ભાઈબંધી....
'બસ કર અજય.તારી જુબાનને લગામ આપ.નહકઈ તો તારી જીભના ટકઉકડા કરતા મને વઆર નહી લાગે.'ક્રોધથી લાલપીળો થઈ ગયેલ અભિનવ અજયના ચહેરા પર કરાડી નજર નાખી બોલ્યો.
'અરે યાર! જીભ તો શું ?પણ તારા હાથે જો મોત મળશે ને, તો એય હસતા મોઢે સહી લઈશ.એય મારા માટે ખુશીનો દિવસ હશે.'તદન હળવા મૂડમાં અજય બોલી ગયો.
અજયે હજુ તો માંડ એનું વાક્ય પૂરુ કર્યુ ત્યાં તો એના ગાલે ટપાક્-ટપાક્....કરતા બે થપ્પા પડી ગયા.આ અચાનકના આક્રમણથી બિચારો અજય સાવ ડગાઈ જ ગયો.અરે! કદાચ, જો દુશ્મન થપ્પડ મારે તો ઠીક વાત છે પણ આ તો સગો ભાઈબંધ જ આવા તમતમતા તમાચા ઝીંકી દે એ કેમ કરીને સહન કરી શકાય!છતાંય એણે સહ્યા.એણે જો ધાર્યુ હોત તો અભિનવને બાઝી પડત.ને શાયદ જીતી પણ જાત.કિન્તું,દોસ્ત પર કેમ કરીને હાથ ઉપાડી શકાય? આ વિચારે અજય અદબ વાળી સૂનમૂન ઊભો રહી ગયો.
'અજય,તારુ ભલું ઈચ્છતો હોય તો તારા ઘરની વાટ પકડ.નહી તો તે કહ્યું એમ તારુ ગળું દાબી દેતા મને વાર નહી લાગે.'ધગધગતા અંગારાની પેઠે આગ ઑકતા અભિનવે અજય તરફ નજર કરીને કહ્યું.જવાબમાં અજય નીડર બનીને બેય પગે ધરતીને જકડીને ઊભો હતો.અજયને ત્યાં જ ઊભેલો જોઈને અભિનવે મૂઠ્ઠી વાળીને ગામ ભણી ડગ ઉપાડ્યા.એવામાં એના કાને એની પ્રિયતમાનો અવાજ અથડાયો,હાય અભિ!'અને આ સાભળતા જ અભિનવ અજયને ત્યાં જ તરછોડીને એની પ્રિયાને લઈને ક્યાંક ચાલી નીકળ્યો.
અજય હજું ત્યાં જ ઊભો હતો. બરાબરના બપોરના સમયે સૂર્યનારાયણ પોતાનો રથ લઈને અજયના માથેથી પસાર થઈ રહ્યા હતા.એવામાં અચાનક સૂર્યનારાયની નજર કંઈક વિટંબણામાં અટવાયેલ અજય પર પડી.તેમને અજયની દયા આવી.માટે ઘડીભર તેઓ એક વાદળીને ઓથે લપાઈ ગયા.તાપમાં શેકાતા અજયને પોતાના માથા પર છાય વળતા થોડી રાહત થઈ.
થોડીવારે ઊંચે આકાશ ભણી નજર ફેલાવીને અજય બબડ્યો:'દોસ્ત અભિયા..ચૌદ વરસની આપણી જીગરજાન મિત્રતાને ઠેબે ચડાવીને તું છેલ્લાં આઠ જ મહિનનાથી તને મળેલી આર્યા નામની કોલગર્લની વાહે ભલે ઓળઘોળ થયો હોય પણ યાદ રાખજે દોસ્ત, તારી આ જ માશૂકા તને બરબાદી અને બદનામીની ગંદી ગટરમાં ન ફેંકે તો મને ફટ કહેજે!'આમ બબડતો અજય ઘર ભણી ઉપડ્યો.
***
અજય અને આભિનવ બંને ચૌદ વર્ષથી એકબીજાના દિલોજાન મિત્રો હતા.પહેલા ધોરણની સ્કૂલના પ્રથમ દિવસથી જ એમની મિત્રતા પાંગરી હતી.અને એ ભાઈબંધી છેક કોલેજ આવતા સુધી તો બરાબરની ફાલીફૂલી હતી.બન્નેના આચાર વિચાર,રહેણીકરણી અને પસંદ ના પસંદ લગભગ સરખી જ હતી.એકને ગમે એ બીજાને ગમે અને જે ચીજ બીજાને ન ગમે એ પહેલાને ન ગમે! આવી અદભૂત મિત્રતા હતી એ બંનેમાં.
પણ બંનેના જીવનમાં એક એવું જીવલેણ વમળ આવ્યું કે એમની ભવ્ય ભાઈબંધીના છેદ ઉડાવી ગયું.બંનેએ કૉલેજના બે વર્ષ તો એકમેકમાં ઓળઘોળ બનીને ગુજાર્યા.કિન્તું ત્રીજા વર્ષની શરૂઆતમાં અભિનવને એક અજાણી યુવતીથી પ્રેમ થઈ ગયો.મિત્રતાના ભાવથી પ્રેરાઈને અભિનવે પોતાના પ્રેમમાં ભાગીદાર થવા મિત્રને આગ્રહ કર્યો.પણ અજય!ભલે એ બંનેની પસંદ સરખી હોય,ભલે બધી ચીજ હળીમળીને માણતા હોય કિન્તું આ બાબતમાં તેણે ભાગ પડાવવા અસહમતિ દર્શાવી.અને એથી એણે અભિનવને કહ્યુું:અભિ,ભલે બીજી બધી અનેક બાબતો આપણી સહિયારી હોય પણ આવી પ્રેમ જેવી પવિત્ર વસ્તુ તો સ્વતંત્ર જ સારી.
અભિનવ અને આર્યાના પ્રણયસંબંધને સાતેક મહિના થયા હશે.એવામાં એકવાર અજયે આર્યાને શહેરની એક પ્રતિષ્ઠિત ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળતી જોઈ.તેણીને ત્યાં જોતા જ અજયને વીજળીના કરંટ જેવો ભયંકર આંચકો લાગ્યો.તેમ છતાંયે એણે પોતાના મનને ખરાબ વિચારોથી પાછુ વાળ્યું.ને મનને મનાવ્યું કે આર્યા અહી તેના કોઈ ખાસ કાર્ય માટે આવી હોવી જોઈએ.
તેમ છતાંય આર્યાને ગેસ્ટહાઉસમાંથી નીકળતી જોયા બાદ અજયને ચેન નહોતું પડતું.જેથી એણે બીજા દિવસથી આર્યાની જાસુસી કરવા માંડી.લગભગ દશેક દિવસ સુધીની આર્યાની સમયાનુસારની ક્રમિક હાજરીથી અજયને પાક્કી ખાતરી થઈ જ ગઈ કે આર્યા એક ધંધાદારી યુવતી છે.તેમ છતાં મિત્રના હિતને ધ્યાને લઈ આ વાત અભિને ન જણાવવા વિચાર્યું.પણ વળતા દહાડે એનું મન માન્યું નહી.પોતાનો મિત્ર જેને જીગરજાન પ્રિયતમાં માનીને જેનામાં ઓતપ્રોત રહે છે એ જ યુવતી આવી લોફર હોય એ અજયથી કેમ જોવાય?આખરે એણે અભિનવને આ હકીકતની જાણ કરવાનું વિચાર્યું.
રવિવારનો દિવસ હતો.અજય અને અભિનવનો ફિલ્મ જોવાનો પ્રોગ્રામ હતો.અને એ પ્રોગ્રામમાં આર્યાની હાજરી રહેવાની હતી.ઘરેથી નીકળ્યા પછી લગભગ બે સોસાયટી જેટલું અંતર કાપ્યા બાદ અજયે એકાદ મહિનાથી મનમાં સાચવેલી વાત ઘટનાભેર કહેવા માંડી.ગોળ-ગોળ વાત કરવાને બદલે એણે સીધું જ કહેવા માંડ્યું:
'અભિનવ ,દોસ્ત!કદાચ તને મારી વાણીમાં હળાહળ જુઠ્ઠાણુ લાગશે પણ સાંભળ...તું જે આર્યાને પાગલની જેમ પ્રેમ કરે છે એ આર્યા એક ધંધાદારી યુવતી છે.અને એ મે દસેક દિવસ સુધી મારી તારા જીગરજાન મિત્રની સગી આંખે જોયુ છે.તેમ છતાંય તને વિશ્વાસ આવતો ન હોય તો.....!'હજું તો અજય પોતે જોયેલી ઘટનાની પૂરેપૂરી વિગત રજુ કરે એ પહેલા તો અભિનવે ગુસ્સાભેર ઉપરનુ વાર્તાની શરૂઆતનું વાક્ય કહ્યું.જાણે મિત્રતાથીય વધારે પ્રિયતમાં ન હોય!અને એ સાથે જ અજયના ગાલે બે તમાચા પડી ગયા.
આ બનાવને ચારેક મહિનાના વાણા વહી ગયા હતા.આ સમય દરમિયાન અભિનવે ન તો અજયને દેખા દીધી કે ન અજયને એનાથી મળવાના અવસર દીધા.
એક સમી સાંજે અંધકારના ઓળા અવની પર ઉતરી ચૂક્યા હતા.તેવે વખતે અભિનવે અજયને ફોન કર્યો.અજયની ખુશીનો પાર ન રહ્યો.ફોનમાં અજયની બનાવટી માફી માગીને અભિનવે એને મનાવી લીધો.ને પછી અજયને એ જ ક્ષણે તે જે ખંડેરમાં હતો ત્યાં મારતી ઘોડીએ બોલાવી લીધો.જેવો અજય આવ્યો કે તરત જ અંધારામાં એણે અજયના હાથમાં લોહીથી નીતરતું ખંજર પકડાવી દીધું ને તેણે એ જ ઘડીથી પોબારા ગણ્યા.
અભિનવે પકડાવેલું ખંજર હાથમાં આવ્યાને માંડ પાંચેક ક્ષણ વીતી હશે ને એવામાં એ ખંડેરને પોલીસે ઘેરી લીધુ!ને અજયને આર્યાના ખૂન બદલ જેલ મળી.ભાઈબંધીમાં મળેલી આવી ભયંકર સજા બદલ અજયની આંખોએ રક્તભર્યા 'અશ્કના દરિયા' વહાવી દીધા.
2.
પ્રેમના નામે....!
રાત્રે ત્રણ વાગે માંડ ઊંઘી શકેલી વિશ્વા સવારે નવ વાગે જાગી.તદન પીંખાયેલી હાલતમાં એણે ચોતરફ હાંફળીફાંફળી નજરુ દોડાવી.ગેસ્ટહાઉસની સૂમસામ રૂમમાં નિસહાય હાલતમાં એના સિવાય એનું કહી શકાય એવું કોઈ જ ન હતું.
રાત્રે નવ વાગ્યાની આસપાસ જે જણની સાથે એ હોંશથી અહી આવી હતી એ જણ એને બેહોશીમાં મૂકીને ક્યારે ફરાર થઈ ગયો એનીયે એને કશી ગતાગમ નહોતી રહી.
વિખરાયેલી દશામાં ગભરુ હરણીની જેમ એણે દરવાજા પાસેની બારી ખોલી.પોતાની અકળવકળ થયેલી આંખોને બહારના રસ્તે દોડાવી.એ રસ્તો અને એ વિસ્તાર એને સાવ અજાણ્યો લાગ્યો.ક્યાંય લગી એ દૂર તેમજ નજીક નિહાળી રહી.કિન્તું એ શહેરના ક્યાં વિસ્તારમાં છે એનું કંઈ ભાન નહોતું મળતું.આંખો ભયથી અશ્ક વહાવી રહી હતી.
આખરે મહાપ્રયત્ને એણે શરીરની વેદના અને બિહામણી હાલતને કાબુમાં કરી.સ્નાન કરીને જરા તાજગી મેળવી.શરીરમાં તો તાજગી આવી પણ મન બિચારુ બેચેનીથી ખિન્નભિન્ન થતું જતું હતું.
અચાનક એને કંઈક યાદ આવ્યું.એણે પર્સ ખોલવા માંડ્યું.પર્સમાંથી તો વિશ્વાને મોબાઈલ કાઢવો હતો પણ એ પહેલા એક સફેદ રંગનું કવર મળી આવ્યું.કવર જોતા જ એને અદભૂત અચરજ થયું.એણે અચરજભએર કવર ખોલવા માંડ્યું.અંદરથી અચરજભરી એક ચિઠ્ઠી નીકળી.
ક્ષણેક્ષણ જની વેદના અને ગભરામણ વધતી જતી હતી એવી વિશ્વા ચિઠ્ઠી જોઈને ભયભીત થઈ ઊઠી.એણે રૂમની ચોતરફ નજરો દોડાવી.અસહ્ય ઉકળાટમાં ચિઠ્ઠી વાંચવા માંડી.એમાં લખ્યું હતુ:
'પ્રિયે,
આ ક્ષણથી તારા તરફનો મારો પ્રેમ પૂરો જાહેર કરૂ છું.કદાચ આ વાક્ય વાંચીને વિચારતી હોઈશ કે આટલી જલ્દી અને વળી કેવી રીતે?તો સાંભળ(વાંચ)-મારા પ્રેમનું આખરી લક્ષ્ય મે આજે પામી લીધું છે.આ વાંચીને તું વધારે બહાવરી બનીશ નહી.કારણ કે મારા લક્ષ્યમાં તું અઠ્યાવીસમાં નંબરે છે.
બીજું કે રાત્રે ત્રણમાંથી પ્રથમ નંબરની રતિક્રીડામાં રત થતી વેળાએ તે પૂછ્યું હતું કે આખા શરીરે પ્લાસ્ટકનું આવરણ કેમ ચડાવી રાખ્યું છે?તો તારા એ સવાલનો રહસ્યમય જવાબ અત્યારે ખુદ તને સમજાઈ રહ્યો હશે.
અને છેલ્લે....પ્રિયે,મારા પર વિશ્વાસ મૂકીને ટૂંક સમયમાં જ આ મુલાકાત આપી એ બદલ તારો ખુબ જ આભાર...ગુડબાય...!
આ વાંચ્યા પછી જાણે હિમાલયની ટોચથી ગબડી હોય એવી વિશ્વાની હાલત થઈ ગઈ હતી.એની આંખોએ ખળખળ કરતા 'અશ્કના દરિયા' વહી આવ્યા.
3.
માં,તું પણ....!
'પણ માં! તે મને શું કામ થપ્પડ મારી હતી?'
'બેટા.....!, કહેતા તો માં ની મમતાભરી મીઠી આંખોમાં ધડાધડ અશ્કના દરિયા ઊભરી આવ્યા.
ઘડીભર સુધી એ બંને માં-દીકરો એકબીજાને ટગર-ટગર તાકી રહ્યા.ઉરમાં ઉમટેલ પુત્રવત્સલ સ્નેહના પ્રચંડ ઉભરાથી માં એ સટાક કરતો ને પુત્રને છાતી સરસો ચાંપી લીધો.દીકરાના આંસુઓને લુછ્યા.ગાલ પર બચીઓ ભરી.દીકરાને પંપાળતા માં બોલી,બેટા...હું તારી માં છું ને એટલે તને થપ્પડ મારી!
સાભળીને માં ની ગોદમાંથી દીકરાને ભાગી જવાનું મન થયું.એણે માં ની આંખોમાં જોયું.એનાથી સત્વરે બોલી પડાયું:'શું મારવા માટે જ માં જન્મ આપે છે?'
માં ની આંખોથી ફરીવાર દડ-દડ કરતા આંસુઓ વહી આવ્યા.દીકરાના કપાળ પર હાથ ફેરવતા એ બોલી:'બેટા ! માં સંતાનને મારવા માટે જન્મ નથી આપતી પણ ગેરમાર્ગે જતા સંતાનને સન્માર્ગે વાળવા સારુ થઈને ક્યારેક કમને હાથ ઉપાડી દે છે.'
માં નું વાક્ય સાંભળીને પુત્ર હેતથી એને વળગી પડ્યો.એની આંખ સામે એ દશ્ય ચકરાવો લેવા લાગ્યું.
અંબાજીનું એ દશ્ય હતું.ત્યાં દર્શન કરીને પરત ફરતી વખતે પોતે એક દુકાનમાંથી બિલ્લી પગે ને ઉંદર ઝપાટે રમકડાની એક ગાડી ગજવે કરી લીધી હતી!એને એમ હતું કે આ ભીડમાં દુકાનદારનું ધ્યાન એના તરફ નથી.કિન્તું ચકોર દુકાનદારે એને જોઈ લીધો હતો.દુકાનદારે બહાર આવીને સટાક...કરતોક તમતમતો તમાચો એના ગાલે બેસાડી દીધો હતો! ને છોકરાને એ જ ઘડીએ સાતેય ભવ યાદ આવી ગયા.અને એ આગળ કંઈ વિચારે એ પહેલા એના બીજા ગાલે બીજો એવો જ તમાચો વળગી ગયો!છોકરો બિચારો ડઘાઈને અચંબામાં સરી ગયો.
પળવાર રહી એનાથી બોલાઈ ગયું હતું: 'માં,તું પણ?'
'હા,બેટા...હું પણ!'
એ દીકરો મોટો થઈને અમલદાર બન્યો.
એકવાર એક શાળામાં પ્રવેશોત્સવ વખતે બાળકોને શિસ્ત અને સદાચાર વિશે શીખામણ આપતા હતા.અચાનક એમના હૈયેથી અતીત ઉભરીને આંખે આવ્યો.બોલતા-બોલતા એ અટકી ગયા.વિચારોના ઘોડે સવારી કરી.આંખ ભરાઈ આવી.મનમાં બબડી પડ્યા:'ધન્ય છે માં તને!કે એ દિવસે તે મને થપ્પડ મારી.નહી તો આજે ચોરનું વિશેષણ લઈને ન જાણે ક્યા રગદોળાતો હોત!'
માતૃપ્રેમથી હૈયું છલકાઈ ઉઠ્યું.આંખોએ મમતાભર્યા 'અશ્કના દરિયા' વહાવ્યા. એનાથી મોટેથી બોલી પડાયું-માં,તું પણ જબરી નીકળી હો!મને કેવો સુધારી લીધો!!'
***
4.
ફેંસલો...!
' દિવેન,આખરીવાર પૂછું છું કે તારે શું કરવાનું છે?' પત્ની દીપ્તીએ કહ્યું.
એની આંખોમાં આંખ પરોવીને દિવેન બોલ્યો:'અત્યાર સુધી જે તને કહેતો આવ્યો છું એ જ!જે તું સ્વિકારવા હરગિજ તૈયાર નથી.'
'તો શું માવતરને ખાતર મને-તારી વહાલી પત્નીને તરછોડી દઈશ?'
'હા,એકવાર નહી પણ અસંખ્યવાર!'ઘરડા માવતર તરફ નજર ફેરવતા આગળ બોલ્યો,જે મારા માવતરને સ્વિકારવા તૈયાર નથી એના સ્વિકારનો ભાર હું શું કામ વેંઢારૂ?'
'મને તરછોડીને દુખી થઈશ,દિવેન!'
દુખ જો નસીબમાં હશે તો એ હું સહી લઈશ.કિન્તું સાંભળ-જે સુખ માવતરના ચરણોનું સેવન કરવામાં છે એ સુખને દર્દભરી ચોટ પહોંચાડવાની હેસિયત આ જગતના કોઈ જખમમાં નથી.તો તારા જખમની તો ઓકાત શું કે એ મને રીબાવી શકે!'
મારા વિના તું નહી જીવી શકે.મારી રંગીલી યાદો તને મારા તરફ ખેંચી લાવશે.ત્યારે મોડું થઈ જશે એના કરતા હાલ માની જા.
માવતરને છોડવા મારા માટે શક્ય નથી.
તો હું જાઉં છું,હંમેશ માટે!
આંખોમાં હિલ્લોળા લેતા અશ્કના દરિયાને ખાળતા દિવેન માત્ર એટલું જ બોલી શક્યો:'જા,જ્યાં જાય ત્યાં સુખી થજે.ને ક્યાંય આશરો ન મળે તો પાછી આવીને મારા ફેંસલાને સ્વિકારી લેજે.
5.
વિશું...!
શિયાળાની સાંજનો સમય હતો.કડકડતી ઠંડીએ પોતાનું હિમ જેવું પોત પ્રકાશવા માંડ્યું હતું.લોકોની ભીડ ઓસરવા લાગી હતી.
આવા વખતે શહેરની વચ્ચે જ આવેલા બાગમાં એક યુવાન યુગલ એકમેકના આલિંગનમાં ઓળઘોળ બની બેઠું હતું.પ્રણયની પવિત્ર ચેષ્ટાઓની મજા માણ્યા બાદ યુવતીએ એ વાત છંછેડી,જે વાત એ પોતાના આશિકને કહેવા માટે જ અહી આવી હતી.ડૂબતા સૂરજ ભણી જોતા એ બોલી:'વિશું ,આવતા અઠવાડિય મારા લગન છે!અત્યાર સુધીના આપણા પુણ્ય સંબંધને જીવંત રાખીને તું પણ લગન કરી લેજે!'
'લગન'શબ્દ સાંભળીને વિશાલના હોશકોશ ઉડી જવા લાગ્યા.હાલ જ સુવર્ણ સમાં સજાવેલ શમણાઓને આગ લાગતી જોઈ.એની ભીનાશભરી આંખોમાં શુષ્કતા ઊભરી.એનું રોમ-રોમ અશ્કના દરિયા વહાવવા લાગ્યું.આવેશભેર એ અનિતાને બાઝી પડ્યો.
બેહોશી જેવી હાલતથી કળ વળતા એ બોલ્યો:તારા વિના હું નહી જીવી શકું,અનું?
'જીવવું પડશે વિશું,હું મરી ગઈ છું એમ સમજીને તારા દિલમાં મને જીવાડીને તારે જીવવું જ પડશે!મારી પાસે આનાથી બીજો કોઈ રસ્તો નથી.'
'કેમ?અનું કેમ?આપણે તો સાથે જીવવાના અફર વાયદા કર્યા હતા એનું શું?'
'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'
'તારા વગર મારુ અસ્તિત્વ અશક્ય હશે,અનું!' જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય એમ વિશાલ રડી પડ્યો.પળવાર રહી ગળગળા સાદે બોલ્યો,'અનું.મારાથી વિખુટા થવાનો તારો સમય આવી ગયો છે, તો તારા વિનાની મારી દુનિયાને હતી ન હતી કરવાનો મારો સમય પણ હવે પાકી ગયો છે!જે દિવસે તારી ડોલી ઊઠશે એ જ દિવસની એ જ પળે એ જ સ્થળેથી મારી અર્થી ઊઠશે!'
અનિતા આવી ગાંડીઘેલી વાતોથી ગભરાઈ ઊઠી.આંખેથી અશ્કના દરિયા ઊભરાવતી એ બોલી-'બકા વિશાલ!માત્ર ત્રણ જ વર્ષના આપણા પ્રયણસંબંમાંથી વિખુટા પડવાથી તું બેહાલ બનીને તું આવી કાયરતા ભરેલી વાતો ભલે કરતો હોય કિન્તું તારી અર્થી સજાવતા પહેલાં એકવાર તારા એ માવતરનો વિચાર કરી લેજે, જેઓ તને જન્મ આપીને છેલ્લા ત્રેવીસ વર્ષથી પ્રેમાળ બનીને તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારાઓ વહાવી રહ્યા છે.વિશું,એકવાર એ માવતરના પ્રેમનો અને માવતરનો વિચાર કરી લેજે.તને મારો પ્રેમ વામણો લાગશે.
માવતર સાંભરતા જ એ કાંપતા શરીરે ઘેર આવ્યો.અને કાયમને માટે જીવતર માવતરના ચરણે સમર્પિત કરી લીધું.ને લગન કરીને ઠરીઠામ થઈ ગયો.
-અશ્ક રેશમિયા...!