પ્રણય ભંગ - 9 Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ભંગ - 9

પ્રણય ભંગ - 9

અજાણ્યો નંબર

સમી સાંજના આછા અંધારાએ અમદાવાદને ચોતરફથી બરાબરનું ઝગમગાવી દીધું હતું. ગામડામાં લગ્ન વેળાએ કો'ક સામાન્ય અમીરના ઘેર જેવી રોશની ઝળહળતી દેખાય એવી રોશની તો અમદાવાદની ગલીઓમા કાયમ ઝળહળાં થતી હોય છે! એવું લાગે જાણે અહી રોજ સિતારાઓ રાસ રમવા આવતા ન હોય! કારણ કે અમદાવાદના આકાશમાં સિતારાઓ ઝાંખા દેખાતા હોય છે.

રવિવાર હતો. સાંજ ઢળી ચુકી હતી. રાતના નવેક વાગ્યા હશે. કાળુપુર રેલવે સ્ટેશનથી થોડેક આગળ રેલની પટરીએ-પટરીએ પોણા છવ્વીસ વર્ષનો એક ફૂટડો યુવાન ચાલ્યો જાય છે. બંને હાથ ખાલી છે. પણ એવું લાગતું સતું જાણે આખા જમાનાભરની મૂડી એના હાથમાં ન હોય! બંને આંખોમાં તેમજ હૈયામાં જખ્મીલા આઘાતો આંજેલા છે. દિમાગ પર નફરતની દુનિયા તણા સિતમોના પોટલેપોટલા ખડકેલા છે. સુરતથી અમદાવાદ આવ્યો ત્યારે એના હૈયામાં ઉમંગ નહોતો સમાતો!કિન્તું અહી એક માઠા સમાચારે એને નરકની વાટ પકડાવી!મણિનગરમાં રહેતા એના મિત્રના ઘરેથી નીકળ્યો ત્યારે તો એને ખબર હતી કે પોતે ક્યાં જઈ રહ્યો છે પણ અહીં રેલવે સ્ટેશને આવ્યા બાદ કોઈ જ ગતાગમ નહોતી કે એ આખરે ક્યાં જઈ રહ્યો છે!

બસ,એની તો એક જ મંઝીલ હતી: મોત. . . . . !!!. . . !!

જગતની રૂસ્વાઈ અને બેવફાઈના જખ્મોથી જખ્માયેલ વ્યક્તિ મરણને શરણ થાય એ તો એનું કાયરપણું કહેવાય કિન્તું જે વ્યક્તિ પોતાના અંગત જણ ખાતર થઈને દુનિયાની નફ્ફટભરી બદનામી સહીને હેમખેમ જીવી જવાની પેરવી કરતો હોય એ જ વ્યક્તિને પોતાનું એ જ જણ જ્યારે છેતરી જાય, દગો કરી જાય ત્યારે ભલા એ વ્યક્તિ કોની ખાતર જીવી શકે? અને જીવી શકે તો એટલી હામ ક્યાથી લાવી શકે? પોતાનું જ જણ જ્યારે દગો કરે ત્યારે વ્યક્તિ કોને સગો કરે? ?

એ ફાંકડો યુવાન એટલે આપણો અવિનાશ!

પ્રેમના નામે ખૂબ ઘવાયો. પણ હાર્યો નહી. પ્યારના નામે અસહ્ય દગાઓ થયા હતા એની સાથે! ને એમાં ફરી એકનો ઉમેરો થયો. એ દગો કરનાર એટલે એણે પોતાની માનેલી પ્રિયતમાં,ઉર્મિ!

ઉર્મિએ માત્ર લગન કરવા ખાતર જ અવિનાશને પોતાની પ્રેમજાળમાં ગુથી રાખ્યો હતો. બાકી પ્રણયફાગ તો એ અન્યો સંગ ખેલતી હતી!વળી,મુલાકાતો પણ અન્યોને આપતી હતી. આજ લગી અવિનાશને આ હકીકતની ખબર નહોતી. એટલે જ તો શિવરાત્રીના દિવસે ઉર્મિએ એને બરાબરનો પીંખી નાખ્યો હતો તોય એ પોતાની ભૂલ સમજી હસતો રહ્યો હતો. પણ મુશળધાર પ્રણયમાં છેતરાયાની હકીકત આંખ સામે ઉજાગર થાય પછી શું ? પછી હૈયાને કાબુ કરવું બહું જ કઠિન કામ છે. જાન હથેળીમાં આવી જાય છે સાલી!!

માણસ બધું જ સહન કરી શકે છે પણ વિશ્વાસઘાત સગા બાપનોય નથી સહી શકતો!

વિશ્વાસ એ જ તો સંબંધનું અમૂલ્ય ઘરેણું છે.

અને ઉર્મિએ પોતાને છેતર્યો છે એ હકીકત સામે આવી એટલે અવિનાશ નરકની વાટે થયો.

અવિનાશ લગભગ દશેક મિનિટ ચાલ્યો હશે ને એવામાં એના ફોનની ઘંટી વાગી!

અજાણ્યો નંબર હતો. નહોતો ઉપાડવો તોય ન જાણે દિલના ક્યાં ઉમળકાએ ઉશ્કેર્યો કે એણે ફોન ઉપાડ્યો.

સામેથી જે અવાજ આવ્યો એ અવાજે એના કાનમાં કરોડો કોયલ ટહુકાવી દીધી!અને ઉરમાં વસંત મ્હોરાવી દીધી!

"હેલ્લો અવિનાશ!કૈસે હો આપ? " અવિનાશે સાવ હળવાશથી ઉત્તર વાળ્યો:"મૈ જૈસા ભી હું અપની હાલાતો મે ઠીક હું. પર આપ કૌન ઔર કહાં સે હૈ? "

'અરે યાર,અવિનાશ! કિતને ભૂલક્કડ હો આપ? યાદ હૈ? આપ કો મૈને પાચ તારીખ કો ફોન કિયા થા ઔર આપને રોંગ નંબર બોલા થા? ઔર સુનો યાર મૈ જયપુર સે હું!'

'હા, કિયા થા ઔર કહા થા. ઔર આજ ફિર યે કહેતા હું કિ યે રોંગ નંબર હૈ. અબ ક્યું પરેશાન કર રહે હો યાર,રખો બાય!'

'અબ બાત યે હૈ અવિનાશજી કે આપને ઉસ દિન અંદાજ સે ઔર જો પ્યારભરી જુબાન સે હમ અંજાન સે બાતે કી થી વો હમે લુભા ગઈ હૈ. આજ સપ્તાહ હોને કે બાદ ભી આપકી યાદે,આપકી બાતે ઔર આપકા ખયાલ દિલ ઔર દિમાગ સે હટતા નહી. મેરી બાઈસ સાલ કી ઉમ્ર મે આજતક કિસી સે હમારા દિલ ન લગા થા ઈસલિયે હમને સોચા થા કિ શાયદ હમે કિસી સે મહોબ્બત હો હી નહી શકતી. લેકિન ઉસ દિન સે મૈ પલપલ મહેસૂસ કરતી જા રહી હું કિ શાયદ આપ હી વો હો જીસે ખુદા ને મેરે લિયે બનાયા હૈ!'

અવિનાશ બાઘો બનીને સાંભળતો હતો. પેલી અજાણી યુવતી પોતાની લાગણીઓની સરિતાઓ ખુલ્લેઆમ વહાવી રહી હતી.

'અવિનાશ,મૈને અપને દિલ કો બહોત મનાયા પર દિલ હૈ કિ માનતા હી નહી. ઈસલિયે આજ આપકો ફોન કરના પડા! પ્લીઝ અવિનાશ, મેરે જજબાતો કો સમજને કિ કોશિશ કીજીયે યાર!'

અવિનાશ જે પાટા પર ચાલી રહ્યો હતો એ પાટાની બંને બાજુના પાટા પર રેલગાડીની અવરજવર ચાલું થઈ ગઈ હતી. એની ધીરજ હવે ખૂટતી જતી હતી. એવામાં દૂરથી એને પોતે જે પાટે ચાલી રહ્યો હતો એ પાટા પર રેલ આવી રહી હોવાનો ભણકારો સંભળાયો. ફોન હજુ ચાલું જ હતો. અવિનાશને આ ઘડીએ ફરી એકવાર અતીત સાંભરી આવ્યો.

કેટકેટલી રઝળપાટ કરવી પડી માત્ર એક પ્રેમને પામવા ખાતર!અને મળ્યું શું? મોતનો મારગ જ ને!'

એ ફસડાઈ પડ્યો. રોમરોમ આંસુએ થયું. આંખે અંધારા ઊતરવા માંડ્યા.

'પ્રણયની મંઝીલ આવી જ હશે શું ? કે મારામાં કોઈ ખામી છે? કે પછી નસીબની આ બલિહારી છે? ' એને વિચારોએ ઘમરોળવા માંડ્યો.

અજાણ્યા નંબરવાળી પેલી યુવતી પોતાની લાગણીઓના કોયલ,મોર અને પપીહાના અવાજો અવિનાશના કાનમાં ટહુકાવી રહી હતી. કિન્તું અવિનાશનું અહી ભૂત સાંભળે છે અત્યારે ? એ તો જીવવું કે મરણને શરણ થવું એની વિમાસણમાં ગોતા ખાઈ પડ્યો હતો!'

રાતના આછા અંધકારમાં એને લાગ્યું જાણે એ યમરાજના દરબારનો મહેમાન થયો છે. અને નરકની હવે સજા સુણાવવામાં આવી રહી છે. એવામાં અચાનક ફરી એનો ફોન રણક્યો. એ સાથે એ પણ ચમક્યો. નરકમાં પણ ફોન છે એવા વિચારે એને ગજબનું અચરજ થયું. કિન્તું પાસેના પાટા પરથી ટ્રેન સરકી એટલે એને ભાન થયું કે પોતે હજું રેલની પટરીને પ્રેમ કરતો પડ્યો છે.

અવિનાશને લાગ્યું કે હવે પોતે જે પટરી પર છે એના પર શાયદ રેલગાડી નહી આવે એ વિચારે એ બાજુની પટરી પર ચાલ્યો ગયો.

એક સમયે જેને જીવવાની અજબ જીજીવિષા હતી એને મરવાની કેટલી તાલાવેલી!

છેતરપીંડી અને દગાઓ માનવીના કેવા અંગત સગાઓ થાય છે કે એની ખાતર માનવી ન કરવાનું કરી બેસે છે!'

ફરીથી ફોનની રણકી.

અવિનાશે કમને ફોન કાને ધર્યો.

નંબર નવો હતો પણ સામે એ જ અજાણી યુવતી કાકલૂદી કરી રહી હતી:'અવિનાશ!મેરે જજબાતો કો સમજો યાર!મૈ આપકો જાનતી નહી ફિર ભી કરતી હું પ્યાર. ઔર આપ હો કિ કરતે જા રહે હો ઈનકાર! ઐસા મત કરો યાર,મૈ ફ્રોડ નહી હું. 'કહેતી એ ગળગળી થઈ ઊઠી. એ આગળ બોલે એ પહેલા જ અવિનાશથી બોલી પડાયું,'મેરે જજબાતો કો આજકત કૌન સમજા હૈ જો મૈ અનજાન સી તેરે જબાતો કો સમજું? પ્લીઝ ફોન રખો ઔર મુજે જાને ભી દે યાર, બાય અલવિદા!'

અવિનાશ ફોન કટ કરે એ પહેલા એના કર્ણમાં એક ગજબ શબ્દ ઊતર્યો:'i love u !'લાગણીના પ્રચંડ ઊભરાઓથી બોલાયેલ શબ્દો સાથે એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

એનું રુદન સાંભળીને અવિનાશ પીગળ્યો. પોતાનું જણ માનેલાના પ્રેમથી તરસ્યો અવિનાશ અજાણી છતાં પોતાને પ્રેમ કરનારના પ્રેમને પીવા તરસ્યો બન્યો!

પ્રેમ વિનાનું જીવન કેવું નિર્થક છે!

પ્રેમની તાકાત કેટલી? એક પ્રેમ માનવીને મૃત્યું તરફ ધકેલવા મજબૂર કરે છે. જ્યારે બીજો પ્રેમ માનવીને નવજીવન અર્પે છે!

ફરીવાર પેલી યુવતી ગળગળા સાદે 'આઈ લવ યું' બોલી ગઈ!જે સાંભળીને અવિનાશની અંધકારગાઢી આંખ સામે મહોબ્બતનો પ્રેમાળ ઉજાશ પથરાયો. હૈયાને લાગેલા જખ્મીલા આઘાતને રૂઝ વળતી જણાઈ. પ્રેમાવેશ બનીને 'i love u' બોલી ગયો!એને જીવવાની લાલસા જાગી. એ એટલો ખુશમિજાજ બની ગયો કે પોતે ક્યા સ્થળે છે એનુયે એને કંઈ ભાન નહોતું. જે મોતના મુખમાંથી એણે બચવાનું ધાર્યું હતું એ ટ્રેન મોતનો કાળોભમ્મર કોળિયો બનીને એની સામે ધસતી આવી રહી હતી. બચવાનો કોઈ જ ઉપાય નહોતો બચ્યો. કિન્તું સમયસૂચકતા વાપરીને એ ટ્રેન નીચે ચત્તોપાટ થઈ ગયો. ટ્રેન એના પરથી હેમખેમ પસાર થઈ ગઈ!

પ્રેમ માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે!આ જ તો જીવનની ફિલસૂફી છે. જે મહોબ્બત મરણના માર્ગે વળાવા આવી હતી એ મહોબ્બતે જ એને હેમખેમ ઉગાર્યો! કોણ કહે છે કે મહોબ્બત મારે છે? અરે એ તો જીંદગીને સજાવવાની જડીબુટ્ટી છે!

અવિનાશ ખૂબજ હરખાયો. મૃત્યુને બીજીવારનું હરાવીને એ અજેય બન્યો હતો જાણે! એણે તત્ક્ષણ પેલી યુવતીને ફોન જોડ્યો. બંનેએ પ્રેમાળ પરિચય કેળવ્યો. નામ-સરનામાં જાણ્યા.

અજાણ્યે અજાણ્યાનો પ્રેમ મળ્યાની ખુશીમાં અવિનાશ ઊર્મિની છેતરપીંડીનેય પળવાર ભૂલી ગયો.

રાત્રિના બાર વાગ્યે અવિનાશ મણિનગરમાં રહેતા પોતાના મિત્રના ઘેર પહોચ્યો. જાણે પોતાની સાથે કંઈ જ અઘટિત ઘટ્યું જ નથી એમ એ નિરાંતે ઊંઘને ખોળે થયો.

પેલી અજાણી યુવતી જેને અવિનાશે ઉરમાં ઉતારી હતી એનું નામ હતું રીમી. એ અવિનાશના મોઢેથી 'આઈ લવ યું'સાંભળીને સાતમાં આસમાને વિહરવા લાગી હતી. એની એકલવાયી જીંદગીમાં હજારો ચાંદ ઊગી નીકળી ચૂક્યા હતા.

એ આખી રાત એ બંને એકમેકને મળવાના, જોવાના ખ્યાલોએ ખીલતા રહ્યાં.

સવારે ઊઠતાવેંત જ અવિનાશે વહાલા અમદાવાદને અલવિદા કર્યું. બીજી સવારે એ સાવ અજાણ્યા એવા જયપુરના બસસ્ટેશને ઊભો હતો.

જે બે હૈયાઓ એકમેકને જોયા વિના પ્રેમના લીલાછમ્મ તાંતણે બંધાઈ ગયા હતા એ જ બે હૈયાઓ જ્યારે એકમેકને રૂબરૂ મળ્યા હશે ત્યારે કેટલા ઉમંગથી ખીલ્યા હશે!

રીમી આવી. એકમેકને જોયા એવા જ એ બાથ ભરીને ભરી ભીડ વચ્ચે ભેટી પડ્યા. લોકો એમની બાઘાની માફક તાકી રહ્યા હતાં.

બંને હરખથી મળ્યા. મળ્યા એવા જ હૈયા સોંસરવા ઊતર્યા.

અવિનાશે પોતાના પ્રણયભંગ ભૂતકાળના પીડા ભરેલ પટારાઓ ખોલવા માંડ્યા. રીમી એને બાથ ભરીને કાને ધરી રહી હતી. જાણે બધું જ એની આંખ સામે જ બનતું ન હોય!

અવિનાશની દર્દભરી કથનીઓ સાંભળીને રીમીએ પ્રગાઢ આંલિંગન આપીને સાંત્વના આપી કે પોતાના તરફથી આવું કોઈ જ કાર્ય નહી થાય જેનાથી અવિનાશનું હૈયું ખંડિત થાય.

જીંદગીની પ્રથમ મુલાકાતમાં રીમી અને અવિનાશ એકમેકમાં એવા તો ભળી ગયા હતાં કે જાણે ભવોભવની પીછાણ ન હોય!

અવિનાશ રીમીમાં પોતાની ભવ્ય જીંદગીની જહોજલાલી જોતો હતો જ્યારે રીમી અવિનાશમાં પોતાની અપાર ખુશી જોતી હતી. એને અવિનાશ પર અખંડ વિશ્વાસ હતો. કારણ કે દગાઓ ખાનાર આશિક ક્યારેય કોઈને દગો આપી શકવા સમર્થ હોતો નથી.

છેતરપીંડીનો ભોગ બનનાર કે બેવફાઈની માર ખાનારની હેસિયત નથી હોતી કે અન્યોને બેવફાઈની ભેટ આપી શકે!

રીમીને મળ્યા બાદ અવિનાશ લીલોછમ્મ બનીને મ્હોરાતો જતો હતો.

બે દિવસમાં બે યુગો જેટલી ખુશીઓ ગજવે કરી.

નજરોએ નજરોને ચૂમી,અધરોએ અધરને ગળે લગાવ્યા. બે હૈયાઓ એકબીજામાં ભળ્યા. અને બે દિલ મહોબ્બતમાં મ્હોરી ઊઠ્યા. કોના થકી કોને શું મળતું હતું એ તો નહોતું જાણી શકાતું પણ એકમેકના સાનિધ્યમાં બંને અપાર ખુશ હતાં.

રીમીને અવિનાશ મળવાથી અને અવિનાશને રીમી મળવાથી બંને ખુશ હતાં. કિન્તું જ્યારે જ્યારે અવિનાશનેએનો પ્રણય ભૂતકાળ સાંભરી આવતો ત્યારે એ ચોંધાર આંસુએ રડી પડતો. એ વખતે એક અજાણ્યો ભય એને કોબ્રાની જેમ ડંખી જતો.

એ અજાણ્યો ભય એટલે રીમી!

રીમીએ ભલેને ગમેતેવો વિશ્વાસ આપ્યો હોય કિન્તું આખરે એય એક યુવતી હતી! અને અવિનાશને યુવતીઓથી જ વિશ્વાસઘાત થયો હતો. યુવતીઓને (સત્રીઓને) સમજવી એ મુશ્કેલ જ નહી બલ્કે સાવ અશક્યમાં અશક્ય છે.

ક્રમશ:

હવે છેલ્લું પ્રકરણ બાકી છે,જેમાં અવિનાશની વેદનાનો અંત આવશે. . . !

પણ કેવો અંત. . . ?

સુખદ કે દુખદ!!? ? ?

આપ ખુદ જ વાંચીને જાણી લેજો. . . .

-અશ્ક રેશમિયા

તા:ક: આપ આપને અનુકૂળ હોય એવો પ્રતિભાવ આપશો તો ઉમંગ થશે. .

ashkkchauhan@gmail. com