પરિતાને પહેલી વાર મેં મારી સ્કુલમાં ધોરણ ૫ ના ક્લાસમાં જોયેલી...દુબળી પાતળી, ત્રિકોણાકાર મોઢું,બે ચોટલા અને ભણવામાં એવરેજ. એવરેજ એટલે એનો ક્લાસમાં ૨૦ પછી નંબર આવે,, બહુ જ ઓછા મિત્રો...અંતર્મુખી....મૂળ એ ચુડા ગામની હતી અને અમારી સ્કુલ સુરેન્દ્રનગરમાં. એટલે દરરોજનું અપડાઉન રહેતું. બસ તો કઈ છેક સ્કુલના પ્રાંગણમાં થોડી ઉભી રે, એટલે નજીકના સ્ટેન્ડેથી સ્કુલ સુધી ચાલીને આવું જવું પડે. પછી તો સાથે અમે ત્રણ વર્ષ કાઢ્યા. પરિચય સેજ સેજ વધતો ગયો. જેમ એ સ્કુલને જાણતી થઇ એમ એ સ્કુલની જાણીતી થઇ ગયી. સાતમાં ધોરણ પછી મેં સ્કુલ બદલાવી અને મારા અને એના રસ્તા બદલાયા.
***
પછી મેં પરિતાને જોઈ સીધી ૧૦માં ધોરણના ઇનામ વિતરણમાં..... તાલુકા કક્ષાનું ઇનામ વિતરણ હતું. હું વઢવાણ તાલુકામાંથી અને એ ચુડા તાલુકામાંથી,,,,, બોર્ડમાં તાલુકા કક્ષાએ પહેલા ત્રણમાંના એક એમ અમે ત્યાં આવેલા હતા. મળ્યા વાતચીત થઇ.એને આટલા સારા ટકા જોઈ મને આશ્ચર્ય થયું! આશ્ચર્ય એ વાતનું હતું કે ચુડા જેવા નાના સેન્ટરમાં ભણીને પણ એને સારા ટકા છે. મેં એની મહેનતને બિરદાવી કે એ નાના તળાવની મોટી માછલી બની ગયી!
***
ઇનામ વિતરણ પત્યા પછી પાછુ સ્કુલ શરુ થઇ ગયી. હવેનું વર્ષ ખાસ કારકિર્દી નિર્ણાયક.....મેં સુરેન્દ્રનગરની સારામાં સારી શાળામાં એડમીશન લીધું. પરિતા એ પણ બીજી પ્રતિષ્ટિત શાળામાં એડમીશન લીધું. મારી સ્કુલમાં મારા પ્રાથમિકના ઘણા મિત્રો સાથે હતા. સરસ માહોલ હતો.રીસેસમાં જૂની વાતો થતી.એક દિવસ મેં ઇનામ વિતરણની વાત કરી. ત્યારે ચુડાની જ અને પરીતાની ખાસ મિત્ર ઝીલે મને કહ્યું કે જો મેં બોર્ડની પરિક્ષ એ નાના સેન્ટરમાં આપી હોત તો હું પણ ઇનામ વિતરણમાં હાજર રહી શકેત એટલા ટકા હોત!પછી તો મેં એની વાત પણ માની કારણકે પ્રાથમિકમાં પરીતાની એવી જ છાપ પડેલી હતી. પછી તો સૌ સૌમાં પરોવાઈ ગયા અને બોર્ડના દર ૬ મહીને આવતા સેમિસ્ટર એક્ઝામની તૈયારી કરવા માંડ્યા. પહેલું સેમિસ્ટરનું રીઝલ્ટ આવ્યુ.મારે A૧ ગ્રેડ હતો. સુરેન્દ્રનગરનાં છાપામાં બધી સ્કૂલો વાળા A૧ ગ્રેડ વાળા વિદ્યાર્થીઓના ફોટા મુકે. સ્વાભાવિક છે કે આપડા ફોટાવાળું છાપું આપડે સાચવીને મુકીએ,,, એમાં પાછળ જોયું તો પરીતાનો ફોટોય હતો. મને તો ઝીલની વાત ખોટી લાગવા માંડી... પણ પછી મિત્રોની દલીલે એ નિષ્કર્ષ આવ્યુ કે ૧૨ સાયન્સ છે!પેલું સેમિસ્ટર છે! પાછુ MCQ જ છે!ક્યારેક તુક્કો તીર બની જાય!પછી થયું કે આપડે ખોટું એના વિશે વિચારવા કરતા આપડામાં ધ્યાન આપો અને મહેનત કરો....
***
બીજું સેમિસ્ટર આવ્યું.એમાં અડધા MCQ (ચાર વિકલ્પમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો) અને અડધી લેખિત જવાબ આપવાના... હવે ખરાખરી ની સ્પર્ધા હતી,,,,, કારણ કે MCQ માં તો ક્યારેક અથ્થેગ્થ્થે ચારમાંથી એક તો સાચો પડી જાય. જો કોઈ સાયન્સ ન ભણ્યો હોય એવોય જઈને બધામાં કોઈ એક વિકલ્પ ભરીને આવે તોય ૨૫ ટકા આવી જાય!! પણ એવું દર વખતે જરૂરી નથી.ચારેય સેમીસ્ટરને અંતે ખરો હોશિયાર જ બાજી મારે,,,, એનાથી જ ચારેય સેમમાં તીર વાગે!હવે બીજા સેમની પરિક્ષા આપ્યા પછી તો બહુ મોટી વાતો ઉડી.... અને જયારે એનું તથ્ય ચકાસ્યું તો એના પુરાવા પણ મળ્યા....
પરિતાનો અને એના ઘણા બધા કલાસમેટસ નો નંબર અને મારી સ્કુલના પણ ઘણા બધાનો નંબર પરીતાની પોતાની જ સ્કુલમાં આવેલો. જ્યાં સ્કુલ વાળા એ CCTV કેમેરાનું શરૂઆતનું રેકોર્ડિગ કરી પછી એ રેકોર્ડિગ લૂપમાં ગોઠવી દીધેલું. અને પછી જે કઈ સ્કુલમાં બન્યું તે વખતે CCTV કેમેરા બંધ હતા. મને જાણવા મળ્યા મુજબ ત્યાં જ ભણતા વિદ્યાર્થીઓ કે જેઓને પહેલા સેમમાં A૧ ગ્રેડ હતો માત્ર તેઓને જ પુસ્તક આપીને ચોરી કરાવી અને A૧ ગ્રેડ વિનાના વિદ્યાર્થીઓ અને અન્ય સ્કુલના વિદ્યાર્થીઓ પર કડક સુપરવાઈઝિંગ કરવામાં આવ્યું..... આ વેરોવંચાનો જયારે બીજા વિધાર્થીઓએ વિરોધ કરેલો ત્યારે તેમને સાંભળવામાં આવ્યા નહિ... ખરું નાટક તો ત્યારે ખેલાયું જ્યારે બોર્ડના નિરીક્ષક આટો મારવા આવ્યા. ત્યારે એક છોકરાએ ભોળાભાવે નિરીક્ષકને આ બધી વાત જણાવી.ત્યારે સ્કુલવાળાને આ વાત જાણ થઇ.,,, તરત સ્કુલના એક શિક્ષક દોડીને પરિતા અને એના જેવા બીજા વિધાર્થી પાસે ગયા. ફટોફટ કાપ્લીઓના કુચે કુચા બોલાયા અને બારીમાથી સીધા બહાર.... આ બધું જે ઘડીના છઠ્ઠા ભાગમાં થયી ગયું. ત્યાં તો માંડ નિરીક્ષક વારાફરતી બધા ક્લાસ દેખાડતા પ્રિન્સીપાલ સાથે રૂમ જોતા જોતા તે રૂમમાં પહોચ્યા ત્યારે કઈ ન થયું હોય એમ પરિતા પેપર લખતી હતી..... બીજા ક્લાસના વિધાર્થીએ પણ જયારે ફરિયાદ કરી ત્યારે નિરીક્ષકે ટેક્સબુક મંગાવી લીટીએ લીટી જોયું. જે અક્ષરસઃ સમાન ન નીકળતા નિરીક્ષકે વાત જવા દીધી,,,,, અને થોડી વાર પછી નાનુંમોટું સહીસિક્કાનું કામ પતાવી નિરીક્ષકને મુકવા જયારે પ્રિન્સીપાલ દરવાજા સુધી ગયા ત્યારે ચાલતા ચાલતા વાતો કરતા નિરીક્ષક સાહેબના પગ નીચે કાગળીયાનો કચરો આવ્યો... ત્યારે નિરીક્ષક સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સ્વચ્છતાનો ઠપકો આપીને ગાડીમાં બેઠા,,,, એમને ક્યાં ખબર હતી દરરોજ સફાઈ કર્મચારીઓ ધ્વારા વહેલી સવારમાં વળાતી આ સ્કુલમાં હમણાં પડેલો કાગળનો કચરો થોડીજ વાર પહેલા બારીમાંથી ફેકાયો હશે!
***
ચારેય સેમની એક્ઝામ તો પતી ગયી.... પણ થોડાક વધુ પૈસા કમાવવા જતા,,,,, વધુ A૧ ગ્રેડ વાળા વિધાર્થી દેખાડીને બીજા વિધાર્થીઓના એડમીશન કરાવવા જતા આ સ્કુલે કેટલા સાથે અન્યાય કર્યો છે? આ અન્યાય ત્યારે દેખાય, જ્યારે ખરેખર મહેનત કરીને જે આગળ વધવા માગે છે એ વિદ્યાર્થી અને મહેનત ઓછી કરી હોય,,, ન કરી હોય એવું નહિ પણ તોય બેઉને સરખા ટકા આવે!જયારે થોડાક માર્કને લીધે મેરીટ રેન્ક ફરી જાય અને જેને સરકારી મેડીકલમાં મળતું હોય,,, જે લાયક હોય તોય એને સરકારી મેડિકલ કોલેજની ૬૦૦૦ ફીને બદલે ૬૦૦૦૦૦ રૂપિયા ભરવા પડે જો આર્થિક સ્થિતિ સધ્ધર હોય તો,નહીતર...... આખી કારકિર્દી બદલવી પડે મેડીકલને બદલે ડેન્ટલમાં જાવું પડે!આખા પરિવાર સાથે જોડાયેલો આનંદ,,,,, એને મહેનત કરી હોય છતાં જે કાપલી કરીને વચ્ચેના મેરીટરેન્ક પર આવી ગયા હોય એને લીધે જે એનું આખું જીવન પલટાય જાય!માત્ર એક સ્કુલના આવું કરવાથી.... તમે વિચારો મેરીટ રેન્ક ૪૭૬ સુધી મેડીકલ ગવર્મેન્ટ અને ૪૭૭ નંબરનાને કા તો પૈસા કાઢવા પડે અથવા કારકિર્દી બદલાવી પડે! ડોક્ટર થવાનું સપનું તૂટીને ઘોડા ડોક્ટર વાસ્તવમાં થવું પડે! આખી જિંદગી અફ્સોસ રહે કે સેજ મહેનત હજુ કરી હોત અથવા તો એ વખતે આટલા પૈસા આપડી પાસે હોત તો હુય આમ હોત! મહેનત તો બચારો કરતો જ તોને!પૈસા ક્યાંથી કાઢેત! આ સ્કુલવાળા આપી જવાના હતા કઈ?
સાથે પરિતા અને એના જેવા બીજા મિત્રોના મગજમાં કેવું થયું કે દુનિયામાં ખોટું કરીને જ આગળ વધાય! સાચું કરીને કોઈનું સારું થતું નથી.... હવે આ લોકો મોટા થઈને ભ્રષ્ટાચારનો કરે તો શું કરે?અત્યારે સરકાર ભ્રષ્ટાચારીઓને કાઢો એમ નીતિ કરે છે,,,,એનું મૂળતો સ્કુલોમાં જ છે....જેમ ચાણકય કહી ગયો કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા,પ્રલય ઔર વિનાશ ઉસકી ગોદમે પલતે હૈ.એમ જો મહાન દેશનો પ્રામાણિક વડાપ્રધાન જો શિક્ષક ઘડી શકે તો એક ભ્રષ્ટાચારી પણ ઘડી શકે જ.
***
હવે પરિતા હતી એકદમ ફોમમાં..... કારણકે જે દોડી શકે એવો ઘોડો છે એને તમે પાછળથી સ્કેટિંગ પહેરાવી દો તો એ તો પહેલો આવવાનો જ છેને ! પરંતુ ભગવાન હજુ છે....... કલિયુગ છે તોય ભગવાન હજુ છે..... કારણ પરિણામ એના હાથમાં હજુ રાખ્યું છે.... અહિયાં કરેલી ભૂલોનો હિસાબ અહિયાં જ આપીને જાવાનો છે કોઈકને વહેલા તો કોઈકને મોડા! પણ અહીનું અહીજ કરીને જવાનું છે.
મેરીટ રેન્ક બહાર પડ્યા. પરીતાનો મેરીટરેન્ક આવ્યો ૧૨૦...... ૧૧૬ સુધીનાને જ બી.જે.મેડીકલમાં મળવાનું હતું,,, છતાં સેજ આશા હતી એ હતી રીશફ્લિંગ, કોઈક ખસે તો આપડો ચાન્સ લાગશે એવું પરીતાને હતું... એને ત્યાં સુધી જામનગર એમ.પી.શાહમાં એડમીશન લઇ લીધું. પ્રથમ રીશફલીંગ થયી પણ એ કોઈ કારણસર બંધ રહી.....હજુ પરીતાને લાગતું હતું કે એને મળી જશે.....બીજું રીશફલીંગ થયું,,,,, ત્યારે પરીતાએ બોરીયા બિસ્તર પેક કરી લીધેલા.... કાઉન્સેલિંગમાં પહોચી પણ ત્યારે ૧૧૯ એ બી.જે.મેડીકલ ક્લોઝ થઇ ગયી... જે લોકો બીજા માટે ખસતા ન હોય અને પોતાની જગ્યા બનાવાને બદલે કોઈકની જગ્યા પર આગળ જઈ ઉભા હોય એને માટે કોણ ખસવાનું હતું?
***
હવે પરીતાને ખબર પડી ગયી હતી કે જો મારે બી.જે.મેડીકલમાં જવું હશે તો મારે મારી આવડતથી જાવું પડશે,,,,, માટે આખું પ્રથમ વર્ષ મેડિકલનું પરીતાએ પૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કર્યું,,,,, એટલી નિષ્ઠા કે હું એની દર વખતે જર્નલ્સ લઇ આવતી અને એમાંથી પૂરી કરતી. હા, હું જામનગર જ છું. અને એને જે મહેનત કરી છે કોલેજમાં આવીને પણ ૧૨ સાયન્સ જેવી મહેનત...... અને એક વર્ષ પછી જ્યારે બી.જે.મેડીકલમાંથી ૧૮ જણા પહેલા વર્ષમાં ફેલ થયા,ત્યારે તેમની ખાલી પડેલી જગ્યામાં કોલેજ ટોપર હોવાથી અમદાવાદ મળી ગયું.એ મોટા તળાવની મોટી માછલી બની ગયી......એને ખરેખર સમજાણું કે જીવનમાં આગળ વધવું હશે તો કોઈને ખસાડવાથી આગળ નહિ પહોચાય, આગળ જવા માટે તો જગ્યા બનાવવી પડે....આગળ અંતે પ્રામાણિકપણે, નિષ્ઠાથી અને સાચા માર્ગે જ વધી શકાશે. આજે જયારે એના અમદાવાદ ટ્રાન્સફરના સમાચાર સાંભળ્યા ત્યારે ખરેખર ખુબ ખુશ છું.
-સિદ્ધિ દવે “પણછ”