Spectran no khajano book and story is written by Param Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Spectran no khajano is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્પેક્ટર્નનો ખજાનો - નવલકથા
Param Desai
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ રહ્યાં હતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા.
દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો.
મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો.
‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી.
પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ ...વધુ વાંચોહતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા.
દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો.
મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો.
‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી.
કુતૂહલવશ હું મુખ્ય દરવાજો ઉઘાડીને અંદર ગયો. હવે મને અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. તેઓ જોરજોરથી ધમકીઓ ઉચ્ચારતા હતા. વધુ જાણકારી માટે હું એ જમણી બાજુના રૂમનાં ખુલ્લા બારણાને અડીને ઊભો રહી ગયો અને ધીમેથી એની આડમાંથી અંદર જોયું અને ...વધુ વાંચોવેંત જ મારા હોશ ઊડી ગયા. અંદર ચાર બદમાશ જેવા લાગતા માણસો પેલા પ્રોફેસરનું કોલર પકડીને તેમને ધમકાવી રહ્યા હતા. એમાંના બે જણા વારેઘડીએ આજુબાજુ રહેલી વસ્તુઓ ઝાટકાથી પાડી દેતા હતા અને ચારે બાજુ કંઈક શોધી રહ્યા હતા. પ્રોફેસરનો કોલર પકડીને ધમકાવી રહેલા એ માણસે કડકાઈથી પૂછ્યું, “બોલ નાલાયક...તેં અમારો માલ ક્યાં છુપાવ્યો છે સાલા, તેં તો છેલ્લા પાંચ વરસથી નાકમાં દમ કરી દીધો છે. બોલ, નહીં તો જાનથી મારી નાખીશ...” ત્યાં જ પેલા બે જણમાંથી એક મને જોઈ ગયો. “એય છોકરા...શું કરે છે અહીં...ઊભો રહે...” એનું વાક્ય પૂરું થયું એ પહેલાં હું ગભરાઈને મુખ્ય દરવાજા તરફ દોડ્યો. પણ...હજુ હું દરવાજાની બહાર નીકળી શકું એ પહેલાં તો બે જણાએ આવીને પાછળથી મારું મોં દબાવી દીધું અને મને ઢસડીને અંદર રૂમમાં લઈ ગયા.
‘તેઓ ઘણી વાર મને મળતા અને દર વખતે આટલાંટિક મહાસાગરમાં ક્યાંક આવેલા કોઈક ‘સ્પેક્ટર્ન’ ટાપુની ભૌગોલિક સ્થિતિઓ અંગે ચર્ચાઓ કર્યા કરતા. મારું ભૌગોલિક શાસ્ત્ર સારું છે તેથી તેઓ મારી પાસેથી ઘણી-ખરી માહિતીઓ ઉઘરાવીને પોતાની લાલ કવરવાળી ડાયરીમાં નોંધ કર્યા ...વધુ વાંચોમિનિટ પ્રોફેસર સાહેબ,’ હું વચ્ચેથી જ એમને અટકાવતાં બોલ્યો, ‘તમે કદાચ આ જ ડાયરીની તો વાત નથી કરી રહ્યા ને ’ મેં મારા પેન્ટના ગજવામાંથી પેલી લાલ કવરવાળી ડાયરી કાઢી.
તરત પ્રોફેસર બેને એ લઈ લીધી, ‘હા...આ જ તો હતી એ ડાયરી...’ કહીને એના પાનાં ફેરવવા લાગ્યા, ‘આ જ છે બધી ફસાતની જડ, એલેક્સ ! આ જ છે...’ ડાયરીમાં જ નજર કરતાં તેમણે કહ્યું.
‘અને બીજી એક અગત્યની વાત કહી દઉં છોકરાઓ...’ પ્રોફેસર અત્યંત રહસ્યમય રીતે બોલ્યા.
અમે એમની સામે મીટ માંડેલી રાખી. એમણે આગળ ચલાવ્યું, ‘સ્પેક્ટર્ન ટાપુની આજુ-બાજુ લગભગ કંઈ નથી. એટલે શક્ય છે કે દરિયાઈ ચાંચિયાઓ પોતાના જહાજ સાથે વિસામો ખાવા માટે ...વધુ વાંચોએમ સ્પેક્ટર્ન પર ઊતરે...’
ચાંચિયાનું નામ સાંભળતાં જ અમારે સજાગ થઈ જવું પડ્યું. સાથે જ હ્યદય પણ બે ઘડી જોરથી ધડકી ઊઠ્યું. ખૂંખાર દરિયાઈ લૂંટારાઓ એટલે કે પાયરેટ્સ જ આવી સફરોનું મોટામાં મોટું જોખમ હોય છે. ચોરી અને દાણચોરીના માલની આવા ચાંચિયાઓ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરાફેરી કરતા રહે છે. સમુદ્ર પર જ એમનું જીવન હોય છે. પણ ચાંચિયાઓ પોતાનું ભલું થવા માટે કોઈને પણ ગણકારતા નથી અને ખૂન-ખરાબા સર્જતા હોય છે.
મેં કબાટમાંથી મારો મનપસંદ થેલો કાઢ્યો. એના પર થોડી ધૂળ જામી ગઈ હતી. ફૂંક મારી, હાથ થપથપાવીને મેં ધૂળ ખંખેરી.
એ મરુન કલરનો ખભે ઊંચકવાનો થેલો હતો. મારી દરેક સફરનો એ સાથી હતો. અમે બે વર્ષ પહેલાં ઉત્તર પેસિફિક મહાસાગરમાં ...વધુ વાંચો‘ગાલાપેગોસ’ ટાપુઓની છેલ્લી સફર ખેડી ત્યાર પછી એ ધૂળ ખાતો કબાટમાં જ પડ્યો રહ્યો હતો. હવે ફરી પાછી એની જરૂર પડવાની હતી.