છેલ્લી વાર Prakruti Shah Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લી વાર

છેલ્લી વાર

અરે, આજે આ વરસાદ બંધ થવાનો નામ જ નથી લેતો. બધે જ પાણી ભરાઈ ગયા હશે હવે જવું તો જવું કેવી રીતના. મહેક ને થયું આ ગીફ્ટ લેવાનો નો આઇડિયા જ ખોટો હતો, અત્યારે જ્યારે ગીફ્ટ લેવા નીકળી ત્યારે વરસાદ હતો જ નહીં ખાલી વાદળાં દેખાતા હતા થોડા અને અત્યારે જો એક્દમ જ ધમધોકાર ચાલુ થઈ ગયો... સાચું જ કે છે કે વરસાદ નો કોઈ ભરોસો ના કરાય ક્યારે બી વરસી પડે. Activa ડ્રાઇવ કરી ને બી કેવી રીત ના જવું હવે? હવે શું કરવું ખબર જ નથી પડતી. આજે નહીં મળાય તો ખબર નહીં ક્યારે મળાશે.. મળવું તો પડશે જ મહેક વિચારી રહી શું કરવું ? હવે વરસાદ માં પલળતા પલળતા ઓફિસ પહોંચી જવું પડશે.

આજે કાવ્યાન્શ ને નહીં મળાય તો ખબર નહીં ક્યારે લાઇફ માં ફરી મળી શકાસે કે નહીં. એ ફટાફટ billing counter પર પહોંચી અને કાવ્યાન્શ માટે એક સરસ book – “ ફરી મળીશું “ અને વોલેટ લીધું. ગીફ્ટ પૅક કરાવી બહાર નીકળી તો જોયું Activa તો અડધું પાણી માં હતું, જેમ તેમ કરી ને કાઢ્યું ચાલુ કરી વરસાદ માં પલળતા પલળતા ઓફિસ બાજુ જવા નીકળી. રસ્તા માં એટલો ટ્રાફિક હતો ને મોડુ થતું હતું અને પાછા બધે પાણી ભરાઈ ગયા હતા એ પાછી અલગ મુસીબત. ધીમે ધીમે સાચવીને ઓફિસ તો પહોંચી પણ પછી મહેક ને થયું હવે આવી રીત ના ભીની ઓફિસ પાછી જશે તો બધા ને સવાલ થશે કે આ આટલા વરસાદ માં પાછી કેમ આવી એ પણ આવી હાલત માં ? એના કરતાં તો કાવ્યાન્શ ને ફોન કરી ને નીચે બોલાવી લે. એને કાવ્યાન્શ ને ફોન લગાવ્યો પણ આ ફોન કેમ નથી ઉપાડતો, 1-2-3 કેટલી વાર કરું આ કાવ્યાન્શ ફોન જ નથી ઉપાડતો. આજ નો દિવસ જ ખરાબ છે શું કરવું છે ને શું થાય છે... હવે તેને થયું કરવું શું ? ફોન પર વાત થાય તો પણ કઈ વિચારે આજે ગમે તેમ મળવું તો છે. આજે આખો દિવસ મીટિંગ માં ને farewell પાર્ટી માં જ પત્યો. એક પણ મિનીટ એકલા પડ્યા જ નથી કે કઇ વાત કરી શકીએ. એક બીજા જોડે વાત કર્યા વગર જ છૂટ્ટા પડી જવાનું યાર ના એવું નથી કરવું, કાલે સવાર ની તો ફ્લાઇટ છે, મહેક કઈક વિચારી ને લીફ્ટ માં ગઈ અને ઓફિસ માં જવા માટે 5th ફ્લોર નું બટન દબાયું. હજુ તો enter થઈ ને security વાળા એ ઊભા થઈ ને સવાલ કર્યો, અરે મેડમ શું થયું તમે કેમ પાછા આવ્યા? અને એ પણ આટલા બધા પલડીને ને, મે કીધું કે મારી કામ ની વસ્તુ ભુલી ગઈ છું એ લેવા આવી છું, આવી ને આવી ભીની હું અંદર ગઈ, અંદર જઈ ને જોયું તો કાવ્યાન્શ હજુ અમારા હેડ જોડે બેસી ને વાતો કરતો હતો. મારી નજર ત્યાં જ હતી એ જુવે તો ને હું ઇશારા થી એને બહાર બોલાવું, પણ બંને માં થી કોઈ નું ધ્યાન હતું જ નઇ. મહેક ના ઘરે થી પણ ફોન આવવાં ના શરૂ થઈ ગયા હતા. મહેક એ ઘડિયાળ જોઈ તો 10 વાગ્યા હતા, હવે વધારે રાહ જોવાય એવી હતી નઇ કાવ્યાન્શ ની ફ્લાઇટ સવાર ની 7:30 ની હતી. ત્યાં જ કાવ્યાન્શ ની નજર મહેક પર પડી. એની નજર માં આજીજી હતી કે હજુ થોડી વધારે રાહ જોવાય તો જો, પણ મહેક ને લાગતું નતું કે મેનેજર એને જલ્દી છોડશે. કાવ્યાન્શ યુએસએ જઈ રહી હતો અને એના હમણાં પાછા આવવાના chances ઘણા ઓછા હતા. ઓફ કોર્સ સોશિયલ મીડિયા પર કનેક્ટ રહી શકાશે પણ આ વાત જ અલગ છે. એક બીજા ની સાથે રહેવું એ અલગ વાત છે. એ લાગણી જ અલગ છે.

કાવ્યાન્શ ના રૂપ માં મહેક ને ઘણો સારો ફ્રેન્ડ મળ્યો હતો કદાચ ફ્રેન્ડ કરતાં પણ વધારે અને એટ્લે જ મહેક આજે ગમે તેમ કરી ને મળવું હતું. જતાં પહેલાં કાવ્યાન્શ ને આ છેલ્લી વાર માં કેટલું બધું કહેવું હતું પણ આજે નઇ કહેવાય અને આનો અફસોસ આખી લાઇફ રહેશે. મહેકએ કાલે જ કાવ્યાન્શ ને કીધું હતું કે possible હોય તો લીવ લઈ લે નઇ તો જોડે નઇ રહવાય પણ કાવ્યાન્શ ને બધી ફોર્માલિટી પુરી કરવાની હતી ડોક્યુમેંટ્સ અને બીજી બધી પણ પ્રોસેસ જે એના ત્યાં જોબ માટે જરૂરી હતું એટ્લે ના લીધી. અને આ છેલ્લી મુલાકાત કરવાનો ટાઇમ જ મળ્યો. પહેલાં ઓફિસ ના બધા અને આ હવે મેનેજર મહેક ને અત્યારે સાચે બધા પર ગુસ્સો આવતો હતો અને પોતાની જાત પર રડું, જેમ જેમ ટાઇમ જતો હતો એમ એની હાલત વધારે ખરાબ થતી હતી. સમય એનું કામ કરતો હતો, અને આ કાવ્યાન્શ કૅબિન માથી નીકળવાનું નામ કેમ નથી લેતો... ફરી થી ફોનમાં રિંગ વાગી ઘરે થી ફોન હતો, ફોન કટ કર્યો અને કાવ્યાન્શ છેલ્લી નજર નાખી ને મહેક ત્યાં થી બહાર નીકળી. એને ગિફ્ટ નું પેકેટ સિક્યોરિટી વાળા ને આપી દીધું અને કાવ્યાન્શ ને આપવાનું કીધું અને request પણ કરી કે ભૂલ્યા વગર આપી દે.

મહેક ને આ લાગણી સમજાતી નહતી, એને કાવ્યાન્શ નજર સામે થી ખસવું પણ નહતું પણ ઘરે જવું બી જરૂરી હતું. અહી થી જવાનું એનું બિલકુલ મન નહતું. આજે છેલ્લી વાર કાવ્યાન્શ જોડે મન ભરી ને વાત કરવી હતી, કાવ્યાન્શ ને મન ભરી ને જોવો હતો પછી આ રસ્તા અને સમય ખબર નઇ બંને ને ક્યાં લઈ જાય. એને ફોન કાઢ્યો અને કાવ્યાન્શ ને મેસેજ કર્યો,

{તારી યાદોમાં જીવીશ, જ્યાં સુધી રાહ જોવાશે ત્યાં સુધી તારી રાહ જોઈશ તારું જવું જરૂરી છે તારું સપનું પુરું કરવું પણ જરૂરી છે. I AM Practical Woman, હું તારા સપના ની વચ્ચે નહીં આવું. તું ખુશ છું એમાં હું ખુશ છું. I MISS U} અને મેસેજ સેન્ડ કરી દીધો.