“નાવ્યા, હું જાણું છું તારા મનમાં બહુ સવાલ છે પણ હું તને હમણાં કોઈ સવાલ ના જવાબ નહિ આપું. સમય આવશે ત્યારે તને બધું કહીશ.”
બન્ને વચ્ચે થોડીવાર શાંતિ રહી બે માંથી એકેય કઈ ના બોલ્યા. બન્ને ગણું બધું એક-બીજા ને કેહવા માંગતા હતા પણ બોલી ના શક્યા.
થોડીવાર બન્ને એ આડી-અવળી વાતો કરી ને પછી નાવ્યા ઉભી થઇ. અને જતા-જતા અભિજિત ને કેહતી ગઈ કે ક્યારે પણ કઈ પણ કામ હોય તો અડધીરાત્રેપણ યાદ કરજે .
“કદાચ મને તારી જરૂર પડે કે ના પડે તને મારી જરૂર હોય ત્યારે હું તારી સાથે હોઈશ. તું ફક્ત મારી એક મિત્ર છે જેખરા સમયે મારી સાથે છે. મને ખબર છે મને તારી નહિ તને મારી જરૂર છે.” લાગણી ભર્યા અભિજિત ના શબ્દો નાવ્યા ની આંખ માં પાણી લાવી લીધું. પણ નાવ્યા અભિજિત ને બતાવવા નહતી માંગતી એટલે એ મોઢું ફેરવી જતી રહી પણ અભિજિત જોઈ ગયો.
ક્યાય સુધી અભિજિત ચુપચાપ બેસી રહ્યો. તેના દિલો-દિમાગ માં નાવ્યાના વિચારો ચાલતા હતા તે પણ જાણતો હતો કે દુનિયા માં માણસ એકલો ના રહી શકે. તેને તો દુર્ગાબા ના લીધે દશ વર્ષ સુધી મા નો પ્રેમ મળ્યો હતો. પણ નાવ્યા તો અનાથ હતી તેની બિચારી નું શું? આવા કઈ-કેટલા વિચારો એના મન માં ચાલતા રહ્યા.
અભિજિત ને તેની ચાલુ એક ફિલ્મ નું શુટિંગ પતાવી ને જવાનું હતું તેમાં તેને એક મહિનો જેટલો સમય લાગે એમ હતો એટલે કોર્ટ એને એટલી મંજુરી આપી હતી. આમ તો અભિજિત ના જેલ જવાથી બોલીવુડ ને ૪૦૦- ૫૦૦ કરોડ નું નુકશાન થાય એવું હતું, આવી સમાચાર અખબાર માં આવતા હતા પણ અભિજિત ને કોઈ ફરક નહતો પડતો તેને તો બસ તેના માં મશગુલ રેહવું ગમતું. અભિજિત જેટલો સુપર સ્ટાર હતો એટલો જ દયાળુ પણ હતો.
નાવ્યા ને જતી જોઈ મોહિતે એ વીકી ને ફોન લગાવ્યો-“ સાહેબ, કોઈ નાવ્યા કરી ને છોકરી આવી હતી અભિજિતસર ને મળવા માટે”
“કોણ હતી એ તને ખબર છે?” વીકી વિચાર માં પડી ગયો. તેને ક્યારેય નાવ્યનું નામ નહતું સાંભળ્યું વિચારવા લાગ્યો કે કોણ હોઈ શકે.
“ના”
“સારું!” વિચારો ચડેલો વીકી એ શોધવા માંગતો હતો કે આ નાવ્યા કોણ છે અને કેમ અભિજિત ને મળવા આવી હશે. એટલે તે ફોન મુકવા જતો હતો ત્યાં મોહિત બોલ્યો –“બન્ને ના વર્તન પર થી એમ લાગતું હતું કે તેઓ બન્ને એકબીજા ને વર્ષોથી જાણતા હોય.”
“સારું, હું જોઈ લઉં છું અને શાબાશ આમ જ મને માહિતી આપતો રેહ્જે.”
વીકી એ નિશા ને પૂછ્યું કે કોઈ નાવ્યા ને ઓળખે છે. નિશા એ ના પડી.
“તો ક્યારેય કોઈ નાવ્યા નું નામ અભિજિતના મોઢે સાંભળ્યું છે?”
“ના બાબા ના” નિશા એ અકળાઈ ને જવાબ આપ્યો.
વીકી ને નવાઈ લાગી કે નિશા નાવ્યા ને નથી ઓળખતી તોપછી કોણ હશે આ નાવ્યા? આમ તો નિશા અભિજિત ના બધા જાન પહેચાન વાળા લોકો ને ઓળખતી હોય છે તો પછી નાવ્યા ને નહિ ઓળખતી. અને એ પણ નાવ્યા ને અભિજિત બન્ને એક બીજા ને વર્ષો થી જાણે છે મોહિત ના કેહવા પ્રમાણે તો પછી નાવ્યા ને કેમ નથી ઓળખતી. નિશા લગભગ અભિજિત ને છોકરીઓ સાથે બહુ બોલવા દેતી નહિ કારણકે જો કોઈ બીજી અભિજિત ની જિંદગી માં આવી ગઈ તો નિશા ને છોડી દે તો એ લોકો નો પ્લાન સફળ ના થાય તો!
વીકી ને વિચાર આવ્યો ને એણે મોહિત ને ફોન જોડ્યો
“મોહિત, અભિજિત પરેશાન હશે ને એને જેલ ની સજા થઇ તો?”
“સાહેબ લાગતું તો નથી કે પરેશાન હોય!”
“કેમ લાગતું નથી એટલે?”
“આમ જયારે-જયારે એ તકલીફ માં હોય ત્યારે તે શરાબ પીવે બાકી તો પીતા નથી. પણ આ વખત તો એકેય વાર બોટલ નથી ખોલી. કઈ પણ ખરાબ થાય તો પીવે જ પણ આ વખત નથી પીધી” મોહિત અભિજિત નો નોકર હતો એ તેની એક એક વસ્તુ નજર રાખી વીકી ને બધું કેહતો અને વીકી નેહા ને, એ નેહા અભિજિત પર પૂરે પુરો કંટ્રોલ રાખતી.
જેલ માં આવ્યા ને અભિજિત ને એક દિવસ થઈ ગયો હતો. જોકે અભિજિત ને બહુ ખાસ ફરક નહતો પડતો કારણકે અહિયાં તેને વી.આઈ.પી. સગવડ મળતી હતી. જેલ માં તેને ફાઈવ સ્ટાર હોટેલ જેવી સવલતો મળતી. એતો ફક્ત અભિજિત માટે બાકી બધા ને થન-થન ગોપાલ. સેટ હોય કે જેલ હમેશા બધા અભિજિત ની આગળ પાછળ ફરતા. અહિયાં પણ અભિજિત ના દીવાનાઓ ની કમી નહતી. જેલર થી લઈ હવાલદાર અને ઉપરાંત કેદીઓ પણ બધા અભિજિત ની એક બુમે હાજર થઇ જતા. બધા તેની નિકટ આવવા નો બહુ પ્રયત્ન કરતા. કારણકે અભિજિત સુપર સ્ટાર છે.
આ બધા માં એક કેદી વિશુ, જે બધા થી અલગ હતો. તે ભાગ્યેજ બોલતો. નહતો તેને અભિજિત થી ફરક પડતો હતો નહતો એને એના નામ થી ફરક પડતો. બસ એ માણસ પોતાના માંજ મશગુલ રેહતો. તે ક્યારેક બોલતો અને એ પણ એવું જ બોલતો કે તે નિર્દોષ છે, તેને ફસાવવા માં આવે છે. તેને લાગતું કે આમ કેહવા થી કોઈક દિવસ કોઈક તેની મદદ કરશે તેને આ દલદલ માંથી બહાર કાઢવા માટે.પણ આ તેનો ભરમ છે કે વિશ્વાસ એ તો સમય જ કેહશે. બધા ને લાગતું કે આ માણસ ગાંડો થઇ ગયો છે તેને સજા થઇ છે એટલે. આથી કોઈ તેની વાત સાંભળતું નહિ અને હસી કાઢતા.
અભિજિત ને વિશુ નો આ અંદાજ ગમતો નહિ કારણકે તે તેની આગળ પાછળ ફરતો નહતો તેથી તેનો અહમ ઘવાતો હતો. પણ કેહવાય ને જે વસ્તુ માણસ ને ના મળે તેને જ પામવા તે મેહનત કરે. આ માનવ જાત સ્વભાવ છે કે માણસ થી દસ જણ પ્રસન્ન હોય અને જો એક વ્યક્તિ ના હોય તો તેને જ પ્રસન્ન કરવા મથે. એથી જ અભિજિત ને વિશુ ખટકતો હતો.
એકવાર રસોઈઘર માં ઉંદર ફરતો હતો ત્યારે બીજા બે કેદી તેને મારવા જતા હતા ને વિશુ ની નજર પડી તો એને રોક્યા ને કીધું કે આ જીવ છે તેને ના મરાય! અભિજિત ત્યાં થી જ પસાર થતો હતો ને તેનું ધ્યાન પડ્યું. તે વિચાર માં પડી ગયો. અને દસ મિનીટ સુધી તે વિશુ ની સામે જોતો જ રહ્યો. કાળો, નુર ઉતરી ગયેલો ચહેરો, લઘર-વઘર ના કપડા, ભૂરા વિખરાયેલા વાળ, અને તેનો નિર્દોષ ભાવ. અભિજિત આજુ-બાજુ નું ભાન ભૂલી ને જોયા જ કર્યું. ના જાણે કેમ તેને આ ચેહરો જોયેલો ને જાણીતો લાગ્યો. મન માં ને મન માં કઈ ખટકવા લાગ્યું. ક્યાંક બહુ નજીક થી જોયેલો ચહેરો લાગ્યો.
જયારે ભાન આવ્યું ત્યારે તેને અનુભવ્યું કે તે કેટલીય વાર થી આમ ઉભો ઉભો વિશુ ને નિહાઈ રહ્યો છે. તે જાણવા માંગતો હતો કે વિશુ એ શું ગુનો કર્યો છે કે તેથી તે જેલ માં છે?