એક ચાહત એક ઝનૂન - ભાગ 3 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 3


શોભાનાં લગ્ન રાજેશ સાથે થઈ ગયાં. ગરીબ માવતર દીકરી રાજ કરશે તે વિચારે ખુશ રહેતાં. રાજેશ ઈરાદાપૂર્વક એમને એવાં સપનાં દેખાડતો કે જેથી તેમને એવું લાગતું કે તેમની બાકીની દીકરીઓની જવાબદારી જાણે હવે રાજેશ જ ઉપાડી લેશે.

જ્યારે વરવી હકીકત એ હતી કે તેની અંદર અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી છળ કરનાર એક લંપટ પુરુષ જીવતો હતો. તેને મન શોભા એક પત્ની ન હતી પણ એક ચાવી ભરેલ રમકડું હતી. દર છ મહિને તેની પી.એ. બદલતી. તેની ફેક્ટરીની કોઈ મહિલા તેનાં શોષણનો ભોગ બન્યાં વગર ન રહેતી. ક્યારેક બદનામીનો ડર તો ક્યારેક આર્થિક સંકટની ફિકર! ક્યારેક લાગણીની મજબૂરી તો ક્યારેક મહાત્વાકાંક્ષાની લાલચમાં ઘેરાઈને સ્ત્રીઓ તેનાં તાબે થતી રહેતી.

વળી, શિક્ષિત સ્ત્રીઓ સાથે તે પ્રેમનું નાટક કરવામાં પણ માહેર હતો. શોભાને આ બધી વાતો યેનકેન પ્રકારે કાને પડવા લાગી પણ તે સંયમ રાખી જીવતી હતી. એ દરમિયાન તે ગર્ભવતી બની જેથી તે આશાસ્પદ પણ બની કે બાપ બની રાજેશ ઠરીઠામ થશે. આ બધાની વચ્ચે રાજેશની પ્રેમલીલાની કહાનીઓ હવે ઘરની અંદર સુધી પહોંચવા લાગી! જ્યારે કાને સાંભળેલી વાતો આંખો સામે બનવા લાગી ત્યારે શોભાની ધીરજનો અંત આવ્યો. તેણે આ બાબતનો વિરોધ કર્યો જેનાં પરિણામ સ્વરૂપ તેને હડધૂત થવાનો, અપમાનિત થવાનો વખત આવ્યો.

આખરે રાજેશનાં શારીરિક-માનસિક અત્યાચાર સહન કરતી તે જિંદગીની કડવી સચ્ચાઈનો કડવો ઘૂંટ ગળે ઉતારી જીવતી રહી. પોતાનાં પરિવારનાં સુખી ભવિષ્ય માટે અને પોતાના આવનારા બાળક માટે પણ! હા, શોભાનાં ગર્ભમાં રાજેશનો અંશ પાંગરી રહ્યો હતો. સ્ત્રીની સૌથી નાજુક તથા શ્રેષ્ઠતમ અવસ્થાએ પણ શોભા રાજેશ તરફથી એ કશું ન પામી કે જેની એને ઝંખનાઓ હતી. સતત ફફડતી, તડપતી મનોસ્થિતિએ આખરે તે એક દીકરીની મા બની.

રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે રોમનો રાજા નિરો ફ્યુડલ વગાડતો હતો! કંઈક એમ જ જ્યારે પ્રસુતિ દરમિયાન ઊભી થયેલી સમસ્યાઓનાં માનસિક થાક અને અસહ્ય શારીરિક વેદના વખતે શોભા પાસે રહેવાને બદલે રાજેશ કોઈ હોટલમાં તેની નવી સેક્રેટરી સાથે રંગરેલીઓ મનાવી રહ્યો હતો!

*****
રાશિએ ઈન્ટરકોમનું બટન દબાવ્યું. તે સાથે મી.શર્મા "યસ મેમ"નાં તકિયાકલામ સાથે હાજર થયાં. રાશિએ તેને લિસ્ટ ફોરવર્ડ કરી એક પછી એક કેન્ડિડેટને મોકલવાની સુચના આપી. તેણે ઈરાદાપૂર્વક એક નામ છેલ્લે મૂક્યું અને તે હતું પ્રવેશ પંડ્યા!

આઠ છોકરીઓ પણ છેલ્લાં રાઉન્ડનાં આ ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ કરવામાં આવી હતી. તે દરેક એકદમ ફોર્મલ લુકમાં હતી. મોટા ભાગની છોકરીઓએ સફેદ શર્ટ અને કાળા પેન્ટ પહેરેલા હતાં. દરેક પર કાળો બ્લેઝર શોભતો હતો. કોઈએ વળી નાની ટાઈ પણ બાંધેલી. કાનમાં અલગ-અલગ આકારનાં પણ ડાયમંડ ટોપ્સ પહેરેલાં હતાં. દરેકે પોતાનાં સ્ટાઈલિશ હેયર કટને પોની ટેઈલમાં પિન અપ કરેલાં. ચહેરા પર વાળની લટોને પણ જાણે ઈસ્ત્રી કરીને ગોઠવી હોય તેમ લટકતી હતી! પોતપોતાની સ્માર્ટ વૉચમાં જોઈ, સ્માર્ટ ફોનને હાથમાં પકડી રાખી બતાવાય એટલી સ્માર્ટનેસ બતાવતી હતી.

રાશિએ મોકલેલ લિસ્ટ મુજબ એક છોકરી અને પછી બે છોકરાઓ એમ વારાફરતી ઓગણીસ કેન્ડિડેટને પસીનો છોડાવી દે એવાં સવાલો પૂછીને નિપટાવ્યાં. આખરે તેને તો રાહ હતી વીસમા કેન્ડિડેટની!

બાકીનાં કેન્ડિડેટનાં નામ બોલી મોકલાયાં હતાં. જ્યારે પ્રવેશને તો હવે છેલ્લાં નંબર પર હોવાથી કોઈ ઔપચારિક જાહેરાત વગર અંદર મોકલી દેવાયો. અગાઉથી સુચિત કરાયા મુજબ જે પસંદ થશે તેને મેઇલ કરવામાં આવશે તેવી સુચના આપી દીધેલી તેથી પોતાનો ઈન્ટરવ્યુ પૂરો થતા દરેક થોડા ઝંખવાયેલ ચહેરે પરાણે સ્મિત જડી રાખીને નીકળી ગયાં.

પ્રવેશે રાશિની કેબિનમાં પગ મૂક્યો એ સાથે તે જાણે પરફ્યુમની સુગંધ પોતાનાં ફેફસામાં ભરી લેવા માગતો હોય તેમ ઊંડો શ્વાસ લીધો. તેનાં ચહેરાનું સફેદ દંતપંક્તિ દર્શાવતું સ્મિત તેનાં વ્યક્તિત્વને વધારે નિખારતું હતું.

રાશિએ એક સરેરાશ નજર તેનાં પર ફેરવી લીધી. સ્કાય કલરનો શર્ટ અને ફોર્મલ લાઈટ બ્લેક પેન્ટમાં તે સોહામણો લાગતો હતો. તેનો ક્લીન શેવ્ડ ચહેરો તરવરતી યુવાનીનાં તેજથી ચમકતો હતો.
રાશિ આચાર્ય એક રિવોલ્વિંગ ચેઇરમાં ઝૂલી રહી હતી. તેની સામે એક મોટું ટેબલ ચમકી રહ્યું હતું. તેનાં પર દરેક વસ્તુ જેવીકે લેપટોપ, મોબાઈલ સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ એક ડાયરી, કેટલાંક પેપર્સ અને તેનાં પર એન્ટિક પેપર વેઇટ વગેરે નિયત જગ્યાએ ગોઠવેલું હતું એક ખૂણે થોડી ફાઈલ પડેલી. બાકીની ફાઈલો નામ વંચાય એમ સાઇડનાં વૉર્ડરોબમાં ક્રમ બદ્ધ કરીને મૂકાય હતી.

પ્રવેશ સમગ્ર કેબિનનાં ઇન્ટિરિયર જોઈ રહ્યો. રાશિ પ્રવેશને. પ્રવેશ પોતાની કારકિર્દી તરફ કેન્દ્રિત હતો. રાશિ પ્રવેશ પર! જોકે આ વાતની સ્હેજ પણ અણસાર રાશિનાં ચહેરે ન હતી.

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં'...