Premrang book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premrang is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમરંગ. - નવલકથા
Dr. Pruthvi Gohel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
"લાઈટ કેમેરા, એક્શન..."
અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું.
"મને ભુલી જા હવે મધુ.."
"પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ."
"અરે! મધુ! પ્રેમ જેવું કશું જ હોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માત્ર માણસની જરૂરિયાત."
"સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં આવું. સમય હંમેશા પ્રેમને પણ પસાર કરી નાખે છે. લોકો કહે છે પ્રેમ કરું છું પણ હું તો કહીશ કે, પ્રેમ જેટલો મોટો કોઈ વહેમ નથી. પ્રેમ એ માણસના મનનો સૌથી મોટો વહેમ છે."
પ્રકરણ-૧ "લાઈટ કેમેરા, એક્શન..." અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું. "મને ભુલી જા હવે મધુ.." "પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ." "અરે! મધુ! પ્રેમ જેવું કશું ...વધુ વાંચોહોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માત્ર માણસની જરૂરિયાત." "સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં
પ્રકરણ-૨ પ્રેમકપૂર પોતાના ભૂતકાળમાં સરી પડયા. "પ્રેમ! બેટા. હું કીટીપાર્ટી માં જાવ છું." પ્રેમની મા એ પોતાના દસ વર્ષના દીકરાને કહ્યું, "તારે બીજું કોઈ જોઈતું હોય તો કહે. હું આવીશ ત્યારે લેતી આવીશ." "જોઈએ તો મારે તારો સમય છે ...વધુ વાંચોપણ એ તો તું મને આપી શકવાની નથી પછી શું કામ નાહકના પ્રશ્નો પૂછે છે?" પ્રેમ મનમાં જ બોલ્યો. "તે મારાં પ્રશ્નનો જવાબ ન આપ્યો?" પ્રેમની મમ્મીએ સામેથી પ્રત્યુત્તર ન મળતાં ફરીથી પૂછ્યું. મમ્મીનો પ્રશ્ન સાંભળી પ્રેમની વિચારધારા તૂટી અને બોલ્યો, "ના, મમ્મી! મારે કંઈ નથી જોઈતું." અને પછી સ્વગત જ બોલ્યો, 'અને આમ પણ મને જે જોઈએ છે એ
પ્રકરણ-૩ મોહિની હવે સેટ પર આવી ચૂકી હતી. મોહિની એ આવતાની સાથે જ આખો સેટ ગજાવી મૂકયો. "હાય! દિલ! તારી હિરોઈન હવે આવી પહોંચી છે. બોલ હવે આજે તારે મારી પાસે શું કામ કરાવવું છે?" મોહિનીએ આદિલ કુમારની પીઠ ...વધુ વાંચોએક ધબ્બો મારતાં કહ્યું. "અરે! મોહિની! આ શું કરે છે તું? તને કંઈ શરમ જેવું છે કે નહીં? એક તો તું જાહેરમાં મને દિલ કહીને ન બોલાવ. મને નથી ગમતું. તને ખબર તો છે ને કે મારું નામ આદિલ છે." આદિલ કુમાર એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. "અરે યાર દિલ! અરે ના ના..! સોરી સોરી...! આઈ મીન આદિલ! તું
પ્રકરણ-૪ પ્રેમ કપૂર ફરી એક વખત પોતાના ભૂતકાળની સફરમાં ચાલ્યા ગયા હતા. માતા પિતાના પ્રેમ અને એમના સમયને પામવા માટે તરસતો નાનકડો પ્રેમ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમયની સાથે સાથે પ્રેમની ડાયરીના પાનાઓ પરનું લખાણ પણ ...વધુ વાંચોવધી રહ્યું હતું. પ્રેમ એ હવે પોતાના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. એ હવે સમજી ગયો હતો કે, મારા માતા પિતા મને ક્યારેય સમય આપી શકશે નહીં. અને પોતાના આ જીવનથી એ ખુશ તો નહોતો પણ હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરતો. એના માટે હવે એની ડાયરી જ જીવન હતી. એ હવે હંમેશા માટે પોતાની કાલ્પનિક દુનિયામાં ખુશ રહેતા શીખી ગયો
પ્રકરણ-૫ પ્રેમ કપૂર સુવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ એમને ઉંઘ આવી જ રહી નહોતી. પરંતુ નિંદ્રા આજે એમનાથી નારાજ હતી. ખૂબ નસીબદાર હોય છે એ લોકો કે, જેમને પૂરતાં પ્રમાણમાં ઊંઘ આવે છે. પણ પ્રેમ કપૂરના નસીબ ...વધુ વાંચોસારા પણ નહોતા. એમની આંખ સામેથી આજે રેશમનો ચેહરો ખસતો જ નહોતો. રેશમ એ એની આંખો પર આજે કબજો કરી લીધો હતો. એના માનસપટ પર રેશમનો ચેહરો એવી રીતે છવાઈ ગયો હતો કે, એને ચારે તરફ રેશમ જ દેખાતી હતી. આંખો ખોલે તો રેશમનો ચેહરો, આંખો બંધ કરે તો પણ રેશમનો ચેહરો જ દેખાતો હતો. રેશમ એને ઉંઘવા જ નહોતી