તું હું અને વરસાદ- પાર્ટ 1
“એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મે જાગી સી
મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે
તુમ હી કહો યે કોઈ બાત હૈ ....”
તન્મય જોર જોર થી ગીત ગાતો હતો એની ધુનમાં જ હતો એને આજુ બાજુમાં નજર નાખ્યા વગર એની મસ્તીમાં મસ્ત હતો.... અત્યારે ઓફિસથી ઘરે જતો હતો પણ રસ્તામાં જ એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો ઍટલે ગાંધીનગરથી અમદાવાદના જવાના રસ્તા પર એક ઢાબા પર સાઇડમાં બાઇક પાર્ક કરીને ઊભો રહી ગયો... ઢાબાથી સહેજ આગળ એક જગ્યાએ ઊભો રહી ગયો જ્યાં વરસાદનું પાણી આવતું ના હોય. વરસાદને લીધે પબ્લિક નહિવત હતી. કાનમાં હૅન્ડસ ફ્રી લગાયેલું હતું અને રેડિયો પર જુના ગીતો આવતા હતા ઍટલે એ ગીતો ની મજા લેતો હતો. આટલું સરસ વાતાવરણ, વરસાદ અને વરસાદના ગીતો આવતા હતા ઍટલે એને મજા પડી ગઈ. આમ પણ એ કુદરતી પ્રેમી હતો. હજુ એના મોટેથી ગાવાનું ચાલુ જ રાખ્યુ હતું તો એને લાગ્યું કોઈક બોલાવી રહ્યું છે પછી લાગ્યું વહેમ છે પછી આજુ બાજુ જોયું તો એની પાછળની સાઇડ એક જગ્યા પર એક છોકરી એને બોલાવી રહી હતી અને કતરાઈને જોઈ રહી હતી પણ કઈ બરાબર સંભળાતું નતું તો એને હેન્ડ્સ ફ્રી કાઢીને પુછ્યું કે મને બોલાવો છો? તો એને કીધું હા અને એ છોકરી તન્મયની થોડી નજીક આવી અને એની સામે જોઈ રહ્યો... બોલો, તો એ છોકરી ટહુકી જુઓ મિસ્ટર આ બધુ સારું નથી લાગતું હું અહી એકલી ઊભી છું ને તમે આવી રીતના મારા માટે ગીતો ગાઓ છો? આવી રીતના ફ્લર્ટ કરવાની જરૂર નથી એકલી છોકરી જોઈ નથી ને બસ તમે છોકરાઓ ચાલુ થઈ ગયા નથી!!! હું મારી રક્ષા કરી શકું છું, એક ફોન કરીને કોઈને બી કે પોલીસને પણ બોલાવી શકું છું, બીજું કશું વિચાર્યું પણ છે ને તો મારી મોજડી વડે હાલત ખરાબ કરી નાખીશ અને આ ઢાબા પર પણ માણસો હશે જ.... પછી તમારી હાલત વિચારી જોજો. મોટે થી એનો અવાજ સાંભળીને ત્યાં આજુબાજુ 3-4 જણાં આવી ગયા. તન્મય એની સામે જોઈ રહ્યો અને વિચારવા માંડ્યો આ શેની વાત કરે છે એની સામે જોઈને પુછ્યું ઓ મેડમ શેની વાત કરો છો? તો પેલી છોકરીએ કીધું આ મોટે મોટે થી સોંગ ગાવાનો શું મતલબ “એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મે જાગી સી મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે તુમ હી કહો યે કોઈ બાત હૈ...”
ઓ તેરી આ તો કઈક ગલતફેમિ થઈ ગઈ અને તન્મયએ એની સામે કીધું આ તમારી છોકરીઓમાં સાચે બુદ્ધિ નામની વસ્તુ જ નથી હોતી લાંબુ દિમાગ ચલાવાનું જ નઇ ઓ મેડમ હું રેડિયો પર સાંભળતો હતો એમાં આ સોંગ આવતું હતું અને મારા કાનમાં જુઓ આ હેન્ડ્સ ફ્રી દેખાય છે એની સાથે સાથે હું સોંગ ગાતો હતો તમે અહી ઊભા છો એની મને ખબર બી નથી અને આવા ટપોરીવેડા મને આવડતા બી નથી અને આવડે તો કરવા ગમતા પણ નથી. તમે લોકો કઈ પણ વિચાર્યા વગર કોઈની પર બી ચડી શકો.. એમ કહી એને ત્યાં ઉભેલા લોકોની સામે આંખો કાઢીને જોયું પછી તન્મય એના બાઇક પાસે ગયો અને કીક મારીને ચાલુ કરીને જતો રહ્યો. અહી પેલી છોકરી જેનું નામ તોરલ હતું એ ત્યાં શોક થઈને ઊભી રહી ગઈ કઈક મોટો લોચો થઈ ગયો હોય એવું એને લાગ્યું અને શરમથી પાણી પાણી થઈ ગઈ પણ હવે શું કરી શકે એ છોકરો તો ફટાફટ જતો રહ્યો ના બીજી કશી વાત કરવાનો મોકો આપ્યો ને ના સોરી કહેવા જેટલો ટાઇમ મળ્યો. મનમાં ને મનમાં વિચાર્યું બધા સરખા નથી હોતા મારે બી વિચારીને કહેવું જોઈતું હતું શું હું બી કઈ પણ વિચાર્યા વગર જેમ તેમ બોલી ગઈ બીજી વખત આવું કઈક થાય તો ધ્યાન રાખીશ. આખા રસ્તા પર તોરલ આ જ વિચારતી રહી કે આજે કેવી ગડબડ થઈ ગઈ ફરી ક્યારેક મળશે તો સોરી કહી દઇશ. છોકરો આમ તો સારા ઘરનો લાગતો હતો, અવાજ પણ સારો હતો... હું પણ જેમ ફાવે એમ બોલી ગઈ. પછી તો બંને જણા આ વાત ભુલી ગયા આવા બધા રોજના કિસ્સાઓ થી તો જીવન બનતું હોય છે...
આવો જ એક દિવસ વરસાદ જરમર જરમર વરસી રહ્યો હતો ઓફિસની સામે તન્મય ચા ની કીટલી પર બેઠો બેઠો એના ફ્રેન્ડ ની વેટ કરી રહ્યો હતો. કીટલી પર કોઈ હતું નઇ અને રોજ આવે ઍટલે કીટલી વાળો બી ઓળખતો હતો. ત્યાં રેડિયો પર સોંગ આવતું હતું “ પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ પ્યાર સે ફીર ક્યું ડરતા હૈ દિલ, કહેતા હે દિલ રસ્તા મુશ્કિલ માલુમ નહીં હે કહા મંજિલ” આ પણ તન્મય ના સુરમાં ગાવાનું ચાલુ હતું ત્યાં પાછળથી કોઈએ ખભા પર હાથ મુક્યો એને લાગ્યું એનો ફ્રેન્ડ હાર્દિક છે ઍટલે હાથ ખેંચીને આગળ બેસાડવા ગયો પણ પછી હાથ જેવો અડયો એવો તરત શોક લાગ્યો એમ ઊભો થઈ ગયો અને આગળ જે આવ્યું એને જોઈને તરત દિમાગમાં ક્લીક થઈ અરે આ તો પેલી જ છોકરી છે... એને તરત ગભરાતા જ કીધું જો મે હાથ ઍટલે પકડ્યો મને એમ કે મારો ફ્રેન્ડ છે તમને પાછી કોઈક ગલતફેમિ થાય એના કરતાં અને સોંગ પણ બૅકગ્રાઉન્ડમાં ચાલુ જ હતું હજુ ઍટલે પાછું એનું બી કીધું કે આ તમારા માટે નતો ગાતો. પેલી છોકરી એની સામે જોઈને મરક મરક હસી રહી હતી અને એની મજા લઈ રહી હતી !!! અરે તમે કઈક બોલો તો ખબર પડે.... તો તોરલ એ કીધું “સોરી” ઍટલે તન્મયને તો જાણે કઈ ખબર જ ના પડી હોય એમ પુછ્યું હે ? એની સામે જોઈ રહ્યો ઍટલે તોરલએ ફરીથી કીધું “સોરી” એટ્લે તન્મય એ કીધું પણ શેના માટે? તોરલે કીધું સારું થયું તમે મળી ગયા પેલા દિવસે મે તમને ગમે તેમ કઈ દીધું હતું સો પછી મને લાગ્યું કે કઈક લોચો થયો હતો પણ તમને કઈ કહું એ પહેલા તમે જતાં રહ્યા.. એ દિવસે હું ટૂ વ્હીલર પર હતી અને ઘરે જતી હતી એકદમ જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો ઍટલે તમે ઊભા હતા ત્યાં પાછળ સાઇડમાંથી આવીને મે મારું એક્ટિવા પાર્ક કર્યું અને હજુ હું આવીને ઊભી જ રહી ને તમે મોટે મોટે થી સોંગ ગાતા હતા, અને તન્મય બોલ્યો તમને એવું લાગ્યું કે હું તમારી છેડતી કરું છું અને તમને જોઈ ને મોટે મોટે થી ગીત ગાઉં છું રાઇટ ? તોરલએ માથું હલાવીને થોડું નીચું જોઈને હા પાડી અને પછી બંને હસી પડ્યા. હવે એ તો રાત ગઈ બાત ગઈ. આવું બધુ તો ચાલ્યા કરે ઇટ્સ ઓકે. અચ્છા ત્યારે હું તમને મવાલી જેવો લાગતો હતો કે શું? ત્યારે તોરલ એ કીધું ના એવું તો નઇ પણ હવે આવી રીતના એકલી છોકરી હોય ને પાછો માહોલ એવો અને પાછું મોટે મોટે થી આવા સોંગ કોઈ ગાય તો પછી થોડું એવું લાગ્યું...
બટ મેડમ હવે તો કોઈ ડાઉટ નથી ને કે હું કોઈ મવાલી લોફર ટાઇપ નથી... અને રહી વાત ગાવાની તો હું કોઈ ગમતું સોંગ આવે તો મને મોટે મોટેથી ગાવાની આદત છે અને મને થોડો ગાવાનો પણ શોખ છે એ બધા મારા ફ્રેન્ડ્સ ને ખબર છે. અચ્છા માયસેલ્ફ તન્મય પટેલ અને તમે? હું તોરલ મોદી, અહી સામે મારી ફ્રેન્ડની ઓફિસ છે ત્યાં મારા એક કામ માટે આવી હતી અને ચા પીવાની તલપ લાગીને અહી આવીને એ જ અવાજ સાંભળવા મળ્યો ને જે મે પહેલા સાંભળ્યો હતો એટ્લે તરત હું ઓળખી ગઈ.
તન્મય: અરે વાહ મારો અવાજ એટલો સરસ છે કોઈ ને યાદ રહી જાય એવો, કે ગમી જાય એવો .. ખુબ સરસ તમે નરેન્દ્ર મોદીના સગામાં તો નથી થતાં ને? પુછી લેવું સારું હસતાં હસતાં તન્મય એ કીધું...
તોરલ: ના ભાઈ ના મોદી અટકવાળા કઈ બધા એમના ઓળખીતા ના હોય અને રહી વાત અવાજ ની હા તો તમારો અવાજ સારો છે જો તમે થોડી મેહનત કરશો તો તમે ઘણા આગળ આવશો.
તન્મય: હા મારા ઘણા મિત્રો કે છે આ વાત બટ ઠીક છે થોડી ઘણી ટેલેન્ટથી કઈ ના થાય ક્યારેક ક્યારેક આવી રીતના મોટે મોટે ગાઈને શોખ પુરા કરી લેવાના... શું કહેવું તમારે આના વિષે?
તોરલ: મારું માનવું એવું છે કે જો સાચે તમને ઇન્ટરેસ્ટ હોય તો મારા ડેડી ને એક વખત મળી જાઓ એ તમને વધારે સારી રીતના સમજાવશે આના વિષે...
તન્મય: અરે અરે, એમાં તમારા ડેડીને મળવાની ક્યાં વાત આવી? હવે તમે આટલી વાતમાં ડેડી પાસે ફરિયાદ કરશો હમણાં તો કીધું કે વાત પતી ગઈ છે તો પાછું શું થયું.... તમારી સાથે વાત કરવામાં પણ જોખમ છે.
તોરલ: અરે,પાછી કોઈક તમને ગલતફેમિ થઈ લાગે છે હું તમારા શોખ માટે મળવાનું કહું છું મારા કરતાં મારા ડેડી વધારે સારો અભિપ્રાય આપશે તમારા ગાવા માટે કે આગળ કશું થાય એવું છે કે નઇ સમજયા તમે મિસ્ટર તન્મય પટેલ? મારા ડેડી મ્યુજિક સ્ટુડિયોના માલિક છે એ તમને હેલ્પ કરશે.. હવે ખબર પડી હું શેની વાત કરું છું...
તન્મય: અચ્છા એવી વાત છે તો ઠીક મને લાગ્યું કઈક માર બાર ખવડવા લઈ જવો હશે. તમે ચપ્પલ કે મોજડી મારવાનું કહેતા હતા ને એટ્લે એવું લાગ્યું.. જસ્ટ જોકિંગ ચાલો તમે કહો છો તો એક વાર નસીબ અજમાવી જોઈએ મને લાગતું નથી કશું આગળ થાય પણ નસીબ અજમાવામાં શું જાય છે? બટ સાચે મજાક નથી કરતાં ને આ વાતમાં કારણ કે આ વિષે મે આટલું સિરિયસલી વિચાર્યું નથી ક્યારે બી અને જો તમારા ડેડી ભાગી ના જાય મારો વોઇસ સાંભળી ને. પણ એક વાત સમજ ના પડી મારી પાછળ આટલી મેહનત કરવાનું કોઈ કારણ?
તોરલ: એક તો ગિલ્ટ તો કારણ છે જ અને બીજું જો કોઈનામાં ટેલેન્ટ હોય તો મદદ તો કરવી જ જોઈ એ ને જો મારી પાસે એ વસ્તુનો રસ્તો હોય તો... અને નો મજાક આ રહ્યું કાર્ડ જોઈ લો એમ કહી ને હાથમાં કાર્ડ આપ્યું. આ બાબતમાં નો મજાક મસ્તી.
તન્મય: કાર્ડ ખૂબ સરસ છે , Fusion Music Studio મિસ્ટર મયંક મોદી.. હા આ તો મે જોયેલું છે આવીશ હું સ્યોર. ક્યારે, કેટલા વાગે અને કોને મળવાનું એ તમે મને કઈ દો એવી રીત ના હું પ્લાનિંગ કરું.
તોરલ: હું આજે જ ડેડી જોડે વાત કરીશ અને તમને જો વાંધો ના હોય તો નંબર આપો તો હું કોલ કરાવીશ. ત્યાં થી જ તમને ટાઇમને બધુ ઇન્ફોર્મ કરશે.
એક બીજાના નંબરની આપલે કરી તોરલ એ જતાં જતાં કહ્યું તમને જે પહેલી નજર માં ધાર્યા હતા એવા નથી તમે... બધા માણસો ખરાબ નથી હોતા.. ઘણા ને આવી ગલતફેમિ થઈ જતી હશે પહેલી મુલાકાતમાં!!! કેવું કેવું ધારી લેતા હશે એકબીજા માટે. આપડે આજે બધુ બરાબર થઈ ગયું એટલે મને સારું લાગશે એમ કહી ને હસી...
અને તન્મય બી સામે હસ્યો કદાચ આ મુલાકાત થી બંને વચ્ચે પ્રેમના બીજ રોપવાના ચાલુ થઈ ગયા હતા.... જે બંને માથી કોઈ ને ખબર નતી !!!
આગળ બીજો પાર્ટ છે જે ટૂંક સમય માં આવશે..
Prakruti Shah Bhatt