ખોજ - ભાગ 5 shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોજ - ભાગ 5

નિશા ને નવાઈ લાગી ક્યારેય અભિજિત એની સાથે આવી રીતે વાત નહતી કરી. અભિજિત નું બદલાયેલું વર્તન નિશા ને ખુચ્યું. જાણે ન જાણે આ નાવ્યા ના આવ્યા પછી આમ બન્યું હોવું જોઈએ. હવે, આ બધું વિચારવાનું મતલબ નથી પણ ફરી મેહનત કરી પડશે, પોતા ની વાત માં લાવવો પડશે. “આટલું બધું થઈ ગયું નિશા, એક વાર ફોન પણ ના કર્યો? બસ,એટલો જ આપણો પ્રેમ છે?” અભિજિત વ્યંગ માં બોલતો રહ્યો.

ત્યારે હવાલદાર એ અભિજિત ની કોટડી નો દરવાજો ખોલી આપ્યો અને નિશાએ અંદર પ્રવેશ કર્યો. નિશા મુસ્કુરાઈ અને અભિજિત ની બાજુ માં બેસી ગઈ.

“જોને અભી મને ન્યુયોર્ક માં બિલકુલ સમય જ નહતો મળતો. શુ કરું? દિવસ-રાત શૂટિંગ ચાલ્યા કરે. અને પછી બહુ થાકી ગઇ હોઉં એટલે ક્યારે આંખ લાગી જાય ખબર જ ના પડે.” – નિશા બોલતા બોલતા અભિજિત ની નજીક જવા નો પ્રયત્ન કર્યો. પણ અભિજિત ઉભો થઈ ગયો અને કોટડી માં આંટા મારવા લાગ્યો. અભિજિત ને ઘણું બધું કેહવું હતું પણ તેને લાગ્યું કે અત્યારે બોલવું વ્યર્થ છે. એટલે તેણે ખાલી એટલું જ કીધું -“તારા મેનેજર વિકી સાથે તો આખો દિવસ સેટ પર ગુટર ગુ કરે છે ત્યારે તો તારી પાસે બહુ સમય હોય છે!” આ સાંભળી નિશા અકળાઇ ગઈ. નિશા બહુ મગજમારી કરવા નહતી માંગતી કારણકે હવે એને લાગી જ રહ્યું હતું કે વાત મતલબ નથી, કરી બતાડવું પડશે. નિશા રીસાઈ ને ચાલી ગઈ. તેને એમ કહે અભિજિત મનાવવા આવશે ને!

અભિજીતે વિશુ પાસે જોઈતી કાઢી ને મુકિમ ને મેસેજ કર્યો તેથી મુકિમ તેના શેઠ ના ઘર માં કેમ ઘૂસવું તેનો પ્લાન ઘડી શકે.

હવે અભિજિત વિશુ પાસે કલાકો- કલાકો બેસી ને જોઈતી બધી માહિતી કાઢવવા લાગ્યો. અભિજિત અને વિશુ ને આટલી બધી વાત કરતા જોઈ બધા ને ઈર્ષા થવા લાગી. બધા હવાલદારો- જેલરો બધા વિચારમાં પડી ગયા કે આપણે એટલું બધું હાથમાં ને હાથમાં રાખીએ છીએ છતાં અભિજિત આપણી સામે પણ નથી જોતો અને આવા વિશુ ની સાથે આટલી બધી વાતો કરે છે!

“વિશુ, હું બધું જ જાણવા માંગુ છું કે તું આ કેસ માં ક્યાં, કેવી-રીતે, કેમ ભરાયો?” અભિજિતે વિશુ ની પૂછપરછ ચાલુ કરી.વિશુ નો ધીમે-ધીમે આત્મવિશ્વાસ વધતો ગયો. તેને હવે લાગવા જ લાગ્યું હતું કે તે જેલ ની બહાર નીકળી શકશે.

“અને વિશુ, સૌથી પહેલા એમ કહે કે તારા શેઠ ના ઘર માં કોણ-કોણ છે?”

“મારા શેઠ નું નામ વિશ્વમભર નાયક, તેમના પત્ની ધર્માં દેવી, તેમનો દીકરો વ્યોમેશ નાયક, તેનો મિત્ર વિક્ટર, મણિયાર, અને બાબા નરસિંહ.”

“આટલા બધા લોકો?” અભિજિત વિચાર માં પડી ગયો.

“હા.” વિશુ એ ટૂંક માં જવાબ આપ્યો.

“આ વિક્ટર, મણિયાર, બાબા નરસિંહ કોણ છે?” અભિજિત ના મનમાં સવાલો નું વાવાઝોડું આવી ગયું.

“વિક્ટર એ વ્યોમેશ નો મિત્ર છે.”

“તું મને બધું વિસ્તાર માં સમજાવ. મને પુરી માહિતી હશે તો તને અહીંયા થી બહાર કાઢવા માં આસાની રહેશે.” હવે અભિજિત ધરપત ખોઈ બેઠો. જાણે રહસ્યો ના દલદલ માંથી આજે જ એને બહાર આવી જવું હતું.

“વ્યોમેશ અને વિક્ટર બંને લંડન માં સાથે ભણતા હતા. વિક્ટર ને ભારત જોવું હતું એટલે તે વ્યોમેશ જોડે ભારત આવ્યો.” વિશુ એ સમજાવવા માંડ્યું.

“તો કેટલા સમય થી મહેમાન છે આ વિક્ટર?”

“લગભગ એક વર્ષ થી”

“એવો તે કેવો મિત્ર કે એક વર્ષ થી એના ઘરે રહે છે?” અભિજિત મોઢું બગાડતા પૂછ્યું.

“એક વાર આ બાબત માં ઝગડો થયો તો વ્યોમેશ ને અને વિશ્વમભર શેઠ ને, પણ ધર્માં દેવી એ વચ્ચે પડી વાત સાચવી લીધી ને વિક્ટર ને રહેવા દીધો. એવું કીધું કે વિક્ટર વ્યોમેશ ની ધંધા માં બહુ મદદ કરે છે અને વિક્ટર ને લંડન કરતા અહીં વધારે ગમે છે.”

“એક વર્ષ થી અહીં રેહવું, લંડન કરતા અહીં વધારે ગમવું, ધર્માં દેવી નું એને રોકવું, વ્યોમેશ નું ચૂપ રેહવું આ બધી બાબતો નો કોઈ મેળ બેસતો નથી.” અભિજિત મન માં સવાલો નો તાળો મેળવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.

બીજી તરફ મુકિમ, અભિજિત ના જણાવ્યા પ્રમાણે રાયગઢ પહોંચી ગયો. રાયગઢ મુંબઈ થી ૭૦ કિમી દૂર હતું. ત્યાં જ વિશ્વમભર શેઠ ની હવેલી હતી. મુકિમ ને હવેલી માં કેમ ઘૂસવું એ નો પ્લાન ઘઢી કાઢવા માટે બે વાર હવેલી માં આંટો મારી આવ્યો. વર્ષો પુરાણી હવેલી આજે પણ જાજરમાન લાગતી હતી. મુકિમ હવેલી જોઈ, દંગ જ રહી ગયો. કોઈ રાજા મહારાજા ની જહોજલાલી આજે પણ દેખાઈ રહી હતી. ચારે બાજુ કોટ અને વચ્ચે મોટો દરવાજો, જેવો દરવાજા માં અંદર પ્રવેશ કરે એટલે વચ્ચે મોટો કૂવો આવે. ચોતરફ બગીચો અને વચ્ચોવચ હવેલી. હવેલી માં પ્રવેશ કરવા માટે મોટો લાકડા નો દરવાજો અને અંદર વિશાળ હોલ, હોલ માં વચ્ચે મોટા મોટા ઝૂંમર, જોતા ની સાથે અંજાઈ જવાય એવી આ હવેલી. મુકિમ એક વાર પોસ્ટમેન બની ને અને બીજી વાર ગેસ સર્વિસ કરવા ને બહાને આવી ગયો. તેને પ્લાન બનાવી દીધો કે ઘર માં કેમ ઘૂસવું. હવેલી માં તેલસિંગ કરી ને રસોઈયો કામ કરતો, એને પકડી બાંધી દીધો ને તેના લમણે બંદૂક મૂકી ફોન કરાવ્યો ધર્માદેવી ને કે તેને અચાનક ગામડે જવાનું થયું છે એટલે એના બદલે ભીમસિંગ આવશે કામ કરવા. અને બીજા દિવસ થી ભીમસિંગ ઉર્ફે મુકિમ કામ પર લાગી ગયો. મુકિમ વર્ષો થી એકલો રહેલો તેથી રસોઈ જાતે જ બનાવતો એટલે તેના માટે આ કામ સરળ હતું અને એમ પણ જાસૂસી માં આવા કેટલાય કિરદાર એણે ભજવેલા.

“આ મણિયાર અને બાબા નરસિંહ કોણ છે?” અભિજિત ને બધું જાણી એને મુકિમ ને જણાવવા નું હતું.

“મણિયાર એ શેઠ ના પિતરાઈ ભાઈ છે, તેમનો થોડા વર્ષો પહેલા અકસ્માત થયેલો એમાં એમનો પરિવાર તેમના પત્ની, અને દીકરો મુત્યુ પામ્યા હતા, અને અકસ્માત માં એમનો એક પગ કપાઈ ગયો. એમને કોઈ રાખવા વાળું નહતું એટલે ૬ મહિના પહેલા જ અહીંયા આ લોકો સાથે રહેવા આવેલા.” વિશુ શ્વાસ ખાવા રોક્યો આટલું બોલ્યા પછી એને તરસ લાગી પણ બહાર નીકળવા ની એટલી બધી તલબ છે કે અત્યારે પાણી પીવા માટે સમય બગાડવો પાલવે એમ નથી. તેણે વાત ચાલુ રાખી-“ બાબા નરસિંહ, એ સાધુ છે. મારા શેઠ એમને બહુ માનતા, એમના કેહવા પ્રમાણે ચાલતા. એ પરમ જ્ઞાની છે.”

“અગર બાબા નરસિંહ જ્ઞાની છે તો તેમણે ખબર ના પડી કે તારા શેઠ પર આફત ના વાદળો છે કે એમનું મૃત્યુ થશે?” અભિજીતે વળતો સવાલ કર્યો.

“એવી ખબર નહિ” વિશુ એ માથું ખંજવાળતા જવાબ આપ્યો.

અભિજિત વિચારવા લાગ્યો આ હવેલી છે કે ધર્મશાળા? આટલા બધા અહીં રહે છે છતાં કોઈ ને વાંધો નથી? માને કે ના માને આ બધા નો સીધો કે આડો સબંધ ખજાના સાથે હોવો જોઈએ.

“આ બધા નો પરિચય બરાબર છે હવે મને એમ કહે કે તું તારા શેઠ ના ખુન કેસ માં કેવી રીતે ફસાયો?” અભિજીતે પૂછ્યું.

“આજે પણ યાદ છે એ ગોઝારી રાત!” વિશુ ના ચેહરા પર ની રોનક ગાયબ થઈ ગઈ.