પ્રણય ભંગ - 7 Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ભંગ - 7

પ્રણય ભંગ. . . 7.

અવિનાશ બોલતો જતો હતો. . પણ એનુ હૈયું માંયને માંય આરઝુંને ઝંખી રહ્યું હતું. આરઝુને પામવા એનું મન તરફડતું હતું પણ પરિવારને કહેવું ક્યા મોઢે?? હાથમાં લાડવો હોવા છતાંય ખાવા માટે એ વિવશ હતો!

રાત પૂરપાટ રફ્તારે ભાગી રહી હતી. એક જણ રડમસ અને જામી ગયેલ ચહેરે, વરસતા નયને ને ફાટ્યા કાને જીવનની પ્રથમ કરુણા સાંભળી રહી હતી, અને બીજું જણ એનાથીયે સવાયી હાલતે જીવતરની કરુણાને પંપાળી રહ્યો હતો!

'અવિનાશ, તસું જેવડી મારી ખતાને આવડી મોટી સજા કેમ દે છે?'

આરઝું, ભૂલ તો હુંય હિમાલય-સી કરી બેઠો છું. હવે મારું જરાય ચાલે તેમ નથી જ. હવે તો. . . . બસ. . . . અફસોસ. . . . !'આટલું માંડ બોલ્યો અને અવિનાશે ફોન સ્વિચ ઓફ કરી દીધો. પછી ક્યાંય લગી સિતારાઓ હાથમાં લઈને ગણતો રહ્યો.

અવિનાશનું મૂળ વતન પાલનપુર. પણ છેલ્લા ત્રણેક વર્ષથી પાલનપુર એના માટે પિયર સમાન બની ગયું હતું. અને સુરત જાણે સાસરુ! કારણ કે જેમ દીકરી પરણીને સાસરે જાય પછી વારતહેવારે જ પિયરમાં આવે એમ અવિનાશ પણ સુરત ગયા પછી વારતહેવારે જ પાલનપુર આવતો.

એવામાં ઉનાળો આવ્યો. ઉનાળો એટલે લગ્નની ફૂલેલી ફાલેલી જાણે મોસમ!ચૈત્ર પછી વૈશાખે બરાબરનું રાજસિંહાસન જમાવ્યું. વૈશાખી વાયરા વાયા અને ચોફેર શાદીની શરણાઈઓ ગુંજવા લાગી. આખું જગત લગનની ઘેલછામાં જોતરાઈ ગયું હતું. અત્ર તત્ર સર્વત્ર લગનની ધુમધામ જ હતી. જ્યા જુઓ ત્યા લગન અને આણાઓની ધમાલ જ ધમાલ. વળી એ લગનની મોસમમાં યુવા હૈયાઓની કમાલ જ કમાલ!લગ્નનોત્સવની ધુમધામમાં જગત એમ મહાલતું હતું જાણે કે સ્વર્ગમાં મહાલતું ન હોય!

ઉનાળાની છટ્ટી લઈને અવિનાશ પણ માદરે વતન પહોંચી આવ્યો હતો. એ જ્યા પણ જાય લોક અને સંબંધીઓના મોઢેથી એક જ વાત સાંભળવા મળતી:અવિનાશ. . . ! હવે તારી હેડીના હંધાય એકમાંથી બે પાંદડે થઈ ગયા. તારો શો વિચાર છે? કે પછી હજીય ભાવમાં જ રહેવું છે! 'અવિનાશને કે એના પરિવારને તો જરાય ઉતાવળ નહોતી પણ સમાજના કેટલાક લોકોને બહું ઉતાવળ હતી.

એક દિવસ અવિનાશના પરિવારે કહ્યું:'અવિ, લોકો અને સમાજ હવે વધારે ખોટી વાતો કરે- એ પહેલા તું હવે પરણી જાય તો સારું. તને અમારી પસંદ ન ગમતી હોય તો તું કહે ત્યા તારા લગન ગોઠવી લઈએ. જેથી લોકોને રાહત થાય.

દિવસો પર દિવસો વીતતા જતાં હતા. બન્યું એવું કે અવિનાશને સુરત જવાના આગલા દિવસે એની માસીના દીકરાના લગનમાં જવાનું બન્યું. અવિનાશ વહેલી સવારે જ પોતાનો સરસામાન. લઈને આવી પહોચ્યો. સરસામા એટલે પોતાની અંગત મૂડી:પ્રણયભગ્નતા!

બપોરે ભોજન બાદ અવિનાશ આડો પડ્યો. થોડી જ વારમાં એની આંખો મળી ગઈ. બપોરી નીંદમાંથી જાગ્યો એવો એ ગજબ અચરજ થયો!એની નજરે એવી યુવતી આવી કે જેને જોઈને સ્તબ્ધ થયો. પછી તો અવિનાશ એ યુવતીને ટગર ટગર ક્યાંય સુધી તાકી રહ્યો. જ્યાં સુધી હૈયું ભરાઈ ગયું ત્યાં સીધી એ પેલા હીરને માણી રહ્યો.

એ હીર સમી લાવણ્યા એટલે આરઝું. . !એનું નામ તો અવિનાશ નહોતો જાણતો પણ દિવસભર એના રુપાળા તેમજ ગુણવત્તાસભર અસ્તિત્વને પારખ્યા બાદ એને પાસે બોલાવી. નામ-ઠામ પૂછ્યા.

અવિનાશે પછી પૂછ્યું, 'આરઝું હું તને ગમાડતો થઈ ગયો છુ. તું તૈયાર હોય તો મારે તારી સંગે સુંદર સંસાર માંડવો છે. '

અવિનાશ, મો સંભાળ. તું કોની સાથે અને કેવી વાત કરી રહ્યો છે એનું ભાન તો છે ને?'

'તને જોયા પછી બેભાન બની ગયો છું. તારા અસ્તિત્વે મને ઘેલો કર્યો છે. '

'તો હવે ભાનમાં આવી જા. નહી તો મજા નહી આવે. . . '

'પણ, મારે ક્યા તારી સંગે લવ કે લફરું કરવું છે તે તું આમ છંછેડાય છે!'હું તો તને મારી ઝગમગાટ જીંદગીની જીવાદોરી બનાવવાની વાત કરું છું. એમાં ક્યા આમ. . . . '

'બસ, અવિનાશ. . . હવે ચુપ!નહી તો બેઈજ્જત થઈશ!! અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી જ.

એમ કરતા બે દિવસ વીતી ગયા. આરઝુના અસ્તિત્વએ અવિનાશ પર એવી તો ભૂરકી નાખી હતી કે એનું રોમ રોમ આરઝુંની માળા જંપવા લાગ્યું.

બીજા દિવસે સુરત તરફ પ્રયાણ કરતી વેળાએ અવિનાશે આરઝુંને ફરી એકાંતમાં બોલાવી. કહેવા માંડ્યું:બકા, આરઝું. . . હજું સમય છે. સમજી જા. તું તૈયાર થાય તો તારા ઘેર વાત મોકલાવું. તને હું સુખી કરીશ. 'એકવાર વિચારી લે. પછી પસ્તાવો કરીશ!

પોતાને લગનનું પૂછવાની હિંમત કરનાર અવિનાશે જાણે ગુનો કર્યો હોય એમ આગ ઝરતી ભીષ્ણ નજરથી એ એને તાકી રહી હતી. મનમાં થતું હતું જાણે અવિનાશને ચીરી જ નાખે. પછી કંઈક વિચારીને કહ્યું:'અવિનાશ. . . . હું કોઈના પ્રેમમાં છું, અને એને લગનનો વાયદો આપી બેઠી છું. ' આમ કહીને એ નીચી નજરે ઊભી હતી. જો કે એ કોઈના પ્રેમમાં નહોતી જ. પણ આમ કરીને એ અવિનાશથી પીછો છોડાવવા માગતી હતી.

તારો પ્રેમ અને તારો વાયદો અમર રહે એવી આશિષ.

અને અવિનાશ દુખી દુખી થઈ સુરતને મારગે થયો.

વખત જતા પાંચમાં દિવસે આરઝુંને જાણ મળી કે અવિનાશ કોઈ મામુલી નહી પણ એક મોભાદાર યુવાન છે. એ કંપનીમાં ઊંચા હોદા પર છે અને એની સેલેરી લાખ રૂપિયાને વટાવી જાય એટલી ઊંચી છે ત્યારે આરઝું અફસોસથી અડધી થવા લાગી. બેબાકળી બનીને એણે અવિનાશને અડધી રાતે ફોન લગાવ્યો. કહેવા લાગી:' અવિનાશ, હવે હું તારી જીવનસાથી બનવા તૈયાર છું. '

જીવવાના અભરખા જલાવી બેઠેલ અવિનાશે માત્ર એટલું જ કહ્યું:'આરઝું, હુ કોઈની અમાનતને ઝુંટવવાનું પાપ કરવા નથી ઈચ્છતો. તે જેને વાયદો આપ્યો છે એની સંગે હેમખેમ જીવી લેજે. હવે તો આપણે બહું જ મોડું થઈ ગયું છે.

સાંભળીને આરઝું હતી ન હતી થઈ ગઈ.

જુઠ બોલવાનું એને ભારે થઈ પડ્યું. અને અવિનાશે હૈયા સોંસરવું ઊતરી ગયેલ એક જણ ખોયું. . .

7. હવસભૂખ!??

'અવિનાશ. બકા, એક વાત પૂછું?'

'હા, એક શું કામ! બે-ચાર પૂછી નાખને!'

'તને માઠું તો નહી લાગેને, બકા. . . ?'

'અત્યાર સુધી તો નથી લાગ્યું. . . પણ હવે જરૂર લાગશે!'

'હવે જ કેમ?'

'કારણ કે તારા સવાલ જ એવા ડરામણા હોય છે. '

'તો જે થાય એ પણ પૂછું?'

'અરે પૂછને યાર. . . મગજનું દહી કર્યા વગર પૂછને જે પૂછવું હોય એ. '

'તો અ. . વિ. . નાશ. . . ! તું હવસનો ભૂખ્યો છ કે પ્રેમનો ?'

'બંનેનો. . . '

'સાવ જુઠ્ઠું બોલે છે તું!'

'તો સાચું તું બતાવ. '

'મને લાગે છે કે હવસની ભૂખ કુદરતે તારામાં મૂકી જ નથી!'

'એ તને કેવી રીતે ખબર પડી?'

'મને ખબર ન હોય તો શું મારી શૌતનને હોય?'આજે સાત-સાત દિવસથી સાવ એકાંતમાં તને પ્રેમના અમૃત ભોજન જમાડું છું. એ જમતા તું નથી તો ધરાતો કે નથી હવસની ભૂખ જગાડતો. . . એટલે. . . !'

'એ ભૂખ યોગ્ય વ્યક્તિ જોડેથી જ સંતોષી શકાય. '

'શું કહ્યું?શું મારામાં એ યોગ્યતા નથી?'

'હું ક્યા ના પાડું છું!'

'તો પછી. . . ! મારી ઉપેક્ષા કેમ?'

'તારામાં છે એ જ દુનિયાની દરેક સ્ત્રીમાં એના અખૂટ ભંડાર ભરેલા હોય છે પણ બન્નેની વિશિષ્ટતા ભિન્ન-ભિન્ન છે. પ્રેમના ભંડારને જેમ વહેચો એમ એ વધે છે ને હવસના ખજાનાને જેમ વહેચો એમ એ ઊતરતું જતું હોય છે. '

'કેવી રીતે?'

'એ અત્યારે તને નહી સમજાય. . . નાદાન છે ને એટલે!'

'હું અને નાદાન!મને નાદાન કહેવાની ભૂલ કરીશ નહી, અવિનાશ!હું તો સ્ત્રીત્વની ખુમારીથી ખીલી રહી છું. '

'એ ઊભરાને કાબૂમાં રાખ, ઊર્મિ!'

'નહી તો?'

'નહી તો લુંટાઈ જઈશ. . બરબાદ થઈ જઈશ!'

'કોણ કહે છે કે સ્ત્રી લુંટાઈ કે બરબાદ થઈ જાય છે?એનામાં તો પ્રેમ અને હવસના અક્ષયપાત્ર ભરેલા પડ્યા હોય છે. '

'તું ભૂલે છે ઊર્મિ!'

'શું?અવિનાશ?'

'એ અક્ષયપાત્રની કિંમત પરખવામાં!'

'કેમ વળી તે?'

'જવા દે બધી વાત!!તારી ભૂખનુ શું?'

'જ્યા લગી લગ્નસાથી ન મળે ત્યાં સુધી મે મારી હવસની ભૂખને દેશાટને મોકલી રાખેલ છે. '

'શું કામ? પત્ની જેવી પ્રિયતમાં હું છું તો ખરી!'

'પત્ની અને પ્રિયામાં ઝાઝો ફેર છે. '

'શો?'

'ઊર્મિ, હવે ક્યારેય આવી ગુસ્તાખી કરીશ નહી હો!'

'નહી તો શું?'

'નહી તો તારા અરમાનોની હોળી થશે. '

'એ કેવી રીતે?'

'એ તને તરછોડીને!'

'ધમકીમ આપે છે અવિનાશ!'

'ધમકી નહી મારી હકીકતથી તને વાકેફ કરું છું. '

'સોરી બાબા. . . સોરી. . ! તને પહોચવું ભગવાન મેળવવા બરાબર છે. 'પછી મનમાં બબડી:'તરછોડીશ તો હું તને એક દિવસ અવિનાશ. . '

'એક વાત કહું ઊર્મિ. . ?'

'હં. . . કહે તો. . જરા. '

'મને જાણવા છતાં આવો મવાલી સવાલ ન કર્યો હોત તો?'

'તો શું? તું જ બતાવ ને?'

'તો તારે મને એટલે કે તારા યારને 'સોરી'કહેવું ન પડ્યું હોત!'

'ઈટ્સ ઓકે. . આઈ લવ યું અવિનાશ. . !'

ક્રમશ: