતુ તેના ઋતુચક્રના સમયમાં તે પુજા કરી શકે તેમ ન હતી.તે દરમ્યાન બીનાબેન પુજા કરતાં હતા ત્યારે એક દિવસ ડ્રોવર સાફ કરતાં કરતાં તેમની નજર આ પીળા વસ્ત્ર પર પડી અને કુતૂહલવશ તેમને તે કપડું ખોલી તેની અંદર હીરા જેવો ખુબ જ ચમકતો પદાર્થ જોઈ અચંબિત થઇ ગયા અને વિચારવા લાગ્યા કે આ શું છે? અને કોણે અહી મુક્યું હશે.તેમને તૈયારીમાં તરલને બુમ પાડી એટલે તરલ રસોડામાં રસોઈ કરતાં કરતાં બહાર આવી અને પીળું વસ્ત્ર ખુલ્લું જોઈ તેના દિલમાં ફાળ પડી.તા ખુબ જ ગભરાઈ ગઈ અને લગભગ તેની મમ્મી પર તૂટી પડતાં બહુ જ ગુસ્સા સાથે આ કેમ ખોલ્યું? એમ પૂછી રડવા માંડી.બીનાબેન તરલનું આવું વિચિત્ર વર્તન જોઇને વિચારમાં પડી ગયા કે આટલી નાની વાતમાં આ છોકરી કેમ આવું વર્તન કરે છે? અને કેમ ગુસ્સો કરે છે.તરલ કશું જ જવાબ આપ્યા વિના તે પત્થરને રૂમાલમાં વીંટાળી પાછું મંદિરમાં મૂકી દિધો.પણ હવે તેને ચેન જ નહોતું પડતું.તે સમજી ગઈ હતી કે ગોપાલદાસબાપાએ જે પ્રમાણે કીધું હતું તેમ પાલન ના થવાના કારણે હવે ક્રિશીલ પર અને સાથેસાથે તેના પરીવાર પણ આફત આવવાની હત
તરલ ગોપાલદાસબાપાએ આપેલ વસ્તુ સાચવી ન શકી અને બીનાબેને તે વસ્ત્રમાંથી ખોલી નાખી તેના કારણે આશરે ત્રણ મહિનામાં જ તેની અસર દેખાવા માંડી.એક અઠવાડીયા બાદ દેવશીભાઈને વાડીમા ફરતી વખતે સાપ કરડી ગયો.દેવશીભાઈની બાજુની વાડી વાળા ભાઈનું ધ્યાન અચાનક દેવશીભાઈ તરફ પડતાં અને સાપને નજીકમાંથી પસાર થતો જોઈ તેમને ફટાફટ ૧૦૮ ને ફોન કર્યો અને તરલને કોલ કરી તેના પપ્પાને સાપ કરડી ગયો હોવાની જાણ કરી.આ સાંભળી તરલ ખુબ જ ગભરાઈ ગઈ અને એને તૈયારીમાં અહેસાસ થઇ ગયો કે હું ગોપાલદાસબાપાએ આપેલ વસ્તુ સાચવી ન શકી અને મમ્મીએ આ ખોલી નાખી એટલે એની અસર ગોપાલદાસબાપાના કહેવા મુજબ દેખાવા લાગી છે.
તૈયારીમાં તરલ અને તેની મમ્મી વાડીએ પહોંચી ગયા ત્યાં સુધી ૧૦૮ પણ આવી ગઈ.સાપના ઝેરની અસર દેવશીભાઈને ખુબ જ થઇ હતી. તે બેભાન થઇ ગયા હતા.માં-દીકરી ૧૦૮ માં બેસી આંસુ સારતાં સારતાં દેવશીભાઈને કઇ નાં થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા.લોધિકા સી.એચ.સી.સેન્ટર પર દેવશીભાઈને જોઈ તૈયારીમાં ફરજ પરના ડૉ.ગુપ્તાજીએ સાબુ અને પાણીથી સાપનો ઘા સાફ કર્યો અને એમ્લીસીન દવા પાણીમાં ઓગાળી ચમચીથી દેવશીભાઈને પીવડાવાનો પ્રયત્ન કર્યો.ત્યાર બાદ દેવશીભાઈનું બ્રીથીંગ અને હાર્ટ રેટ ચકાસી તૈયારીમાં તેમને રાજકોટ રીફર કર્યા કારણ કે દેવશીભાઈના શરીરમાં ઝેર ખુબ જ પ્રસરી ગયું હતું. એમ્બ્યુલન્સ રાજકોટમાં ૧૫૦ રીંગ રોડ પર આવેલી સદભાવના મલ્ટીસ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલ પહોંચી એટલે દેવશીભાઈને તૈયારીમાં ઈમરજન્સી વોર્ડમાં લઇ જઈને ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવી.દેવશીભાઈને વિનોમ એન્ટીસીરમ ઈન્જેકશન આપવામાં આવ્યું.દેવશીભાઈને ઇન્જેક્શન આપ્યા બાદ થોડી વારમાં તેમને હોશ આવ્યો એટલે ડોકટરે તેમને સેમી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરી નર્સને બોલાવી સુચના આપી કે,” Give him a 2 vials of antivenom every 6 hours for 3 doses.” તરલ હવે ગોપાલદાસબાપાની માફી માંગી તેના પપ્પાને કઈ જ ના થાય તે માટે પુર્ણ શ્રદ્ધા ભક્તિથી ભગવાનને સતત પ્રાર્થના કરી રહી હતી.
બીજા દિવસે બપોરના સમય સુધી તો દેવશીભાઈને ખાસી રાહત થઇ ગઈ હતી.તેના કારણે તરલ અને બીનાબેને ખુબ જ રાહત અનુભવી પણ સેમી સ્પેશિયલ રૂમમાં લગાવેલ ટી.વી.માં આવતા અન્ય સમાચાર સાથે અચાનક સમાચાર આવ્યા કે ફાસ્ટ્રેક કોર્ટમાં મેટોડા ડ્રગ્સ અને હથિયાર કાંડની સુનાવણી પૂર્ણ કરી ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. ફાસ્ટ્રેક કોર્ટ ૧૪ ફેબ્રુઆરીના દિવસે આરોપીઓ અંગે ચુકાદો આપશે.જેના કારણે તરલના કાન ચમક્યા.હજી સુધી કિર્શીલને જામીન પણ મળ્યા ન હતા.તે હવે ખુબ જ ડરી ગઈ હતી કે ૧૪ ફેબ્રુઆરીએ શું થશે?ક્રિશીલ નિર્દોષ બચશે કે તેને સજા થશે.
દેવશીભાઈ સાજા થઇ ગયા અને ઘરે પરત ફર્યા પણ તરલના ચહેરા પર તેના પિતા બચ્યા હોવા છતાં કોઈ જ ખુશી જણાતી ન હતી.૧૩ ફેબ્રુઆરીની રાત તરલ ઊધી ના શકી.તે જો ક્રિશીલ બચી જાય તો તેના માટે ગમે તે કરવા પોતે ગમે તે કરવા તૈયાર હોવાની પ્રાર્થના ભગવાનને કરી રહી હતી.તેના પપ્પાતો બચી ગયા હતા પણ ગોપાલદાસબાપાની વાત મુજબ ક્રિશીલને તો સજા થશે જ એમ કહ્યું હતું.સવારથી જ બેચેન દિલે તે ટી.વી.આગળ બેસી ગઈ.ન્યુઝ ચેનલોમાં સવારથી જ વેલેન્ટાઈન ડેનાં જ સમાચાર ચાલી રહ્યા હતા.પ્રેમી પ્રેમિકાના પ્રેમના પ્રતીકરૂપ આ દિવસને અનુરૂપ ગીતો આવી રહ્યા હતા તો સાથે જ જાહેર સ્થળોએ અને બાગ બગીચામાં બેસેલા યુગલોને બજરંગ દળ દ્વારા અલગ અલગ જગ્યાએ દોડાવી દોડાવી મારવાના સમાચાર પણ આવી રહ્યા હતા.તરલને આ કોઈ જ સમાચારમાં રસ નહોતો.તે તો એના હ્રદયમાં ક્રિશીલ પ્રત્યે ઉમટેલા લાગણીના સરગમને વેદનાયુક્ત રીતે દિલના ખૂણામાં દબાવી પ્રાર્થના કરતી કોર્ટનો શું નિર્ણય આવશે તે જાણવા માટે એક સેકંડ ટીવી આગળથી હટતી ન હતી.બપોરના બે કલાક બાદ ન્યુઝ ચેનલ મુવ કરતી વખતે અચાનક એક ટીવી ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ સાથે સમાચાર ફ્લેશ થયા કે મેટોડા ડ્રગ્સ અને હથિયાર કાંડમાં ફાસ્ટ્રેક કોર્ટનો ચુકાદો જાહેર.
“ચલો તમને સીધા લઇ જઈએ છે અમારા સંવાદદાતા નિધિ જોશી પાસે...........................................
જી નિધિ! જણાવો કે, બહુ જ ચર્ચિત રહેલા મેટોડા ડ્રગ્સ અને હથિયાર કાંડમાં ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા આજે શું ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે?
જી પલ્લવી! રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નાનકડા ગામ મેટોડા અને પાકિસ્તાન સુધી જેના તાર અડે છે તેવા બહુ ચર્ચિત અને દેશભરમાં ગાજેલા એવા મેટોડા ડ્રગ્સ અને હથિયાર કાંડમાં સંકળાયેલા ત્રણેય આરોપીઓને આર્મ્સ એક્ટ અન્વયે ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના ગુન્હામાં ૬ વર્ષની તથા મુખ્ય સુત્રધાર ઇમરાન અને ઈબ્રાહિમને ડ્રગ્સ કેસમાં ૧૦ વર્ષની વધારાની સજા સાથે ક્રિશીલ રાઠોડને રૂપિયા પચાસ હજાર અને દંડ ન ભરે તો બીજા ૬ મહિનાની જયારે ઇમરાન અને ઈબ્રાહિમને એક લાખ અને દંડ ન ભારે તો બીજા ૧ વર્ષની જેલની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે નિધિ.અને તમને જણાવવાનું કે આ પ્રકરણમાં હજી પણ એક સિકંદર નામનો આરોપી પોલીસ પકડમાંથી બહાર છે.જેને પકડવા એટીએસ સહિતની એજન્સીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે.
બસ આટલું જ સાંભળતા તરલને ચક્કર આવી ગયા અને તે ક્રિશીલ............. ક્રિશીલ............. ઓ મારા ક્રિશીલ .................. હે ભગવાન તમે મારા ક્રિશીલ જોડે આવો અન્યાય ના કરી શકો એમ જોર જોરથી બુમો પડતી અચાનક પથારીમાં જાગી ગઈ.
તરલ આખા શરીરે પરસેવે રેબજેબ હતી.તેને શ્વાસ ચડી ગયો હતો.તેને ઊંડો શ્વાસ લઇ તેનું પરસેવા વાળું કપાળ ઓઢણીથી લુછ્યું અને લાઈટ ચાલુ કરી જોયું તો દિવાલ પર ટીંગાળેલી ઘડિયાળ સવારના પાંચ વાગીને દસ મીનીટનો સમય બતાવી રહી હતી.
તે મંદિરમાં પૂજા કરવા બેસી હતી ત્યાંથી લઇ સાધુનું આવવું,તેને દ્વારકા, નાગેશ્વર અને ગોપાલદાસબાપાની કુટિરમાં જવું,તેને પીળા વસ્ત્રમાં વસ્તુ આપવી ત્યાંથી લઇ તે ખોવાવાથી માંડી તેના પપ્પાને સાપ કરડવો અને અંતે ક્રિશીલને સજા જાહેર થવી તે બધું જ એક ખુબ જ લાંબુ દુ:સ્વપ્ન હતું. તરલ તો તેને આટલું ખરાબ સપનું કેમ આવ્યું હશે અને વહેલી સવારનું સપનું હતું તે જ બાબતે વિચાર કરવા માંડી.
શું આ કોઈ ભગવાનનો સંકેત હતો.મારે ખરેખર દ્વારકા અને નાગેશ્વર મંદિર દર્શન કરવા જવું જોઈએ? આવા બધા સવાલો તેના મનમાં ઉઠી રહ્યા હતા.
યશપાલસિંહ ખુબ જ બાહોશ વકીલ હતા.તેમનો અસીલ સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો તે તેમના કેસમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો.ક્રિશીલની કોર્ટમાં પેશી વખતે સરકારી વકીલની ધારદાર દલીલોને કાપતા તેમને આ બધા મુદ્દાથી ક્રિશીલને રિમાન્ડ ના મળી શકે તે માટે પૂરતા પ્રયત્ન કર્યા પણ સરકારી વકીલની ૭ દિવસની માંગણીના સ્થાને ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા.આમ હવે કોર્ટમાં મુદતો પડતી રહેતી હતી અને યશપાલસિંહ દ્વારા ક્રિશીલની જમીન અરજી પર સુનાવણી થતી રહેતી હતી.આરાધના ક્રિશીલના કેસ અંગેના પેપર તૈયાર કરવાથી માંડી એફિડેવિટ ઇન રીપ્લાય ટાઇપ કરવા માટે અંગત રસ લઇ યશપાલસિંહની ઓફિસમાં દિલથી કામ કરતી હતી. હરપાલસિંહનો આખો દાવ ઉલટો પડ્યો હતો.આ કાંડ પકડવાના કારણે તેના પપ્પાને તો ખુબ જ શાબાશી ડીપાર્ટમેન્ટ તરફથી મળી હતી અને સાથે સાથે ઘણા ઇનામ પણ મળ્યા હતા તથા રાજપૂત સમાજ સંમેલનમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.પરંતુ આ આખું રેકેટ પોતે ખબરી’ની મદદથી શોધ્યું હોવા છતાં પોતાને વ્યક્તિગત આનો કઈ જ ફાયદો દેખાયો નહિ અને આરાધના હવે તો તેના પુરા પરિવાર સાથે ક્રિશીલને નિર્દોષ છોડાવવા બચાવમાં ઉતરી આવી હતી.એટલે તેને આટલું કર્યા પછી પણ તેનો પ્રેમ ગુમાવવાનો રંજ થઇ રહ્યો હતો.જેના કારણે તે બદલાની આગમાં ઝૂરી રહ્યો હતો.
સેશન કોર્ટમાં જમીન અંગે ૨ મહિનાથી વધુ સમય સુધી સુનાવણી ચાલી અને અંતે કોર્ટ દ્વારા ક્રિશીલના જામીન અંગેની અરજી ફગાવી દેવામાં આવી.
અશરફમિયાએ સિકંદરને કહ્યું કે, આપણે ભારત જઈએ બેટા.રાજકોટ કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિયુક્ત શામીના શૈખ જયારે અહી એક વાર દુબઈ ફરવા માટે આવ્યા હતા ત્યારે અમારી મુલાકાત એક ઇફતાર પાર્ટીમાં થઇ હતી એટલે તેમની ઓળખાણનો ઉપયોગ કરી તારા કાકા અને પપ્પા બંનેને છોડાવી લઈએ અને બધો જ દોષનો ટોપલો ક્રિશીલ પર આવે અને તેના વિરુદ્ધ કેસ મજબુત કરી તેને જ આખા ષડયંત્રમાં મુખ્ય આરોપી બનાવી ફસાવી દઈએ.સિકંદરને ક્રિશીલે આશરો આપવાની જગ્યાએ સરેન્ડર કરવાનું કીધું હતું એટલે એને હવે ક્રિશીલ પ્રત્યે કોઈ જ લાગણી નહોતી.તેના મનમાં એમ જ હતું કે તેને નાનપણથી અત્યાર સુધી ક્રિશીલને બનતી તમામ મદદ તેને કરી હતી.પોતે એને અવારનવાર આર્થિક મદદ કરેલ હતી તથા એક વાર તો તેના પપ્પાને કમળાને કારણે રાજકોટ ખાતે હોસ્પીટલમાં રાખવા પડ્યા ત્યારે તે પોતે તેની સાથે એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી તેની સાથે રહ્યી હતો અને હોસ્પીટલનું બીલ પણ અમે જ ચુકવ્યું હતું.મારા આટલા અહેસાન તેના પર હોવા છતાં તેને તે આ બધી બાબતોની કઈ જ કદર ના કરી.જો તેને ત્યાં છુપાવા માટે જગ્યા આપી રહેવા દીધો હોત તો હું મારા અબ્બા અને ચાચાને છોડાવવા ત્યાં સુધી કઈ કરી શકતો પણ તેને એટલી પણ મારી ઈજ્જત ના રાખી અને મને પણ સરેન્ડર કરવાનું કહી રહ્યો હતો.એટલે ભલે અમારા ગુનાહ માટે તે સજા `ભોગવતો એમાં કઈ જ ખોટું નથી એમ વિચારી મનોમન ખુશ થઇ તેને અશરફમિયાંનો આભાર માન્યો અને કહ્યું કે ચાચાજાન તમે અમને સીધી રીતે ઓળખતા ના હોવા છતાં અમારા માટે આટલું કરો છો તે જ બહુ મોટી વાત છે એમ કહી ગળે મળ્યો.
સિકદંરને વાત જ એવી કરેલી કે તે હવે ભારત પાછુ જવા ના પાડી જ ના શકે.એનામાં હવે ગજબનો આત્મવિશ્વાસ હતો કે એક વાર ભારત જઈ કેસનો નિવેડો આવે અને અબ્બા અને ચાચું નિર્દોષ છૂટી જાય તો અમે પણ આ ચાચા સાથે દુબઈ આવીને તેમની સાથે કઈક નાનું મોટું કામ કરી લઈશું.
અશરફમિયાં સાચા દેશભક્ત હતા.તેમને વિચાર્યું કે જે ખરેખર ગુનેગાર છે તે અહિયાં દુબઈ સુધી ભાગવામાં સફળ રહ્યો તે માની ન શકાય તેવી વાત છે.જરૂર હજી કોઈ આની પાછળ મોટું માથું હોવું જોઈએ.નહીં તો સિકંદર અહી સુધી પહોચી જ ના શકે.ક્રિશીલ જેવો નિર્દોષ વ્યક્તિ જેલમાં સબડે અને સાચો ગુનેગાર આ રીતે છટકી જાય તે કોઈ કાળે ચલાવી ના લેવાય.અશરફમિયાંએ સિકંદરને ભારત જવા તો તૈયાર કરીં દીધો પણ સૌથી મોટો સવાલ એ હતો કે તેને નિયમોનુસાર તો ભારત લઇ જવો શક્ય નહોતો.કારણ કે તેના વિરુદ્ધ લુક આઉટ નોટીસ ઇસ્યુ થયેલ હોય ભારતના એરપોર્ટ પર જ તેની ધરપકડ થાય એમ હતું.તેની ધરપકડ થઇ જાય એમાં પણ અશરફમિયાંને કોઈ પણ પ્રકારનો વાંધો નહોતો.કારણ કે એ સારી રીતે જાણતા હતા કે ઉપર ગયા પછી એમને માત્ર નમાઝ,રોઝા, હજ અને જકાત વિશે જ અલ્લાહ નહિ પૂછે પણ આ બધી બાબતોનો પણ જવાબ આપવો પડશે પણ સાથે એ ડર પણ હતો કે સિકદંરની ધરપકડ થઇ પણ જાય તો પણ ક્રિશીલ તો નિર્દોષ નહિ જ છૂટી શકે કારણ કે સિકંદરને તેમને માપી લીધો હતો કે તે કોઈ કાળે પોલીસ અને કોર્ટને હવે સાચું નહિ જણાવે કે ક્રિશીલને આખા રેકેટમાં કોઈ જ લેવાદેવા નથી અને પોતે અને તેના અબ્બા-ચાચા જ ગુન્હેગાર છે એમ.
અશરફમિયાં ખુબ જ પ્રમાણિક માણસ હોય તેમને કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાની ક્યારેય જરૂર પડી જ નહોતી પણ કોઈ નિર્દોષને બચાવવા માટે તેમને પણ થોડુક તો ગેરકાયદેસર કામનો આશરો લેવો પડે તેમ જ હતો.અશરફમિયાંએ સિકંદરને કીધું કે,”એક કામ કર ભાઈ.તું જિસ તરહ યહાં આયા હૈ ના વૈસે હી ઇન્ડિયા પહોંચ.મેં દુબઈ સે સીધા ફ્લાઈટ મેં મુંબઈ ઔર વહાં સે રાજકોટ પહુચતા હું. મેં તુજે મેરા ઇન્ડિયા કા નંબર દે દેતાં હું.વો નંબર ઇન્ડિયા જા કે એક્ટીવ હોગા ઔર તું જબ પહુચ જાયે ગુજરાત તો મુજે ઇસ નંબર પર કોલ કર કે બતા દેના.મેં તબ તક દેખ લેતા હું. વહાં શમીના સે મિલ કે અગર બાત બનતી હૈ તો સબ કુછ ખેરીયત હોગા”
સિકંદર હજી પણ અશરફમિયાંથી કઈક છુપાવતો હોવાનું તેમને લાગી રહ્યું હતું.કારણ કે તે માનવા જ તૈયાર નહોતા કે આ રીતે દેવું થઇ જવાથી કોઈ પણ પરિવાર આ રીતે દેશ વિરોધી કામ કરવા લાગે.આની પાછળનું સાચું કારણ પણ શોધવું જ પડશે તેમ મનમાં વિચારી તેમને સિકંદરને ગુજરાત પહોચ્યાપછી ક્યારે શું શું કરવાનું છે તેમ સમજાવી દિધું.નક્કી કરેલા દિવસે અશરફમિયાં ફ્લાઈટથી મુંબઈ અને ત્યાંથી રાજકોટ પહોચ્યા.તેઓએ મેટોડા જવાના બદલે રાજકોટમાં જ ઈમ્પીરીયલ પેલેસ હોટેલમાં રોકાવાનું પસંદ કર્યું.સાથે પોતાનો ભારતનો નંબર એક્ટીવ કરી સિકંદરના ફોનની રાહ જોવા માંડ્યા.અને સાથે દુઆ પણ કરવા માંડ્યા કે સિકદંર ગમે તેમ ગુજરાત પહોચી જાય તો સારું.તે જાણતા હતા કે જો સિકદંર પકડાઈ ગયો તો ક્રિશીલ ક્યારેય નિર્દોષ નહિ છૂટી શકે.
લગભગ એક અઠવાડિયા જેટલાં સમય બાદ ઈમ્પીરીયલ હોટેલમાં જ જમીને બપોરે આરામ કરતાં અશરફમિયાંના ફોનમાં રીંગ વાગતા જ એ સતર્ક થઇ ગયા.એમને ખબર હતી કે આ નંબર ખાસ એમને સિકદંર સાથે જ સંપર્ક કરવા લીધો હતો એટલે એના સિવાય અન્ય કોઈનો ફોન આવવાનો સવાલ જ નહોતો.સિકંદરે કીધું કે તે વેશ બદલીને ગમે તે રીતે પાકિસ્તાની માછીમારોની મદદથી કરાંચી અને પછી ત્યાંથી હાલ ઓખાના એક ખાનગી શીપમાં ગુજરાત ઓખા પહોચ્યો છે. સાથે તેને એમ પણ કહ્યું કે,” કોસ્ટ ગાર્ડ મુજે એરેસ્ટ પહેચાન હી જાનેવાલીથી ચાચું અગર સહી સમય પર મુજે નતાશા કી મદદ ના મિલતી!!!!!!
અશરફમિયાં હવે સમજી ગયા હતા કે આ આખા રેકેટમાં આ બધા પ્યાદા છે.આમનો મુખ્ય ખેલાડી કોઈ અલગ જ વ્યક્તિ છે .કારણ કે ભારતમાંથી આ રીતે દુબઈ સુધી ભાગવું અને દુબઈથી પરત ગુજરાતમાં પ્રવેશ મેળવી લેવો રમત કામ નહોતું એ સારી રીતે જાણતા હતા.કોઈ મોટું માથું આ બધું કરાવી રહ્યું હતું.જેમાં ગુજરાત પોલીસના પણ કોઈક તત્વોનો આ આખા રેકેટ પર આશીર્વાદ હશે જ.
તેમને સિકંદરને સમજાવ્યો કે તું રાજકોટ હમણાં ના આવીશ. હું જ તને સામેથી લેવા ઓખા આવું છુ.પર ચાચા તબ તક મેં કહા છુપું? સિકંદરે સામો સવાલ કર્યો એટલે અશરફમિયાં બોલ્યા તું ટેન્શન ના લે.તું સિર્ફ આજ શામ તક છુપને કા ઇન્તેજામ કર લે બેટા ઔર મુજે શામ કો કોલ કરના.
હવે બન્યું હતું એવું કે અશરફમિયાં જયારે એક અઠવાડિયું અહી હોટેલમાં રોકાયા ત્યારે જ તેમને રાજકોટ કમિશ્નર ઓફ પોલીસ સમીના શેખની ગમે એ રીતે એપોઇન્ટમેન્ટ્સ મેળવી મળી લીધું હતું અને આખા કેસ વિશે સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને સાથે એ પણ કહ્યું હતું કે આની પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે તેને તમે શોધજો.સિકંદર ઓખા આવ્યો કે તરત જ તેમને શમીનાને તે અંગે જાણ કરી.સમીના અને અશરફમિયાએ મૂળ સુત્રધાર સુધી પહોચવા આખું આયોજન કરી લીધું અને સાંજે સિકંદરનો કોલ આવ્યો ત્યારે તેમને ઓખાથી નજીક ચરખલા ગામે પહોંચી ત્યાં અન્ડરકવર એજન્ટ તરીકે નિયુક્ત મહેશ પોબારુને ત્યાં રોકાવાનું કહી તેનો નંબર આપ્યો અને તેની હવે કોઈ એજન્સી ધરપકડ નહિ કરે તેમ પણ સાથે કહ્યું .
આ વાત સાંભળી સિકંદર હવે બિન્દાસ બની છકડામાં બેસી મહેશને કોલ કરી તેના ત્યાં ચરકલા પહોચ્યો.મહેશે અગાઉથી નક્કી કર્યા મુજબની જ વાતચીત તેની સાથે કરી તેનો વિશ્વાસ કેળવ્યો અને પોતે ભાડે લીધેલા હંગામી મકાનમાં તેને રહેવા માટે સ્થાન આપ્યું. સમીના મેડમે હવે સિકંદરના આ નેટવર્ક પાછળ અહી પોલીસ વિભાગમાં કોણ ફૂટેલું છે તે જાણવા મહેશને કામ સોપી સિકંદર સાથે રહેવા કામ આપેલ હતું.સિકંદરને હવે એમ જ હતું કે અશરફ ચાચું અને સમીના મેમની દોસ્તીના કારણે તેનો કોઈ જ વાળ વાંકો નહિ કરી શકે એટલે એને જેમ શિકારની જાળમાં શિકાર ફસાઈ તે રીતે એક ભુલ કરી નાખી અને અહી આવ્યા પછી આ ખુશીના સમાચાર આપવા તેના બોસને ફોન કરી હવે બધું નોર્મલ થઇ જશે અને અમે બધા છૂટી જશું તેવા સમાચાર આપવા કોલ કરી બેઠો.
સમીનામેડમની યોજના મુજબ જ તે નંબર ટ્રેસમાં નાખેલો હતો પણ અશરફ ચાચું થકી જ તેને અહી આશરા સાથે ફોન અને સીમ મળ્યું હોય ઓવર કોન્ફીડંસમાં કોઈની બીક રહી નહોતી.
જયારે મેડમની સુચનાથી એ કોલ ક્યાં કર્યો હતો એ ટ્રેસ થયું ત્યારે અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.આઈ. ધર્મેન્દ્રસિંહનો એ નંબર હતો.`
તરલ એ સપના પછી ખુબ જ ડરી ગઈ હતી અને વિચારતી હતી કે તેને એક વાર તો હવે દ્વારિકા અને નાગેશ્વર જવું જ છે પણ તેના પપ્પા તેને એકલીને જવા દે એમ તેને લાગતું નહોતું.એટલે તેને ઘરમાં જ બધા ને કહ્યું કે તેની ઈચ્છા છે આ રીતે દર્શને જવાની તો બધા જઈએ એમ.બધા તૈયાર થઇ ગયા અને બીજા દિવસે સવારે દેવશીભાઈ બીનાબેનની સાથે તે દ્વારકા જવા નીકળી ગઈ.દ્વારકા દર્શન કર્યા બાદ ખાનગી વાહનમાં નાગેશ્વર પહોચ્યા ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે એક નાનો છોકરો તેની આગળ આવ્યો અને એટલું જ કહ્યું કે, બહેન અહી ના ઉભા રહેશો.અહિયાથી ૨ કિલોમીટર પૂર્વમાં જાવ.આટલું કહીને તે છોકરો દોડતો દોડતો મંદિરમાં ચાલ્યો ગયો.આ તમામ બાબત તો જે મુજબ તેના સપનામાં બની હતી એનું જ થોડુક પુનરાવર્તન થતું હતું.પણ અહી ફર્ક એટલો હતો કે તેના માં-બાપ સાથે હોય તેને કોઈને કઈ પૂછ્યું જ નહોતું.આમ છતાં આ છોકરો સામેથી આવીને સપનામાં કહેલી જ વાત કહી ભાગી ગયો હતો.તેના મમ્મી પપ્પા જોડે જ હતા એટલે એ કશું બોલી નહિ પણ બીના બેન બોલ્યા કે કોણ હતો આ કાનુડા જેવો નટખટ અને મજાક સમજી નાગેશ્વર દાદાના દર્શન કરવા મંદિરમાં નીચે ઉતર્યા પણ તરલનું મન હવે માનતું જ નહોતું. તે સમજી ગઈ હતી કે કઈક તો રહસ્ય છે જ સપના અને હકીકત વચ્ચે.હવે જો પપ્પા અને મમ્મીને કહીશ તો મને નહિ જ જવા દે એના કરતા હું કીધા વગર જ ચાલી જવ.મંદિરમાં દેવશીભાઈ અને બીનાબેન હાથ જોડી ઉભા હતા એટલામાં તરલ મંદિર છોડી પૂર્વનો રસ્તો પકડી લીધો.દેવશીભાઈ અને બીનાબેને આખો ખોલી ત્યારે તરલ ત્યાં નહોતી. તે લોકોએ આખું મંદિર જોઈ લીધું પણ તરલ ક્યાય નહોતી.
તરલ તે છોકરાના કહ્યા મુજબ અને પોતાની સપનાની સ્મૃતિના આધારે ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના એક નાગેશ્વર મંદિરની પૂર્વ દિશા તરફ ચાલતી જ નીકળી પડી.તેને હજી પણ ભ્રમ અને હકીકત બંનેમાંથી સાચું શું તે નહોતું સમજાતું? તરલ જયારે આશરે બે કિલોમીટર દુર પૂર્વમાં પહોચી ત્યારે ત્યાં સાચે જ રોડની જમણી તરફ એક સાંકડી પગદંડી વાળા રસ્તામાં કુટીર હતી.તે જોઇને તરલ તો દંગ જ થઇ ગઈ.તે વિચારવા લાગી કે તે આની પહેલાં કોઈ દિવસ અહી આવી જ નથી તેમ છતાં આ જગ્યા જાણે વરસોથી તેને પરિચિત હોય તેવું અને સપનામાં જે જોયું હતું તે મુજબનું જ દ્રશ્ય તેની સામે સાક્ષાત હતું.તરલને હવે આ એકાંત વિસ્તાર કે જ્યાં દિવસે પણ કોઈ સાધનની ખાસ અવરજવર નહોતી ત્યાં ડર લાગી રહ્યો હોય મનમાં તે મહાદેવનું સ્મરણ કરતી કુટિરમાં પહોચી.કુટિરમાં એક સાધુ સાચે જ સાધના મુદ્રામાં બેઠેલા હતા.તરલ ત્યાં પહોચી પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવવા ધીમેથી હોંકારો કરી પ્રવેશ દ્વારે જ ઉભી રહી ગઈ.સાધુએ તેને જોઇને કહ્યું,”બેટા! અહી મારા સુધી કોઈ પહોચી શકતું નથી..પણ તારી મહાદેવ પ્રત્યેની અપાર ભક્તિ અને શ્રદ્ધા તને અહી સુધી લઇ આવી છે.મારા પર મહાદેવની અસીમ કૃપા હોય હું સિદ્ધપુરુષ છું.મને ખબર છે કે તું અહી શું કામ આવી છુ અને હાલ તારા જીવનમાં શેની ઉથલપાથલ ચાલે છે તેની પણ મને જાણ છે.પરંતુ બેટા એક વાત તને કહી દવ કે જો તારી પાસે બે માંથી એક વસ્તુની જ પસંદગી કરવાની તક છે.હું જે કહીશ એ બંનેમાંથી તું જે પસંદ કરશે એ મુજબની જ એક વાત આગામી જીવનમાં હકીકતમાં પરિણમશે.આથી તું જે પણ નિર્ણય કરે એ બહુ જ સમજી વિચારીને કરજે.આમ બોલી સાધુ તરલના જવાબની રાહ જોતા પોતાની વાણીને અધવચ્ચે જ વિરામ આપ્યો.તરલે એક પળના પણ વિલંબ વિના કહ્યું કે હે મહાપુરુષ! જો આપ મારા પ્રેમને આ ખોટા આરોપોના ઝંજાળ માંથી નિર્દોષ સાબિત કરી એને માનભેર દુનિયા સામે મુક્ત કરાવી શકો તો એ મહાદેવના ભક્ત તરીકે મારી સૌથી મોટી જીત હશે.પણ જેમ આપ કહો છો તેમ કઈ બે બાબતમાંથી મારે એકની પસંદગી કરવાની છે તે પણ જણાવી દો. બાકી મારા પ્રેમની મુક્તિ સિવાય મારા મનમાં હાલ કોઈ જ બાબત ચાલતી નથી.સાધુ તરલની વાત સાંભળી મનોમન ખુશ થયા અને કહ્યું બેટા ક્રિશીલ પર લાગેલાં ખોટા આરોપમાંથી તે માનભેર મુક્તિ મેળવશે અને તેના જીવનમાં પણ ત્યાર બાદ સફળતાનીં બુલંદીઓ ચુમશે પણ તને એ નહિ મળી શકે.અને જો તારે એ જોઈતો હોય તો પણ તને મળી શકે છે પણ તે જેલમાંથી બહાર તો નીકળી જશે પણ તેના પર એના પછી આનાથી પણ મોટી વિપત્તિ આવશે ત્યારે ખરેખર તું એને કાયમ માટે ગુમાવી દઈશ.તરલનો ક્રિશીલ પ્રત્યેનો લગાવ વાસનાથી મુક્ત અને સંપૂર્ણપણે સમર્પણ ભાવવાળો હતો આમ છતાં અન્ય યુવતીની જેમ તેના દિલમાં ઈચ્છા તો હતી જ કે તે ક્રિશીલની દુલ્હન બને અને ક્રિશીલના નામનું સિંદુર અને મંગળસુત્ર પહેરે પણ તેના માટે પોતાના હિત કરતાં મનમાં ઘુઘવતાં લાગણીના સરગમમાં પ્રેમ માટે બલિદાનની ભાવના પ્રાથમિકતા જ મુખ્ય હતી.તેને એક પળના વિલંબ વિના કહી દીધું કે પ્રેમનું બીજું નામ જ સમર્પણ છે ગુરુજી.પ્રેમનું સાચું ઉદાહરણ જ રાધા-કૃષ્ણજી છે.જો તમે માત્ર મેળવવાની જ ભાવનાથી પ્રેમ કરો છો તો તે પ્રેમ નથી પણ એક પ્રકારનો સોદો છે કે જો તું મને ખુશ રાખીશ તો જ હું તને ખુશ રાખીશ. પ્રેમમાં પોતાની કોઈ આગવી લાલસા,ઈચ્છા,મનોરથ,અસ્તિત્વ જેવું કઈ જ માંયને નથી રાખતું.પ્રેમ એ વાસના સુધી જ સીમિત નથી.પ્રેમનો મુખ્ય અર્થ જ એ વ્યક્તિ માટે સંપૂર્ણ સમર્પિત થવાનો છે જે તમારા માટે બધું જ છે.ભગવાન પહેલાં પણ તમને એની જ સુખાકારી અને આનંદમંગલ દેખાતું હોય તો જ તમને પ્રેમ છે બાકી શરીરનું આકર્ષણ અને વાસના.મોહ અને પ્રેમ વચ્ચે એક સુક્ષ્મ ભેદરેખા છે જેને ઓળંગ્યા પછી જ પ્રેમનો પરમ આનંદ અનુભવિત થાય છે.મને આજે ક્રિશીલને જોયે કે મળે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હું તેને અનુભવી શકું છું.ત્યાં જેલમાં એને પડતું દરેક દુઃખદર્દ મહેસુસ કરી શકું છુ.પ્રેમની પાછળ કોઈ સ્વાર્થ હોય તો એ પ્રેમ નથી એ જીવનની વિષાદ પળો છે.સ્વાર્થને મુક્તિ અપાવે તે જ પ્રેમ છે.પ્રેમ એ અપેક્ષા વગરની લાગણી છે અને એ મેં મારા ક્રિશીલ માટે અનુભવી છે.મારો ક્રિશીલ પણ હંમેશાથી અન્યની આ રીતે જ સ્વાર્થ વગર સેવા કરતો આવ્યો છે.કોલેજના પ્રથમ વર્ષથી બી.એડના અંતિમ દિવસ સુધી મેં તેનામાં સમગ્ર દુનિયા માટે પોતાની પણ પરવા કર્યા વગર મદદ કરતાં જ જોયો છે.એટલે ભલે મને ક્રિશીલ ના મળવાનું અસીમ દુઃખ થાય, પણ જો વાત એને નિર્દોષ છૂટવાની અને એની સફળતાની હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું.તરલ એક શ્વાસે આટલું બધું બોલી ચુપ થઇ ગઈ.સાધુના ચહેરા પર આ સાંભળી ખુશી છવાઈ ગઈ અને બોલ્યા, બેટા! ખરેખર મહાદેવે તારા પર કૃપા કરી કઈ જ ખોટું નથી કર્યું.તું સાચે જ એને લાયક છે.બેટા કોઈ પણ વ્યક્તિ હમેંશા પોતાનું હિત પહેલા જોતું હોય છે પણ તે આજે પ્રેમની અપાર વ્યાખ્યા જણાવી એક ઉમદા ઉદાહરણ આ કળીયુગમાં પૂરું પાડ્યું છે.બેટા! એક જ કામ હવે તારે કરવાનું છે.આ દોરો જે હું તને આપું છું એ તારે તારા હાથ પર બાંધી દેવાનો છે અને સવાર-સાંજ બે સમય મહાદેવને દિલથી ગુમ થઇ જવાથી પુજા કરવાની છે. બસ પછી તું જો તારા ક્રિશીલની સફળતા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે આ દોરો તારા હાથમાંથી ક્યારેય પણ તૂટે નહિ.તરલે ખુબ જ પ્રેમથી દોરો હાથમાં લઇ સાધુ મહારાજને જ વિનંતી કરી દોરો હાથમાં બંધાવી લીધો.આ બાજુ તરલના માં-બાપ તરલ આ રીતે ગુમ થઇ ગઈ તેનાથી ખુબ જ બેચેન થઇ ગયા હતા.તેઓ તેને મંદિરની બહાર આમતેમ બધે શોધી રહ્યા હતા અને સખત ચિંતામાં હતા.એટલમાં જ તરલને સામેથી ચાલતી આવતી જોઈ તે લોકોના જીવમાં જીવ આવ્યો પણ તરલ આવતા જ તેના પર પ્રશ્નોની ઝડી વરસાવી દિધી.તરલને ઘણું જ પૂછવા છતાં મૌન એ જ ઉત્તમ જવાબ એમ સમજી કઈ જ પ્રત્યુતર ના આપ્યો.(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED