એક ચાહત એક ઝનૂન - ભાગ 12 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 12

જોગિંગ માટે પછીથી કાયમ પ્રવેશને મળવું એ રાશિનો નિયમ બની ગયો. પ્રવેશ ચાહીને પણ રાશિને ટાળી ન શકતો. એ ઉપરાંત પણ ઓફિસ અવર દરમ્યાન રાશિનું ગમે ત્યારે આવી પડતું કહેણ પ્રવેશને તેની આસપાસ રહેવા મજબૂર કરી દેતું. ઘણા વખતથી તૃષા સાથે કોઈ વાતચીત ન થઈ હતી પણ પ્રવેશ એક તરફ રાશિનાં વિચિત્ર બદલાવથી કંઈક અંશે પરેશાન હતો. તે રાશિનાં પોતાના તરફના ઝુકાવની નોંધ લઈ રહ્યો હતો. તેને એ વિચારથી પણ પરેશાની થતી કે જો ખરેખર રાશિ સાથે પોતાના પ્રત્યે આકર્ષાય હોય તો પણ પ્રવેશની મુસીબત વધવાની છે, અને જો રાશિ કોઈ કારણથી એટલે કે કોઈ ખાસ કારણથી આ વર્તન કરી રહી હોય તો પણ પ્રવેશ માટે પોતાની જૉબ સિક્યોરિટી અંગે મુસીબત જ હતી. આવી પરિસ્થિતિમાં તૃષા સાથે કોઈ પણ વાત કરી પોતાના તરફથી મામલો પેચીદો બનાવી તૃષાનાં મનમાં કશી શંકાસ્પદ વાતોનું બીજ રોપાય તો અધ્ધરતાલ રહેલા તેમના સંબંધો વધારે વણસી જવાની શક્યતા હતી. તેથી તે એકાદ વાર વચ્ચે આવેલા તૃષાનાં ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગનાં મેસેજોને પણ ઈરાદાપૂર્વક ટૂંકાક્ષરી જવાબોથી ટાળી દેતો હતો. લગભગ છેલ્લા આઠેક દિવસથી રાશિ સાથે જ લંચ લેવાનું થતું હોવાથી આજે પ્રવેશ તેનું ટિફિન પણ સાથે ન લાવેલો. રોજ લગભગ દોઢ આસપાસ રાશિનો કેબિનમાંથી જ કોઈને કોઈ રીતે સાથે લંચ લેવાનો મેસેજ આવતો અને તેને કારણે પ્રવેશનું ટિફિન લગભગ એમ જ પાછું જતું. તેથી આજે તેણે ટિફિન સાથે લાવવાનું ટાળ્યું હતું. તે પોતાના કામમાં સખત રીતે ગૂંચવાયેલો હતો પણ આજે તેના આશ્ચર્યની વચ્ચે એક કલાકથી ઓફિસે હોવા છતાં રાશિ તરફથી તેને બોલાવવામાં ન આવ્યો. આ વાતથી ખરેખર પોતાને રાહત થવી જોઈએ તેને બદલે શા માટે તકલીફ થઈ રહી હતી તે પ્રવેશ સમજી શકતો ન હતો.

આ બધા વિચારોની વચ્ચે પ્રવેશ કામ કરી રહ્યો હતો ત્યાં અચાનક જ ઓફિસમાં એક હેન્ડસમ અને દેખાવ પરથી જ એનઆરઆઈ લુક ધરાવતા યુવાનની જબરજસ્ત એન્ટ્રી થઈ! પ્રવેશ તેના તરફ જોઈએ જ રહ્યો. પ્રવેશ તો શું લગભગ ઓફિસ નો તમામ સ્ટાફ એ આગંતુક યુવાન તરફ જોઈ રહ્યો. કેમકે તેનું એક એ પણ કારણ હતું કે રોજ જ્યારે રાશિનું ઓફિસમાં આગમન થતું ત્યારે આ જ પરફ્યુમથી ઓફિસ મઘમઘતી. આજે તે જ પરફ્યુમની દમદાર સુગંધથી બીજી વાર ઓફિસ મહેંકી તેથી રિસેપ્શન કાઉન્ટર પરની મિસ કિયા પણ પહેલાં એ પૂછેલા પ્રશ્નને સાંભળવાને બદલે તેને તાકવામાં જાણે વ્યસ્ત થઈ ગઈ હતી. આખરે પહેલા યુવાને તેમની તરફ જરા ઝૂકીને પૂછ્યું, "મે આઈ મીટ મિસ રાશિ આચાર્ય? મિસ કિયાએ તેનાં તરફ પ્રોફેશનલ સ્મિત વેરી કહ્યું," વ્હાય નોટ સર! યુ કેન બટ સોરી સર, હેવ યુ ટેકન ધ એપોઇન્ટમેન્ટ?" "ઓહ નો મેમ બટ પ્લીઝ ગીવ હર માય કાર્ડ." અને પછી પોતાના બ્રાન્ડેડ શૂટનાં પોકેટનાં વોલેટમાંથી એક કાર્ડ કાઢી એક લાક્ષણિક સ્મિત સાથે મિસ કિયા તરફ સરકાવ્યું. રાડૉની વૉચ તેનાં કસાયેલ શરીરનાં કાંડા પર શોભી રહી હતી.

બરાબર એ જ વખતે કેટલાંક કાગળ પર રાશિની સહી કરાવવી જરૂરી હોવાથી પ્રવેશને રાશિની ઓફિસમાં જવાનું થયું. મિસ કિયાએ રાશિને પેલાં યુવાન વિષે કહ્યું તે સાથે તરત જ તેને અર્જન્ટ અંદર મોકલવાની સુચના અપાઈ ગઈ. પ્રવેશ ઘણીવાર ઓફિસ ફોર્માલિટી મૂકીને રાશિને પૂછ્યાં વગર અંદર ચાલ્યો જતો. એમ કરવાનું રાશિએ જ તેને કહેલું.

આજે પણ તેણે એમ જ કર્યું. તે કેટલાંક પેપર્સ લઈ સીધો અંદર ગયો અને બરાબર તેની પાછળ જ અડધા બંધ થયેલ દરવાજા પર નૉક કરીને પેલાં યુવાને પણ એન્ટ્રી કરી. તેણે ઘેઘૂર અવાજે મોહક સ્મિત વેરીને કહ્યું, "હેલ્લો.....મિસ રાશિ...! અને પછી હાથ લંબાવી કહ્યું, "માય સેલ્ફ વિશ્વ. વિશ્વ મહેતા." રાશિએ તો પહેલાં જ વિશ્વનાં પપ્પાએ મોકલેલ ફોટો અને એફબી તેમજ ઇન્સ્ટા સર્ચ કરીને વિશ્વની દરેક વાત, દરેક ખુબી, ગમા-અણગમા વિષે પી.એચ.ડી. કરી લીધેલું. તેણે પોતાની કોમળ, ગુલાબી હથેળી વિશ્વનાં લંબાવેલ હાથમાં મૂકીને હસ્તધૂનન કર્યું.

એક મિનિટ માટે તો વિશ્વની હાથની ઉષ્માસભર હૂંફમાં રાશિની ભીતરની સ્ત્રી જરા પીગળી ગઈ પણ વળતી ક્ષણે નજર સામે સેક્રેટરીની બાંહોમાં ઝૂલતો બાપ તરવરી ગયો. બરાબર તે જ વખતે તેને નિરખીને કશુંક તારવી લેવાનાં મૂડમાં ઊભેલો પ્રવેશને જોઈ તે ફરી રાશિમેમ બની ગઈ. તેનો ચહેરો ફરી એ જ આચાર્ય પ્લાસ્ટોની માલકિનની અદામાં આવી ગયો. તેણે તરત પ્રવેશને કહ્યું, "મી.પ્રવેશ યુ મે ગો...કમ લેટર વેન આઇ કૉલ યુહહહ..!

પછી તેની હાજરીને નજરઅંદાજ કરતી વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી. તેણે અવાજનો ટૉન બદલી કહ્યું, "હાય.....વિશ્વ...નાઇસ ટુ મીટ યુ. પ્લીઝ હેવ એ સીટ."

પ્રવેશ માટે રાશિની આ વર્તણૂંક સમજવી અઘરી થઈ ગઈ. તે ચૂપચાપ એક સામાન્ય કર્મચારી માફક ત્યાંથી પેપર સરખા કરતો રવાના થયો.

રાશિને એમ કે પ્રવેશ મનમાં ઇર્ષ્યાથી બળી ઊઠશે અને તેનું તીર બરાબર નિશાના પર છે. જ્યારે વિશ્વ તો ભારત આવ્યો જ એટલે હતો કે તે ભારતીય સંસ્કૃતિથી તો પ્રભાવિત હતો જ પણ સાથોસાથ તેને પપ્પાએ બતાવેલી રાશિ સાથે પહેલી નજરે જ પ્રેમ થઈ ગયેલો.

નવાં શહેરની નવી જીવનશૈલી સાથે સેટ થવામાં વ્યસ્ત તૃષાએ મોબાઈલમાં એકઠાં થયેલ ઢગલાબંધ મેસેજમાં અનનોઉન નંબર પરથી આવેલાં ફોટાને હજુ જોયાં જ ન હતાં. આજે અચાનક તેનું ધ્યાન ગયું ને તેણે ક્લિક કર્યુ. ગોળ-ગોળ ઘૂમતું સફેદ ચક્કર લીલું બનતું ગયું અને તે સાથે રાશિ સાથે હાથમાં હાથ લઈ ઊભેલાં પ્રવેશને જોઈને તૃષાનાં દિમાગમાં પણ એક ચક્કર ફરી ગયું.

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં'...