Ek Chahat ek Junoon book and story is written by જાગૃતિ ઝંખના 'મીરાં'.. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Chahat ek Junoon is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ચાહત એક ઝનૂન - નવલકથા
જાગૃતિ ઝંખના 'મીરાં'..
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે તમારી લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. આઈ થિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
"યસ મેમ..." મી. શર્મા બોલ્યા.
ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ યોદ્ધા જેવાં સહ કર્મચારીની સામે એક સહાનુભૂતિની નજર સુદ્ધા ન નાખી શકતાં!
"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે તમારી લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. ...વધુ વાંચોથિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. "યસ મેમ..." મી. શર્મા બોલ્યા.ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ
આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિ આચાર્ય...આચાર્ય પ્લાસ્ટોની માલકિન ફેક્ટરીમાં નવી ભરતી માટે એક પર પસંદગી ઉતારવાનું મનોમન નક્કી કરે છે. જ્યારે રાજેશ તેની પત્ની શોભાને સતત અપમાનિત કરે છે. હવે આગળ....પોતાની ફેવરિટ કિયા સેલ્ટોઝ કારમાંથી ઉતરી રાશિ આચાર્ય ...વધુ વાંચોલિફ્ટ તરફ દસેક ડગલાં ચાલીને જતી ત્યારે એ ઠસ્સો જોઈ કોઈ પણ પુરુષ તેનાથી અભિભૂત થયાં વગર ન રહે તે હકીકત હતી. હાઈ હિલ્સ સેન્ડલ ને બ્રાન્ડેડ પર્સ લટકાવી એ જ્યારે રેબનનાં ગોગલ્સ આંખો પરથી માથાં પર ચઢાવી ઓફિસમાં પગ મૂકતી ત્યારે તેનાં ઇએયુ ડે પરફ્યુમની ખુશ્બુથી હવે દરેક કર્મચારીઓની ઘ્રાણેન્દ્રિય પણ વાકેફ થઈ ચૂકી હતી.આજે પણ દરેકને અંદાજ આવી
શોભાનાં લગ્ન રાજેશ સાથે થઈ ગયાં. ગરીબ માવતર દીકરી રાજ કરશે તે વિચારે ખુશ રહેતાં. રાજેશ ઈરાદાપૂર્વક એમને એવાં સપનાં દેખાડતો કે જેથી તેમને એવું લાગતું કે તેમની બાકીની દીકરીઓની જવાબદારી જાણે હવે રાજેશ જ ઉપાડી લેશે.જ્યારે વરવી હકીકત ...વધુ વાંચોહતી કે તેની અંદર અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી છળ કરનાર એક લંપટ પુરુષ જીવતો હતો. તેને મન શોભા એક પત્ની ન હતી પણ એક ચાવી ભરેલ રમકડું હતી. દર છ મહિને તેની પી.એ. બદલતી. તેની ફેક્ટરીની કોઈ મહિલા તેનાં શોષણનો ભોગ બન્યાં વગર ન રહેતી. ક્યારેક બદનામીનો ડર તો ક્યારેક આર્થિક સંકટની ફિકર! ક્યારેક લાગણીની મજબૂરી તો ક્યારેક મહાત્વાકાંક્ષાની
શોભાએ હવે રાજેશ તરફથી સુધરવાની તમામ અપેક્ષાઓ મૂકી દીધી. જે બહેનોનાં ભવિષ્ય માટે થઈ ખુદની બલિ ચઢાવી હતી તે બહેનો જો ઘરે આવશે- જશે તો તે પણ કદાચ રાજેશની ગંદી નજરોનો ભોગ બનશે. એવી ભીતિ થતાં શોભાએ એક દિવસ ...વધુ વાંચોમાને બધી હકીકત કહી દીધી. પોતાની સાથેનો સંપર્ક કે સંબંધ તોડી નાખી રાજેશની કોઈ વાત પર વિશ્વાસ ન કરવા સમજાવી લીધી."પણ તારું શું મારી દીકરી, તું આવાં માણસ સાથે કેમ જીવીશ? તારી દીકરીનું શું ભવિષ્ય?"મા બોલી."મા, મારું હવે કોઈ ભવિષ્ય મારું અંગત નથી. મારી નિયતિએ જે નક્કી કર્યું તે થયું, થઈ ગયું. મારી પાસે જીવવાનો આધાર મારી દીકરી છે. મા,
(આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિએ તમામ કેન્ડિડેટનાં ઈન્ટરવ્યુસ લઈ લીધા પછી છેલ્લે પ્રવેશને બોલાવ્યો. તેનો પણ ઈન્ટરવ્યુ લીધો. જોકે તે પ્રવેશને જ પસંદ કરવાની હતી. પાંચેય બહેનપણીઓ સાથે ફરવા જાય છે. જ્યાં તૃષાએ તેનો પહેલો પ્રેમ જાહેર કરવાની ...વધુ વાંચોછે. હવે આગળ..)પાંચે બહેનપણીઓ મજાક મસ્તી કરતી સોમનાથ પહોંચી. રસ્તામાં દરેક પોતપોતાની આખા અઠવાડિયામાં બનેલ ઘટનાઓ અને તે પરથી હસી મજાકનાં પટારા ખોલીને બેઠી હતી. તૃષા વારંવાર વિચારમાં ડૂબી જતી હતી. તે જોઈ રિયાએ પૂછ્યું, "શું વાત છે તુસી, તું કિસકે ખયાલોમેં યુ ખોઈ..ખોઈ..લગતી હૈ!" બીનીએ સૂર પૂરાવ્યો," પ્યાર હુઆ...ઇકરાર હુઆ...હૈ...પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ..."તો હેતાએ આગળ લંબાવ્યું,"