Premrang - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 26

પ્રકરણ-૨૬

પોતાના પિતાના અકસ્માતની વાત સાંભળીને રેશમ અને મોહિની બંને બહેનો બોલી ઉઠી, "આપણે હોસ્પિટલ જવું જોઈએ. ગમે તેમ હોય પણ અંતે તો એ આપણો બાપ છે. આપણે બંનેએ આપણી ફરજ ન ચૂકવી જોઈએ."

અને એ સાથે જ બધાં લોકો હવે હોસ્પિટલ જવા માટે રવાના થયા.

બધાં હવે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આદિલકુમાર, પ્રેમ કપૂર, મોહિની અને રેશમ બધાં જ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આદિલ કુમારે આવીને શાહિદને પૂછ્યું, "શાહિદ! આ બધું આમ અચાનક કઈ રીતે બની ગયું? અને ક્યાં છે મોહિનીના પિતા? કેવી છે એમની તબિયત? બહુ વાગ્યું તો નથી ને એમને?" આદિલકુમાર એકસાથે આટલાં બધાં સવાલોની ઝડી વરસાવવા લાગ્યા હતા.

શાહિદે એમના પ્રશ્નોનો જવાબ આપતાં કહ્યું, "હજુ ભાનમાં નથી આવ્યા પણ ડૉક્ટરે કહ્યું છે કે, એમના જીવને કોઈ જ જોખમ નથી. એમનો જીવ બિલકુલ સુરક્ષિત છે. હા, માત્ર એક પગમાં એમને ફ્રેક્ચર થયું છે એટલે પ્લાસ્ટર કરવું પડ્યું છે. એટલે દોઢ મહિનો તો એમને આરામ જ કરવો પડશે. બાકી બધું બરાબર છે."

હવે મોહિની શાહિદ પાસે આવી અને બોલી, "થેન્ક્સ શાહિદ! તે મારા બાપુજીને બચાવ્યા અને એમને સમયસર હોસ્પિટલમાં પહોંચાડ્યા. હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે."

"અરે મોહિની! તારે જો કોઈને થેંક્સ કહેવું જ હોય તો ડૉ. અનંતને કહે." શાહિદે જવાબ આપ્યો.

"ડૉ. અનંત! એ કઈ રીતે?" હવે પ્રેમ કપૂરે સવાલ કર્યો.

શાહિદે પોતાના ઘરે જે કંઈ પણ ઘટનાઓ બની હતી એનું અક્ષરશઃ વર્ણન કર્યુ અને પછી કેવી રીતે મોહિનીનો બાપ ગુસ્સામાં એના ઘરેથી બહાર નીકળી ગયો હતો એ પણ જણાવ્યું અને પછી કહ્યું, "એ જયારે મારા ઘરેથી નીકળ્યાં ત્યારે ખૂબ ગુસ્સામાં હતાં અને રસ્તામાં જ એમને અકસ્માત નડ્યો અને જે જગ્યાએ એમનું એક્સિડન્ટ થયું એ જ સમયે ડૉ. અનંત ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. એમણે એ અકસ્માત જોયો. અને પછી એ પોતાની ડૉક્ટર તરીકેની ફરજ બજાવવાનું ચૂક્યાં નહીં. અને એમને અહીં હોસ્પિટલમાં લઈ આવ્યા. અને સારવાર દરમિયાન એમને એમના વોલેટમાંથી મારા ઘરનું સરનામું મળ્યું એટલે એમણે તરત જ મને ફોન કરીને જણાવ્યું અને મેં આદિલ કુમારને જણાવ્યું." આટલું કહી શાહિદ ચૂપ થયો.

કુદરત પણ અમુક વખતે કેવાં કેવાં સંકેતો આપતી હોય છે નહીં! આજે આવી રીતે આમ અચાનક મોહિનીના બાપનું શાહિદના ઘરે આવવું, એને જેમતેમ બોલવું, શાહિદનું એને સમજાવવાના પ્રયત્નો કરવું અને પછી ગુસ્સામાં એમનું એ ઘરની બહાર નીકળી જવું અને રસ્તામાં એમનો અકસ્માત થવો અને એ જ સમયે ડૉ. અનંતનું જ ત્યાં પહોંચવું અને એમનું મોહિનીના બાપને હોસ્પિટલમાં લાવવું અને એની સારવાર કરવી. આ બધી જ ઘટનાઓનું બનવું એનું કારણ શું હતું? આ બધી જ ઘટનાઓ બનવા પાછળ કુદરતનો કોઈ તો સંકેત હતો. પણ કુદરતનો શું સંકેત હતો એ તો હજુ પણ કોઈને સમજાઈ રહ્યું નહોતું. પણ એકમાત્ર પ્રેમ કપૂર જ હતાં જે આ બધાં સંકેતો વચ્ચે કંઈક તો કડી શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

કોઈ તો સંકેત આપી રહી છે કુદરત!
સૌ માનવીની અલગ અલગ છે ફિતરત!
જીવનમાં સદા આવતી રહે છે આફત!
જીવવામાં કરીએ નહીં કોઈ ગફલત!
કોઈ દિવસ જાણીશું આ સર્વ સંકેત!
ને પછી કરીશું આ સૃષ્ટિમાં સહુને હેત!

"ક્યાં છે ડૉ. અનંત? હું એમને મળવા માંગુ છું." મોહિનીએ પુછ્યું.

"એ એમની ઓફિસમાં છે." શાહિદે કહ્યું.

મોહિની પોતાની બહેન રેશમને લઈને ડૉ. અનંતની કેબિનમાં દાખલ થઈ અને બોલી, "હું અંદર આવું કે?"

ડૉ. અનંતે પોતાની ફાઈલમાંથી માથું ઊંચું કરીને જોયું. મોહિનીને જોતાં જ તે બોલી ઉઠ્યા, "અરે! આવ આવ મોહિની! કેમ છે? કેવી છે તારી તબિયત? અને આ સાથે છે એ તારી બહેન રેશમ છે ને?" મોહિનીની સાથે આવેલી સ્ત્રી રેશમ જ છે એ ડૉ. અનંતને વગર કહ્યે જ સમજાઈ ગયું હતું.

"હા, તમે બિલકુલ બરાબર જ સમજ્યા છો. આ જ છે મારી પ્યારી બહેન રેશમ!" મોહિની બોલી.

પણ હજુ રેશમને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું એટલે એ બોલી, "મોહિની! તું આ ડૉ. સાહેબ ને ઓળખે છે? તમારી વાતો પરથી તો એવું લાગે છે કે, તમને બંનેને એકબીજાનો ખૂબ જ સારો પરિચય છે."

"હા, તું બિલકુલ ઠીક કહે છે રેશમ! જો આજે આ ડૉ. અનંત ન હોત ને તો આજે હું તારી સામે સ્વસ્થ રીતે ઉભી ન રહી શકી હોત. આજે જો હું તારી સામે સ્વસ્થ ઉભી છું તો માત્ર આ ડૉ. અનંતને કારણે જ." મોહિની બોલી.

"મતલબ?" રેશમને હજુ સમજાઈ રહ્યું નહોતું.

મોહિનીએ પોતાના ઘર પર થયેલાં પથ્થરમારાથી લઈને પોતાના હિપ્નોટીઝમના સેશન્સ સુધીની બધી જ વાતો રેશમને કરી. રેશમ આ બધી વાતો સાંભળીને બોલી, "મોહિની! મારી બહેન! તારી જોડે આટલી બધી ઘટનાઓ ઘટી ગઈ અને મને એની કોઈ જ જાણ પણ નહોતી.!"

પછી રેશમ ડૉ. અનંત સામે જોઈને બોલી, "થેંક યુ, ડૉ. અનંત! મારી બહેનનો ઈલાજ કરવા બદલ. અને એને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે હું તો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે ડૉક્ટર સાહેબ!"

"ઈટ્સ ઓકે. મેન્શન નોટ. મેં તો માત્ર મારી ડ્યુટી જ કરી છે. પણ એ તો કહો કે, તમે બંને અહીં હોસ્પિટલમાં કઈ રીતે?" ડૉ. અનંતે પૂછ્યું.

મોહિનીએ ડૉ. અનંતને સામો સવાલ કરતાં કહ્યું, "તમે રસ્તામાં જેમનો અકસ્માત જોયો અને જેમને તમે અહીં લઈને આવ્યા છો એ કોણ છે જાણો છો?"

"ના, કોણ છે? તમે બંને ઓળખો છો એમને? ઓહ! ધેટ્સ રિયલી વેરી ગ્રેટ. કોણ છે?" ડૉ. અનંત બોલ્યા.

"એ માણસ જેને તમે અહીં લઈ આવ્યા છો ને એ બીજું કોઈ નહીં પણ મારો અને રેશમનો સગો બાપ છે. હા, એ જ બાપ જેણે અમારી બંને બહેનોની જિંદગી હરામ કરી નાખી. એ જ બાપ જેણે મારા ઘર પર પથ્થરમારો કરાવ્યો અને જેણે મારી બહેન રેશમને ગાયબ કરી હતી એ જ આ માણસ છે. અમારો બાપ!

"વોટ?!"આ શું બોલો છો? આ વાત સાંભળીને ડૉ. અનંત એકદમ ચોંકી ઉઠ્યાં. એમને આગળ શું બોલવું એ કંઈ સમજાઈ રહ્યું નહોતું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED