Yaari@vidhyanagar.com book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yaari@vidhyanagar.com is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યારી@વિદ્યાનગર.કોમ - નવલકથા
Dr. Pruthvi Gohel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર હોય તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ને એની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે.
આ ગામમાં તમને સૌથી વધુ જો કોઈ દુકાનો જોવા મળે તો એ ઝેરોક્ષની અને સ્ટેશનરીની. ને બાકી તમને ખાણી પીણીની દુકાનો જોવા મળે. ઘર તો બધાં પીજીમાં જ પરિવર્તિત થયેલા. અને એ સિવાય તમને સાવ સસ્તીથી લઈને ફાઈવ સ્ટાર હોટલ સુધીની કેટેગરીની હોસ્ટેલ જોવા મળે.
યારી@વિદ્યાનગર.કોમ પ્રકરણ-૧ વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર હોય તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ...વધુ વાંચોએની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે. આ ગામમાં તમને સૌથી વધુ જો
પ્રકરણ-૨ વડતાલ રોડ પર આવેલ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે, હજુ નવો નવો જ બન્યો હતો. જૂનો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીની નજીકમાં જ હતો પરંતુ હવે વડતાલ રોડ પર આ ડિપાર્ટમેન્ટ નવો જ બન્યો હતો. અને જૂના ડિપાર્ટમેન્ટ કરતાં થોડો મોટો પણ ...વધુ વાંચોડિપાર્ટમેન્ટના બિલ્ડીંગની આજુબાજુ ખૂબ જ વિશાળ જગ્યા હતી અને એને સુંદર મજાના ગાર્ડનના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. મોનલ, શાહીન અને પ્રિયા ત્રણેય જણ રીક્ષા કરીને આ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યા હતા. બહુ જ સુંદર જગ્યા હતી એ. વચ્ચે ડિપાર્ટમેન્ટનું મોટું બિલ્ડિંગ અને આજુબાજુ ખૂબ મોટું ગાર્ડન. અને આ ગાર્ડન ખૂબ જ લીલુંછમ. લાગે જાણે લીલા રંગની જાજમ બિછાવી હોય
પ્રકરણ-૩ બધાં હવે પ્રેક્ટિકલ કરવાની તૈયારીમાં લાગી ગયા. પણ અત્યારે આપણે એ વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી છે સમીરની. સમીરની દ્રષ્ટિ જ્યારથી મિલી પર પડી એની નજર મિલી સામે જ તકાયેલી હતી. એને લાગી રહ્યું હતું કે, ...વધુ વાંચોફરી માહી જ મિલીના રૂપમાં એની સાથે આવી હતી. એની નજર મિલીના ચેહરા પરથી હટી જ નહોતી રહી. એ સતત મિલીની સામે જ જોઈ રહ્યો હતો. અને આ વાત પર લવ અને મનીષ બંનેનું ધ્યાન ગયા વિના રહ્યું નહીં. લવ અને મનીષ બંનેએ એકબીજા તરફ જોયું અને જાણે બંને એકબીજાને કહી રહ્યા હતા, "ના. આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય
પ્રકરણ-૪ બધાં લેક્ચરમાં ધ્યાન આપી રહ્યાં હતાં. સર ખૂબ જ સરસ ભણાવી રહ્યાં હતાં અને સૌને મજા પણ આવી રહી હતી. અને ભણવામાં રસ પણ પડી રહ્યો હતો. એ ટુ ઝેડ સર ટોક્સિકોલોજીનો વિષય ભણાવી રહ્યાં હતાં. ધીમે ધીમે ...વધુ વાંચોઆ નવા વાતાવરણમાં સેટ થતાં જતા હતાં. પહેલો દિવસ તો આમ જ પૂરો થઈ ગયો. બીજા દિવસે નવા આવેલા વિદ્યાર્થીઓની એમના સિનિયરોએ વેલકમ પાર્ટી રાખેલી હતી. અને એ વેલકમ પાર્ટીમાં એમનું રેગિંગ પણ લેવામાં આવ્યું. પણ સિનિયરોએ કોઈને ખરાબ લાગે એવું રેગિંગ ન લીધું પણ દરેકને પોતાના શોખ વિશે પૂછ્યું અને એ પ્રમાણે એ લોકોની પ્રતિભા ખીલે એવા ઈરાદાથી એમનું
પ્રકરણ-૫ બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરતાં જ બધાં ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતાં. એમાંય સમીર તો આજે મિલી એને મળશે અને એ મિલીનું મોઢું જોઈ શકશે એ વિચારી વિચારીને ખૂબ જ પુલકિત થઈ ઉઠ્યો હતો. થશે આજે તારું ને ...વધુ વાંચોમિલન અનોખું! બંધન આપણું કેવું બનશે જન્મોજન્મનું! તારી યાદમાં વિતાવી રહ્યો'તો હું પળપળ, તને મળવાને હવે તો હું પળપળને જોખું! અને મિલીએ પણ એ વાતની નોંધ લીધી કે, સમીર આજે એને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છે. અને એને મળવાની ખુશી તો સમીરના ચેહરા પર મહેકી ઉઠી હતી. બીજા સેમેસ્ટરનો પહેલો દિવસ ડિપાર્ટમેન્ટમાં સારી રીતે પસાર થઈ ગયો. બધાં