Pido Rang Prem No book and story is written by Pinkalparmar Sakhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pido Rang Prem No is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પીળોરંગ પ્રેમનો - નવલકથા
Pinkalparmar Sakhi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ વિચારતી કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા મંદિરમાં આરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ. વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં
આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ વિચારતી કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા ...વધુ વાંચોઆરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ. વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં
ગતાંકથી ચાલુ.....ગઈકાલે વનિતાને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હાય,,,, તું કેમ છે? મેસેજ વાંચતાની સાથેજ એનું મૃત હૈયું ફરી ધબકવા લાગ્યું.નંબર ભલે અજાણ્યો હતો,પણ તેના શબ્દો ખૂબ જાણીતા હતા.આનંદ કહો,આશ્ચર્ય કહો કે આવેગ કહો,પણ વનિતાનો હાથ રીપ્લાય આપવા ...વધુ વાંચોથનગની રહ્યો હતો.શબ્દ,અક્ષર અને અવાજથી જેને એ સંપૂર્ણ જાણતી હતી,તેની સાથે થોડીક મજાક કરવાની ઈચ્છા થઇ ગઈ.રીપ્લાયમાં એણે લખી મોકલ્યું કે,'માફ કરજો,ઓળખાણ ના પડી?'તો બીજી તરફથી મેસેજ લખાવવાનું શરૂ થઈ ગયુ.વનિતાના મોબાઇલની સ્ક્રીન પર ટાઈપિંગ ટાઈપિંગ બતાવી રહ્યું હતું.તેના પૂછાયેલા સવાલનો શો જવાબ આવશે એ વિચારીને એનું હૈયું પૂરજોશમાં ધબકી રહ્યું હતું.ત્યાંજ મેસેજ આવ્યો,'મારી ઓળખાણ જાણવી હોય તો તું તારી
ગતાંકથી ચાલુ.... ક્ષણિક મૌન રહ્યા પછી વનિતાએ પૂછ્યું કે,'મારા વિશે તો તું બધું જાણે છે,તો હવે મને તારા વિશે તો કંઈ જણાવ.શું મેં તારા જીવન વિશે જાણવાનો હક પણ ગુમાવી દીધો છે? પ્લીસ વનિતા,તું આમ ન બોલ.કહે તારે શું ...વધુ વાંચોછે? 'જે મેં પૂછ્યું છે.' 'વનિતા,હું તારાથી રીસાઈને યુ.એસ.એ.ગયો,ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસોમાં નવા મિત્રો બન્યા.જેની પાસે રૂપ અને રૂપિયા હોય એમના મિત્રો બનતા વાર નથી લાગતી.મારા તમામ મિત્રો દારૂ અને ડ્રગ્સ લેતા હતા,જેની જાણ મને થોડા સમય પછી થઈ.કહેવાય છે ને કે સોબત તેવી અસર. શરૂઆતમાં હું શરાબ કે ડ્રગ્સને હાથ પણ લગાડતો નહોતો.પણ ધીમે ધીમે મને એની આદત
ગતાંકથી ચાલુ..... વનિતા પોતાની સપનાની દુનિયામાં મશગૂલ હતી.વિજય ક્યારે એની પાછળ આવીને ઊભો રહ્યો એ વાતનો એને ખ્યાલજ ન રહ્યો.વિજયે વનિતાને પૂછ્યું, 'હાય....કેમ છે તું?' વર્ષો વીતી ગયા હોવા છતાં વનિતા વિજયના અવાજને સારી રીતે જાણતી હતી.એણે પાછળ ફરીને ...વધુ વાંચોતો વિજય હતો. 'આવ,બેસ.' વનિતાએ કહ્યું. વિજય વનિતાની સામે બેસી ગયો.બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.મનમાં હજારો સવાલ દરિયાના મોજાની માફક ઉછળતા હતા,જે બંનેમાંથી કોઈના હોઠ સુધી પહોંચી શક્યા નહીં. ભેદી મૌનની દિવાલ તોડતાં વિજયએ કહ્યું,'વનિતા તું આજે બહુ સુંદર લાગે છે.જે શબ્દો વર્ષો પહેલાં સાંભળ્યા હતા,એ શબ્દો વર્ષો પછી સાંભળતાની સાથેજ એનું હૈયું ધબકવા લાગ્યું.આ વખતે પણ એને પ્રત્યુત્તરમાં
ગતાંકથી ચાલુ.... વિજય કંઈ બોલવા જાય એ પહેલાજ વેઇટર આવ્યો અને એણે ટેબલ પર વેજ પુલાવ,બે સ્પૂન અને ચા મૂકી દીધી. ચાલ છોડ,એ બધી વાતોને.વીસ વર્ષ પછી આપણે મળ્યા છીએ તો ચાલ આ ક્ષણોને આપણે મન મૂકીને માણી લઈએ,જેમ ...વધુ વાંચોહતા બિલકુલ એમજ.થોડીવાર માટે તું ફરીથી ઓગણીસની બની જા અને હું ચોવીસનો.વિજયની આ વાત સાંભળીને વનિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું. પ્રાયશ્ચિતની આગમાં સળગતું વનિતાનું હૃદય આજે વિજયને જોઈને રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું.વર્ષોથી હૈયામાં દબાવીને રાખેલી લાગણીઓને એ વ્યક્ત કરવા માગતી હતી.ઉજાગરા કરીને થાકી ગયેલી આંખોને આજે નિરાંતની ઉંઘ લેવી હતી.ગાલ પર છપાયેલા આંસુના ડાઘને એ વિજયના લાગણીભર્યા સ્પર્શથી