Ajanyo Humdard book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajanyo Humdard is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજાણ્યો હમદર્દ - નવલકથા
Dhruti Mehta અસમંજસ
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે એકજ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર....
***
પવનની એક મોટી લહેર આવી અને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી રહ્યું હતું. તે અજવાળાનું તેજ સહન ન થતા તેની આંખો પાછી ઢળી પડી.
કેટલાય દિવસો બાદ આ અજવાળું નસીબ પામ્યું હતું, બાકી પોતાના અંધકારભર્યા જીવનમાં કંઈ બાકી રહ્યું નહોતું. જીવનમાં આનાથી પણ વધારે અંધકારભર્યા વાદળો છવાઈ જવાના હતા એમ વિચારતી તે પોતાના નસીબને કોસી રહી. બહાર વાદળો ઘેરાઈ રહ્યા હતા તે સમયે અહી અંદર રૂમમાં તેની સામે જાણીતા પડછાયા રૂપી વાદળો ઘેરાઈ રહ્યા.
અજાણ્યો હમદર્દ....વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે એકજ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર....***પવનની એક મોટી લહેર ...વધુ વાંચોઅને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી
એક પછી એક નાની મોટી વસ્તુઓ જમીન ઉપર પછડાવાના અવાજો બહારથી આવી રહ્યા. આ કેવી રીતે બને તે ઘડીભર વિચારમાં ડૂબી ગઈ અને કઈક અણસારથી ડરતી તે દોરીને વધારે જોરથી ઘસવા લાગી. એક સામટી હિંમત ભેગી કરી તેણે જોર ...વધુ વાંચોઅને એક જ ઝાટકે હાથે બાંધેલું દોરડું તુટી ગયું. પણ તેવું કરવા જતાં ટેબલ ખસી ગયું અને તેના ઉપર પડેલો પાણીનો જગ જમીન ઉપર પડી ગયો અને જરાક શાંત પડેલ વાતાવરણ ફરી તે જગના રણકારથી ગુંજી ઉઠ્યું. તે પોતાને સંભાળી ન શકી અને જમીન ઉપર ધડામ કરતી નીચે પછડાઈ.ગભરાહટ અને ડરને કારણે તે થરથર ધ્રુજી રહી હતી. ત્યાં એના કાને
શહેરના ધનાઢ્ય વિસ્તારમાં આવેલ ફક્ત એક જ વિંગ ધરાવતું તે બહુમાળી એપાર્ટમેન્ટ બહારથી ખુબજ વૈભવી દેખાઈ રહ્યું. તેની સામેની સાઇડ રહેલ સ્ટ્રીટ લાઈટ સરકારી ખાતાની માફક ધીરે ધીરે કામ કરી રહી હોય એમ લબુક ઝબુક થઈ રહી હતી. મુખ્ય ...વધુ વાંચોથોડું અંદરની તરફ આવેલ તે એપાર્ટમેન્ટની આજુબાજુનો વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો હતો માટે તે તરફ ચહલ પહલ ખૂબ ઓછી હતી. ધીમા પગલે એપાર્ટમેન્ટમાં પ્રવેશતા તે ગગનચુંબી ઇમારતને જોઈ રહ્યો. કઈક વિચારતો તે લીફ્ટમાં જવાની જગ્યાએ સડસડાટ સીડીઓ ચડવા લાગ્યો.એક માળે ફક્ત એક જ ઘર ધરાવતા તે એપાર્ટમેન્ટના, બે બે પગથિયાં કુદાવતા એના પગ છેક સાતમા માળે જઈને અટક્યા. બધે નજર
તેના હાથમાંથી પડી ગયેલ મોબાઈલની ફ્લેશ લાઇટથી રૂમ થોડો ઝળહળી ઊઠયો. તેની બરોબર પાછળ જ એક યુવતી ઊભી હતી. તેના હાથમાં નાનકડો દંડો હતો અને કદાચ તેનાથી જ એ યુવતીએ પોતાના ઉપર પ્રહાર કર્યો હશે એમ તર્ક લગાવતો તે ...વધુ વાંચોનીરખી રહ્યો.ચીંથરા જેવા મેલાઘેલા કપડા, એક હાથમાં વચ્ચેથી કપાઈને લટકતું દોરડું, ચોટલામાંથી અડધા છૂટા થઈ ગયેલા ઝાંખરા જેવા વિખરાયેલા વાળ, રડી રડીને સુકાઈ ગઈ હોય એવી કોરીકટ લાલઘૂમ આંખો, ચહેરા અને હાથ ઉપર ક્યાંક ક્યાંક વાગ્યાના જૂના પુરાણા નિશાનના ઉઝરડા, આં બધી નિશાનીઓ તે યુવતીની અહી શું હાલત થઈ હશે તેની ચાડી ખાઈ રહી હતી. તે યુવતીની આંખોમાં ડર અને
ઘરમાં પ્રવેશીને તે થોડી ક્ષણો ત્યાંજ ઊભો રહ્યો અને બધે નજર ફેરવી પેલી યુવતીને શોધી રહ્યો, રખેને વળી પાછી તે ક્યાંક સંતાઈ હોય અને અચાનક હુમલો કરી દે! પણ તે યુવતીના કોઈ આસાર ન જાણતા ગભરાતા હૃદયે એક એક ...વધુ વાંચોસાવધાનીથી મૂકતો તે યુવક પેલા રૂમમાં જઈ ચડ્યો, ત્યાં જમીન ઉપર હજુ પણ એ યુવતી કણસતી પડી હતી.તે યુવક ઝડપથી રસોડામાં દોડી ગયો અને થોડીઘણી મહેનત બાદ આખરે તેને એક ડબ્બો મળ્યો, અને તે ડબ્બો લઈ યુવક પેલી યુવતી પાસે પાછો ફર્યો. તેણે ખસી ગયેલું ટેબલ સરખું કર્યું અને તેના ઉપર પેલો ડબ્બો રાખી દીધો. પગમાં અથડાતો આવી પડેલ પાણીનો