એક નવી વાત
યાર, મમ્મી તે ફરીથી ચાલુ કરી દીધું ... મે તને ના પાડીને મારે લગન નથી કરવા અને એક વખત નહીં સો વાર ના પાડી છે કે મને લગન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પણ તું છે કે માનતી નથી. આ દર રવિવારે તું આજ વાત લઈને બેસી જાય છે કહીને એની મમ્મી સામે જોયું અને એના રૂમમાં જતી રહી. પણ સુધાબેન એમ કઈ હાર માને એવા નહતા. આજે નઇ તો કાલે આ વાત મનાવીને જ રહીશ. પ્રયત્નો તો ચાલુ જ રાખવા પડશે ખબર નહીં આ છોકરી લગન માટે ક્યારે હા પાડશે. આ તો રોજ નું થયું આમ ને આમ રહશે તો એકલી રહી જશે. આવતા મહિને 35 વર્ષની થશે, સુધાબેન વિચારી રહ્યા હું ક્યાં સુધી એની જોડે? હું તો પાનખર કહેવાવું ક્યારે ખરી પડું ખબર નઇ... કોઈક તો સાથે જોઈએ ને!! હે ભગવાન ક્યારે આ છોકરી મારી વાત માનશે. ક્યારે લગન કરશે ને ક્યારે છોકરા પેદા કરશે? મારા પણ ક્યાં સુધી હાથ-પગ ચાલવાના? કઈ સમજતી જ નથી. આ આજકાલની છોકરીઓમાં ખબર નહીં શું ભુત ભરાયેલુ હોય છે. અમારો સમય સારો હતો માં-બાપ જ્યાં બતાવે ત્યાં કે પછી જાતે શોધીને લગન તો કરતાં હતા. પણ આને તો હા પણ નથી પાડવી છોકરાઓ જોવા માટે, હવે તો આ વાતનો ફેસલો લાવવો જ પડશે. આવું વિચારીને સુધાબેન રસોઈ કરવા ઊભા થયા.
આભા, સુધાબેનની એક ની એક દીકરી... લાડકોડથી ઉછેર થયેલો. આભા 15 વર્ષની હતી ત્યારે એમના પતિનો રોડ અકસ્માત થયેલો. ત્યારથી માં-દીકરી એકબીજાનો સહારો, પૈસેટકે સુખી હતા કોઈજાતનું ટેન્શન હતું નહીં. નાની હતી ત્યારથી દરેક જીદ પુરી કરી. સુધાબેનનું પહેલા એક જ સપનું કે ભણી કરીને એના પગ પર ઊભી રહે. આભા પહેલીથી જ ભણવામાં હોશિયાર,એને જે ભણવું હતું એ ભણાવીને સારી જગ્યાએ જોબ પર લાગી ગઈ હતી. મલ્ટી-નેશનલ કંપનીમાં એક પ્રોજેકટ પર કામ કરી રહી હતી, સેલરી પણ ઘણી સારી હતી, કંપની તરફથી કાર આપેલી હતી અને ફ્લૅટની પણ ઓફર હતી પણ અહીજ પોતાનું ઘર હતું એટલે ઓફર accept નતી કરી. Inshort અત્યારે એક સારી position પર અને successful હતી એની લાઇફમાં. આભા દેખાવમાં તદ્દન નોર્મલ પણ જ્યાં જાય ત્યાં છવાઈ જાય. પણ બસ આ એક જ ધૂન કે જીદ દિમાગમાં ભરાઈ ગઈ હતી કે લગન નથી કરવા, કોઈને કઈ કારણ ખબર નહતી પણ કોઈ સમજાવે કે કઈક પૂછે તો બધાને એક જ જવાબ મળે કે બસ નથી કરવા લગન. પહેલાં પહેલાં બધા એ ઘણો ટ્રાય કર્યો સમજાવા પણ જેની ઈચ્છા જ ના હોય એનું કોઈ શું કરી શકે!! બીજો કોઈ પ્રોબ્લેમ હતો નઇ બસ આ એક જ લગનની વાત ખૂટતી હતી એ લોકોના જીવનમાં જે સુધાબેન માટે મોટી હતી અને આભા માટે નાની...
આખો દિવસ એમજ પસાર થઈ ગયો. સાંજે પરવારીને સુધાબેન અને આભા ટીવી જોવા બેઠા. સુધાબેન એ આભા સામે જોઈને કીધું, જો આભા આજે જે પણ હોય તારે લગન માટેની વાતનો ફેસલો કરવો પડશે. દરરોજના આ બધા વિચારોથી હું કંટાળી ગઈ છું. જે પણ હોય આજે વાત પતાવ. તું તારા ઘરે એકવાર સેટલ થઈ જાય એટ્લે મને શાંતિ થાય, અને હું કોઈ પણ ચિંતા વગર આ દુનિયા છોડી શકું. તું જ કે મારા સિવાય આ દુનિયામાં બીજું નજીકનું કઈ શકાય એવું છે જ કોણ તારી સાથે? જો હું ના હોઉ તો તારું શું એનો તો જરાક વિચાર કર... અત્યારનું નહીં તો ભવિષ્યનો વિચાર કર. આવતા મહિને 35મું વર્ષ બેસશે જે હોય આજે વાત ફાઇનલ કર. મે 2-3 છોકરાના ફોટોસ પણ જોઈ રાખ્યા છે, તું એકવાર મીટિંગ કર અને એકબીજાને પસંદ કરોતો આગળ વાત થાય એટ્લે મારી જવાબદારી પતે. 35 વર્ષે તો ઘણી છોકરીઓ 2 છોકરાની મા હોય અને તું જો હજુ તો હું તને લગનનું સમજાવું છું.
યાર મમ્મી , જો હું તારી આ બધી વાતો પહેલા પણ સાંભળી ચુકી છું. તને હું આ ઘરમાં નડું છું, આ પણ મારું જ ઘર છે અને હું અહિયાં જ રહીશ. હું જતી રહીશ તો તારું ધ્યાન કોણ રાખશે. તું પણ એકલી નહી થઈ જાય... તારા માટે પણ કોઈ જોઈએ ને. સુધાબેન કઈક બોલવા ગયા પણ આભાએ એમને હાથ રોકીને બોલવાની ના પાડી. તું પહેલા મારી પુરી વાત સાંભળ. પ્રોબ્લેમ ક્યાં છે લગન ના કરવા એ મારું ડિસિશન છે , કેમ લગન કરવા જરૂરી છે તમે એકલા ના રહી શકો. મારી પોતાની લાઇફ છે હું એકલી રહેવા માંગુ છું તો હું એકલી કેમ ના રહી શકું? બીજાએ લગન કરેલા છે હું એની ખિલાફ નથી પણ આ મારા વિચારો છે. મારી પોતાની વાત. શું લગન એ જ એક સ્ત્રીનું જીવન છે? એ વર્ષો પહેલાની વાત છે. બધા શું વિચારે છે, બધા શું કે છે એના કરતાં મારી શું ઈચ્છા છે એના માટે તું વિચાર. હું આપણી આ સંસ્કૃતિની ખિલાફ નથી પણ મારું મન નથી માનતું લગન માટે... હું સ્વતંત્ર રહેવા માંગુ છું. હું successful છું મારા કેરિયરમાં, સારું કમાવું છું, મારી પોતાની એક ઓળખ છે!! અને રહી વાત એકલા પડવાની તો એના માટે તું છે ને મારી સાથે. હું એકલી પડવાની જ નથી. સગા-વહાલા એમજ મને થોડી છોડી દેશે મને, બધા મારી સાથે છે!! અને મારા જીવનમાં આટલા વર્ષે એટલા તો 4-5 વ્યક્તિઓ સાથે સારા સંબંધ હોય કે મારે જરૂર હોય ત્યારે મારી સાથે આવીને ઊભા રહે. ભવિષ્ય તો કોને જોયું છે શું થશે મમ્મી ? લગન પછી ના ફાવ્યુંને divorce થયા તો હું તો ત્યાં ની ત્યાં જ આવીને ઊભી રહું.... હવે તું જ કે શું કરવું છે. સાચે હું જ્યારે તૈયાર થઈશ લગન માટે ત્યારે તને સામેથી કહીશ પણ પ્લીઝ અત્યારે નહીં. મારી ઉમ્મર વધતી હોય તો વધવા દે, નસીબ હશે તો થશે અને મારા જેવો કોઈક મળશે. તું જ તો કહેતી હોય છે જોડી ઉપરથી બનાવેલી હોય છે તો પછી મળવાના હોઈશું તો મળીશું. ત્યાં સુધી તમે સુધાબેન ખાઈ-પી ને જલ્સા કરો અને તમારી દીકરી જોડે મજા કરો. તું વારે વારે મને ફોર્સ કરે છે લગન માટે એ મને ગમતું નથી, મને એવું લાગે છે તારે મને ઘરમાંથી કાઢી મુકવી છે. આવું કહીને સુધાબેન ને લાડથી વળગી પડી.
સુધાબેન એ ખોટો ગુસ્સો કરી એને દુર કરી. તારા બધાજ લોજિક બરાબર પણ હું જ્યારે નહીં હોઉ ત્યારે શું? તારી જોડે કોણ? આમ એકલી કેમનો જીવ ચાલે મારો? જો તારા જેવી છોકરીઓ જોઈ છે મે જેને લગન નથી કરેલા, પણ એમના ભાઈ-બહેન હોય કોઈક તો હોય અને તું રહી સાવ એકલી !! મારી એકની એક અને મારા કાળજાનો ટુકડો. માણસને ક્યારે શું થઈ જાય ખબર ના પડે મારા પાછળ તારું શું ? આ સમાજને હું શું જવાબ આપું, લોકોને એવું લાગશે કે કમાતી છોકરીને મે ઘરે બેસાડી રાખી છે. મને તારા કરતાં તારા પૈસા વહાલા છે.
જો મમ્મી સમાજનું મોઢું કોઈ બંધ નહી કરી શકે. ખાલી સમાજ માટે લગન કરવાના છે મારે... એ તો જો હું તને છોડીને જઈશ તો બી બોલવાના છે કે આટલી મોટી કરીને અને મા ને મુકીને જતી રહી. લગન કરીને મારા પતિ જોડે ઝગડીને આવીશ ત્યારે પણ બોલશે કે આ કશે ટકવાની નથી, પાછી જ આવી. જો હું મારા સંસારમાં ખોવાઈ જઈશ તો કહેશે પોતાની માને ભુલી ગઈ. સાસુ જોડે નઇ ફાવે અને અલગ રહેવાં ગઈ તો કહેશે કે ઘર તોડ્યું અને છોકરાને પોતાની મા થી અલગ કર્યો ...એટલે સમાજના બોલવાવાળા તો બોલશે, આપડે બી એક આ સમાજનો જ હિસ્સો છીયે. આ વસ્તુ એવી છે કે દરેક સિચુએશનમાં બોલશે બધા. દરેક વસ્તુની બે બાજુઓ હોય છે. તું શાંતિથી વિચાર... જો હું લગન માટે તૈયાર જ નથી તો કશે બી જઈશ કોઈને પણ ખુશ રાખી નહી શકું અને બીજા બધાનું વિચારીને બીજા ને ખુશ કરવા જઈશ તો હું પોતે ખુશ નઇ રહી શકું. આ ખાલી મારી જ વાત નથી કેટલા લોકો આવું જીવન જીવતા હોય છે અને જે જબરદસ્તીથી તૈયાર થાય એને કેટલા બધા સમાધાન કરવા પડે છે. અને રહી વાત મારા એકલા રહેવાની તો તું ક્યાં જવાની છું, તું છું જ ને મારી જોડે અને તે જ તો કીધું છે ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજો રસ્તો ખોલે જ એમ કઈ થોડી મને એકલી છોડી દેશે!!! અત્યારે મારા કેરિયર નો પિક ટાઇમ છે તો મને આગળ વધવા દે... આજના જમાનામાં તો બધા 55 વર્ષે બી લગન કરે છે તો આ બધી ચિંતા છોડ હું જ્યારે રેડી થઈશ ત્યારે તને કઈશ. અને જો તું મને સાથ આપે તો સમાજને સારી વસ્તુમાં contribution આપીશું. આપડે એક છોકરીને દત્તક લઈશું, એને પણ નવું જીવન મળશે. તું હા પાડીશ તો એક શું 2-3 છોકરીને દત્તક લઈ લઈશું, દત્તક નહી તો એના ભણવાનો ખર્ચ ઉપાડીશું, એને ભણાવીશું, ભણાવી ગણાવીને એના પગ પર ઊભા કરીશું. બસ બીજું શું જોઈએ જીવનમાં!! જેમ તે મને મોટી કરી એકલા હાથે પણ આ બધામાં તો તું સાથે હોઈશ મારી....
સુધાબેનને કીધું તું મારી “મા” મારી વાત નઇ જ માને, તને વાતમાં કોઈના પહોંચે બિલકુલ તારા પપ્પા પર ગઈ છે તું, જિદ્દી છે જે ધાર્યું એ જ કરીશ માનીશ નઇ કોઈ પણ વાત. સારું જેવા તારા નસીબ. એવું કઈને સુવા જવા માટે ઊભા થયા.
પછી સુધાબેનએ લગનની વાત કાઢવાનું છોડી દીધું. બે અઠવાડીયા પછી એકદમ આભા એની મમ્મીને કહેવા લાગી કે કાલે સરસ તૈયાર થઈને રહેજે. તારી ભાગલપુરી સિલ્કની સાડી છે ને એ પહેરજે એમાં તું બઉ સરસ લાગે છે અને સાથે તમારો ગોલ્ડન સેટ.... કેમ બેન ક્યાં જવાનું છે કઈક કઈશ તો ખબર પડે? ના નઇ કઉ સરપ્રાઇજ છે એમ કઈને ભાગી ગઈ. સુધાબેન કહ્યા મુજબ ટાઇમ પર તૈયાર થઈ ગયા. આભા અને સુધાબેન કારમાં નીકળ્યા ત્યારે સુધાબેનએ ફરીથી પુછ્યું હવે કઈશ માતા ક્યાં જઈએ છીયે, ત્યારે આભાએ સ્માઇલ આપતા કીધું કે ના... નથી કહેવું તું જાતે જ જોઈ લે જ !!!!
કાર એક હોલ પાસે આવીને ઊભી રહી, બહાર થોડી ફુલોની સજાવટ કરેલી હતી. સુધાબેન અને આભા અંદર ગયા ત્યાં અલગ-અલગ જગ્યાએ ચોરી બાંધેલી હતી, ઘણા બધા માણસો હતા પણ સુધાબેન કોઈને ઓળખાતા નહતા પણ બધાની નજર સુધાબેન પર હતી. સુધાબેન બધુ જોવા માંડ્યા અને આભા સામે જોઈને કીધું કે કેમ કોઈના લગન છે કોના લગનમાં લઈને આવી છું તું? તો આભાએ તારી દીકરીના લગન છે, એમ કઈને આભા એ ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. આ સાંભળીને સુધાબેન તો ખુશ ખુશ થઈ ગયા અને એકબાજુ ખુરશી પર બેસી ગયા, અને બધુ આસપાસ જોવા માંડ્યા. ધીરે ધીરે કરીને 10 છોકરીઓ દુલ્હનની જેમ તૈયાર થઈને આવી અને સુધાબેનની આજુ બાજુ ઊભી રહી. સુધાબેન બધાની સામે જોઈ રહ્યા કોણ છે આ બધા હું કેમ કોઈ ને ઓળખતી નથી આમાથી હું તો એક ને પણ નથી ઓળખાતી? એમને આભા તરફ જોયું અને આંખથી જ પુછ્યું શું છે આ બધુ તો આભા એ કીધું આ બધી દીકરીઓ છે તારી, તારે એમના લગન કરાવાના છે અનાથ છે બધા પણ તારે એમની “મા” થઈ ને કન્યાદાન કરવાનું છે.. સુધાબેન ને આભા સામે જ જોઈ રહ્યા આ છોકરી કેટલું મોટું કામ કરી રહી છે. એમને આભા ને ગળે લગાડી દીધી અને કીધું તારા જેવી દીકરી દરેક મા ને મળે, તે એક સારું કામ કર્યું છે મને ગર્વ છે તારા પર. જુગ જુગ જીવો અને મારુ નામ રોશન કર. આટલું કઈ ને દરેક દીકરી ને આશીર્વાદ આપીને એક પછી એક કન્યાદાન કરવાના કામે લાગ્યા.…
***