Yaari@vidhyanagar.com - 2 books and stories free download online pdf in Gujarati

યારી@વિદ્યાનગર.કોમ - 2

પ્રકરણ-૨

વડતાલ રોડ પર આવેલ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે, હજુ નવો નવો જ બન્યો હતો. જૂનો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીની નજીકમાં જ હતો પરંતુ હવે વડતાલ રોડ પર આ ડિપાર્ટમેન્ટ નવો જ બન્યો હતો. અને જૂના ડિપાર્ટમેન્ટ કરતાં થોડો મોટો પણ હતો. ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગની આજુબાજુ ખૂબ જ વિશાળ જગ્યા હતી અને એને સુંદર મજાના ગાર્ડનના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.

મોનલ, શાહીન અને પ્રિયા ત્રણેય જણ રીક્ષા કરીને આ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યા હતા. બહુ જ સુંદર જગ્યા હતી એ. વચ્ચે ડિપાર્ટમેન્ટનું મોટું બિલ્ડિંગ અને આજુબાજુ ખૂબ મોટું ગાર્ડન. અને આ ગાર્ડન ખૂબ જ લીલુંછમ. લાગે જાણે લીલા રંગની જાજમ બિછાવી હોય જમીન પર. આમ પણ આણંદ વિદ્યાનગરમાં વરસાદ ખૂબ થાય એટલે તમને ત્યાં હરિયાળી ખૂબ જોવા મળે.

હવે ત્રણેય સખીઓ એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે ડિપાર્ટમેન્ટના દરવાજાની અંદર દાખલ થઈ. અંદર દાખલ થતાં જ સામે જ દિવાલ પર એક મોટું બધું વિશાળ ચિત્ર દોરેલું હતું જેમાં બાયોસાયન્સ વિભાગની ઝલક સારી રીતે જોઈ શકાતી હતી.

ત્રણેય સખીઓ હવે પોતાના કલાસરૂમમાં આવી પહોંચી હતી. કલાસરૂમમાં બીજા પણ વિદ્યાર્થીઓ હતા. હજુ મેડમ ક્લાસમાં આવ્યા નહોતા. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ આજે પહેલી વાર જ મળી રહ્યા હતા એટલે એકબીજાનો પરિચય કરી રહ્યા હતા. પરિચય દરમિયાન જાણવામાં આવ્યું કે, મોનલ, શાહીન અને પ્રિયા જેવી જ ત્રણ જણાની જોડી હતી. કીનલ, નિરા અને મિલી. એ ત્રણેય સુરતની છોકરીઓ હતી. એ ત્રણેય પણ બી.એસ.સી. માં સુરત સાથે જ ભણતાં અને અહીં એમ. એસ. સી. માં પણ સાથે હતા. એ સિવાય ક્લાસમાં પાંચ જ છોકરાઓ હતા. લવ, સમીર, મનીષ, પરાગ અને પ્રતિક. જાણે પાંચ પાંડવની જોડી. ને બાકીની તો બધી જ છોકરીઓ હતી.

એમાંની એક હતી ભાવિ. ભાવિ મૂળ તો નર્મદા જિલ્લાની વતની. લાછરસ એનું મૂળ વતન. પણ બી. એસ.સી. ભાવિએ આણંદની એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં જ કરેલું. લવ અને મનીષ એ બંને ભાવિના ખાસ મિત્રો. આ ભાવિ, લવ અને મનીષ એ ત્રણેયની જુગલજોડી. ત્રણેયને એકબીજા વિના ચાલે જ નહીં. એ ત્રણેય પણ બી. એસ.સી.મા સાથે જ ભણેલા. બાકી બચ્યા સમીર, પરાગ અને પ્રતિક. સમીર પણ ભાવિ, લવ અને મનીષાની જોડે જ કોલેજમાં. અને એ સિવાય બીજા બચ્યાં બે છોકરાઓ. પરાગ અને પ્રતિક. પરાગ મૂળ ભાવનગરનો વતની. અને પ્રતિક તો વિદ્યાનગરનો જ વતની. પણ આપણી આ વાર્તામાં એનો બહુ ફાળો નહીં રહે. એટલે એનો વિસ્તૃત પરિચય આપતી નથી.

તો આ તો થયો વિદ્યાર્થીઓનો પરિચય. ચાલો હવે શિક્ષકોનો પણ પરિચય કરી લઈએ. ઝૂલોજી ડિપાર્ટમેન્ટના હેડ હતા ડૉ. એ ટુ ઝેડ સર. સાઉથ ઈન્ડિયન હોવાને લીધે એમનું નામ જ એટલું મોટું કે એમને બધા એ ટુ ઝેડ સર જ કહેતા. એટલે આપણે પણ એમને એ નામે જ ઓળખીશું. એ સિવાય બીજા એક મેડમ હતા. એમનું નામ શિવાની મેડમ. અને બીજા એક સર હતા એમનું નામ નીરજ સર. ટૂંકમાં ત્રણ શિક્ષકોનો સ્ટાફ હતો.

શિવાની મેડમ ક્લાસરૂમમાં દાખલ થયા. બધાં વિદ્યાર્થીઓ ની નજર હવે મેડમ તરફ મંડાઈ. મેડમ આવ્યા અને સ્ટેજ પર ચડ્યા. એમણે બધાની સામે જોયું. એમને જોઈને બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા. થોડીવારમાં કલાસરૂમમાં શાંતિ થઈ ગઈ. વિદ્યાર્થીઓ શાંત થતા જ તેમણે પોતાનો પરિચય આપતાં અંગ્રેજીમાં કહ્યું, "Good morning students. Myself Shivani Bhatt. And I am your teacher. There are 4 papers in your syllabus in your curriculum of each semester. In 1st semester you will have to work hard. Do remember that your first semester impression is your last impression. and always talk with me only in English. Don't talk with me in Gujarati or any other language.

In Morning session from 9 to 12 you will have practical and in the afternoon session from 1 to 5.30 you will have 3 lectures of each subject. Total duration of each lecture is 1.30 hrs. And 12 to 1 you will have a lunch break. Is that clear?

Yes mam. બધા વિદ્યાર્થીઓ એકસાથે જ બોલી ઉઠ્યા.

Ok and timetable is given on the notice board. You can write it from there. Today is your first day and it's time for practical so go to practical lab. And wait there for me. And one more thing that you decide one Class Representative (CR) so I can contact that responsible person regarding any information and problems.

મેડમની આભા જોઈને તો બધા વિદ્યાર્થીઓ ખૂબ જ અંજાઈ ગયા. પણ એમનાથી થોડો ડર પણ લાગ્યો. બધા વિદ્યાર્થીઓ હવે લેબોરેટરીમાં જવા રવાના થયા. મોનલ અને શાહીનને થોડો ડર એ પણ લાગ્યો કે, આપણે બધા જોડે અંગ્રેજીમાં કેવી રીતે વાત કરી શકીશું? પણ પ્રિયા આ બાબતે બિલકુલ બિન્ધાસ્ત હતી. એને એવો કોઈ જ ડર સતાવતો નહોતો. ઊલટું એ તો આ વાત સાંભળીને વધુ ખુશ થઈ હતી. અને એનું કારણ એ હતું કે, પ્રિયાને શાળામાં અંગ્રેજીના શિક્ષક ખૂબ સારા મળ્યાં હતાં એટલે એનો અંગ્રેજીનો પાયો પહેલેથી ખૂબ જ મજબૂત હતો. એ માટે તો એ પોતાના શાળાના શિક્ષકનો આભાર જેટલો મને એટલો ઓછો. એક સારા શિક્ષક વિધાર્થીઓનું ઘડતર કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
બધાં હવે લેબોરેટરીમાં આવ્યા અને મેડમની રાહ જોવા લાગ્યા.

બધાં વિદ્યાર્થીઓ હવે લેબોરેટરીમાં આવ્યા. થોડીવારમાં મેડમ પણ આવ્યા. એમને પ્રેક્ટિકલનો પ્રોટોકોલ લખાવ્યો અને પછી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું કહીને જતા રહ્યા. અને એ દરમિયાન સી. આર. તરીકે બધાએ સમીરનું નામ સૂચવ્યું. સર્વાનુમતે સી. આર. તરીકે સમીરની પસંદગી કરવામાં આવી. સમીર આમ પણ હોશિયાર પણ હતો અને ટીમ લીડર બનવા માટેની બધી જ લાયકાત ધરાવતો હતો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED