Pranay Bhang - 10 books and stories free download online pdf in Gujarati

પ્રણય ભંગ - 10

પ્રણયભંગ. .

10

આખરી પડાવ: અલવિદા... !

અવિનાશ હવે છેલ્લા પડાવમાં હતો.

જીવનની એવી તીક્ષ્ણ અણી પર આવીને એ ઊભો હતો કે એક તરફ વિનાશ વિકરાળ મો કરીને કરી રહ્યો હતો તો બીજી બાજુ વિકાસ મહોબ્બત બનીને!

અવિનાશ હવે અવઢવમાં હતો. એ અવઢવ એટલે રીમીની સાથે જીવવા મરવાની કે સાવ એકલા રહી જીવવા-મરવાની તાલાવેલી.

તારીખ 31 મી માર્ચ.

મહા ભયંકર મધરાત થવા આવી હતી.

વરાછાને અડીને આવેલ નાનકડા વિસ્તારમાં એક સાવ નાનકડી રૂમમાં ચાર મિત્રો આનંદની મિજબાનીભરી મહેફિલ મનાવી રહ્યાં હતાં. એ મિત્રો થોડા સમય પહેલાં જ એક કંપનીમાં સાથી હતાં. સાથી કરતાંય ખાસ અંગત મિત્રો હતાં.

કિન્તું વખત આવ્યે એમાંથી એક મિત્ર કંપની છોડી ગયો. અને પાંચમાંથી રહ્યાં ચાર!

કંપની છોડીને ગયો એનું નામ પંકજ. બાકી રહ્યાં ચાર એમાં રિપીન, કુનલ, અવિનાશ અને રફીસ. આ પાંચેયની દોસ્તી એવી તો જામી ગઈ હતી કે જાણે પાંચ પરમેશ્વર કે પાંચ પાંડવ જ જોઈ લો!

દશેક મહિના પહેલા જ્યારે પંકજે કંપની નહોતી છોડી ત્યારે આ પાંચેય મિત્રોએ જિંદગીની હરક્ષણો એમ જીવી લીધી હતી કે શાયદ મોત આવી જાય તોય જીંદગીમાં કંઈ ન કર્યાનો વસવસો ન રહે!

પંકજે કંપની છોડ્યા પછી એ પાંચેય મિત્રોને એમ લાગતું હતું જાણે એકમેકમાંથી કંઈક છૂટું પડી ગયું ન હોય!

લાગણીનો સંબંધ જ એવો છે કે એ બંધાયા પછી જ્યારે વિખુટા પડવાનું નામ આવે ત્યારે આખે આખું અસ્તિત્વ જ ખોરંભે ચડી જાય છે. કિન્તું સમય જતાં પાછું એ જ લાગણીતંત્ર એવું તો બુઠ્ઠુ થઈ જાય છે કે એ વિખુટુ પડી ગયેલું જણ સાવ-સાવ જ વિસારે પડી જાય છે ! લાગણીતંત્રનો આ અદભૂત નિયમ હશે કદાશ! અને એ નિયમ મુજબ શરૂઆતમાં એ પાંચેયની અઠવાડિયે એકાદ મુલાકાત થયા કરતી. ચાર મહિના સુધી આ ક્રમ ચાલ્યો. પછી એકાદ મહિનામાં મુલાકાત અને પછી સંજોગવસાત થવા માંડી!

આખરે એપ્રિલ મહિનો એક એવો સુઅવસર લઈને આવ્યો કે એ પાંચેય મિત્રોની મધુરી મુલાકાત ગોઠવાણી!

રફીસના લગન હતાં. એ લગનમાં મહાલવા સારૂ સૌ તૈયાર થયા.

મધરાત પૂરપાટે વહી રહી હતી. સૂરજને ગોતવા નીકળેલી રાત હરણફાળે દોડી જતી હતી. પેલા ચારેય મિત્રો વાતોમાં, યાદોમાં અને ચર્ચાઓમાં એવા તો આનંદી બની રહ્યા હતાં કે તેઓ એ પણ ભૂલી ગયા કે સવારે ઊઠીને કેરાલા તરફ પ્રયાણ કરવાનુ છે! ચારેય મિત્રોની વાતોમાં ગજબની મોજ જામી પડી હતી.

એવામાં અવિનાશનો ફોન રણક્યો. પણ એકેય જણાએ એ તરફ ધ્યાન ન આપ્યું. પાછો ફરીવાર ફોન વાગ્યો. એનું એ તરફ ધ્યાન ગયું. ઊભા થતાંકને એણે ઘડિયાળ તરફ નજર કરી. બે વાગવામાં પંદર મિનિટની વાર હતી. પેલા ત્રણેય પોતાની મસ્તીમાં મશગૂલ હતાં.

ફોન હાથમાં લેતા અવિનાશ મનમાં બબડ્યો, 'જીંદગીમાં પહેલીવાર અટાણે ફોન કરનાર કોણ હશે? '

એણે ફોન ઉપાડ્યો.

'હેલ્લો... . અવિનાશ... . ! મૈ રીમી બોલ રહી હું! '

એના અવાજમાંથી ગભરામણનો દરિયો હિલ્લોળા લેતો હતો.

ઘડીભર અવિનાશે મૌન જાળવ્યું.

પછી અધરોને રમતા મેલ્યા: 'રીમી ! તુમ તો કહતી થી કિ તું મુજસે બાત કિયે બગૈર એક પલ ભી નહી રહ શકતી ? તો આજ દશ દિનો સે કહા ગુમ હો ગઈ થી? મૈને તો સોચા થા કિ ખુદાને તુજે બુલા લિયા હૈ! 'દશ દિવસ બાદ રીમીનો ફોન આવતા અવિનાશે આડકતરો પ્રહાર કર્યો.

'અવિનાશ. . ! ઐસા હી સમજો કિ આજ કે બાદ મૈ તુમ્હારે લિયે હંમેશા કે લિયે મર ચુકી હું! ' આ સાંભળીને અવિનાશની આંખો અશ્કના દરિયાથી ઊભરાઈ ગઈ. એ બેબાકળો બની ઉતાવળે બોલ્યો:'બકા. . ! રીમી! સોરી, મૈને તો ઐસે હી કહા થા યાર! '

'તુમને કૈસે બી કહા હો અવિનાશ, લેકિન અબ કે બાદ યે રીમી તેરે લિયે હંમેશા કે લીયે ખત્મ હો રહી હૈ! કલ મેરી શાદી હૈ! દેખો અવિનાશ, મેરે પાસ વક્ત બહોત કમ હૈ... . '

'પર મેરા કસૂર તો બતાઓ રીમી? ક્યા મુજે ખુન કે આંસુ રુલાને કે લીયે હી મેરી જીંદગી મે આઈ થી? ' અને એ હૈયાફાટ રડવા લાગ્યો.

'દેખો અવિનાશ! સચ યે હૈ. . 'કહીને રીમીએ પોતાની વીતક કથા કહેવા માંડી:'હુઆ, ઐસા કિ ઉસ દિન તુમસે બાત કરને કે બાદ મૈ નહાને ગઈ તો ભૂલ સે મેરી અલમારી કા દરવાજા ખુલ્લા રહ ગયા. જો તેરી તસવીર ઔર મેરા ફોન મેરી ભાભી કે હાથો લગ ગયા. ભાભીને યે સબ બાતે ભાઈ કો બતાઈ ઔર ભાઈને પાપા કો યે સબકુછ બતાયા. ફિર તો ક્યા ? મુજ પર તો કયામત ગુજરી! ઉસ દિન સે મુજ પર પહરા લગાયા ગયા. ઔર તેરે ટૂકડે-ટૂકડે કરને કે લિયે તેરી ખોજ હોને લગી. પર તેરી તસવીર કે અલાવા કોઈ સબુત નહી મિલા. મુજે થોડી-સી મારપીટ કી, ધમકાઈ ભી, પર મૈને તેરે બારે મે કુછ નહી બતાયા. ક્યુકિ મૈ અપની ખાતીર તુજે કુછ હોને નહી દેના ચાહતી થી. નતીજા યહ આયા કિ જલ્દ મે હી મેરી શાદી તય કી ગઈ. કલ હી મેરી શાદી હૈ. મેરી શાદી સે તુજે ચોટ તો જરૂર હોગી પર અબ ઈનકે અલાવા મેરે પાસ કોઈ રાસ્તા નહી થા. મૈ બહોત દર્દ મે હું પર ક્યા કરું?

રડતા હૈયે અને વરસતી પાંપણે બેબાળઈ થઈને રીમી બોલતી હતી અને રોમે રોમ રડતો અવિનાશ બહાવરો બનીને સાંભળતો જતો હતો.

થોડીવાર અટકીને ફરી રીમી બોલી: 'અવિનાશ, મૈ જાનતી હું કિ મેરે બિના તુજ પર ક્યા કયામત ગુજરેગી? પર તુમ સંયમ રખના. મેરી યાદે અગર બહોત સતાયે-રૂલાયે તો મેરી યાદો કો જલા દેના. શાયદ તેરે સીને કા દર્દ કમ હોગા. તેરા પ્યાર મેરી જીંદગી કિ અમાનત બનકે રહેગા. મૈ તુજે કભી ભૂલા નહી પાઉંગી! ઈસકી વજહ યે હૈ કિ ઔરત જીસ આદમી કે સાથ સુહાગ સજાતી હૈ- મનાતી હૈ ઉસે વો જિંદગી કે આખરી દમ તક ભૂલા નહી પાતી. ઈસિલિયે તુમ મેરા પહેલા સુહાગ બનકર મેરે પ્રાણો કે સાથ રહોગે! અવિનાશ મેરી જીદ કિ આખરી ખ્વાહિશ કિ ખાતીર તુને જો મુજે પલભર કિ સુહાગ કી ખુશી દી થી ઉસકા તુમ ગમ ન કરના. મુજે માલુમ હૈ કિ જીંદગી કિ કિસી મોડ પર હમારી મુલાકાત નહી હોગી! ફિર ભી અગર કિસી અચ્છે મોડ પર યે હો ભી ગઈ તો તુમ બિના હિચકિચાયે મુજે છુ લેના. અવિનાશ, અબ મેરા વક્ત ખત્મ હો રહા હૈ. આઈ લવ યુ... . . ! અલવિદા કહેવા જતા જીભ તાળવે ચોંટી! એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

રીમીનો રડવાનો ગોજારો અવાજ સાંભળીને અવિનાશે પોતાનું રૂદન ખાળ્યું અને કહેવા માંડ્યું:'બકા, રીમી! મૈ તો અપને આપ કો સંભાલ લુંગા. ક્યુકિ મુજે તો દર્દ, દગા, જુદાઈ, બદનામી ઔર બરબાદી કો સહને કિ આદત સી હો ગઈ હૈ! પર તુમ અપને કો સંભાલના. મેરી હર દુઆઓ તેરે સાથ હૈ. તું જહાં ભી જાઓ ખુશહાલ રહો. 'આટલું બોલીને એ ચૂપ થઈ ગયો. હૈયામાં ડૂમો બાજ્યો. આંખોમા આંસુ ઊભરાઈ આવ્યા. એટલામાં ફોન બંદ થઈ ચૂક્યો હતો.

રાતના અઢી વાગવા આવ્યા હતાં. સોસાયટીના લોકો પ્રગાઢ નીંદર માણી રહ્યાં હતાં. ક્યારેક કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. નજીકમાં જ હાઈ-વે પર ચાલતા ટ્રકોના હોર્નનો અવાજ વાતાવરણને બેભાન બનાવી રહ્યો હતો.

આંસુ લૂંછતો આવિનાશ રૂમમાં પ્રવેશ્યો. મહી જોયું તો પેલા ત્રણેય મિત્રો મીઠી નીંદર માણતા હતાં. નીંદમાં પણ એમના ચહેરા મલકાઈ રહ્યાં હતાં. એ જોઈને અવિનાશે ઘડીભર આંખો બંધ કરીને લાંબો નિશાસો નાખ્યો. પછી મનમાં જ બબડ્યો:'અવિનાશ... ! ? પ્રેમમાં મંઝીલના નામે કેટકેટલા લફરા કરવા પડ્યા? છતાંય હૈયાને ક્યાં ટાઢક વળી? એક હૈયાને ખાતર-એક ખુશીને ખાતર કેટકેટલા હૈયાની ભીખ માગવી પડી? તેમ છતાંય આખરે દર્દ, દગાઓ, બદનામી અને બરબાદીભરી જુદાઈ જ મળી ને? અને છેવટે ભવોભવનો ગોઝારો વિજોગ જ મળ્યો ને? નહી તો અહીં જો... ! આ ત્રણેય કેવી મીઠી નીંદરને માણે છે! અને તું? ? ? ! ' આમ બબડતો અવિનાશ જમીન પર ઢળી પડ્યો.

અવિનાશ! ! ! બિચારો બાપડો... !

એનો પ્રેમ એને કેવી કેવી ગોઝારી કેડીએ લઈ ગયો કે એ ખુદને પોતાના પ્રેમને લફરા કહેવા મજબૂર બની ગયો! ?

પરોઢે પાંચ વાગ્યે પેલા ત્રણેય મિત્રો જાગ્યા. જુએ છે તો અવિનાશની આંખો ચોંધારે ચડી હતી. ચહેરાનું નૂર દેશાગમને ગયું હોય એવું લાગી રહ્યું હતું. એને ઢંઢોળતો પંકજ બોલ્યો, 'અલ્યા આમ શું થોબડું કરીને પડ્યો છે! ચાલ તૈયાર થઈ જા. '

એકવાર નહી પણ પૂરા છ વાર કહ્યું ત્યારે એ ભયાનક તંદ્રામાંથી જાગ્યો. એણે કહ્યું:'મોડું થતું હોય તો તમતમારે જાઓ, મારે નથી આવવું! '

'નથી આવવું એટલે શું? ચૂપચાપ નહાવાનું કર. તું જ તો અમને કમને એક દિ' વહેલા ખેંચી લાવ્યો ને હવે આમ નાટક કરવા માંડ્યો છે! 'અવિનાશને ઊભો કરીને બાથરૂમ ભણી ખેંચી જતાં રીપિન બોલ્યો.

અવિનાશને લાગ્યું કે હવે છટકી શકાય એમ નથી એટલે એ ઝટપટ તૈયાર થઈ ગયો.

બીજા દિવસે સવારે દશ વાગ્યે તો કેરાલામાં હતાં.

કેરાલામાં રફીસના આખા મહોલ્લામાં એના લગ્નની ધૂમ જામી હતી. ચારે બાજુ આનંદની ખુશ્બો ઉડતી હતી. લગનમાં મહાલવા આવેલા સૌ યુવાઓ મસ્તીના માહોલમાં ઓળઘોળ હતાં. જ્યારે અવિનાશ એક બાજુ ખુરશીમાં બેઠો-બેઠો રિબાતો જતો હતો. એની આંખો આગળ એના પ્રણયની ઘટનાઓ ફિલ્મની માફક ઘુમરીઓ લેવા લાગી.

શૅર, શાયરીઓ-ગઝલ અને જોક્સની જોરદાર મહેફિલ જામી હતી. ત્યાં અચાનક અવિનાશનો ફોન રણક્યો! એણે ઉપાડ્યો. સામેથી કર્ણપ્રિય શબ્દસૂર છૂટ્યા. શું કરવું એની કોઈ ગતાગમ ન પડી. કિન્તું ઘડીકવારમાં જ અવાજ પરખાઈ ગયો. ઉરમાં અનેરો ઉમંગ ઉપડ્યો. કંઈ કેટલાય લખલખા પસાર થઈ ગયા. આંખોમાં હર્ષની ટશરો ફૂટી. ઘડીમાં તો આનંદના દરિયા હિલ્લોળાઈ ઊઠ્યા.

હર્ષભેર એ બોલી જ ઊઠ્યો: 'હાય, માય ડિયર! સંજરી! ! ! ! આઈ લવ યુ... આઈ લવ યુ... ! ' અને એણે હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ધોધમાર પડેલા વરસાદની માફક ચુંબનોની ઝડીઓ વરસાવી દીધી!

સામેથી સંજરીએ પણ એવો જ પ્રતિભાવ આપ્યો.

ક્ષણનોય વિલંબ કર્યા વિના અવિનાશે વાત ઉપાડી:'સંજરી ! તે મને બહું તડપાવ્યો, રઝડાવ્યો હો? બોલ, મને નોંધારો મૂકીને, તારા પેલા દિવાના જોડે માર ખવડાવીને, મારી સાથે ભયંકર બેવફાઈ કરીને તને મળ્યું શું? બોલ બકા, બોલ! ? એવી તો મારી શું ભૂલ થઈ કે તું આટલી હદ સુધી વિફરી શકે? કે પછી કોઈની ચડાવેલી આવી ગાજી ગઈ હતી? ? ?

પ્રત્યુત્તરમાં સંજરી મૌન રહી.

અવિનાશે પોતાનો ઊભરો ઠાલવી દીધા બાદ ઘણીવાર પછી સંજરી બોલી:'અવિનાશ, તારી સાથે મે જે કર્યું એ મારી મોટી ભૂલ હતી. હું ભોળવાઈ ગઈ હતી! તારૂ પારખું કરવા જતા હું તારાથી વિફરેલી બેવફાઈ કરી ગઈ હતી. મને મોડે-મોડે ભાન થયું હતું કે તારી સાથે નફ્ફટાઈભર્યું વર્તન કરવામાં મે મોટી મૂર્ખામી કરી હતી. 'વળી, થોડીવાર પછી હળવો નિશાસો નાખીને એ બોલી:'બકા, અવિન ! મે તારી સાથે જે ઉધ્ધતાઈભરી બેવફાઈ કરી એનું પ્રાયશ્ચિત કરવા હવે હું તારા ચરણે ને શરણે આવી છું. મારા પર હવે યકીન કર અને મને અપનાવી લે. મારી સાથે તે સજાવેલા બધા જ સપના હું તને હેમખેમ પૂરા કરી આપીશ. બસ, એકવાર ફરી મને તું પનાહ આપી દે. '

'સંજરી, તારા ગયા પછી તે મારા માટે તારા દિલના બધા જ દરવાજા બંધ કરી રાખ્યા હતાં પણ મે આજ સુધી એ દરવાજા સાવ ઉઘાડા રાખ્યા છે. મને યકીન હતો કે એક દિવસ મારી હકીકત તારી આંખ સામે ઊભરી આવશે ત્યારે તું દોડતી જરૂર આવીશ! અને લે, આજે તું મારા વિશ્વાસને હેમખેમ રાખવા આવી જ ગઈ છે તો આ લે મે તને અપનાવી જ લીધી! '

'અવિનાશ, મારું હ્રદય તારો દિલી આભાર માને છે કે મે તારી સંગે આટઆટલું કર્યું છતાંય આજલગી તે મને કોઈપણ જાતનો ઠપકો ન આપ્યો! '

'ડિયર સંજરી! જ્યાં મારા નસીબનો જ દોષ હોય ત્યાં તને ઠપકો આપીનેય શું કરું? 'આટલું કહીને એ મનમાં બબડ્યો, 'કાળની થપાટ જ એવી છે કે માનવીની ભવાઈ ઊભી કરે છે. પરિવર્તનનો પવન ભાન ભૂલાવે છે. કિન્તું વખત આવ્યે એ જ પરિવર્તનનો પવન માનવીની શાન ઠેકાણે લાવે છે. અને એ જ શાયદ મારી સાથે થયું છે. '

પોતાની ડૂબું-ડૂબું થતી જીંદગીમાં સંજરીનું પુનરાગમન થતાં જ અવિનાશ બાગ બાગ બની ગયો હતો. બેય કર જોડીને એણે કુદરતની લીલાનો આભાર માન્યો કે આખરે સંજરી એને સમજી તો ખરી!

એને આંતરમાં રીમીની યાદ કોરી ખાતી હતી. તો વળી મનમાં ઊંડે-ઊંડે ભય હતો કે શાયદ સંજરી ફરી છેતરી ન જાય! કેમકે જ્યાં એકવાર વિશ્વાસ ઊઠી ગયો ત્યાં ફરીવાર એને બેસાડવા કઠણ કાળજું જોઈએ.

હૈયામાં ગમે તેટલો ઉમંગ હોય કિન્તું એક અજંપો ચેનથી જીવવા નથી દેતો.

એ સંજરી એટલે અવિનાશનો અતીત. ભવ્ય ભૂતકાળનું ભયાનક ભૂત! જેણે અવિનાશને ઘમરોળી નાખ્યું હતું. અવિનાશનો ચોથા નંબરનો પ્રેમ! એ પ્રેમને પામવા એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું હતું. કિન્તું મહોબ્બતમાં જેમ બધે બને છે એમ એ સંજરી અવિનાશથી બેફિકર બનીને બેવફાઈ કરી ગઈ.

પ્રણયની મંઝીલ કે પ્રેમની સપ્રેમ ભેટ શાયદ બેવફાઈ અને બદનામી જ હશે!

હૈયામાં રીમીના નામનો અખંડ દીપક જલાવીને અવિનાશ સંજરી સંગ પ્રણયની મોઘમ વાતો કરતો રહ્યો. બંને રોજ પ્રણયની ખુલ્લેઆમ ચર્ચાઓ કરતા રહ્યાં. તારીખ પહેલી એપ્રિલથી છેક ચૌદમી એપ્રિલ સુધી આ સિલસિલો રહ્યો. રોજ લાગણીઓની બેફામ આપ-લે થતી રહી.

સંજરીના પુનરાગમનથી અવિનાશે વિચારી રાખ્યું હતું કે એ હવે ક્યારેય દગો નહી કરી જાય! અને એ વિચારે એ એક નવીન-હસીન જીંદગી બેશુમાર બનીને ગુજારતો રહ્યો.

લગભગ આઢી વર્ષ બાદ સંજરીના આગમનથી એને જોવા એ ખૂબ ઝંખતો. એનું હૈયું સંજરીને મળવા-ભેટવા તલપાપડ હતુ. કિન્તું એણે સંયમ રાખ્યો. તેમ છતાંય એ રાતોની મીઠી નીંદમાં પેલા સંયમને સાવ છૂટા મેલી દેતો! કેમકે જે મજા શમણાઓમાં છે તે હકીકતમાં નથી હોતી!

15 મી એપ્રિલની સવાર એક અજબ ખુશીમાં ખીલી. પવનમાં શીતળતા હતી વાતાવરણમાં આહલાદકતા અને મોહકતા હતી. વાતાવરણની આવી મોહકતામાં નહાઈને અવિનાશે સંજરીને ફોન જોડ્યો. ફોન લાગ્યો પણ કોઈએ ઉપાડ્યો નહી. દશેક મિનિટ બાદ એ નંબર પરથી એક મેસેજ આવ્યો:' ડિયર અવિનાશ, એપ્રિલફૂલ¡ મારી વાતોને તે પુન:પ્રેમ માની લીધો હતો. પણ એ તો મારી તારા પ્રેમ સાથે ક્રૂર મજાક હતી. મને ખબર છે અવિનાશ કે આવી હરકત કરીને મે તારા દિવ્ય દર્દને છંછેડ્યું છે. ગમે તેમ પણ બને તો મને માફ કરજે. અને આ નંબર ડાયલ કરવાની કોશિષ કરતો નહી. અલવિદા... ! અવિનાશ, અલવિદા... ! ! ! ! ! '

એ સંદેશ વાંચ્યા બાદ અવિનાશ હતો ન હતો થઈ ગયો. એનું લોહી થીજી ગયા જેવી બૂરી વલે થઈ. કરવું શું? ફોન ડાયલ કર્યો તો સ્વિચોફ આવ્યો. સાંજે લગાવ્યો ત્યારે સાંભળવા મળ્યું કે આ નંબરની સેવા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે!

આ ભયંકર ગોઝારી ઘટના બાદ અવિનાશે છોકરી જાત પરથી સદંતર વિશ્વાસ ઉઠાવી લીધો. 'છોકરી' શબ્દ અને એને ફૂંફાડા મારતી નાગણ લાગવા માંડ્યું. એણે પ્રેમ રસ્તાના માર્ગ પર મહા હિમશિલાઓ સમાં તાળા મારી દીધા.

અરે ! જે રસ્તે આટઆટલી ભીષ્ણ ઠોકરો ખાધી હોય એ મારગે હવે ફરીવાર જવાનું એ કેમ વિચારી શકે! ?

જે દિવસે સંજરીએ ફોન પર એપ્રિલફૂલ કહ્યું એ જ ઘડીએ અવિનાશને એવું ક્રોધિત ઝનુન ચડ્યું હતું કે એ પળે જો સંજરી એની સામે હોત તો એના જીસ્મના ચીરેચીરા ઊડાવી દેત અને એનું લોહી જ પી જાત!

એ દિવસ પછી અવિનાશ એટલો લોહી વિકરાળ બની ગયો હતો કે એ કોઈપણ છોકરીને જુએ અને એના હાથ એ છોકરીનું ગળું દાબવા તલપાપડ થઈ જતાં! એનું વિકરાળ પાગલ હૈયું લોહી તરસ્યું બની જતું. કિન્તું એણે પોતાની જાતને એ રાક્ષસવૃતિ આચરતા અટકાવી. એક વસ્તુને એ ન અટકાવી શક્યો-જો એ આખી જીંદગી કુંવારા રહેવાની ભીષ્મપ્રતિગ્ના લઈ બેઠો!

પછી ચૈત્રની બપોરે અગાશી પર જઈને ગાવા માંડ્યું:'હવે અલવિદા તમોને ઓ હ્રદયતણા પ્રણય મોરલિયા! '

આમ, છતાંય એકલતા એનાથી જીરવાતી નહોતી. કોઈનો સત્યથી છલોછલ ભરેલો ભીનો-ભીનો માદક સંગાથ પામવા હૈયુ રોજ તડપતું!

રીમીની યાદ રોજ રાત્રે ભીંજવી જતી. એને થતું હાલ જ જઈને રીમીને ઉપાડી લાવું. પણ..... પણ... પણ... . 'પણ' બનીને રહી જતું!

આ સાથે જ પાંચમી જુલાઈના રોજ દર્દથી રિબાતા-એકલતાથી કણસતા મહોબ્બ્તથી ભીંસાયેલા અને વિશ્વાસઘાતથી વીંધાયેલા અવિનાશને પ્રભુએ ઉપાડી લીધો!

એણે દુનિયાને અલવિદા કરી લીધી!

અવિનાશના ગયા પછી દર્દ એકલું પડ્યું. બેવફાઈ બેનામ થઈ. વિશ્વાસઘાત વેરણછેરણ થયો. ને દગાઓ દર-દર ભટકીને ભીખ માગતા થઈ ગયા!

એના ગયા પછી એની પથારી નીચેથી બે ચબરખી મળી આવી.

એકમાં લખ્યું હતું:'સાચું કહું તો હું પ્રણયની બેરંગી દુનિયાથી હારી ગયો છું. બેધારી ખુલ્લી તલવાર જેવો છે આ પ્રેમ! અને આખરે હું એવા તારણ પર આવ્યો છું કે જગતમાં કોઈએ કોઈને મહોબ્બત કરવી જોઈએ નહી. કારણ કે પ્રેમના નામે અહી સ્વાર્થના માત્ર સોદાઓ જ થાય છે. સાચો પ્રેમ મેળવનારાએ ખૂબ સાચવીને ચાલવું પડે છે. ને છતાંય દર્દ પીછો છોડતું નથી. મને ખબર નથી કે દુનિયા અને દિવાનાઓ મને શું સમજશે કિન્તું મારા મતે હું ખુદ જ મારા માટે વણઉકેલ્યા કોયડા સમાન છું. હું આજલગી એ ન સમજી શક્યો કે મને એવા ક્યાં તત્વની જરૂર હતી કે પ્રેમના નામે મારે જ આટઆટલી ખુંખાર રઝળપાટ કરવી પડી! હજીયે પીડાથી ખદબદતા દિલમાં એક સળવળાટ છે કે આ દર્દ અગર હેમખેમ જીવવા દેશે તો જગતને બતાવીશ કે મારી રઝળપાટનું આખરી કારણ શું હતું? પણ એ જાણવા સારૂ મારેય આકરૂ તપ કરવું પડશે. '

અને બીજી એક ચબરખીમાં લખ્યું હતું:'હું યુવતીઓથી એટલા જીવલેણ આઘાત પામ્યો છું કે આ દુ:ખમાંથી આબાદ બચ્યો તો એમના ઝુલ્ફોમાં આગ લગાવીને, એમની શુષ્ક આંખોમાં થોરનું દૂધ આંજીને , એમની માસૂમિયતને બરાબરની મસળીને શહેરની ઊભી બજારે દોડાવીશ! '

પણ, આવું પાપ કરવા એ જીવતો ન રહ્યો. સ્વધામ છોડીને અકાળે એ સ્વ. થઈ ગયો! !

મગતરી મહોબ્બતે અવિનાશનો વિનાશ કર્યો! !

આખરે પ્રણયથી છળાનારો એ ખુદને છળી ગયો! ?

- The End... ! ! !

***

* અંતર્વાંચન... . ! ! ! ! ! *

• પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ... !

* અવિનાશ ગયો એ સાથે જ અહીં આ લઘુનવલ પણ પૂર્ણ જાહેર થાય છે.

* અવિનાશ એટલે વિનાશ થવા સર્જાયેલ એક ઉમદા વ્યક્તિ!

• વહાલા વાચકો, આપ સૌ અહીં સુધી અવિનાશની રઝળપાટ સમી બેફામ સફરના સહસાથી બની રહ્યાં અને મારો ઉમંગભેર ઉત્સાહ વધાર્યો એ બદલ અંતરભીના લીલાછમ્મ અભિનંદન.

હવે, એક નવા લેખક તરીકે મને આપના અમૂલ્ય અભિપ્રાય પાઠવશો જ. આપ આપના અભિપ્રાય મેઈલ કરશો તો મને આગળની સફર માટે ઉપયોગી થશે.

-9879106902

-ashkkchauhan@gmail. com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED