બર્થડે ગિફ્ટ
તપન આજે સવાર થી જ કન્ફ્યુજ હતો કે સલોની ને આ બર્થડે ગિફ્ટ ગમશે કે નહીં. આટલું સરસ પ્લાન કર્યું છે બટ એ ટેન્શન માં પણ હતો અને દ્વિધા માં પણ હતો કે બરાબર સ્ટેપ લીધું છે ને ખબર નહીં સલોની આ ગિફ્ટ જોઈ ને કેવું react કરશે . ઓફિસ માં પણ હાલ્ફ ડે લીધો હતો હજુ તો 12 પણ માંડ વાગ્યા હતા . સલોની ને ખુશ કરવાનો કોઈ પણ ચાન્સ જવા દેવા માંગતો ન હતો.
લગ્ન ને 8 વરસ થઈ ગયા હતા એમાં એક પણ બર્થડે એવો નહીં હોય કે સ્પેશિયલ ના હોય .બધા જ આ પતિ – પત્ની ના જોડા ને એટ્લે જ લવ બર્ડ્સ કહી ને બોલાવતા હતા . દરેક પ્રસંગ મુજબ એ લોકો celebrate કરતાં અને એક બીજા ને ગમતું કરતાં . સાંજે સલોની ને 4 વાગ્યા નો ટાઇમ તો આપ્યો છે બહાર જવા પણ હવે પગ પાછા પડતાં હતા . ખબર નથી પડતી આ નિર્ણય સાચો હતો કે ખોટો પણ ક્યારેક તો આ વિશે વિચારવાનું જ હતું .
મોબાઇલ માં નંબર જ લગાડવા જતો હતો સલોની ને પણ બાજુ માં બેઠેલી માનસી એ મસ્તી કરી કેમ તપન ભાઈ આજે કામ માં જીવ નથી લાગતો કે શું ?? સલોની ભાભી ની બહુ યાદ આવે છે તો ઘરે જતાં રહો .... એમ કહેતા કહેતા મસ્તી માં હસી પડી . ત્યારે તપન ના ફેસ પર બી સ્માઇલ આવી ગઈ એ પણ મરક મરક હસતાં વિચારવા માંડ્યો હવે સલોની વગર જીવવું મુશ્કેલ છે પણ આ માટે વિચારવું એટલુ જ જરૂરી છે. નિર્ણય લીધો જ છે તો હવે સાંજ સુધી માં એનું પરિણામ પણ ખબર પડી જ જશે . હવે જે પણ છે એ ભગવાન પર છોડી દેવું પડશે એવું વિચારી ને પાછો કામે લાગ્યો તપન.
3;30 ઓફિસ માથી કાર માં બેસી ને સલોની ને ફોન કર્યો કે રેડી થઈ ને 15 મિનૂટ્સ માં નીચે આવી જા આપ ડે બહાર જવાનું છે . સલોની પોતાની જ મસ્તી માં ને મસ્તી માં ફટાફટ તૈયાર થવાં માંડી . એને હતું કે મૂવી નો પ્લાન કે પછી લોંગ ડ્રાઇવ . થોડીવાર માં કાર નું હોર્ન સંભળાયું . સલોની ફટાફટ લોક કરી ને નીચે આવી અને કાર માં બેસી ગઈ. એને તપન ને પુછ્યું ક્યાં જઈ રહ્યા છીએ તો તપન એ ઇશારા થી કીધું કે સરપ્રાઇજ છે .
બંને અલક મલક ની વાતો કરતાં કરતાં હાઇવે પર આવી ગયા . સલોની એ ફરી થી પુછ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ આપડે તો તપન એ કીધું કે થોડી વાર માં ખબર પડી જશે . સલોની ને થયું હશે કોઈક નવું પ્લેસ શોધયુ હશે . હાઇવે થી થોડેક દૂર એક ગામ આવ્યું ત્યાં તપન એ અંદર કાર વાળી દીધી . સલોની ના ફેસ પર મોટું question mark હતું . આ તપન વળી બર્થડે ના દિવસે મને કઈ જગ્યા એ ફેરવે છે. ગામ ની અંદર ગલી ઑ માં ફેરવી ને થોડે દૂર એક મકાન ના પાછળ ના ભાગ માં લઈ ગયો આ તપન કેમ આગળ ના ભાગ પર થી કેમ ના લઈ ને ગયો મને ? તપન કરવા શું માંગે છે એ સલોની ને કઈ જ ખબર પડતી ન હતી . ખબર નહીં એના દિમાગ માં શું ચાલે છે , પુછું છું કયારની તો કશું કહેતો નથી . કઈ વાંધો નહીં ચલો જોઈ એ શું કરે છે આગળ !!!!
અરે સલોની ક્યાં વિચારો માં ખોવાઈ ગઈ ? ચલ હવે કેટલી વાર .. સલોની કાર ની બહાર નીકળી . મકાન ખાસ્સું મોટું હતું એની આગળ ની સાઇડ સ્કૂલ જ્વું મેદાન હતું ત્યાં બધા નાના નાના ભૂલકાં રમતા હતા. સલોની તો એ લોકો ને જોઈ ને જ ખુશ થઈ ગઈ . કેટલા સરસ નિર્દોષ બાળકો રમે છે , કેટલી માસુમિયત છે એમના ફેસ પર !!!
અરે , સલોની તું પાછી ઊભી રહી ગઈ ચલ તારી ગિફ્ટ બતાવું ઍટલે સલોની એ પેલા છોકરા ઑ પર થી નજર હટાવી તપન ની પાછળ પાછળ ચાલવા માંડી . સલોની ચાલતા ચાલતા વિચારતી હતી કે આ બધા નાના છોકરા ઑ જોડે બર્થડે celebrate કરવા માટે નું પ્લાનિંગ હશે . તપન સલોની ને એક રૂમ માં લઈ ને ગયો . રૂમ માં અંધારું હતું તો સલોની ને ખબર ના પડી કે શું કરવા માંગે છે ?
ત્યારે તપન એ રૂમ ની લાઇટ કરી તો 1-2 સેકંડ માટે સલોની ની આંખો અંજાઈ ગઈ . પછી ધીરે ધીરે રૂમ ને ઓબ્સર્વ કર્યો . રૂમ ને બલ્લૂન્સ થી શણગારયો હતો , અરે પણ આ શું આ રૂમ ની વચ્ચે ઘોડિયું છે એમાં અરે આમાં તો એકદમ નાનું બેબી છે . છોકરો છે કે છોકરી શું ખબર પડે ? પણ આ અહી શું કરે છે એની મોમ ક્યાં છે ?
સલોની હવે તપન સામે જોઈ રહી એને અત્યારે કઈ જ ખબર પડતી નહતી કે આ બધુ શું થઈ રહ્યું છે. ત્યાં અચાનક જ નાના બેબી એ રડવાનું ચાલુ કર્યું . સલોની ને ખબર જ ના પડી કે હવે શું કરવું એને આજુ બાજુ જોયું કોઈ દેખાયું નહીં , એને તપન ની સામે જોઈ ને કીધું કે એની મોમ ને શોધી લાવે કે અહી જે બી એનું ધ્યાન રાખતું હોય એને બોલાવી લાવે .... ત્યારે તપન એ સલોની ને એકદમ પ્રેમ ભરી નજર થી સામે જોઈ ને કીધું કે એ એની મોમ ને જ બોલાવે છે . સલોની આ જ તારી બર્થડે ગિફ્ટ છે !! આ નાની શી પરી આપડા જીવન માં એક નવો રંગ ભરશે , નવો પ્રકાશ ફેલાવશે . જો તું હા પાડીશ તો હવે આ આપડા જીવન જીવવાવું કારણ બનશે . હજુ આ પરી એક જ વીક ની છે એનું હવે આ દુનિયા માં કોઈ નથી , જો તું હા પાડીશ તો આપણને એક દીકરી અને એને મા – બાપ મળી જશે .
સલોની એકદમ દિગ્મૂઢ થઈ ને તપન ની સામે જોઈ રહી . એ ખુશ પણ હતી અને થોડી દુખી પણ . ક્યારેક તો આ વસ્તુ નો સામનો કરવાનો જ હતો. તપન ક્યારે પણ બાપ બની શકવાનો હતો નહીં સલોની પણ કોઈ પણ કાળે તપન ને છોડવાની હતી નહીં . સલોનીને પણ ઘણી વાર વિચાર આવતો કે અનાથ આશ્રમ માથી બેબી અડોપ્ત કરે પણ તપન વધારે દુખી થશે એ માની ને ક્યારે પણ એની લાગણી વ્યક્ત કરતી નહીં
પણ આજે આ અચાનક તપન સામે થી જ તો હું શું કરવા ના પાડું ?? સલોની ની આંખો છલકાઈ ગઈ એની પાસે શબ્દો નહતા બોલવા માટે . એને ખાલી તપન ને આટલું જ કહ્યું “ તપન મારા આટલા વરસો ની આ અત્યંત મુલ્યવાન અને સર્વ શ્રેષ્ઠ ગિફ્ટ છે .“
ત્યારે તપન એ એને લાગણી થી ગળે લગાડી દીધી અને આ બંને ની જોતી નાની પરી ઊંઘ માં ને ઊંઘ માં મરક મરક હસતી હતી ......
Thanks,
Prakruti Shah Bhatt