માનસી Dr. Siddhi Dave MBBS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનસી

  • માનસી
  • મેડિકલનું મન; વાંચનનું વન-માનસી
  • પ્રાથમિક શાળા પુરી કરીને એક દીકરી વધુ સારું ભણવા માટે ગોંડલ થી રાજકોટ ભણવા આવે છે.પિતાની ગળથૂથી લઈને એક ગભરૂ દીકરી ગર્દીશમાં ગર્જના કરવા માટે નીકળી પડે છે.હજી જેને ગલેચી(કાનટોપી) પહેરતા પણ નથી આવડતું એ ઉંમરમાં,એ ગુલીસ્તાનમાં ગલગોટાની માફક પોતાના અસ્તિત્વની ઝાંખી પુરાવે છે. “ભીડ તમને હોસ્લો આપશે પણ તમારી ઓળખાણ છીનવી લેશે....”એ વાતને બરાબર જીવનમાં ઉતારી જિંદગીની ગરદી માંથી નીકળીને સરકારી મેડિકલ કોલેજના પગથિયાં ચડે છે.
  • ***
  • ધોરણ 8 માં માનસીને રાજકોટ સારી એવી સ્કૂલની હોસ્ટેલમાં મુકવાનું નક્કી થાય છે.દરેક સારી સ્કૂલ એ સારા વિદ્યાર્થીઓને ઈચ્છે છે એટલે એ સ્કૂલ, સારા સારા વિદ્યાર્થીઓને ગાળવા માટે,ફિલ્ટર કરવા માટે એક પ્રવેશ પરીક્ષા રાખે છે.માનસી પણ એ સ્કૂલમાં પ્રવેશ પરિક્ષા આપે છે .....એ પરીક્ષા આપનારા 260 વિદ્યાર્થીઓમાંથી 60ની જ પસંદગી થાય છે.એમાં છઠ્ઠું નામ હોય છે આપડા માનસીબેનનું.
  • પ્રવેશ મળી જતા ઘરના સર્વે અને માનસી એકદમ ખુશ થઈ જાય છે.....એને હોસ્ટેલમાં જવાનો ખૂબ જ ઉત્સાહ થાય છે..હોસ્ટેલ એ દરેક માણસને સ્વતંત્ર જીવવાની તક આપે છે, સાથે સાથે જે નાનપણમાં ઘર ઘર રમ્યા હોય એ જો સાચે રમવાનું થાય અને જે ગલીપચી ઉપડે,કિક મળે એનો નશો જ કંઈક અલગ હોય છે.
  • બોરિયા બિસ્તર લઈને માનસી આવી જાય છે રાજકોટ હોસ્ટેલમાં ભણવા માટે...પણ અહીં માત્ર ભણવાનું નહીં પણ સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.મોટા થઈને માનસી જયારે એ હોસ્ટેલની વાત કરે છે ત્યારે તેને ત્યાંનું જીવન એકદમ મશીનમય લાગે છે,,પણ એના જીવન ઘડતરમાં એનો જ મોટો ફાળો હતો એ એવું દ્રઢપણે માને છે.
  • ત્યાં માનસીને બધા કામ જાતે કરવાના.સવાર સવારમાં હજી તો સૂર્યદાદા ભરઊંઘમાં હોય ત્યારે ઉઠી જવાનું.ઉઠીને તરત જ પથારી ઉપાડી લેવાની.રૂમમાં કુલ પાંચ જણ રહેતા,એટલે બધી છોકરીઓએ પથારી ઉપાડીને વ્યવસ્થિત ડામચીયો બનાવી ઉપર સરસ ચાદર પાથરીને રૂમ સાફ કરી દેવાનો.વારાફરતી રૂમના પાંચેય મેમ્બરનો કચરોપોતા કરવાનો વારો હોય.બધાયે પોતાને ફાળવેલું કામ બરાબર કરવાનું નહીંતર પાછું વોર્ડન તરફથી એ કામનું રિવિઝનનું હોમવર્ક મળે.રવિવારે રૂમના ધુબાવા સાફ કરવાના.મોદીજીનું સ્વચ્છતા અભિયાન આમની હોસ્ટેલમાં ત્યારથી કટ્ટરપણે પળાતું હતું.કપડા જાતે ધોવા પડતા.જમવાના ભોજનાલયમાં પણ શાક સમારવા જવાનો પણ વારાફરતી વારો આવતો.એ જમાનામાં તો ફોન બહુ વિકસેલો નહિ એટલે દર 4-5 દિવસે માનસી ઘરે પત્ર લખતી.એના જવાબ આવતા બીજા 2-4 દિવસ લાગી જતા.આ સિવાય હોસ્ટેલમાં દરરોજ ફરજિયાત એક કલાક કોઈપણ રમત ફરજીયાત રમવાની રહેતી....આવા વાસ્તવિક જીવન જીવી જીવીને માનસી રાતના પથારીમાં પડયા ભેગી સુઈ જતી.આ બધું વિચારીને એવું લાગે કે નવી આવેલી વહુને સાસુ હેરાન કરતી હોય.પણ આવા બધા એકદમ સખ્ત વાતાવરણમાં પણ દરેક માણસ કંઈકને કંઈક રીતે પોતાની જિંદગી ટેસ થી જીવતું હોય છે.દર 3 મહીને એકવાર ઘરે જવાની રજા મળતી હતી.ઘરે એકદમ ફ્રેશ થઈને નાસ્તો ભરીને જ્યારે માનસી હોસ્ટેલ આવતી ત્યારે એનો નાસ્તો પણ ચેક થતો.કારણ કે એની હોસ્ટેલમાં ચાર પ્રકારના નાસ્તાની જ ઘરેથી લઈ આવાની છૂટ હતી;મમરા,સીંગ,દાળિયા અને ગળપણમાં સુખડી.મમરામાં તળેલા પૌવા નાખ્યા હોય તો ન ચાલે.બાકીનો નાસ્તો જો કરવો હોય તો કેન્ટિનમાંથી લેવો પડતો......અને એ પૈસાથી ખરીદવો પડતો.હવે જો પૈસા પણ દયાબેન નામના વ્યક્તિ પાસેથી લેવા પડતા.....
  • એમાં એવું હતું કે દયાબેન એટલે હોસ્ટેલની બધી છોકરીઓની બેન્ક.એમની પાસે બધાયે પોતપોતાના પૈસા જમા કરાવેલા હોય.પૈસા ખૂટે એટલે બધી છોકરીઓએ સાથે જઈને એક અરજી લખવાની હોય અને પછી એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને દયાબેન પાસે જવાનું.એટલે એ પહેલા તો ચશ્માં ચડાવે,પછી પોતાના બટવામાંથી કાળા કલરની દોરીથી કિચેન બનાવ્યું હોય એ ચાવી કાઢે,એનાથી પોતાનું એલ્યુમિનિયંની પેટી જેવું કહી શકાય એવું લોકર ખોલે.પછી થુંકવાળા હાથ કરી કરી પૈસા ગણાવડાવે.પછી બધાને પોતાના જ પૈસા મળે.બેન્કની જેમજ બધો હિસાબ દયાબેન રાખે,ખાલી આમાં વ્યાજ ન મળે અને કોઈ એક માટે દયાબેનની બેન્ક ન ખુલે.પૈસા મેળવવા માટે બધાયે સાથે જ જાવું પડે.હવે એકવાર એવું બન્યું કે માનસી પાસે પૈસા ખૂટી ગયા,,દયાબેન એકલા માટે દયા ન કરે.હવે કરવું શુ?એણે પત્રમાં એના મમ્મી સાથે વાત કરી.એના મમ્મી પણ એ જ હોસ્ટેલમાં ભણીને શિક્ષક બનેલા હતા.એ સમય શિયાળા નો હતો ,એટલે નાસ્તામાં ઘરેથી ખજૂર-અડદિયો લાવાની છૂટ હતી.એના મમ્મીએ પૈસાને કોથળીમાં ભર્યા.ખજૂરની કોથળી ખોલી અડધી ખજૂર કાઢી અને વચ્ચોવચ્ચ પૈસાની કોથળી મૂકી દીધી અને એ હોસ્ટેલમાં ચેક કરાયો તો પણ કંઈ મુશ્કેલી વિના પાસ થયી ગયો...આ સિવાય માનસીને તીખી ચટણી ભાવતી,એ એના મમ્મીએ પાવડરના ડબ્બામાં ભરીને આપેલી.આ સિવાય હોસ્ટેલમાં ચોકલેટ લાવાની પણ છૂટ નહોતી. તો માનસી અને એની મિત્રો બહારથી ચોકલેટ લઈ આવીને જમીનમાં દાટી દેતા અને પછી ખાતા,,,કયારેક નાસ્તો એવી એવી જગ્યાએ છુપાવવો પડતો કે ખાતા ખાતા એ ખુફિયા જગ્યાની યાદ આવે તો ખાવું ન ભાવે!....જેમકે ફ્લશની ટાંકી ઉપર....કયારેક રૂમ પર ભેળ બનાવવી હોય તો શાક સમારવાવાળાએ ટામેટું કાકડી એવું બધું છુપાતા છુપાતા ખીચામાં ભરી ભરી લઇ આવવું પડતું.એની પણ કંઈક ઓર મજા હતી.
  • અહીંનું જમવાનું માનસીને ખૂબ જ ભાવતું અને પૌષ્ટિક પણ રહેતું,,,ક્યારેક ગણતરી પ્રમાણે ભાગમાં આવેલું શાક ખૂટે તો એમાં છાશ નાખીને પણ ખાવાની મજા આવતી...એક રીતે અહીં માનસીનું ઘડામણ થઈ રહ્યું હતું,,પરંતુ માનસી કોઈ કેરિયર વિશે ક્લિયર નહોતી..એમાંય માનસીએ જાણ્યું કે અહીં સાયન્સ વાળાને ઉપરના કામ સાથે સાથે ભોજનાલય પણ સાફ કરવાનું હોય છે..માનસીએ નક્કી કરી લીધું કે અત્યાર સુધી બરાબર હતું,પરંતુ હવે કેરિયર નિર્ણાયક વર્ષમાં અહીં રહેવું નથી.માનસીએ આ વિચાર ઘરે જણાવ્યું ,,,,ઘરના લોકો પણ એ જ વાત માનસીને કરવાના હતા...અને સંયુક્તપણે નિર્ણય લઇ માનસી એ પોતાની સ્કૂલ અને હોસ્ટેલ બદલી.....
  • ***
  • દસમા ધોરણના મસમોટા વેકેશનમાં માનસી અને એના પપ્પાએ બધી સ્કૂલોની તપાસ કરી અને એક સરસ મજાની સ્કૂલ અને હોસ્ટેલ પસંદ કરી લીધી.જે જૂની હોસ્ટેલ અને સ્કૂલ કરતા ઘણી સારી હતી અને સાથે સાથે કેરિયર ઓરિઇન્ટેડ સ્કૂલ હતી....હવે સ્કૂલ તો પસન્દ કરી લીધી...પણ કેરિયર ગોલ શુ રાખવો એ તો નક્કી કરવાનું હતું..એન્જીનિયરો તો ઘણા થાય છે અને ઘણા થઈ ગયા....હવે જો ગોલ રાખવો જ છે તો ઉંચામાં ઉંચો કેમ નહીં .....માત્ર બે જ વર્ષ સરખી મહેનત કરી લઈએ......બસ એ ક્લિયર થયા પછી માનસીએ નક્કી કરી લીધું કે બસ હવે 'B' ગ્રુપ લઈને MBBS માં રાજકોટ સરકારી મેડિકલમાં લેવું....કારણકે રાજકોટ એ ગોંડલથી નજીક થાય અને હવે આટલા પાંચ પાંચ વર્ષ હોસ્ટેલમાં રહી,,,થોડું ઘરે પણ રેવાય....એટલે રાજકોટમાં એડમિશનનો ગોલ રાખ્યો.હવે માનસીના મગજમાં એ ક્લિયર થઈ ગયેલું કે શુ કરવાનું છે,,,,જ્યાં સુધી મગજને એક સીધો રસ્તો ન મળે ત્યાં સુધી એ પોતાની પૂર્ણ ક્ષમતાથી કામ કરે....સ્વામી વિવેકાનંદ કહી ગયા કે "ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડયા રહો"પરંતુ આ વાક્યને અનુસરવા માટે કોઈ ગોલ-ધ્યેય તો જરૂરી છે તો જ એ દિશામાં દોડી શકી.....લાઈટ બંધ હોય એવા અંધારા રૂમમાં કોઈ વસ્તુ શોધવાની આવે તો એ વસ્તુ કદાચ મળે પણ ખરા અને ન પણ મળે...અંધારામાં તમારે ફાંફાં મારવા પડે.પણ જો એજ વસ્તુ લાઈટ ચાલુ કરી શોધવામાં આવે તો કોઈ જાતના ફાંફાં માર્યા વિના તરત મળી જાય.(હા, એ જરૂરી છે કે એ વસ્તુ એ રૂમની અંદર હોવી જરૂરી છે.)ગોલ સેટિંગ વાળા માઈન્ડ પાસે અનહદ પાવર હોય છે..
  • ***
  • બોરિયા બિસ્તર રાજકોટમાં ને રાજકોટમાં પણ બિલ્ડીંગ ફરી જાય છે.....ખૂબ જ સરસ સ્કૂલ અને હોસ્ટેલ સાથે વિદ્યાર્થીઓમાં રસ લેતા ટીચર્સ.....મહેનત અને ભોગ દેવો પડે,કોઈપણ વસ્તુ મેળવવા.અહીં શરૂ થઈ જાય છે ફરીથી વ્યસ્ત જીવન.સવારમાં કાળઝાળ ઠંડીમાં 6:30માં નિત્યક્રમ પતાવી ફરજિયાત નાસ્તો કરવા આવી જવાનું.નાસ્તો તો દરરોજ સરસ મજાનો રહેતો.7:00 થી લઈને 9:15 સુધી હોસ્ટેલમાં બધાને ફરજિયાત વંચાવડાવે.માત્ર પંદર મિનિટની નાની રીસેસ પછી 9:30 થી લઈને 11:30 સુધી રીડિંગ નું રાઈડિંગ શરૂ થઈ જાય.આજુબાજુ બધાય વાંચે છે એવો સથવારો લઈને બધા ખરેખર વાંચતા હોય.આ 15 મિનિટની રિસેસમાં માનસી નાવાનું કામ પતાવતી, કારણ કે સવારમાં બાથરૂમ ઓછા હોય ને નાવાવાળા જાજા એટલે નાવાનો વારો સવારના પહોરમાં ન આવે.પછી 11:30 લઈને 2:30 સુધી મોટી રીસેસ;એમાં જમી લેવાનું ,સુઈ જવાનું,ગપાટા મારી શકાય,સ્કૂલ માટે તૈયાર થવાનું હોય.માનસી આ ગાળામાં જમીને સુઈ જતી.જમવામાં ટિપિકલ બળેલી દાળ હોય અને શાક તો માનસી નાખી જ દે.અહીં ઓલી હોસ્ટેલ કરતા જમવાનું ઠીક હતું.2:30 થી સાંજના 7 સુધી સ્કૂલ હોય.7 થી 7:30 સુધીમાં વાળું કરી લેવાનું.સાંજે સાદું જમણ હોય.ક્યારેક ફિસ્ટ મલી જાય ત્યારે મજા આવી જાય.7:30 થી 8:30 પાછો લેક્ચર.8:30 થી 9 રીસેસ ટાઈમ.સાંજના 9 થી લઈને પાછુ રાત્રેં 1 વાગ્યા સુધી રીડીંગ ની બીજીવાર રાઇડિંગ શરૂ.એમાં એકવાર બ્રેક પડે દસ મિનિટનો,,,,ચા પીવાનો.કોઈ સુવે નહીં અને બરાબર વાંચે એનું દીદી ધ્યાન રાખે...માનસી એમાં કોઈવાર સુઈ જાય તો દિવ્યાદીદી એને છેક વોશબેસીન સુધી લઇ જાય અને પાણી છાંટે મોઢા પર અને જગાડીને જ રહે.
  • ***
  • આવા બધા એકદમ વાચનમય વાતાવરણમાં જ્યારે કંટાળો આવે ત્યારે સિરિયલની વાતો થાય....ક્યારેક હોસ્ટેલમાંથી ફિલ્મ્સ પણ દેખાડે,એની વાતો થાય.હોસ્ટેલમાં રાત્રે ભેળ બનતી હોય.બધી બેનપણીઓ એકબીજાની વાતો કરતી હોય.સરની વાતો થતી હોય.એ વખતે મોબાઈલ ન હોવા છતાં ઘણી રીતે મનોરંજન થતું.ક્યારેક ઘરેથી નાસ્તો છાપાના પેકીંગમાં લાવ્યા હોય તો રૂમની દરેક બેનપણી એ છાપું લીટીએ લીટી વાંચી જાય.ગમે એટલું જૂનું છાપું હોય છતાં પણ બધી ખબર વાંચી લે.આ બધા વચ્ચે ક્યારેક વિદ્રોહ ની ભાવના પણ આવી જાય,એકવાર માનસી એ એમના મંત્રી વિશે હોસ્ટેલમાં ફરિયાદ કરેલી,,પછી મંત્રીનું ઇન્દ્રાસન ડગવા માંડ્યું એટલે એ પછી સારી કામગીરી કરવા માંડી.
  • સ્કૂલમાં પણ માનસી પર બરાબર ધ્યાન દેવાતું.એના લીધે માનસીને સેમ 1 અને 2 માં ખૂબ જ સરસ મેરીટ બન્યું.સર હંમેશ પર્સનલી ધ્યાન આપતા.કાલરીયાસરે એકવાર tan30 અને tan60ની કિંમત ન આવડતા માનસીને 35-35 વાર લખવા આપેલું.બાયોલોજીમાં ડોબરીયાસર માટીનો ઘડો ટીપે એમ બહારથી થપથપાવે પણ અંદર હાથ રાખ્યો હોય એમ મસ્ત મસ્ત આકૃતિ દોરી સમજાવતા.આ બધા વચ્ચે માનસીને સંસ્કૃત અને ઈંગ્લીશના લેક્ચરની રાહ જોવાતી.રસિકસર બ્રાહ્મણ સંસ્કૃતના એકદમ જ્ઞાની હતા.આ બધા વાંચન વચ્ચે આવા લેક્ચરની તલપ રહેતી,,,અઠવાડિયામાં એક જ વાર આવે પણ મજલો પડી જાય.
  • ***
  • આ સમયગાળામાં માનસીને ઘણા સારા મિત્રો બની ગયા હતા.પરંતુ સેમ 3 માં આવતા મિત્રો સાથે ગેરસમજ સાથે એમનો સાથ પણ છુટ્યો.વચ્ચે અહમ આડો આવી ગયો કે શુ?વાતો વધી ગયી.આ બધાની એ અસર આવી કે સેમ 3 નું રિઝલ્ટ આવતા જે લોકોને માનસી કરતા જે ઓછી રેંજવાળા વાળા હતા એ પણ આગળ નીકળી ગયા.પેપર પ્રમાણમાં સહેલા હોવા છતાં પણ થાપ ખવાય ગયી.આવી ભૂલ ખરેખર ગમ્ભીર છે,કારણ કે મેડીકલમાં એડમિશન મેળવવા માટે બધા સેમના માર્ક્સ મહત્વના હતા.
  • સ્કૂલ બહુ કેરિયર ઓરિએન્ટેડ હતી,દરેકમાં પર્સનલ ઇન્ટરેસ્ટ રાખતી.… દરેક વિદ્યાર્થીનો કમ્યુટરમા ગ્રાફ નીકળતો...હોશિયાર સિનિયરનાં ઉદાહરણ દેવાતા અને વિદ્યાર્થીની બેટરી ચાર્જ થઈ જતી.એમાં એકવાર સ્કૂલમાં મોટીવેશનલ સ્પીકર આવેલા હતા.એમણેસર સારો કિસ્સો કહ્યો.'બે ગાડી જતી હતી.એક હતી અલ્ટો જેવી સસ્તી અને સાદી ગાડી,બીજી હતી જેગુઆર જેવી સ્પીડી અને મોંઘી ગાડી.હવે અલ્ટોમાં બેઠેલો બાળક એના પપ્પાને કે છે કે;આપડે જેગુઆરથી આગળ નીકળી જઇ.પણ ગમે એટલી અલ્ટો ગાડી ફાસ્ટ ચાલે પણ જેગુઆરને પહોંચે કાઈ?આમ પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધો.ખોટી કમ્પૅરિઝન ન કરો.' વાત જો કે બરાબર કરેલી.પણ એમના ગયા પછી જ્યારે સંચાલકે કહ્યું ત્યારે તો માનસીના રૂંવાડા ઉભા થઈ ગયા.સંચાલકે બહુ સરસ વાત કરી."તમે તમારી જાતને શા માટે નીચી ગણો છો?તમે તમારી જાતને કેમ અલ્ટો સાથે સરખાવો છો.ટોમ અને જેરીમાં શા માટે તમે જેરી બાજુ આકર્ષવા છો?અલ્ટો ધારોકે આગળ નીકળી જાય તો એ એકદમ સુપરહિટ કાલ્પનિક મુવી બની જાય.ક્યારેક ભૂલથી અલ્ટો વાસ્તવિકમાં પણ આગળ નીકળી જાય;પણ કેટલા કિલોમીટર સુધી અલ્ટો ચાલી શકે?અંતે લાંબી જિંદગીની રેસમાં જેગુઆર જ જીતે.અને તમે તમારી જાતને જેગુઆર સાથે સરખાવો.તમે જેગુઆર જ છો.પણ જેગુઆર ત્યારેજ આગળ રહી શકે જ્યારે એની બરાબર સર્વિસ થઈ હોય,પેટ્રોલ બરાબર ભર્યું હોય.જેગુઆર પાછળ રહી જાય તો એ જેગુઆર શેની કેવાય?જેગુઆરે તો એની સ્પીડે ચાલવું જ પડે."આ વાત માનસીએ બરાબર મગજમાં ભરાવી દીધી.( અહીં ગાડીના નામ ખાલી ઉદાહરણ માટે છે )
  • માનસીના સેમ 3 ના માર્ક્સ જોઈ નરેશસરે માનસીને બોલાવીને કહ્યું,"જો બેટા,તારે MCQમાં ભૂલ થાય છે.એક પ્રશ્નના જ્યારે ચાર વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસન્દ કરવાનો આવે ત્યારે તારાથી થાપ ખાઈ જવાય છે.તારે એવું કરવું કે પરીક્ષામાં પ્રશ્ન જ વાંચવો,ફૂટપટ્ટીથી વિકલ્પો ઢાંકી દેવા અને એમનામ વિચાર કરવો કે શુ જવાબ આવતો હશે?અને પછી વિકલ્પ પસન્દ કરવો."સેમ 4માં પછી માનસીએ નક્કી કરી લીધુ,'બસ,હવે નહીં.....મારે કંઈક બનવું છે અને એ માત્ર આ 6 મહિનામાં નક્કી થવાનું છે.હવે કોઈ બેનપણા માં પડવું નથી....હું શુ બનીશ એ મારા હાથમાં છે.માણસોનું તો શુ,એ કાઈ થોડી મારી સેલ્ફાયનાન્સની ફી ભરવાના હતા.'પછી તો માનસી સેમ 4માં બધું વાંચી વાંચીને મોઢે લખી નાખે.સરખું યાદ કરીને મોઢે લખવાથી યાદ રહી જાય.પછી દરેક પેપરમાં 50 માંથી 50 થિયરીમાં પણ.માનસીનું પેપર ત્રણ ત્રણ સર પાસે ચેક થાય પણ કોઈ ભૂલ કાઢી જ ન શકે.આવી જ રીતના મહેનતની મજા ચાલતી રહી.ગુજકેટમાં તો બુસ્ટર ડોઝની માફક વધુ મહેનત કરી.પેપર પણ સારા રહયા.
  • ***
  • હવે શુ થશે,શુ માનસીને રાજકોટ મળી જશે કે નહીં?રિઝલ્ટ નીકળ્યું,,માનસીને આવ્યા 88.15%.....ગયા વર્ષના કટઓફ મુજબ તો રાજકોટ મળી જાય એમ હતું.પણ આ વખતે મેરીટ ઉંચુ જતા રાજકોટ અટક્યું 88.28%.સેમ 3 નડી ગયું.અંતે માનસીએ ભાવનગર લઈ લીધું.ફરી પાછા બોરિયા બિસ્તર પહોંચ્યા ભાવનગર........ અહીંયા કોલેજ સારી હતી..પણ જમવામાં માનસીને રાચતુ નતું. અને કંઈક ખાલીપણું લાગતું..... રીશફલિંગ આવ્યું,,,,,,એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ,જામનગર ......હા હા..........પછી પાછા બોરિયા બિસ્તર જામનગર ઉપડયા....પછી તો જે મજલો પડી ગયો.જમવાનું ઘર જેવું.હોસ્ટેલમાં શરૂ માં તકલીફ પડેલી,,પણ પછી જે ગ્રુપ બની ગયું......કોલેજ પણ બહુ મસ્ત....સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્ર...એના જેવું કોઈ નહીં....બસ હવે બોરિયા બિસ્તર વિચારે છે કે હવે અમુક વર્ષો પછી ક્યાં જવુ????????
  • "મેરે લિયે ન માઈને રખતી હૈ ફિઝૂલ કી બાતેં,મુજે નહીં રહના કિસીકા દાસ;
  • હમતો હૈ ખલાસી અજીત સમન્દરકે,ન ડૂબન્ગે કભી,હરદમ જીને કી રહેતી હૈ આસ.
  • પક્કે ખિલાડી હૈ અપને ખેલમેં, હોસ્ટેલમે રહતા હૈ હમારા વાસ;
  • રામભી ગયેથે ઘર છોડકાર,રાવણ કો મારને,ચૌદાસાલ વનવાસ."
  • -સિદ્ધિ દવે”પણછ”