"અફસાના"
પાર્ટ ૧
Anish Charm
પ્રસ્તાવના
"અફસાના" એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે.,
***
આજ થી દસ વરસ પેહલા ની વાત છે। દરરોઝ ની જેમ સવારે 8 વાગ્યે ઉઠીને કામકાજ પર જવા માટે તૈયાર થયો. અરીસા ની સામે ઉભા ઉભા પોતાના ચેહરા તરફ જોતા વિચારી રહ્યો હતો ! જવાની ના આ પડાવમાં, કામકાજ ની દોડમદોડ અને ઝીંદગી ની રેસ માં પોતાની ઈચ્છાઓ પાછળ છૂટી રહી હોય એવું મેહસૂસ થઈ રહ્યું હતું. દરેક વ્યક્તિ "સપના" જોતા હોય છે અને એ જ રીતે મારા પણ અમુક "સપના" હતા. "સપના" પણ કાઈ ખાસ મોટા નહિ ! બસ ! એક સરસ મજાનું "ઘર" હોય , એક "ગાડી" અને મને "પ્યાર" આપે અને સમજી શકે એવી "હમસફર". બસ ! મારા "સપના" નો વ્યાપ આટલો જ હતો. કામકાજ પણ વ્યવસ્થિત ચાલતું એટલે બીજી કોઈ તકલીફ પણ ના હતી. બસ ! આ "સપના" પુરા થાય અને "ઘર" માં બધા હળીમળીને રહે એ વિચાર કરી રહ્યો હતો ત્યાંજ મમ્મી નો અવાજ આવ્યો !
રોજ અરીસા ની સામે ઉભો રહીને શુ વિચારતો હોય છે ? ચલ નાસ્તો તૈયાર છે , નાસ્તો કરી લે, પછી હું , મોટા ભાઈ અને મમ્મી સાથે નાસ્તો કરવા બેઠા. નાસ્તો પતાવી હમે બંને ભાઈ કામકાજ પર જવા નીકળ્યા. "ઘરે" થી ધંધા ના સ્થળ અંતર દસ મિનિટ નું. ઓફિસ પર પોંહચીને થોડી સાફસફાઈ કરી ને હજુ બેઠા જ હતા કે મોટા ભાઈ ને એક કામ થી બહાર જવાનું થયું એટલે તે સાંજે આવાનું કહીને બહાર ગયા , ને હું રોજ ની જેમ હિસાબ ચેક કરવા લાગ્યો. હિસાબ ચેક કરી જ રહ્યો હતો કે મારા ફોને ની રિંગ વાગી !
ટ્રીન ,ટ્રીન....ટ્રીન ,ટ્ર
ફોન ઉઠાવતા જ સામે થી એક મધુર અવાજ મારા કાને અથડાયો. ક્યાં છો તું ? કેટલી વાર લાગશે તારે ? જલ્દી ઘરે આવ પપ્પા ને આવવાનો ટાઈમ થઈ ગયો છે.હું એનો મધુર અવાજ સાંભળવામા એટલો "તલ્લીન" થઈ ગયો હતો કે મને બીજુ કશુ સંભળાતું જ ના હતું. એ સામે થી બોલ્યા કરતી હતી જવાબ તો આપ "આયશા" , બોલતી કેમ નથી ? તેનો અવાજ મોટો થઈ રહ્યો હતો.
મેં કહ્યું હેલો !
મારો અવાજ સાંભળતા જ તે એકદમ શાંત થઈ ગઈ. મેં ફરી થી કહ્યું હેલો ! તો બોલવા લાગી કે આપ કોણ બોલો છો , આયશા ક્યાં છે ? અને ફરી થી એના સવાલો ના તિર ચાલવા લાગ્યા જે મારા "દિલ" પર મીઠો વાર કરી રહ્યા હતા , મેં તેને વચમાં રોકતા જ કહ્યું ! મેડમ તમારે કોનું કામ છ..? અને તમે કોણ બોલી રહ્યા છો..? મેં બીજો સવાલ એ માટે પૂછ્યો કે હું પણ જાણવા આતુર હતો કે આ મધુર અવાજ ની "રાની" કોણ છે અને ક્યાં રહે છે. મારા સવાલો સાંભળતા જ તે થોડી વાર શાંત રહીને ને પછી બોલી 9327**3 આજ નંબર છે ને ? મેં કહ્યું મેડમ ! તમારા થી નંબર લગાવવા માં ભૂલ થઈ છે , આ 9327**4 નંબર છે. અને આ મારો નંબર છે.
નંબર ખોટો લાગી ગયો છે તે જાણીને એણે જરાક પણ વાર ના લગાડતા પોતાની ભૂલ કબૂલ કરી અને સોરી કેહવા લાગી , પણ મને તો તેનો મધુર અવાજ ખુબજ પસંદ આવી ગયો હતો એટલે તે શું બોલી રહી હતી એનું મને ખ્યાલ જ ના હતો. જયારે તેણે ફોને મુક્યો ત્યારે મને એટલું સંભળાણું કે મારી બહેન ને ફોન લગાડી રહી હતી અને ભૂલ થી તમને લાગી ગયો , સોરી, મારા થી રોંગ નંબર લાગી ગયો.
પણ મારુ "દિલ" તો એ રોંગ નંબર ને રાઈટ નંબર માની બેઠું હતું ,હું તેની સાથે થયેલી ટૂંકી વાત વિચારી રહ્યો હતો ,તેનો મધુર અવાજ હજુ પણ મારા કાનો માં ગુંજી રહ્યો હતો , હવે હું એનો મધુર અવાજ સાંભળવા અને તેની સાથે વાત કરવા આતુર થઈ રહ્યો હતો. હું હિમ્મત કરીને ફોન માં એનો નંબર નીકળીને ડાયલ કરતો અને રીંગ લાગે તે પેહલા ફોન કાપી નાખતો ! એ વિચાર મારી હિમ્મત તોડી નાખતો કે શું આવી રીતે કોઈ છોકરી ને ફોન કરાય જેને હું ઓળખતો પણ નથી , તે શું વિચાર સે મારા વિશે , અને ફોન લગાડું તો પણ હું શું વાત કરીશ તેની સાથે ? આવા ઘણા બધા સવાલો નું વાવાઝોડું મારા મન મા ઉત્પન્ન થવા લાગ્યું. પછી એક વેપારી નો ફોન આવતા હું તે સવાલરુપી વાવાઝોડા માંથી બહાર આવ્યો અને મારા કામ પર લાગી ગયો.
સાંજે 7 વાગ્યે ઓફિસ નું કામકાજ સમેટી ને ઘરે જવા નીકળ્યો , ઘરે પોંહચીને હાથ-મોઢું ધોઈને ગેલેરી મા જઇને ખુરસી પર બેઠો બેઠો આસપાસ ના દ્રસ્યો નિહાળી રહ્યો હતો ત્યાંજ મારી નજર એક યુવાન પર પડી જેના ચેહરા પર "સ્મિત" હતું ને તે ફોન પર વાત કરી રહ્યો હતો ,અને તે જોઈને એ સમજતા વાર ના લાગી કે તે કોની સાથે વાત કરી રહ્યો હશે , એ દ્રસ્ય જોતા જ મારા મન મા સવાર ના બનેલી ઘટના તાજી થઈ ગઈ. મેં તરત જ મોબાઈલ હાથ મા લઈને તે છોકરી નો નંબર શોધવા લાગ્યો , નંબર મળતા જ તેને ફોને કરવાનું વિચાર્યું પણ હિમ્મત ના થઈ. તે સમય પર મોબાઈલ માત્ર ફોન કરવા ના જ ઉપયોગ તરીકે ગણાતું , ત્યારે સોશ્યિલ મીડિયા નો એટલો વિકાસ થયો ના હતો. હા ! પ્રેમીઓ માટે (એસ.એમ.એસ) ની સુવિધા હતી અને મેં તેજ હથિયાર નો ઉપયોગ કરવાનું વિચાર્યું.
મે તેના નંબર પર "હાઈ" લખીને (એસ.એમ.એસ) કર્યો. મેસેજ કરતા જ મારા મન માં ઘણા સવાલો ઉત્પન્ન થવા લાગ્યા જેના જવાબ મારી પાસે ના હતા. શું એણે મારો મેસેજ વાંચ્યો હશે ? શું તે મેસેજ નો જવાબ આપશે ? શું મારુ આવી રીતે મેસેજ કરવું યોગ્ય છે ? આવા બધા સવાલો મારા મન મા ફરી રહ્યા હતા ને મારી નજર ઘડીક મોબાઈલ મા તો ઘડીક આસપાસ ના દ્ર્સ્યો પર પડી રહી હતી , ઘણું મોડું થઈ ગયું હતું આસપાસ ના દ્ર્સ્યો રાત ના અંધકાર માં ઓજલ થઈ રહ્યા હતા , હજુ સુધી મેં કરેલા મેસેજ નો કોઈ જવાબ નોહ્તો આવ્યો એટલે હું જવાબ ની આશ છોડી ઘર મા જાયને સુઈ ગયો. બીજા દિવસે દરરોઝ ની જેમ તૈયાર થઈને ઓફિસે પર જવા નીકળી પડ્યો, ઓફિસે પોંહચીને ને હું મારા કામ મા વ્યસ્ત થઈ ગયો અને તે વ્યસ્તતા ને લીધે બધું ભુલાય ગયું.
આજે પણ મને યાદ છે તે દિવસ , લગભગ સાંજ ના 4 વાગ્યા હતા અને મેં આદત પ્રમાણે "ચા" પીતો હતો , ને મારા ફોન ની રીંગ વાગી , ફોન ઉઠાવી ને જોતા જ મારા ચેહરા પર "સ્મિત" ફરી વળ્યું મારા મોબાઈલ ની સ્ક્રિન પર તેનો જ નંબર હતો , અને બીજી જ સેકન્ડે એ વિચાર થી હું ગભરાઇ ગયો કે તે શું બોલશે ? મારુ મેસેજ કરવું તેને ખરાબ તો નહિ લાગ્યું હોય ને? અને એ જ સવાલો સાથે મે અજાણતા બનતા ફોન ઉઠાવ્યો.
! હેલો ! કોણ ?
સામેથી એજ મધુર અવાજ આવ્યો , તમે મેસેજ કરેલો ,મેં તમને સોરી તો કહ્યું , ભૂલથી તમને લાગી ગયો હતો , હવે શું ફરી સોરી બોલું। એની આ મીઠી ફરિયાદ મારા મન ને પ્રફુલ્લિત કરી રહી હતી. મેં કહ્યું ના -ના એવું કશું નથી ! મેં એમજ તમને મેસેજ કરેલો ! એમજ ! તો મે પણ હિમ્મત કરીને મારા "દિલ" ની વાત કહી દીધી કે તમારો અવાજ ખુબજ મધુર છે. તે માટે જ મેં તમને મેસેજ કરેલો ! તમને કોઈ તકલીફ થઈ હોય તો સોરી !
ના - ના તમે સોરી ના બોલશો ભૂલ મારી હતી , ચલો હું ફોન મુકું છું. તેના શબ્દો પુરા થાય તે પેહલા જ મેં પૂછ્યું શું નામ છે તમારું ?
કેમ !
મારુ નામ કેમ જાણવુ છે તમારે ?
મે ભુલથી તમને ફોન કરી દીધો હતો એટલે તમારી સાથે આટલી વાત કરી.નહી તો હુ કોઈ છોકરા સાથે વાત નથી કરતી. કેમ ? છોકરા સાથે વાત કરવા મા શુ વાંધો ! ના મને ના ગમે છોકરાઓ સાથે વાત કરવુ ! એની વાતો સાંભળીને મે તરત જ મિત્રરુપી તીર ચલાવ્યું.
શુ તમે મને તમારો મિત્ર ના બનાવી શકો ? ના , કેમ તમને હુ મિત્ર બનાવુ ! હુ તમને ઓળખતી પણ નથી. ઓળખાણ તો મિત્રતા થાય ત્યારે જ થાય ને ! મારુ નામ અનીષ છે અને હુ સુરત મા રહુ છુ.બસ લો થઈ ગઈ ઓળખાણ !
એમ ના હોય ! ચલો હુ ફોન મુકુ છુ. ઠીક છે પણ તમારુ નામ તો જણાવો.
નહી !
અને ફોન કાપી નાખ્યો. એના જ વિચારો મા મશગુલ હતો હુ અને બીજી વખત વાત થયા પછી તો હુ એને "મારા સપના ની રાણી" ના રુપ મા જોવા લાગ્યો હતો...
બે, ત્રણ દિવસ વીતી ગયા ના તેનો કોઈ ફોન આવ્યો ના મેસેજ અને હુ પણ તેને ફોન કે મેસેજ કરવાની હિમ્મત ના કરી શક્યો. ચોથા દિવસે રાત્રે 11 વાગ્યે મારા ફોન મા એક મેસેજ આવ્યો અને મેસેજ ટ્યુન પણ એટલા મોટા અવાજ મા હતી કે ઘર મા બધાને સંભળાય અને મમ્મી ઉંઘ માથી ઉઠીને કેહવા લાગ્યા કે તારો ફોન વાગે છે મે કહ્યું મમ્મી ફોન નથી કંપની નો મેસેજ આવ્યો હશે આપ સુઈ જાવ.
ફોન હાથમા લઈને ઈનબોક્સ ખોલતા જ એક નામ સામે આવ્યું
"અફસાના"
નંબર જોયો તો એ તેજ છોકરી નો નંબર હતો. હુ ખુસ થય ગયો અને કાઈ જ વિચાર કર્યા વગર સીધો મેસેજ કર્યો કે સરસ નામ છે.
"અફસાના"
સામે થી મેસેજ નો જવાબ મળ્યો થેન્કયુ.
આમ હમારી મિત્રતા શરુ થઈ અને હમે રોજ એકબીજા સાથે મેસેજ થી વાત કરવા લાગ્યા અને ક્યારેક ક્યારેક ફોન પર પણ વાત કરી લેતા હતા.
અફસાના એક ઓગણીસ વર્ષ ની છોકરી જે વડોદરા મા રેહતી અને ઘર મા પપ્પા, ભાઈ અને નાની બહેન આઈશા. મમ્મી નુ પાંચ વર્ષ પેહલા અવસાન થયેલુ અને ત્યારથી ઘર ની જવાબદારી અફસાના પર આવી ગઈ હતી. નાની બહેન આઈશા ભણતી હતી અને ભાઈ અને પપ્પા ને કીરાણા ની દુકાન.એણે એના વિશે બધી જાણકારી આપી હતી અને તે પણ મારા વિશે અને મારી ફેમિલી વિશે બધું જાણતી હતી.
મારી સાથે મિત્રતા નુ એક કારણ મને એ પણ લાગ્યું કે ઘર મા એકલતા અને જવાબદારી ના લીધે એ પણ કોઈ એવા મિત્ર નો સાથ ઈચ્છતી હતી જે તેની સાથે બે ઘડી પ્યાર થી વાત કરી શકે. ધીરે ધીરે હમે એકબીજા વિશે એક બીજા કરતા પણ વધારે જાણવા લાગ્યા અને ક્યારે આ મિત્રતા પ્યાર મા બદલાઈ ગઈ એની ખબર ના પડી.એકબીજા સાથે વાત કર્યા વગર એકપણ દિવસ નોહતા રહી શકતા.હમારા માટે ચેહરો મહત્વ નોહતો. બસ ! એકબીજા ને સમજી શકતા હતા અને પ્યાર કરતા હતા એ જ મહત્વ નુ હતુ.
ત્યારે ના તો "વોટ્સઅપ" હતુ અને ના તો "ફેસબુક" કે હમે એકબીજાને જોઈ શકયે.
હતો તો માત્ર !
" બેસુમાર પ્યાર".
"જેને લીધે હમારા દિલ એકબીજા ની સાથે જોડાય ગયા હતા”
. અને તે પ્યાર હંમેશા માટે જોયા વગર નો જ પ્યાર રહ્યો. એવુ ના હતુ કે હમે એકબીજા ને મળવાની કોશિશ નોહતી કરી. પણ કદાચ કુદરત ને હમારુ મળવુ મંજૂર ના હતુ.. એક દિવસ એણે કહ્યું કે મારે તમને જોવા છે અને એ જ ઈચ્છા મે પણ જતાવી ! એણે કહ્યું હુ મારા મામા ના છોકરા ના લગ્ન મા બોમ્બે જવાની છુ. તો હુ જે ટ્રેન મા જવાની છુ એની માહિતી તમને આપીસ એટલે તમે સુરત રેલ્વે સ્ટેશન પર આવી જજો ત્યાં આપણે એકબીજા ને જોઈ લેશુ.એક અઠવાડિયા પછી તે બોમ્બે જવાની હતી.
એક એક દિવસ એક એક વર્ષ જેવો લાગતો હતો. અને જે દિવસે તે નીકળવાની હતી એના આગલા દિવસે એનો ફોન આવ્યો અને એણે મને ટ્રેન ના ટાઈમ-ટેબલ ની માહિતી આપી અને હમે નક્કી કર્યું કે "એની પસંદગી ના આસમાની કલર નો શર્ટ હુ પેહરીસ અને તે મારા પસંદગી નો કાળા કલર નો ડ્રેસ પેહરશે"
.હમે વાતો કરતા હતા ત્યાં અચાનક તે બોલી અગર હુ તમને પસંદ ના આવી તો..એના અવાજ મા મને ખોવાનો ડર સાફ દેખાતો હતો. મે એને આશ્વાસન આપતા કહ્યું કે "પગલી" મે તને દિલથી પ્રેમ કર્યો છે. અને તારા સ્વભાવ થી પ્રેમ કર્યો છે ના કે તારા ચેહરા થી. બસ ! એ ખુસ થઈ ગઈ અને બોલી આઈ લવ યુ.
.અને હુ એને જવાબ આપુ તે પેહલા જ ફોન કપાય ગયો.!
ક્રમશ :