અફસાના ભાગ ૩ ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અફસાના ભાગ ૩

"અફસાના"

ભાગ -૩

તે રોતા રોતા મને કેહવા લાગી, " કે જો હુ તમારી સાથે વાત કરીશ તો મારા પપ્પા અને મારો ભાઈ ઝેર પી લેશે અને મારા મમ્મી ના ગયા પછી એજ મારા માટે બધુ છે, તો હુ એમને ખોવા નથી માંગતી, અને જો હુ એમની વિરુદ્ધ મા જઈ ને તમારી સાથે લગ્ન કરીશ તો આયશા ના ભવિષ્ય પર પણ અસર થાશે અને મારુ આખુ કુટુંબ બરબાદ થઈ જાશે"

"હુ તમને ક્યારેય ભુલી નહી શકુ, પણ આ જન્મ મા હુ તમારો સાથ પણ નહી આપી શકુ"

" હુ જાણુ છુ કે આપ પણ એવુ નહી ઈચ્છો કે મારુ કુટુંબ અને આટલા બધા લોકો ની જિંદગી આપણા બે ના લીધે બરબાદ થાય, મે મારા પપ્પા ની મરજી મુજબ એમણે જોયેલા છોકરા સાથે લગ્ન કરવા હા કહી દીધી છે અને આ મારો છેલ્લો ફોન છે"

આટલુ સાંભળતા જ મારા હોસ ઊડી ગયા, શું બોલુ તે કઈ સમજ મા નોહતુ આવતુ. જેમ માછલી ને પાણી થી દૂર કરવામા આવે તો માછલી જીવી ના શકે, તેમ હુ અફસના થી દૂર થઈને કેવી રીતે જીવી શકુ...?

એ તો અશક્ય જ હતુ.

શુ કરુ, શુ બોલુ...? કશુ સમજ મા આવતુ નહી.

ત્યા જ અફસના નો અવાજ આવ્યો.

"શુ થયું કઈક તો બોલો"

પણ હુ જાણે જીવતી લાશ ની જેમ હાથ મા ફોન લઈને ઊભો હતો અને અફસના નો અવાજ ફરીથી મારા કાન મા પડ્યો, કઈક તો બોલો યાર.

આમ ચૂપ રેહશે તો મને વધારે તકલીફ થશે, અને અફસના ને તકલીફ પોહચે એ તો હુ સપના મા પણ ના વિચારી શકુ, એટલે મે સ્વસ્થ થતા રૂંધાયેલા અવાજે કહ્યું.

"એક મોકો આપ મને હુ તારા પપ્પા અને ભાઈ ને સમજવીશ" મારો રૂંધાયેલો અવાજ સાભળી ને અફસના બોલી,

"તમે રોવો છો...?

" તમે રોવો નહી, જો તમે આમ ઢીલા પડી જાશો તો મારૂ શુ થશે, હુ પણ તમારા વગર જીવી શકુ તેમ નથી, મારી પણ મજબૂરી છે, અને મને વિશ્વાસ છે કે તમે મારી મજબૂરી સમજશો"

"સમજશો ને..... ?

મારી પાસે એના સવાલ નો જવાબ ના હતો.

હુ એટલુ જ બોલી શક્યો કે PlEASE એક મોકો આપ.

"સારૂ પણ જો પપ્પા ના પાડશે તો પછી આપણે જુદા થવુ પડશે, પછી તમે જીદ નહી કરો"

મે વચન આપ્યુ, પછી થોડી વાત કરી એણે ફોન મૂક્યો, અને હુ વિચાર કરવા લાગ્યો કે હવે શું કરુ...?

રાત્રે મે મારા એક મિત્ર જે વડોદરા જ રેહતો હતો તેને ફોન કર્યો.

HELLO... સમીર, હુ બોલુ છુ.

"અરે બોલ યાર બોલ બવ દિવસે યાદ આવી, હા યાર તારુ એક કામ પડ્યુ છે"

"બોલને યાર શું કામ છે.... ?

"થોડુ અઘરુ કામ છે ભાઈ"

"અરે તુ ખાલી અવાજ કર, કઈ પણ કામ હશે થય જશે"

"હુ કાલે વડોદરા આવુ છુ અને આવીને તને વાત કરુ"

OK... "આવ એટલે ફોન કર, હુ તને લેવા આવી જઇશ"

સારુ આટલુ કહીને મે ફોન મૂકી દીધો.

આમ તો સમીર સાથે કોઈ લાંબો પરિચય ના હતો. એક વાર મુંબઈ થી ટ્રેન મા આવતી વખતે મુલાકાત થઈ હતી. હમે ટ્રેન મા એકબીજાની સામે ની સીટ પર જ બેઠેલા હતા, અને આગળ ના સ્ટેશન પર થી બે બુજુર્ગ મહિલા ટ્રેન મા ચડી, ટ્રેન મા બેસવાની જગ્યા ના હતી, એટલે મે કહ્યું કે માસી તમે અહિયા મારી જગ્યા પર બેસી જાવ અને હજુ હુ મારૂ બેગ લઈને ઊભો થાવ તે પેહલા તો સમીર પણ પોતાની જગ્યા પર થી ઊભો થયો અને બીજી બુજુર્ગ મહિલા ને પોતાની જગ્યા પર બેસવા કહ્યું, અને પછી હમે બંને દરવાજા પાસે જઈને ઊભા રહ્યા અને ત્યાં હમારી એકબીજા સાથે ઓળખાણ થઈ.

સુરત આવતા હુ ત્યા ઉતરી ગયો.

સમીર વડોદરા રેહતો હતો એટલે તે વડોદરા જવા રવાના થયો. એ ટૂંકી મુલાકાત મા હમે એકબીજાના નંબર લઈ લીધા હતા.

મે સમીર ને કહ્યું કે "જ્યારે પણ સુરત આવ ત્યારે ફોન કરજે આપણે મળીશું, કઈ કામ હોય તો પણ જણાવજે" સમીરે પણ કહ્યું કે "વડોદરા મા કઈ કામ પડે તો આ દોસ્ત ને યાદ કરજે" એટલે જ આજે જ્યારે મે વડોદરા જવાનુ નક્કી કર્યું કે તરત મને સમીર વડોદરા મા જ છે તે યાદ આવ્યું અને એમ પણ મુસીબત ના સમય પર મિત્રો જ કામ મા આવતા હોય છે.

બીજા દિવસે સવાર મા હુ વડોદરા જવા નીકળી ગયો, નીકળતા પેહલા મે સમીર ને ફોન કરી ને જાણ કરી દીધી હતી કે હુ નીકળી ગયો છુ, એટલે વડોદરા પોહચીને હુ જેવો સ્ટેશન ની બહાર નીકળ્યો કે સમીર ત્યાં મારી રાહ જોઈને ઊભો હતો.

મને જોઈને મારી પાસે દોડીને આવ્યો અને મને ગળે લગાડીને બોલ્યો "કેમ છો યાર"

"ઠીક છુ"

"તુ કેમ છો સમીર"

"આપણે મોજ મા, આપણને શું તકલીફ હોવાની"

ચલ ગાડી મા બેસી જા, પેહલા આપણે ઘરે જાયે, પછી ફ્રેશ થઈને બહાર નિકળીએ.

"સમીર ઘરે નથી જવુ, તુ મારી વાત સાંભળ"

"બધી વાત પછી, પેહલા ઘરે ચલ" એમ કહીને તે ગાડી પોતાના ઘર તરફ ચલાવા લાગ્યો, થોડી વાર મા હમે સમીર ના ઘરે પોહચી ગયા.

ઘર મા જતા જ સમીરે તેની મમ્મી ને અવાજ લગાવ્યો, "મમ્મી ક્યા છો.... ?

જો કોણ આવ્યું,

આટલુ કહી ને સમીર બીજા રૂમ મા કપડા બદલવા જતો રહ્યો.

થોડી વાર મા સમીર ના મમ્મી પાણી નો ગ્લાશ લઈને આવ્યા અને મને પાણી દેતા બોલ્યા,

કેમ છો બેટા... ?

"મજામા આન્ટી" મે ટૂંક મા જવાબ આપ્યો. કેમ કે મારૂ મન મા અફસના ના જ વિચાર ચાલી રહ્યા હતા.

થોડીક વાર મા સમીર આવ્યો, અને તેના મમ્મી ને કહ્યું "નાસ્તો બનાવો મમ્મી, હમારે બહાર જવાનુ છે"

" જા તુ પણ ફ્રેશ થઇ જા" સમીર બોલ્યો.

હુ ફ્રેશ થયો એટલી વાર મા નાસ્તો રેડી થય ગયો હતો, હમે નાસ્તો કરીને બહાર જવા નીકળ્યા ત્યાં સમીર ના મમ્મી એ કહ્યું કે "બેટા જમવાનુ બનાવી નાખુ છુ તમે બપોરે બંને ઘરે આવી જાજો"

"ના મમ્મી હમે બહાર જમી લેશુ, તુ હમારા માટે જમવાનુ ના બનાવતી" આટલુ કહીને સમીરે ગાડી ચાલુ કરી અને હુ આગળ ની સીટ પર જઈને ગોઠવાય ગયો.

સમીરે મારી તરફ જોયુ અને બોલ્યો "હવે બોલ એવું તે શું કામ હતુ જેના લીધે તારે અચાનક વડોદરા આવાનુ થયુ.... ?

એટલે મે સમીર ને મારી અને અફસના ની પૂરી પ્રેમ કહાની વિશે બધુ જણાવ્યુ, અને પછી મે સમીર ની સલાહ માંગી કે આમા શું કરાય.... ?

સમીરે જરા પણ સંકોચ વિના કહ્યું , "જો તુ એને દિલ થી પ્રેમ કરે છે અને એ પણ તને પ્રેમ કરે છે, તો વાંધો શું છે... ? ચલ તેને લઈ આવ્યે, અને તમારા બંને ના નિકાહ પડાવી દઈએ, એમા આટલુ બધુ શું વિચારવાનુ"

"યાર તુ જેટલુ સમજે છે તેટલુ આશાન નથી અને અફસના ભાગવા માટે રાજી નહી થાય, મે આ વિશે પેહલા પણ અફસના સાથે વાત કરી હતી, પણ એ કહે છે કે હુ તમારી સાથે નિકાહ પડીસ તો મારા પિતા અને ભાઈ ની મરજી હશે તો જ"

"હવે તુ જ કે શું કરુ... ? એના વગર જીવવું મુશ્કેલ છે મારા માટે.

"તો ચલ આપણે એના ઘરે જાયે અને વાત કરીયે" સમીરે કહ્યું.

હમે પછી નક્કી કર્યું એના ઘરે જવાનુ અને સમીરે ગાડી અફસના જે વિસ્તાર મા રહતી હતી તે તરફ ચલાવી મૂકી અને ત્યાં પોહચીને મને અફસના ને ફોન કરવા જણાવ્યુ.

મે અફસના ને ફોન લગાડ્યો પણ ફોન બંધ આવતો હતો એટલે મે સમીર ને કહ્યું કે તેનો ફોન બંધ આવે છે.

હવે ...?

"તુ તેના ભાઈ ને ફોન કરીને અહિયા બોલાવ આપણે તેને સમજાવીએ" આટલુ કહી સમીર મારા થી થોડો દૂર જઈને કોઇની સાથે ફોન પર વાત કરવા લાગ્યો.

એટલે મે અફસના ના ભાઈ ને ફોન લગાડ્યો, અફસના ના ભાઈ એ ફોન ઉપડયો એટલે મે તેને કહ્યું કે "હુ આ જગ્યા પર છુ અને મારે તમારી સાથે વાત કરવી છે"

તેણે કહ્યું તુ ત્યાજ રે હુ આવુ છુ.

શું થયુ... ? વાત થઈ...? સમીરે પૂછ્યું.

હા,

"તે આવે છે" અને હમે તેની રાહ જોવા લાગ્યા.

થોડીક વાર મા 10 જેટલા છોકરા ઑ હાથ મા હોકી અને પાઇપ લઈને હમારી પાસે આવ્યા અને તેમાથી એક છોકરો એ પોતાનો ફોન નિકાળ્યો અને જેવી મારા ફોન ની ટ્યુન વાગી કે એ લોકો તરત જ હોકી અને પાઇપ લઈને મારા પર તૂટી પડ્યા.

સમીર, તરત વચમાં આવ્યો અને બોલ્યો " હવે કોઈ એ હાથ ઉપાડયો છે તો સારુ નહી થાય" પણ પેલા લોકો બવ ગુસ્સા મા હતા અને તે મારા પર હાથ ઉપાડે તે પેહલા જ બીજી બાજુ થી 100 જેટલા છોકરા ઑ બાઇક પર ત્યા આવી ગયા અને સમીર પાસે આવીને બોલ્યા.

"શું થયુ સમીર ભાઈ, કોની સાથે જગડો થયો છે...?

આ બધા ને જોય પેલા છોકરા ઑ શાંત થય ગયા, એટલે સમીરે અફસના ના ભાઈ ને બોલાવીને કહ્યું કે "જો ભાઈ મારમારી કરતા મને પણ આવડે છે પણ હમે અહિયા મારમારી કરવા નથી આવ્યા"

"એટલે તારી સાથે આવેલા છોકરાઓ ને કહી દે અહીથી જતા રહે"

અફસના ના ભાઈ એ તેના મિત્રો ને ત્યાથી ચાલ્યા જવા કહ્યું, અને તે લોકો ત્યાથી જતા રહ્યા, પછી એક જગ્યા પર બેસીને હમે શાંતિ થી વાત કરી, મે અને સમીરે અફસના ના ભાઈ ને સમજાવા ની બવ કોશિસ કરી પણ એ સમજવા જ માંગતો ના હતો.

છેવટે સમીરે કહ્યુ કે "તુ એક વાર તારા પપ્પા સાથે હમારી વાત કરાવ અને જો તે ના કેહશે તો હમે અહીથી ચાલ્યા જાશું"

પછી તે એના પપ્પા સાથે વાત કરાવા રાજી થય ગયો એટલે પેલા તેણે તેના ઘરે ફોન કરીને અફસના ને કોઈક સંબંધી ને ત્યા મોકલી દીધી.

પછી તે હમને તેના ઘરે લઈ ગયો, તેના પપ્પા પલંગ પર બેઠા હતા, હમે તેમની સામે ખુરસી પર જઈને ગોઠવાય ગયા. મે તેમની સાથે બધી વાત કરી અને તેમને આસવાસન પણ આપ્યું કે "તમારી છોકરી ને કોઈ દિવસ દુખ નહી પોહચડુ"

સમીરે પણ તેમને સમજાવ્યા.

પેલા તો એમણે મારી બધી વાત સાંભળી લીધી અને પછી તેમણે મને સમજાવતા કહ્યું કે "જો બેટા આ પ્યાર થી પેટ નથી ભરાતુ અને સમાજ મા હમારી પણ કઈક ઇજ્જત છે, અને તારા નિકાહ અફસના સાથે કરાવુ તો સમાજ મા હમે કોઈ ને મોઢુ પણ નહી દેખાડી શકીએ અને મારી નાની છોકરી નુ ભવિષ્ય પણ બગળશે, તેની સાથે કોઈ નિકાહ નહી કરે અને આ બંને દીકરી ને મે તેની માં ના અવસાન પછી માતા પિતા નો પ્યાર આપીને મોટી કરી છે" આટલુ કહી ને તે થોડી વાર શાંત રહ્યા.

બાજુ ના ટેબલ પર રાખેલા પાણી ના ગ્લાસ ને ઉઠાવીને થોડુ પાણી પી ને સ્વસ્થ થઈને ફરી તેમણે બોલવાનું સારુ કર્યું.

"જો તુ અફસના ને ભગાળીને નિકાહ કરીશ તો એ તો ખૂસ રહશે પણ હમે જીવતા જીવ મરી જાશું" તો તને વિનંતી છે કે તુ અફસના ને ભૂલી જા અને બીજી કોઈ સારી છોકરી તમારા સમાજ ની જોઈને તેની સાથે નિકાહ કરી લે.

હવે મારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ના હતો હુ બધી કોશિસ કરી ચૂક્યો હતો, હું કશું કરી શકુ તેમ ના હતો, હુ તેમની મજબૂરી સામે લાચાર હતો. મારી સમજ મા કઈ નોહતુ આવતુ કે શુ કરુ, કેવી રીતે સમજાવું...?

હુ શું બોલી રહ્યો હતો તેનુ મને પોતાને ભાન નોહતુ, ખબર નહી હુ આ શબ્દો કેવી રીતે તેમની સામે બોલી શક્યો.

મે કહ્યું "સારુ અંકલ હુ અફસના ને ભૂલી જઇશ, પણ એકવાર મને તેની સાથે મળવા દો"

મારી વાત સાંભળતા જ અફસના પપ્પા એ મારી સામે બે હાથ જોડી દીધા અને મને જતા રેહવા કહ્યુ, હું તેમની મજબૂરી સમજી શકતો હતો પણ હુ પણ મારા દિલ ના હાથે લાચાર હતો. મે તેમની સામે હાથ જોડી માફી માંગી અને રોતા રોતા ત્યાથી નીકળ્યો.

સમીરે મને દિલાશો આપતા કહ્યુ કે "યાર હિમ્મત રાખ, જીવન મા દરેક ને બધુ નથી મળતુ અને કઈ ના મળવા થી જિંદગી પૂરી નથી થઈ જતી"

હમે ત્યાં થી નીકળી ગયા, સાંજે સમીર મને સ્ટેશન પર મૂકવા આવ્યો અને કેહવા લાગ્યો કે "દોસ્ત માફ કરજે હુ તને તારા પ્યાર થી મેળાવી ના શક્યો"

"અરે નહી યાર તે જે મારા માટે કર્યું છે, એ તો કોઈ સગો પણ ના કરે આજે પ્રેમ ની લડાઈ મા ભલે હુ હારી ગયો છુ પણ તારા જેવા મિત્ર ને જીતીને જાવ છુ"

ગાડી આવી એટલે હુ અને સમીર ગળે મળ્યા અને ત્યાં થી છૂટા પડ્યા, હુ ટ્રેન મા બેસીને પાછો ઘરે આવી ગયો.

બીજા દિવસે અફસના નો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે "તમે ઘરે આવ્યા હતા પપ્પા ને સમજાવવા અને ભાઈ સાથે પણ તમારો જગડો થયો.... ?

હા,

"હુ આવ્યો હતો પણ, હુ તારા પપ્પા અને ભાઈ ને સમજાવી ના શક્યો. મે બવ કોશિસ કરી પણ તે ના માન્યા"

મરી જિંદગી ની મોટામા મોટી હાર હુ સ્વીકારી રહ્યો હતો એવુ મેહસૂસ થઈ રહ્યું હતુ.

" ભાઈ એ મને વાત કરી અને પપ્પા એ પણ મને બોલાવી હતી, મને કહ્યું કે જો તારે તેની જોડે નિકાહ કરવા હોય તો જતી રે પણ પછી ક્યારેય અહિયા પાછી આવતી નહી, હમે બધા તારા માટે મરી ગયા એવુ સમજી લેજે.

"હુ મારા કુટુંબ ને ખોવા નથી માંગતી, આપણે એક બીજા ને ભૂલવુ પડશે" અફસના એ કહ્યું.

"તમે હંમેશા કેહતા હતા કે તારે જે જોઈ તે માંગ"

"તો આજે હુ એક વચન માંગુ છુ , તમે મને વચન આપો કે જિંદગી મા ક્યારેય તમે મને મળવાની કે મને ફોન કરવાની કોશિશ નહિ કરો"

મારી પાસે તેને કેહવા માટે કોઈ શબ્દો ના હતા , હુ એટલુ જ બોલી શક્યો.

" હુ વચન આપુ છુ"

એના મોઢે થી નીકળેલા છેલ્લા શબ્દો હતા.

I LOVE YOU..........

"તમારુ ધ્યાન રાખજો"

આટલુ કહી ને તેણે ફોન મૂકી દીધો.

હું હાથ મા ફોન પકડીને ઊભો હતો પણ હુ કશુ ના કરી શક્યો, જાણે જિંદગી એ બધુ છીનવી લીધું હોય તેવો એહસાસ થવા લાગ્યો.

એ અફસાના નો છેલ્લો ફોન હતો, મારા માટે તેને ભૂલવી મુશ્કેલ હતી , તેના વગર જીવવું પણ અશક્ય લાગતું હતું . એના છેલ્લા શબ્દો યાદ કરતા જ મારો શ્વાશ જાણે થંભી જતો હતો, પણ કે છે ને કે પ્રેમ બધાને થાય છે પણ , તે અમુક જ ખુશનસીબ લોકો ને મળે છે , પણ તે ખુશનસીબ લોકો માં હું નોહ્તો , અને જરૂરી નથી કે તમે પ્રેમ માં એકબીજાને પામી શકો , પ્રેમ નું બીજું નામ ત્યાગ હોય છે જે અફસાના એ તેના કુટુંબ માટે જે ત્યાગ આપ્યો એ સાબિત કરે છે કે તે ખરેખર મને બવ પ્રેમ કરતી હતી અને કદાચ અત્યારે પણ કરતી હશે.

આજે દસ વર્ષ વીતી ગયા મે આપેલુ વચન હુ આજ પણ પાળી રહ્યો છુ, ઘણીવાર એના વિચાર આવે ત્યારે એવુ થાય કે ફિલ્મી લવ સ્ટોરી ની જેમ મારી સ્ટોરી નો અંત આવી ગયો.

પણ પછી પોતાના દિલ ને એક વાત કહું છુ કે ના , તારી સ્ટોરી નો ક્યારેય અંત નહી આવે , આજે પણ તુ એને ચાહે છે , એના મધુર અવાજ ને સાંભળી શકે છે.

"તે ભલે તેને જોઈ નથી, પણ તે તેને તારા દિલ મા જીવી છે"

આ લખી રહ્યો છુ ત્યારે પણ તેનો એહસાસ માત્ર મને રોમાંચિત કરી મૂકે છે.

જ્યારે હુ અફસાના વિશે વિચારુ છુ, તેના મધુર અવાજ વિશે વિચારુ છુ, તેના પપ્પા, ભાઈ અને બહેન માટે કરેલા ત્યાગ વિશે વિચારુ છુ, ત્યારે મારા દિલ મા તેની ઇજ્જત ઔર વધી જાય છે.

આજે પણ એ પ્યાર

"જોયા વગર નો પ્યાર"

મારા દિલ મા છે અને હંમેશા રહેશે.

મે તેને જોઈ નથી પણ તે અફસરા જેવી જ લાગતી હશે...

I LOVE YOU........અફ્સાના.

સમાપ્ત :