Pranay bhang books and stories free download online pdf in Gujarati

પ્રણય ભંગ...

પ્રણય ભંગ

પ્રણય ભંગ એ અર્ધસત્ય ઘટના આધારિત લઘુનવલ છે.અહી વેદનાની વાત છે.નિર્દોષ નાયકને લાગણી,સહવાસ અને જવાનીની હુંફ પામવા કેટલી રઝળપાટ કરવી પડે છે એની ધારદાર રજુઆત છે અહીં. પ્રેમને પામવા કેટલા વલખા મારવા પડે છે?

એક યુવક આઠ-આઠ યુવતી સંગે પ્રણયસંબંધથી બંધાય છે.તેમ છતાં એ નિર્દોષ! અને એને છોડી જનારી દરેક યુવતી બેવફા સાબિત થાય છે! એવું તો શુ બને છે કે યુવક હર મંઝીલે દગાઓનો ભોગ બને છે.ને યુવતીઓ એને છોડી જાય છે?

આખરે પ્રેમ તરસ્યો નાયક જીવલેણ આઘાત પામીને પ્રણયની દુનિયાને જ અલવિદા કરી જાય છે.

પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ...

1.હૈયામાં હોળી.

'વાહ રે વિધાતા વાહ!તારી કળાને સો-સો સલામ! મ્હોરાતી જતી જવાનીમાં પ્રથમ પ્રણયની ભગ્નતાએ મંઝીલના નામે કેટકેટલો રઝડાવ્યો મને? કાશ,પ્રથમ પ્રેમની વિજોગી નિષ્ફળતાએ મને મહોબ્બતના કાતિલ વિષપ્યાલા પાયા ન હોત તો!?તો આટલી રઝળપાટ કરવી ન પડી હોત? પણ હાય રે કિસ્મત!'

સમી સાંજના આછા અંધારાના પાલવમાં પોઢીને અવિનાશ મનમાં ને મનમાં કોઈ ગડમથલ ઉકેલી રહ્યો હતો.

અવિનાશ એટલે પ્રણયમાં વેરણછેરણ થયેલ વ્યથિત વ્યક્તિ! પ્રેમના પવિત્ર પંથે અનેક યુવતી એના પનારે પડી હતી. પણ એમાંથી કોઈનો પ્રેમ અવિનાશના પનારે ન પડ્યો તે ન જ પડ્યો.હરમંઝીલે એ સાવ એકલો જ પડ્યો.

અવિનાશ પ્રણયની મંઝીલની આઠમી કેડીએ વિરહતો હતો.એવામાં એ પટકાયો.એવો પટકાયો કે એના રામ રમતા થઈ ગયા. દિલ ધબકારા ચૂકવા લાગ્યુ.આંખે અંધારા બેઠા.શરીર સાવ શિથિલ! એને લાગી રહ્યું હતું આ એની છેલ્લી ક્ષણો છે.એણે કલમ ઝાલી લખવા માંડ્યું.સમગ્ર વૃતાંત નજરે ઊભરાયું.

અચાનક જીંદગીની મઘમઘાટ કરતી વસંતસમી જવાનીનો પ્રથમ પ્રણય એને સાંભરી આવ્યો.

સાતેક વર્ષ પહેલાની 14મી ફેબ્રુઆરીનો દિવસ હતો.બપોરે બાર વાગ્યા સુધી તો પોતાની નાદાનીયત ધૂનમાં મસ્ત હતો

કિન્તું બપોરી મંદ વાયરાએ એને પ્રણયના પમરાટ કરતા રંગે રંગવા લાગ્યો.અને અવિનાશ કમલી નામની કામણગારી સુંદરીના જાજવલ્યમાન હ્યદય જોડે પ્રણય કરી બેઠો.

14મી ફેબ્રુઆરી એટલે પ્રેમોત્સવ! ઉરના ઘૂઘવાટ કરતા પ્રેમના અફાટ દરિયાને પ્રિયતમ સમક્ષ ખોબલે-ખોબલે ઢોળી દેવાનો સુઅવસર.જો કે અત્યારના જમાનામાં પ્રેમોત્સવ એ શરીરોત્સવ બની ગયો છે. જે હોય તે,પણ આમેય આપણને પ્રગતિ અને પરિવર્તન ગમે જ છે ને!

અવિનાશ ત્યારે બારમાં ધોરણમાં ભણતો હતો.અત્યાર લગી એ પ્રણયના ભૂતાવળથી દૂર હતો.એના મિત્રો કહેતા,અવિનાશ અમારી માફક પ્રેમ તો કર.ત્યારે એ જવાબ આપતો-થાય તો કરું ને!પ્રેમ થોડી કરવાની વસ્તું છે તે કરું!

આવું કહીને એ હસી પડતો.એની જીંદગીમાં પ્રેમ કરવા કરતા તો ભણતરમાં મહેનતનું વધારે મહત્વ હતું.એને જ્યારે જુઓ ત્યારે વાંચતો જ પડ્યો હોય.વિશ્રાંતિના સમયમાં પણ એ વાંચતો જ હોય!એને વાંચનનું એવું તો જબરૂ ઘેલું હતું કે એ પુસ્તક વેગળું મૂકે જ નહી.એ વાચનનું કારણ એની આંખોમાં ઉછાળા મારતા કંઈક બનવાના શમણાઓ હતા.

માણસ ગમે તેવો હોય એની જીંદગીમાં એકવાર પ્રેમની સુહાની મોસમ તો આવે જ આવે છે.

વેલેન્ટાઈનનો એ દિવસ અવિનાશ માટે પ્રેમની લીલીછમ્મ વસંત બનીને આવ્યો.બપોર સુધી તો અવિનાશ પ્રેમની ચમત્કારિક મોસમથી દૂર હતો.પણ બપોરની વેળાએ એ મિત્રો સાથે લીમડાના ઝાડ નીચે બેઠો હતો એ વખતે કમલી નામની જોબનવંતી છોકરીએ દિવ્ય દેખા દીધી ને એે પ્રેમાતુર થયો! એના હૈયામાં પ્રેમના કરોડો તરંગો ઊઠવા માંડ્યા.મન મોર બનીને નાચગાન કરવા માંડ્યું.આંખોએ સ્નેહના આંસુઓ ખાળ્યા.હોઠ મલકાટમાં મલકી ગયા.એ પ્રેમમાં પડ્યો!

કમલી એના પર પ્રેમાળ નજર ફેરવી ચાલી નીકળી.

કમલીને જોયા બાદ અવિનાશની જીંદગી સોને મઢાઈ ચૂકી હતી.પુસ્તકોનો કીડો બની ગયેલ અવિનાશને ચોપડીઓ હવે કાંટાળો તાજ લાગવા માંડી.એક નવીન અજાયબભરી દુનિયામાં એ ઉતરવા લાગ્યો.

ખેર, વાત સાચી જ છે કે વ્યક્તિ જ્યારે પ્રેમ નામના સાગરમાં પડે છે ને, ત્યારે બધું જ વીસરી જાય છે.એટલે સુધી કે પોતાની જાત સુધ્ધાને ભૂલી જાય છે.પછી તો જીવનભર એ વ્યક્તિ પ્રેમદરિયાના મોજાઓમાં ફંગોળાતો રહે છે.ભાગ્યે જ એવો કોઈ મરજીવો હશે જે પ્રેમસાગરના તળિયેથી કંઈક પામીને હેમખેમ કિનારે આવ્યો હોય!

કમલી ત્યારે દશમા ધોરણમાં હતી.એય અવિનાશની માફક ભણવામાં હોશિયાર હતી.પણ રૂપમાં અવિનાશને ક્યાંય પાછળ પાડી દે એવી અવ્વલ હતી.નમણી નાજુક-સી સૌંદર્યની વેલ સમું એનું ગૌર વદન હતું.એનું આખું અસ્તિત્વ જ એવું હતું જાણે ફૂલોનો ઢગલો!એને જોઈને લાગે હમણાં જ ગુલાબની કળીઓ ખીલી ન હોય! પૂનમના ચાંદનેય શરમાવે એવું વદન,જરાક ફુલેલા ગાલ,મદભર ગુલાબી અધર,અને એ અધર પર કાયમ રહેતું ઉર્મિના ફુવારા સમું હાસ્ય!

એ હસતી તો એવું લાગતું જાણે એના મુખમાંથી પારિજાતની પાંખડીઓ ખરતી ન હોય! આંખોમાં ગજબની ચમક ભરી હતી અને એ જ આંખોમાંથી અવિરત વહ્યા કરતો પ્રેમનો પ્રવાહ.એ પ્રવાહે અવિનાશને સાવ સાવ જ પીગાળી નાખ્યો હતો.કાળી ભમ્મર પાંપણો,પાંપણો પર મીટ માંડી બેઠેલ સોનેરી શમણાઓ.દિલની દિવાલ પર ચોટેલ ભવ્ય ઊભારો!એના વિકસિત ઊભારો એની ખીલતી જવાનીની ચાડી ખાઈ રહ્યા હતા.અવિનાશ કમલીના આવા નમણા અસ્તિત્વને પળમાં પ્રેમ કરી બેઠો.

કેવી ગજબની છે પ્રેમની અસર ! પ્રેમ મડદાંને પણ બેઠું કરવા સમર્થ છે.પ્રેમ જ્યારે સીના પર સવાર થાય છે ત્યારે લાગણીના અશ્વ ક્ષિતિજ છોડીને ક્યાંયના ક્યાંય પહોચી જતા હોય છે.વ્યક્તિ પ્રેમની લાગણીમાં એવો તો પીગળી જાય છે કે એ એનું આખું અસ્તિત્વ જ ભૂલાવી બેસે છે.ઘણીવાર તો વ્યક્તિ પ્રેમમાં પોતાનો દરજ્જો પણ ભૂલી જતો હોય છે.અને એ જ સાચો પ્રેમ છે.

સાચો પ્રેમ માનવીને માનવતાના સર્વોત્તમ શિખરે ઈ જાય છે.

ફૂલને વધુ ચુસવાની લાલસામાં જેમ ભમરો એમાં પુરાઈ જાય છે એમ અવિનાશ સંપૂર્ણ કમલીમય બની ગયો હતો.જેનું પ્રથમ લક્ષ્ય ભણતર હતું એનું પ્રથમ લક્ષ્ય હવે કમલી અને કમલીનો પ્યાર બન્યો!

જેમ જેમ બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી ગઈ એમ અવિનાશ પરીક્ષાની તૈયારીથી દૂર ભાગતો જતો હતો ને કમલીની સાવ નજીક આવી રહ્યો હતો.કમલી તરફના પ્રેમને માંડ દશેક દિવસ થયા હશે.એવામાં અવિનાશે મિત્રોના કહેવાથી કમલીને પ્રપોઝ કરવાનું બીડું ઝડપ્યું.

તેરસની તિથિ હતી.સાંજનો રળિયામણો સમય હતો

ડુંગર પર લોકોની અવરજવર વધતી જતી હતી.અવિનાશને ખબર હતી કે ડુંગર પરની દેરીએ દર્શન કરવાનો કમલીનો તિથિક્રમ હતો.એથી એ પાંચ વાગ્યાથી ત્યા જ તંબુ તાણીને બેઠો હતો.

સાંજ આથમવા આવી હતી.કમલીએ એની સહેલી સંગ દેખા દીધી.અવિનાશ એને જોઈ બાગ બાગ બની ગયો.દોડીને કમલીને ભેટી જવાનું મન થયું.પણ એણે સંયમ ધર્યો.

દૂરથી અંધારાને ભાગતું આવતું જોઈને અજવાળાએ સંતાવા માંડ્યુું હતું.એ વખતે અવિનાશ કમલીની સાવ નજીક ગયો.હૈયું ફાટ ફાટ થતું હતું.આંખો બીડા બીડ થતી હતી.હોઠ પર જાણે ફેવીકોલ લગાવ્યો હોય એમ એકમેક સાથે ચોટી ગયા.

અવિનાશની આવી હાલત જોઈને કમલી બોલી,'શું છે અવિનાશ!?

આ સાંભળીને અવિનાશ શરમ સંકોચ અને ભયથી નીચું જોઈ આઘો ખસી ગયો.એને આમ આઘો જતો જઈ કમલીએ ફરી પૂછ્યું,'અવિનાશ,તારે કંઈ કહેવું છે મને?'

સાંભળતાં જ અવિનાશમાં થોડી હિંમત આવી.હાંફળો ફાંફળો થતા એ નજીક ગયો.બોલ્યો-'કમલી તને ખબર જ હશે કે મારે તને શું કહેવું છે.છતાંય તારે સાંભળવાની ઈચ્છા હોય તો સાંભળ:મારું હૈયું તને પ્રેમ કરે છે ,તારો મધુરો સાથ ઝંખે છે,તારી હુંફાળી ગોદ માટે મારું મન તડપે છે.'આટલું બોલીને એ કમલીનો કર ઝાલી એના ચરણે થયો.

આ સાંભળીને કમલીના ભવાંઓએ સાતમું આકાશ ભેદયું.ઘડીક પહેલા મલકાટમાં મલકતું મુખ ગુસ્સાથી લાલચોળ બની ગયું.એ બોલી,' ઊભો થા અવિનાશ!આ તે શું માંડ્યું છે?' પછી ડુંગરની તળેટી ભણી આંગળી ચીંધતા બોલી-'આ તરફ જો અવિનાશ,બે ઝાપટ આપીશ ને તો છેક તળીટીએ પહોંચીશ!'

સાંભળીને અવિનાશ મીંદડી થયો.કમલી ફરીથી બોલી:'મારી નજરે તારી સામે જો અવિનાશ..અને પછી મારા પર નજર કર અને વિચાર કે તારી હેશિયત શું છે? તારામાં સુંદરતા,મોહકતા,અદાઓ કે પછી શ્રીમંતાઈ જેવું કંઈ છે તે તું મને લવ કરવા નીકળી પડ્યો છે?'

અવિનાશની આંસુ ભરી આંખો જોઈ એણે નિશાશો નાખ્યો.થોડીવારે પાછુ એણે મો ખોલ્યું,'અવિનાશ..ચાલ ઊભો થા.અહીંથી ચાલતી પકડ ને ઘેર જઈને પરીક્ષાની તૈયારી કર.નહી તો પરીક્ષા એને ઠેકાણે રહેશે ને તારું ઠેકાણું થઈ જશે!'આટલું કહીને એ પલાયન થઈ.

અવિનાશ બિચારો બની ટપકતી આંખે એને જતી જોઈ રહ્યો.

સમી સાંજે બનેલી ઘટનાએ રાતભર અવિનાશને ઊંઘવા ના દીધો.એણે આ ઘટનાની જાણ કોઈને થવા ન દીધી.ને હેમખેમ પરીક્ષા પૂર્ણ કરી.પરીક્ષા પછી એનું એક જ લક્ષ્ય-કમલીના દીદાર!ભલે કમલી સ્વિકારે કે ન સ્વિકારે. પણ એના દીદાર માત્રથી હૈયાને ટાઢક તો વળે છે ને!બસ, આટલા વિચાર માત્રથી એ દિનમાં દશ વાર કમલીની ગલીએ આંટા મારી આવતો.

જેને ચાહીએ છીએ એને પામ્યા વિના એને ચાહતા રહેવું એ જ સાચો પ્રેમ હશે,શાયદ!

વખત વીતતો ગયો.અવિનાશના ચક્કરથી કમલી વાજ આવી.આખરે એણે માણસો ગોઠવવા માંડ્યા.અવિનાશના નીકળવાનો વખત થાય એટલે હર વળાંકે એક શખ્શ ઊભો જ હોય!દરેકની એક જ ધમકી-અવિનાશ..આ ગલીને ભૂલી જા.નહી તો અહીં જ તારો વિનાશ થશે.

પણ આવી ધમકીથી ડરે તો એ અવિનાશ શાનો! એ તો કમલી નામની મેશમાં ફના થવા નીકળ્યો હતો.

હૈયામાં ધરબાઈને શાંત પડેલ પ્રેમનો દરિયો જ્યારે ઉછાળા મારવા લાગે છે ત્યારે એ કાંટા,કાંકરા કે પથ્થરોની તીક્ષ્ણ શિલાઓને પણ ક્યાં ગણકારે છે!

કમલીએ ભલે એના પ્રેમનો ઈન્કાર કર્યો હોય પણ એ તો એના નામની ભેખ ધરી બેઠો હતો.અવિનાશ એટલો તો કમલીમય બની ગયો હતો કે એણે પોતાના હાથ પર કમલીના નામનું છુંદણું કોતરાવી દીધું હતું.

આમને આમ બે વર્ષ વીતી ગયા.અવિનાશ કમલીની મૂર્તિને હૈયામાં સ્થાપિત કરીને એની ભક્તિ કરતો રહ્યો.કોલેજકાળ દરમિયાન દરેક શનિવારે એ કમલીના દીદાર કરવા દોડી આવતો.કિન્તું અવિનાશની જીંદગીમાં પ્રેમનો પ્રકાશ પાથરે તો કમલી શાની!??

અને આમ એના પ્રેમને પામ્યા વિનાનો રહે એ અવિનાશ શાનો?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED