અતુટ-મિત્રતા ભાગ-૧ ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ-મિત્રતા ભાગ-૧

અતુટ-મિત્રતા

ભાગ-૧

ANISH-CHAMADIYA

પ્રસ્તાવના

આએ વાર્તા મા ઉપયોગ મા લેવામા આવેલ દરેક પાત્ર, સ્થળ, અને નામ કાલ્પનિક છે. જેની વાચક મિત્રો એ નોંધ લેવી.

***

" આમ તો આ અગ્રેજો એ આપેલી તારીખ છે એટલે કઈ દવ છુ. "હેપી ફ્રેન્ડશિપ ડે" બાકી સબંધો ના વાર ના હોય. અને મિત્રતા ની તારીખ ના હોય..." રાહુલે કહ્યુ.

આરવ !.... રાહુલ ની સામે જોઈને હસી રહ્યો હતો. આરવ ને હસતા જોઈને રાહુલ બોલ્યો, " કેમ હસે છે...? મે તને "હેપી ફ્રેન્ડશિપ ડે" કહ્યુ. કેમ જવાબ નથી આપતો...?"

" શુ જવાબ આપુ...? તે જ તો કહ્યુ, સબંધો ના વાર ના હોય અને મિત્રતા ની તારીખ ના હોય..." આટલુ બોલીને આરવ ફરી થી હસવા લાગ્યો. આ જોઈને રાહુલ થી પણ ના રેવાયુ અને તે પણ આરવ ની સામે જોઈને હસવા લાગ્યો અને બંને એ એકબીજાને ગળે લગાડી લીધા.

" ચાલો ભાઈ ઘરે નથી જવુ....? કોલેજ મા જ રેહવાનુ છે કે શુ...?" બીજા એક મિત્ર એ રાહુલ અને આરવ નુ ધ્યાન પોતાની તરફ ખેચતા કહ્યુ.

" હા જવાનુ છે ભાઈ..." રાહુલે જવાબ આપ્યો.

" આરવ તુ બાઇક લઈને આવ હુ અહિયા જ તારી રાહ જોવુ છુ...". આરવ બાઇક લઈને આવ્યો અને રાહુલ તેની પાછળ બેસી ગયો. બંને મિત્રો ઘરે જવા નીકળ્યા.

આરવ અને રાહુલ બંને ખાસ મિત્રો. ૫ મા ધોરણ થી સાથે ભણતા. પણ ક્યારેય એક બીજા સાથે વાત ના કરતા. આરવ ભણવા મા હોશિયાર અને રાહુલ રમત-ગમત મા આગળ પડતો. આમતો બંને ના શોખ પણ અલગ-અલગ એટલે બંને મા કોઈ સમાનતા ના હતી. કદાચ એટલે જ બંને એકબીજા થી વાત ના કરતા, અને બંને વચ્ચે મિત્રતા ના હતી. પણ એક ઘટના એ બંને ને એકબીજા ના ખાસ મિત્ર બનાવી દીધા.

એક દિવસ ક્લાસ મા ટીચર બધાનુ હોમવોર્ક તપાસી રહ્યા હતા. આરવ સિવાય કોઈ બાળકે હોમવોર્ક પૂરુ કર્યું ના હતુ. ટીચરે આરવ ના વખાણ કર્યા અને બાકીના બાળકો પર ગુસ્સે થયા. અને તે જ કારણ થી બાકીના બાળકો આરવ થી નારાજ હતા. જ્યારે શાળા છુટી તો અમુક બાળકો એ ભેગા મળીને આરવ ને ઘેરી લીધો અને બોલવા લાગ્યા કે " તારા લીધે ટીચર અમારા પર ગુસ્સો કરે છે. તુ બહુજ હોશિયાર બનવા જાય છે ને આજે તને દેખાડી એ અને તારી બધી હોશિયારી નિકાળી દઈએ..." એમ કહીને આરવ ને મારવા લાગ્યા. તે બાળકો આરવ ને મારી રહ્યા હતા ત્યારે જ રાહુલ ત્યાથી પ્રસાર થયો અને આરવ ને માર ખાતા જોઈને તેની મદદ કરવા ત્યા પોહચી ગયો.

" જો હવે કોઈએ આરવ ને હાથ લગાડ્યો છે તો હુ તેને મારીશ...". અને એમ પણ રાહુલ થી બધા છોકરા ડરતા એટલે કોઈએ રાહુલ સાથે ઝગડો ના કર્યો. અને ત્યાથી જતા રહયા. રાહુલે !... આરવ ને હાથ આપીને ઊભો કર્યો.

થેંક્યુ મિત્ર.

" મિત્ર...?" રાહુલે આશ્ચર્ય સાથે પૂછ્યુ. કેમ કે રાહુલ ના ગરમ મગજ ના લીધે કોઈ તેની સાથે મિત્રતા નોહતુ રાખતુ. અચાનક આરવ ના મોઢે થી મિત્ર શબ્દ સાંભળી ને રાહુલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

" હા , મિત્ર..."

" તુ મારો મિત્ર બનીસ ને...?" આરવે પૂછ્યુ.

" હા, આજથી આપણે મિત્ર..." રાહુલે ખુશ થતા કહ્યુ.

" પણ, તારે મારી એક વાત માનવી પડશે...".

" કેવી વાત...?"

" તુ વગર કારણે કોઇની સાથે ઝગડો નહી કરે અને ભણવા મા પણ ધ્યાન આપશે, બોલ મંજુર છે...?"

" જો ભણવાનુ તો મારા મગજ મા કઈ બેસતુ જ નથી અને રહી વાત ઝગડા ની તો એ હુ કોશિશ કરીશ, પણ તને કોઈ મારશે તો હુ તેને મારીશ...".

પછી બંને ત્યાથી ઘરે જવા સાથે નીકળ્યા અને તે દિવસ થી બંને વચ્ચે ખાસ મિત્રતા થઈ ગઈ. બંને સાથે શાળા એ જાય અને સાથે જ ઘરે આવે. આરવ પણ રાહુલને ભણવા મા મદદ કરે અને રાહુલ પણ ક્રિકેટ રમતી વખતે આરવને પરાણે રમાડે.

દિવસ જતા ક્યા વાર લાગે છે. ૫ મા ધોરણ મા બનેલી મિત્રતા કોલેજ મા પણ અતુટ હતી. દિવસો ની સાથે સાથે બંને ની મિત્રતા પણ ગાઢ બની રહી હતી. હવે બંને ને એકબીજા વગર ચાલતુ જ નહી. જ્યા પણ જાય સાથે જ હોય. પછી તે ફિલ્મ જોવા જવાનુ હોય કે , રાહુલ ને ક્રિકેટ રમવા જવાનુ , કે પછી આરવ ને લાઈબ્રેરી જવાનુ હોય. બંને સાથે જ જોવા મળે અને જો બંને સાથે ના જોવા મળે તો લોકો ને આશ્ચર્ય થાય.

હવે બંને કોલેજ મા આવી ગયા હતા. પેહલા જેવુ બાળપણ નોહતુ. ધીરે ધીરે બંને સમજદાર બની રહ્યા હતા. આરવ હમેશા રાહુલ ને કેહતો " હવે તો આપણી પાસે ૩ વર્ષ રહ્યા છે. કોલેજ પુરી કરીને નોકરી શોધવી પડશે. એટલે હવે આ ક્રિકેટ નુ ભુત ઉતારીને ભણવા મા ધ્યાન આપજે તો તને પણ સારી કંપની મા નોકરી મળી જશે..." પણ આરવ ની વાત ની રાહુલ પર કોઈ જ અસર ના થતી. તે ક્રિકેટ મા જ રચ્યો- પચ્યો રેહતો. આરવ !...રાહુલ થી દુર થવા નોહતો માંગતો એટલે જ તે રાહુલ ને ભણવા મા ધ્યાન આપવાનુ કેહતો. કેમ કે આરવ ની ઈચ્છા કોલેજ પુરી કરીને વિદેશ જઈને નોકરી કરવાની હતી. અને તે ઇચ્છતો હતો કે જો રાહુલ થોડુ ભણવા મા ધ્યાન આપે અને સારુ પરિણામ લાવે તો તે પણ તેની સાથે વિદેશ મા નોકરી મેળવી શકે અને તે હમેશા તેની સાથે રહે.

કોલેજ નુ ૧ વર્ષ પૂરુ થયુ. આરવ ૯૭ % સાથે શહેર મા પ્રથમ આવ્યો. રાહુલ પણ ૬૫% સાથે પાસ થઈ ગયો. હવે ૧મહિના નુ વેકેશન હતુ એટલે બંને ફરવા માટે મલેશિયા ગયા. મલેશિયા જવાનુ એક કારણ પણ હતુ કે જો કોલેજ પુરી થયા પછી કોઈ ઈંટર્નેશનલ કંપની મા નોકરી મળે તો વિઝા મેળવવા મા આસાની થાય.

કોલેજ ના બીજા વર્ષ મા બંને પ્રવેશી ચુક્યા હતા. આજે પેહલો દિવસ હતો એટલે બંને ઘરે થી કોલેજ જવા વેહલા નીકળી ગયા હતા. ૧ મહિના ના વેકેશન પછી આજે જુના મિત્રો ને મળવા અને કોલેજ મા પ્રવેશતા નવા મિત્રો ના સ્વાગત માટે બંને થનગની રહ્યા હતા. થોડીવાર મા બંને કોલેજ પોહચી ગયા. જુના મિત્રો સાથે મુલાકાત નો દોર ચાલી રહ્યો હતો. અને નવા મિત્રો સાથે ઓળખાણ ચાલી રહી હતી. આજે કોલેજ નો માહોલ રંગીન લાગી રહ્યો હતો. બધા એક બીજા સાથે હસીને મળી રહ્યા હતા, તો કોઈક કેન્ટીન મા સેન્ડવિચ અને કોફી ની મજા માણી રહ્યા હતા, તો અમુક પ્રેમી પંખિડા એકબીજાના હાથ મા હાથ પરોવીને આમતેમ ફરી રહ્યા હતા.

લેકચર નો સમય થતા આરવે !...રાહુલ ને ક્લાસ મા આવવા કહ્યુ. આરવ દરેક લેકચર અટેન કરતો. અને રાહુલ લેકચર ના સમયે કેન્ટીન મા રખડતો જોવા મળતો. તુ ક્લાસ મા જા, હુ આવુ છુ એમ કહીને રાહુલ કેન્ટીન તરફ ગયો અને આરવ ક્લાસ મા ગયો. એક લેકચર પતવા આવ્યુ પણ રાહુલ હજુ સુધી ક્લાસ મા નોહતો આવ્યો. આરવ !...રાહુલ ને બોલાવા જવાનુ વિચારતો જ હતો કે એક મિત્ર એ આવીને કહ્યુ " આરવ જલ્દી ચાલ, રાહુલ કોઈક છોકરી સાથે ઝગડો કરી રહ્યો છે..."

"કઈ છોકરી સાથે...?"

" અરે યાર, ન્યુ એડમિશન છે, તુ ચાલ ને જલ્દી..." પેલા મિત્ર એ કહ્યુ.

" આ રાહુલ પણ, કોઈ ને કોઈ ની સાથે ઝગડતો જ હોય છે. શુ થશે આનુ...?" મનમા ને મનમા બબડતો આરવ કેન્ટીન તરફ ગયો. કેન્ટીન મા જઈને જોયુ તો આરવ અને પેલી છોકરી લડી રહયા હતા. અને બીજી એક છોકરી બંને ને છોડાવવા ની કોશિશ કરી રહી હતી પણ બંને માથી એક પણ માનવા તૈયાર નોહતા. આરવે જઈને રાહુલ ને સાઈડ પર જવા કહ્યુ અને ચુપ રેહવા કહ્યુ. પણ ના તો આરવ ચુપ થતો ના પેલી છોકરી.

" રાહુલ, હવે એક પણ શબ્દ ના બોલતો..." આરવે ગુસ્સા મા કહ્યુ.

"પણ આરવ..."

" મારે કશુ નથી સાંભળવુ , મે કહ્યુ ને ચુપ !..." આરવે મોટા આવજે કહ્યુ. રાહુલ ચુપ થઈ ગયો. તે આરવ ની કોઈ વાત ટાળતો નહી. હજુ પણ પેલી છોકરી બોલી રહી હતી. આરવે તેની સાથે જે બીજી છોકરી હતી તેને કહ્યુ " આમને પણ ચુપ થવા કહો..." પેલી છોકરી એ પણ તેની ફ્રેન્ડ ને ચુપ રેહવા કહ્યુ. થોડીવાર મા બંને શાંત થયા.

" હવે બોલો શુ થયુ કે તમે આમ નાના બાળકો ની જેમ લડી રહ્યા છો..?" પેલી છોકરી એ ગુસ્સા મા કહ્યુ " તમારા મિત્ર ને જ પુછો..."

" બોલ રાહુલ ! કેમ લડી રહ્યા છો...?" આરવે !...રાહુલ તરફ ફરીને પૂછ્યુ.

" અરે યાર , સેન્ડવિચ નો ઓડર પેહલા મે આપ્યો હતો. અને આ 'ભુખ-ની-બારશે' એ મારી સેન્ડવિચ લઈ લીધી..."

" ઓ 'ભુખ-ની-બારશ' કોને કે છે...?" કહીને પેલી છોકરી અને રાહુલ પાછા લડી પડ્યા. બંને ને શાંત કરાવીને આરવ જોર જોર થી હસવા લાગ્યો અને સાથે સાથે પેલી બીજી છોકરી પણ હસવા લાગી.

" શુ હસે છે યાર તુ...?" રાહુલે કહ્યુ.

" અરે સેન્ડવિચ માટે આવી રીત ના લડાતુ હશે...? પેલા એણે લઈ લીધી તો શુ થઈ ગયુ...? તે ન્યુ છે કોલેજ મા, આમ ઝગડો થોડી ને કરાય..." આરવે !...રાહુલ ને સમજાવતા કહ્યુ.

પેલી બીજી છોકરી ને આરવ નો સ્વભાવ પસંદ આવી ગયો. ન્યુ સ્ટુડન્ટ ને મદદ કરવાની તેની ભાવના પર ત્યા ઉભેલા દરેક ન્યુ સ્ટુડન્ટ ફીદા થઈ ગયા. આરવે બંને વચ્ચે નો ઝગડો શાંત કરાવ્યો અને રાહુલને સોરી બોલવા કહ્યુ. આરવ ની કોઈ વાત રાહુલ ના માને એવુ તો બને જ નહી એટલે રાહુલે પેલી છોકરી ને સોરી કહ્યુ અને ફ્રેન્ડશિપ માટે હાથ આગળ કર્યો. લડાઈ નો સુખદ અંત જોઈને પેલી છોકરી નો પણ ગુસ્સો શાંત થયો અને રાહુલ સાથે હાથ મિલાવતા બોલી " દોસ્તી કરુ પણ સેન્ડવિચ ખવડાવી પડશે !..." અને ત્યા ઊભા બધા સ્ટુડન્ટ હસવા લાગ્યા.

" મારૂ નામ સ્વેતા છે અને આ મારી બેસ્ટ ફ્રેન્ડ મીરા..." રાહુલે મીરા સાથે હાથ મીલાવ્યો અને બોલ્યો " મારૂ નામ રાહુલ અને આ મારો બેસ્ટ બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ આરવ..." મીરા !....આરવ સામે જોઈ રહી હતી. તેને આરવ ની સાદગી અને સમજદારી પેહલી જ નજર મા પસંદ આવી ગઈ હતી. રાહુલે સેન્ડવિચ અને કોફી નો ઓડર આપ્યો અને ચારેય ટેબલ પર ગોઠવાઈ ગયા. અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને એકબીજા વિશે જાણકારી મેળવવા લાગ્યા. સ્વેતા કોલેજ ના પેહલા વર્ષ મા આવી હતી અને મીરા બીજી કોલેજ માથી બદલી કરીને આ કોલેજ મા આવી હતી અને તે કોલેજ ના બીજા વર્ષ મા હતી. રાહુલ અને સ્વેતા ની લડાઈ ના લીધે મીરા પણ પેહલુ લેકચર ચુકી ગઈ હતી. બધા એ સાથે નાસ્તો કર્યો અને પછી ત્યાથી છુટા પડ્યા.

દિવસો પ્રસાર થઈ રહ્યા હતા. આરવ અને મીરા હમેશા ક્લાસ મા જોવા મળતા તો સ્વેતા અને રાહુલ નુ ઠેકાણુ કેન્ટીન હતુ. સાથે સાથે સમય પ્રસાર થઈ રહયો હતો. એક દિવસ રાહુલે !...સ્વેતા અને મીરા ને કહ્યુ " કોલેજ મા ૨ દિવસ ની છુટી છે તો ચાલો ક્યાક ફરવા જઈએ...?" સ્વેતા તરત તૈયાર થઈ ગઈ પણ મીરા એ ના પાડી. સ્વેતા એ મીરા ને ઘણી સમજાવી પણ મીરા તૈયાર નોહતી થતી. રાહુલે !...આરવ ને કહ્યું " તુ જ સમજાવ હવે મીરા ને, તારી વાત કોઈ નથી ટાળતુ ,મીરા પણ ના નહી કે..."

" ચાલ ને મીરા, શુ પ્રોબ્લેમ છે..? ઘરે થી ના પાડે એવુ હોય તો અમે આવીને વાત કરીએ..." આરવે કહ્યુ. " ના એવુ કશુ નથી પણ..." મીરા બોલતા બોલતા રોકાઈ ગઈ. " પણ શુ...?" સ્વેતા બોલી. " તારે આવુજ પડશે તને તો ખબર છે કે તુ સાથે હોય તો જ મને બહાર જવા મળે, નહી તો મારા મમ્મી-પપ્પા મને ના જવા દે...". મીરા એ આરવ સામે જોયુ. આરવે ઇશારા થી મીરા ને આવવા કહ્યુ. કેમ પણ ખબર નહીં મીરા !...આરવ ને ના નોહતી કહી સકતી તે પણ આવવા માટે રાજી થઈ ગઈ. બીજા દિવસે સવારે ૯ વાગે મળવાનુ કહી તેઓ છુટા પડ્યા.

ઘરે જતા જતા રસ્તા મા મીરા વિચારી રહી હતી. " કેમ હુ આરવ ને ના નથી કહી સકતી...? શુ આરવ નો સાથ મને ગમે છે એટલે...? હુ આરવ ને પ્રેમ તો નથી કરવા લાગી ને...? ના-ના એવુ કશુ નથી, આરવ મારો સારો મિત્ર છે તેથી વિશેષ કઈ નહી. હા તેની સાદગી એવી છે કે તે દરેક ને પસંદ આવી જાય, અને હુ પણ તેને પસંદ તો કરુ જ છુ પણ પ્યાર ....? નહી-નહી...." મીરા આરવ ના વિચારો મા ખોવાયેલ હતી. પોતેજ પોતાની જાતને સવાલ કરી રહી હતી અને પોતેજ જવાબ દઈ રહી હતી. મીરા નુ ઘર આવી ગયુ હતુ. પણ મીરા હજુ પણ આરવ ના વિચારો મા જ હતી.

સ્વેતા એ પાછળ ફરી ને મીરા ની સામે ચુટકી વગાડતા કહ્યુ " મેડમ ક્યા ખોવાઈ ગઈ...? ઘર આવી ગયુ તમારુ..."

" ક્યાય નહી અહિયા જ છુ..." મીરા એ એક્ટિવા પર થી ઉતરતા કહ્યુ.

" આરવ ના વિચાર તો નોહતી કરતી ને...?" સ્વેતા એ શરારતી અંદાજ મા પૂછ્યુ.

મીરા ! શરમાઇ ગઈ અને પોતાના ઘર તરફ જવા લાગી. " જવાબ તો દે મીરા ...?" સ્વેતા એ ફરી થી પૂછ્યુ.

" કઈ નહી કાલે મળીએ...." કહીને મીરા મંદમંદ સ્મિત સાથે પોતાના ઘર મા જતી રહી. સ્વેતા ત્યાથી પોતાના ઘરે જવા નીકળી. સ્વેતા એ ઘરે પોહચીને તેના મમ્મી-પપ્પા ને તેઓ બહાર જવાના છે ૨ દિવસ તે વાત જણાવી. સ્વેતા ના પપ્પા એ માત્ર એટલુ જ પૂછ્યુ કે " મીરા સાથે આવે છે ને...?" " હા પપ્પા , મીરા ની સાથે જ જવાની છુ...." મીરા નુ નામ પડ્યુ એટલે માનો કે પરમીશન મળી ગઈ. કેમ કે સ્વેતા ના મમ્મી-પપ્પા ને મીરા પર બહુજ ભરોસો હતો. મીરા સાથે હોય એટલે કોઈ જ ટેન્શન નહી એવુ તેમનુ માનવુ હતુ.

બીજા દિવસે સવાર મા વેહલા જવાનુ હોવાથી સ્વેતા જલ્દી સુઈ ગઈ. પણ કેમ જાણે મીરા ને આજે ઊંઘ આવતી ના હતી. અને આરવ ના વિચારો મા જ ખોવાએલી હતી. બીજા દિવસે સવાર મા નક્કી સમય પર નક્કી કરેલી જગ્યા પર આરવ અને રાહુલ પોહચી ગયા અને સ્વેતા અને મીરા ની રાહ જોવા લાગ્યા. થોડીવાર મા સ્વેતા ઓટો મા ત્યા આવી અને ઓટો વાળા ને ભાડુ આપીને જ્યા આરવ અને રાહુલ ઊભા હતા ત્યા પોહચી.

મીરા ને સાથે ના જોઈને આરવે તરત પૂછ્યુ " મીરા ક્યા છે...? તે તારી સાથે કેમ ના આવી...?"

" મીરા.... " આટલુ કહીને સ્વેતા ત્યા બાજુ પર બેસી ગઈ.....

ક્રમશ