Ikarar book and story is written by Maheshkumar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ikarar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇકરાર - નવલકથા
Maheshkumar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
દરિયાના મોજાંનો હળવો ખળખળ નાદ તાલબદ્ધ રીતે વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. દરિયાનું આસમાની પાણી અને આકાશનો આસમાની રંગ એકસમાન લાગી રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર બંને જ્યાં એકમેકને મળતા હતા ત્યાં એવું લાગી રહ્યું હતું કે દરિયો આકાશમાંથી ઉતરી કિનારે આવી પાછો વળી જતો હોય. રંગબેરંગી બિકનીમાં સજ્જ સ્ત્રીઓ અને અવનવા રંગના ચડ્ડા ધારણ કરી પુરુષો એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. બાળકો દરિયાના પાણીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા તો કોઈ કોઈ રેતીમાં મસ્તીએ ચડ્યા હતા.
ઉનાળામાં મોટેભાગે સિડનીના આ બીચ પર કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉભરાતું. હું પણ મોસમની મજા માણવા રવિવારે અહીં આવી જાઉં છું. હમણાં જ અડધો કલાક જેની સાથે દરિયામાં મસ્તી કરીને પોળો ખાવા દરિયાને અડીને બનાવાયેલા આ બગીચામાં ઝાડ નીચે લાંબો થયો હતો. કુદરતના લીલાં પાથરણા પર અમે અમારું સફેદ પાથરણું પાથરી ઉપર સાથે લાવેલી બેગનું ઓશીકું બનાવી કુદરતી સાનિધ્યનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા.
દરિયાના મોજાંનો હળવો ખળખળ નાદ તાલબદ્ધ રીતે વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. દરિયાનું આસમાની પાણી અને આકાશનો આસમાની રંગ એકસમાન લાગી રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર બંને જ્યાં એકમેકને મળતા હતા ત્યાં એવું લાગી રહ્યું હતું કે દરિયો આકાશમાંથી ઉતરી ...વધુ વાંચોઆવી પાછો વળી જતો હોય. રંગબેરંગી બિકનીમાં સજ્જ સ્ત્રીઓ અને અવનવા રંગના ચડ્ડા ધારણ કરી પુરુષો એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. બાળકો દરિયાના પાણીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા તો કોઈ કોઈ રેતીમાં મસ્તીએ ચડ્યા હતા.ઉનાળામાં મોટેભાગે સિડનીના આ બીચ પર કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉભરાતું. હું પણ મોસમની મજા માણવા રવિવારે અહીં આવી જાઉં છું. હમણાં જ અડધો કલાક
આજ સવારથી જે સુંદર સુંદર ઘટનાઓ બની રહી હતી તેની ખુબસુરતી મમરાવતો મમરાવતો હું ઓફિસે પહોંચ્યો. મને લાગતું હતું કે આજ સવારથી જ ચોઘડિયા સારા ચાલતાં લાગે છે નહીંતર ઉપરાઉપરી એક સે બઢકર એક ઘટનાઓ બને નહીં.હું જેવો લીફટમાં ...વધુ વાંચોકે વધુ એક ઘટના મારી રાહ જોઈ રહી હોય એમ જેવો હું લિફ્ટનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં જ ઉતાવળે અવની પ્રવેશી. એ જેવી પ્રવેશી એવો જ મને લીફ્ટમાં રોમેન્ટિક સંગીત વાગવાનો આભાસ થયો. આવું સંગીત જયારે પણ અવની મારી આસપાસ આવતી ત્યારે સંભળાતું. અવની કેવળ મારી બાજુમાં આવીને ઉભી રહેતી તો પણ મારા આખા શરીરમાં અચાનક ઉર્જાનો સંચાર
મારા નયન અવનીને તેની કેબીન સુધી વળાવી રહ્યા હતા ત્યારે મારા પગ મને મારી કેબીન તરફ વળવાનો સંકેત આપી રહ્યા હતા. મેં મારા કેબીનમાં આવીને મારી બેગમાંથી ટીફીન કાઢીને મારા ડેસ્કના છેલ્લા ડ્રોઅરમાં મુક્યું ને બેગને મારી ખુરશીની ડાબી ...વધુ વાંચોખાલી જગ્યામાં ગોઠવી.મારી રોજની દિનચર્યા શરૂ થઈ. હા તો તમને જણાવી દઉં કે હું A To Z નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરું છું પણ હજી મારા વિઝા આવ્યા નથી. કેમ કે મારે તો ત્યાં જ જવું છે જે રોજ મારા સપનામાં આવે છે, ઓસ્ટ્રેલીયા. ઓસ્ટ્રેલીયાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે મારી પાસે લાયકાત નથી. એવું નથી કે
બાથરૂમમાં મોં ધોઈને રૂમાલથી મોં લૂછતાં લૂછતાં મને અવનીના મારા હૃદય પર ઘા કરતાં શબ્દો યાદ આવ્યા ‘ડાચું જોયું છે કોઈ દિવસ.’ મેં મને બાથરૂમમાં લગાડેલા આયનામાં બે કદમ પાછળ હટીને ધારીને જોયો. ડાબી બાજુએ પાંથી પાડીને સરસ રીતે ...વધુ વાંચોઘટાદાર કાળા ભમ્મર વાળ, કાળી ઘાટી આંખો, થોડુંક લાંબુ નાક, નાકની નીચે ચેહરાને શોભાવતા ગુલાબી અને આછા કાળા રંગના હોંઠ, દાંતમાં ઉપરના ચોખઠામાં બંને બાજુ એક એક વધારાના સહેજ બહાર નીકળેલા પણ ઉપરના હોઠમાં દબાઈ રહેતા દાંત, કાળી મૂછો અને આખા ચેહરાને શોભાવતી સરસ રીતે ટ્રીમ કરેલી કાળી દાઢી શ્યામવર્ણ ચેહરા પર શોભતા હતા. મેં પહેરેલા જીન્સ અને ટીશર્ટ શરીરના
હજી તો માંડ બે મહિના જ વીત્યા હતા જીનાલીના રમખાણને એટલે કે અમારા બ્રેકઅપને ને હું સલોનીના પ્રેમમાં પડ્યો. એ મારા કરતાં એક વર્ષ મોટી હતી. અમે બંને એક જ ટ્યુશન ક્લાસમાં હતા છતાં મેં ને કોઈ દિવસ એ ...વધુ વાંચોનહતી જોતી જે રીતે એક પ્રેમી પોતાની ભાવિ પ્રેમિકાને જુએ. સલોનીને મેં ઘણીવાર ટયુશનમાંથી છૂટતા જોઈ હતી. એને મેં જયારે પણ જોઈ હતી ત્યારે પંજાબી ડ્રેસમાં જોઈ હતી. ન કોઈ લાલી લિપસ્ટિક કે ન તો કોઈ પાઉડર મેક અપ. અમારા ટ્યુશનમાં લગભગ ૨૦૦ જેટલી છોકરીઓ આવતી હતી, હવે એમાં જ્યાં આંખો સુંદરતા જોવા ટેવાયેલી હોય ત્યાં સલોની પર નજર ન