TRIVENI book and story is written by Chintan Madhu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. TRIVENI is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - નવલકથા
Chintan Madhu
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને બનાવતી ફરતી દિવાલના ટેકા પર પણ સોફા ગોઠવેલા હતા, જેની વચોવચ ટીપોઇ, અને તેની ઉપર કાચ ગોઠવેલો હતો. સંપૂર્ણ કાચ જોવો અશક્ય હતો, કેમ કે અમુક અંશો હોટલમાં આવતી મેગેઝીન, છાપાઓ, અને પાણીના પ્યાલા ધરાવતી પ્લેટથી આવરિત હતા. સામાન્ય રીતે, બહુવિસ્તરીત ઉદ્યોગોના ધણીઓ, આ હોટલમાં ધંધાકીય બાબતોની ચર્ચા માટે એકબીજાની મુલાકાતે આવતા.
અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી ...વધુ વાંચોટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને
ચાલો વાત કરીએ વૃંદાની ૧૯૮૭, નવેમ્બર ભારત-પાકિસ્તાન આયોજીત ક્રિકેટ વિશ્વ કપનો જુસ્સો સંપૂર્ણ ભારતમાં છવાયેલો હતો. ભારત સેમીફાઇનલ સુધી પહોંચી ચૂકેલ. ૦૫, નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે બોમ્બેમાં સેમીફાઇનલ રમાવાની ...વધુ વાંચોજે દિવસ હતો દેવદીવાળીનો-એટલે કે કારતક સુદ પૂનમ. ભારત ૨૧૯ રનમાં જ ખખડી ગયેલ, અને સેમીફાઇનલ હાથમાંથી સરકી ગઈ હતી. પ્રત્યેક ભારતવાસી ઉદાસ હતો. યજમાન હોવા છતાં, આપણા ઘરઆંગણે હાર મળેલ, તે વાત માનસપટલ પર કોતરાઇ ગયેલી. ક્રિકેટનો સૌથી વધુ આઘાત-પ્રત્યાઘાત ગુજરાતમાં પહેલેથી જ વધુ હતો. આથી જ ગુજરાત વધુ નિરાશ હતું. સાથે સાથે હેમંત ઋતુનો ગુજરાત પર પ્રભાવ જામી ચૂક્યો હતો. પ્રજામાં ઉદાસીનતા અને ગુસ્સો એક સાથે
નિશા વિષે વાત કરીએ ૧૯૮૫, સપ્ટેમ્બર ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન અનામતની ટકાવારી વધારવા બાબતે રમખાણો ફાટી નીકળ્યા હતા. ફેબ્રુઆરીથી જુલાઇ અંત સુધી વિદ્યાર્થીઓ, અને ...વધુ વાંચોસંગઠનો દ્વારા નાની-મોટી ચળવળો ચાલી. આખરે ઓગસ્ટના પ્રારંભ સાથે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડવા લાગી. પોલીસકર્મીઓ સતત છ મહિનાઓની કવાયતમાંથી મુક્ત થઇ રહ્યા હતા. કિશોર આ જ કર્મીઓમાંથી એક હતો. કિશોરના ઘરે પારણું બંધાવાનું હતું. તેની પત્ની સાત મહિના ગર્ભવતી હતી. જેમાંથી છ મહિના કિશોરે હડતાળોમાં, રમખાણોમાં, નિયત્રંણોમાં વિતાવ્યા. હવે, સમય આવી પહોંચ્યો હતો, ઘરે પહોંચવાનો-પત્ની સાથે બાળજન્મનો અવસર વિતાવવાનો. તેના ફરજ બજાવવાની જગા એટલે વિસાવદર તાલુકાનું એક પોલીસ સ્ટેશન.
ચાલો જાણીએ કાજલને ૧૯૮૨, જાન્યુઆરી આજી અને ન્યારી નદીના કિનારે વસતું શહેર એટલે રાજકોટ. કાઠિયાવાડ દ્વીપકલ્પનું કેન્દ્ર એટલે રાજકોટ શહેર. પ્રજાનો સ્વભાવ, જીવન જીવવાની કળા, એકબીજા પ્રત્યેનો આદરભાવ, ...વધુ વાંચોહંમેશા હસતો ચહેરો ધરાવતા માનવમહેરામણ, જેવા વિવિધ રંગોનો સમન્વય ધરાવતું આ શહેર “રંગીલા રાજકોટ” તરીકે પણ ઓળખાતું હતું. રાજકોટ એ અમદાવાદ, સુરત અને વડોદરા પછી ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર, સાથે સાથે ભારતના મહાનગરોમાં પાંત્રીસમું સ્થાન ધરાવે છે. વિકસતા શહેરોની હરીફાઇમાં હરણફાળ ભરી ચૂકેલું રાજકોટ, વિશ્વના વિકસીત શહેરોની યાદીમાં સાતમા ક્રમે છે. મહાત્મા ગાંધીએ રાજકોટમાં આવેલ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. જે આજે મોહનદાસ ગાંધી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.
શાળાએ જવાનો સમય પૃથ્વી પર માનવ તરીકે અવતર્યા પછી જીવનના મુખ્ય હેતુઓમાંથી પ્રથમ કાર્ય ભણવાનું રહેતું હોય છે, એટલે જ શાળાએ જવું પડે. આથી જ, વૃંદા માટે પણ પ્રથમ કાર્ય એ ...વધુ વાંચોહતું. બાળપણના દિવસો વડીલોની સુરક્ષા હેઠળ જ પસાર થયા હતા. કપડવંજની શેરીઓમાં થતી મસ્તી શાળાના ચોગાન સુધી જ રહી હતી. જીવનના ચાર ચરણોમાંનું પ્રથમ ચરણ શરૂ થવાનું હતું. પ્રથમ ચરણ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં વ્યક્તિ વિદ્યાર્થી તરીકે બધું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનના આ તબક્કે શરીર, મન અને બુદ્ધિનો વિકાસ થાય છે. આજ દિવસો વિદ્યાર્થીજીવન અથવા બેચલરહૂડ તરીકે ઓળખાય છે. વૃંદા માટે આ ચરણની શરૂઆત