ઓનર કિલીંગ... Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓનર કિલીંગ...

ઓનર કિલીંગ

અશ્ક રેશમિયા…

"આકાશ! શાયદ આ આપણી છેલ્લી મુલાકાત છે.આપણુ મળવું મુશ્કેલ છે.ને હવે હુ ખુદ તને નહી મળી શકુ.!"આંખોથી સાત સમંદર જેટલુ પાણી વહાવતી અક્સા ઝડપભેર બોલી પડી..

જે સાંભળીને આકાશના પગ તળેથી અવની ખસી ગઈ ને શાંત હૈયામાં જાણે ભયંકર સુનામી સર્જાઈ..!

ઘડીવાર પછી કળ વળતા એ માત્ર એટલુ જ બોલી શક્યો:'વહાલી આનુ કારણ જણાવીશ તુ મને??'

' બિચારી અક્સા...શુ કારણ જણાવી શકે અને જણાવી શકે તો કેમ કરીને જણાવી શકે??' છતાય હૈયામા બાઝેલા દમતોડ ડૂમાને ખાળતા એ બોલી-ઓનર કીલીંગ....આકાશ...ઓનર કીલીંગ..'

આકાશ અને અક્સા બંને પાગલ પ્રેમી હતા.દીવાના હતા.ચાહતના પૂજારી હતા.એકમેકને મુશળધાર પ્રેમ કરતા હતા એ! પ્રથમ નજરે જ આકાશ એને ગમી ગયો હતો. પછી તો આકાશના મોઢે પ્રેમની રળિયા ણી અને માદક વાતો સાંભળીને તથા દિલની દિવ્ય લાગણી જોઈને એ આકાશમય બની ગઈ હતી..અને એ જ શુભ ઘડીએ આકાશથી લગન કરવાની ભીષ્મ પ્રતીગ્ના લઈ બેઠી'તી એ.!

આજે એ જ અક્સા એ જ ભીષ્મ પ્રતીગ્નાના ચીંથરે ચીંથરા ઉડાડવા આવી હતી જાણે!!

એમાં વાંક એનો નહોતો.સઘળો વાંક પરિવારની ખાનદાનીનો હતો.

કહેવાતી ખાનદાનીએ કંઈ કેટલાયની જીંદગીઓ ઉજાડી દધી છે.

બે મળેલ જીવને અળગા કરવાની ચેષ્ટા દુનિયા કેમ કરતી હશે.

આકાશ અને અક્સાના મુશળધાર પ્રણયની વાત જે દિવસથી અક્સાના પરિવારના કાને પડી હતી ત્યારથી એ બંનેની જિંદગી ખોરંભે ચડી હતી.છતાંય અકસા પરિવારને દાદ નહોતી દેતી.કિન્તું જ્યારે એની જાણમાં આવ્યુ કે પોતાની બે સગી બહેનો આ ઑનરકિલીંગની ભોગ બની ચૂકી છે ત્યારે એની મનસૃષ્ટિ ચકરાવે ચડી ગઈ અને એ આ જમાનાના બેરહેમી રિવાજો આગળ ઘુંટણીએ પડી ગઈ.એણે પોતાના પ્રેમનુ ત્યાગ અને બલિદાન આપવા માડ્યું.

રોમ-રોમથી આંસુ વહાવતા અને સાવ ડઘાઈ ગયેલા આકાશને પોતાની બાહુપાશમાં લેતા એ બોલી:' આકાશ! મને ખબર છે કે મારા આ વર્તનથી તારી જીંદગીમાં હજારો ભયાનક ભૂકંપ સર્જાશે! તારા પ્રેમાળ હૈયામાં ભયંકર સુનામી સર્જાશે.મારા સ્નેહના આધાર વિના હરહંમેશ મને ઝંખતી તારી જિંદગી હરઘડી મોત ઝંખશે!છતાં હુ વિવશ બનીને તને છોડી જાઉ છુ. તારી સાથેના જીવંત સંબંધમા રહીને આપણી જીદગીને મારે કબરમા રોળાતી નથી જોવી..

સ્નેહ નીતરતા સીના પર પાષાણશીલા મૂકીને એ આગળ બોલી:'આકાશ! મારા આકાશ...મારા મનના મીત.. તને ખબર જ છે કે હુ ઈશ્વરથી ખૂબ જ ડરતી હતી, કિંન્તુ હવે હુ આ નિર્દયી જમાનાથી અને સ્વાર્થી સ્વજનોથી ડરવા લાગી છું.વહાલા વિધિએ મારા અને આપણા એવા તો કેવા લેખ લખ્યા કે હુ તારી હોવા છતાંય તારી સાથે જીવવા તો શુ? પણ તુજ સંગે મરી શકવા પણ સમર્થ રહી નથી!

'ફટ રે ભૂંડી જીંદગી!! તુંય બેવફા નીકળી! જો મારા જ આકાશને તુ મુજથી અળગો કરવા આવી છે..'કહેતાકે ને એ આકાશને ચૂમીઓ ભરવા લાગી..

નેવા ધારે વરસતા નયને બાઘા બની ગયેલા આકાશના હૈયામાં વિકરાળ યુધ્ધો ખેલાવા લાગ્યા. નિર્દયી જગત પર એને ફીટકાર છૂટ્યો.આ જમાનો કેમ કોઈને પ્રેમથી જીવવા નથી દેતો? પ્રણયી જનોથી જગતને ન જાણે કેમ મરચાં લાગે છેે?

'અરે વહાલી...અક્સાડી....આવડી અમથી વાતથી તુ ડરી ગઈ? અરે સમાજ,પરિવાર અને જગત સાથે આપણને શુ લાગે વળગે?? લોકોના ભાગે તો આવુ જ આવ્યુ છે.આ જગતમાં જમાનાએ કોઈ પ્રેમીઓને પીંખ્યા ન હોય એવુ તે ક્યાંય વાંચ્યુ-સાંભળ્યું છે ખરુ..??'

'અરે તું કહેતી હોય ને તો પ્રેમીઓને પીડતી આ દુનિયાને તથા સમાજને અબઘડીએ આગ લગાવી દઉં અન રહી વાત તારા પરિવારની! તો એ્નેય સાત શૂળીએ ચડાવી દઉં.'

આકાશને પ્રેમનુ શૂરાતન ચડવા માંડ્યુ, એણે આગળ વધાર્યુ,'અક્સા ..પ્રિયે તુ મને સાથ આપ..બાકી જમાના અને સમાજને બતાવી દઉં કે વિફરેલા દિવાનાઓના દિલમાં કેટલો દાવાનળ હોય છે! આ બેરહેમી દુનિયાને એવો પાઠ ભણાવી દઉં કે હવે પછી દિવાનાઓ તરફ કોઈ આંગળી ન ચીંધી શકે કે ન એમના માર્ગમા કાંટા બિછાવવાનુ વિચારી શકે!'

આકાશની આગને શાંત પાડવા અક્સા વચ્ચે જ બોલી, " આકાશ! પ્રેમનુ શૂરાતન તો મારા છંછેડાયેલા સીના પર પણ સવાર છે.મનેય થાય છે કે આપણા સ્નેહના પથમાં આવનારને નર્કની વાટ પકડાવી દઉં!મારા પિતાજી અને કહેવાતા મોભીઓને એક જ ઝાટકે શ્મશાનમાં ધકેલી દઉં, પણ ખેર..! કુદરતદનો ડર મને આ પાપ કરતા રોકે છે.'

અરે,અક્સા...આવા પાપી પીચાશોને હણવામાં પાપ શાનુ??

અરે તુ મારુ ચાલવા દે તો પ્રણના દુશ્મનોને ચીરીને એમની રગમાં મીઠું ને મરચું બેય ભભરાવી દઉં!અને એમની લાશને ગામ આખાના કૂતરા-બિલાડાને ખવરાવી દઉં!

વખત વીતતો જતો હતો.ઘરેથી ચૂપચાપ ભાગી આવેલી અકસાને ભય ધ્રુજાવી રહ્યો હતો.

અચાનક એને પિતાજીની ધમકી યાદ આવી. અને એ મારતા ઘોડે ઘેર જવા બહાવરી બનવા લાગી.

આકાશ સાથેના સંવાદનુ પડીકુ વાળતા ઝપાટાભએર એ બોલી:

'આકાશ! બકા બાય...હવે મારી પાસે સમય નથી.અલવિદા...!!

'થોભી જા અક્સા. ચાલ ભાગી જઈએ.અજાણી ભૂમિમાં નવી દુનિયા વિસ્તારીશું..''

'ભાગવાથી કંઈ ભય ઓછો નથી થઈ જવાનો આકાશ!'

' તો તુ કહે એમ, પણ મને નોધારો મેલીને ન જા મારી જાન..'

પણ એ થોભી જાય તો અક્.આ શાની? પિતાજીનો ભય છાપરે ચડીને પોકારી રહ્યો હતો એને..

આકાશે અક્સાને એવી તો જકડી રાખી હતી કે દશ હાથીઓ આવી જાય તોય છોડાવી ન શકે! છતાંય અક્સા એ પકડ છોડાવીને ચાલતી થઈ.

જતાં જતાં બોલતી ગઈ:'આકાશ!તને નોંધારો છોડીને જાઉં છું.માટે બને તો માફ કરજે અને કદાચ, પ્રભું તને મારાથી પહેલા વહાલ કરી લે તો બીજી જ પળે તારી બાજુમાં મારી કબર ખોદાતી હશે!' આ છેલ્લું અને અફર વચન આપતી જાઉં છું.

બિચારો આકાશ!! એને ઘણુબધુ કહેવું હતું પણ...એ કહી ન શક્યો.છાતીમાં ભરાયેલા ડૂમાઓને ખાળવામાં જ એ રહી ગયો..

એ હકીકત છે કે ઉરમાં ઉભરાતા લાગલીઓના પ્રવાહોને તો વ્યક્ત કરી શકાય છે પણ દર્દથી ઉભરાતા પ્રચંડ મોજાઓને વાચા આપવી કઠણ છે..

અક્સાએ ઝડપભેર પગ ઉપાડ્યા. કિન્તુ આકાશ સાથેના સંબંધનુ જોરદાર ચુંબકીય પ્રેમ તત્વ એને સ્હેજેય ખસવા નહોતુ દેતુ.છતાંય જાણે આખાઆશમાનનો ભાર ઉપાડીને જતી હોય એમ એણે ડગ ભરવા માંડ્યા.આંખોએ ફરી અશ્રુઓના સાગર છલકાવ્યા. હતપ્રભ હૈયામાથી વિજોગનો ભીષણ લાવા નીકળી રહ્યો હતો.આકાશના વેરવિખેર અસ્તિત્વમાંથી નીકળીને જાણે હાડપીંજર જતુ હોય એમ લાગી રહ્યુ હતુ.એની ડોક વળી-વળીને પાછુ જોવા ઝંખતી હતી પણ એણે સંયમ રાખ્યો.

એવામાં અક્સાના પિતાને કોઈએ વાવડ પહોચાડ્યા કે અક્સા એના મનના માણીગરને મળી રહી છે.તો એ જ ઘડીએ એમણે તલવાર ઝાલી!!

અક્શા જઈ રહી હતી.એને જતી જોઈને આકાશે દમ તોડવા માંડ્યો.જેવી અક્સા ગલીના નાકેથી દેખાતી બંધ થઈ કે શબવત બનેલા આકાશે મૂઠી ભીડી!ઓચિંતા જોશથી દોડતા એ પટકાયો.ઊભો થયો.પાછો દોડ્યો.એના પગમાં સિંહ સમું જોર આવવા લાગ્યું.અક્સા આગળ ને એ પાછળ.

આકરા ઝનુનથી એણે દોડવા માડ્યુ.પણ ખલાશ! પેટમા સળગવા માંડેલા ગોઝારા વિયોગના અંગારાઓએ વિકરાળ રુપ ધારણ કર્યું.એનુ રોમ-રોમ દાઝવા માંડ્યુ.એની આંખે અંધારા બેઠા.એ ફસડાઈ પડ્યો.

એના પછડાવાનો અવાજ અક્સાના કાનમાં ઉતર્યો ને એણે પગ પાછા ફેરવ્યા..એ આકાશ લગોલગ આવી રહી એ જ પળે આકાશનુ ખોળિયુ ખાલી...આત્માં પલાયન!

એ બહાવરી બની. આકાશને ભેટવા એણે ગરદન નીચે નમાવી એ જ વેળાએ એની ડોક પર તલવાર બેઠી.જોત જોતામાં અક્સાનુ માથા વિનાનુ ધડ આકાશના શબ પર પછડાયુ!!

- અશ્ક રેશમિયા...!