રોબોટ્સ એટેક 16 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 16

રોબોટ્સ એટેક

ચેપ્ટર 16

જ્યારે ડૉ.વિષ્નુ અને પાર્થ યુદ્ધની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને તેની તૈયારીઓ કરવામાં લાગેલા હતા.ત્યાં બીજી તરફ શાકાલ પણ પોતાની શક્તિને વધારવાના કામમાં સતત લાગેલો હતો.તેને એ વાતનો જરા પણ અંદાજો ન હતો કે ડૉ.વિષ્નુ એક સેના અને એક ખુબ જ શક્તિશાળી હથિયાર બનાવીને તેની સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે.પણ તેને એ વાતનો અંદાજો તો હતો જ કે ડૉ.વિષ્નુ તેના હાથમાં નહિ આવે ત્યાં સુધી તેના પર ખતરાની તલવાર લટકતી રહેશે.વળી ડૉ.વિષ્નુ ચુપ બેસી રહે તેવા વ્યક્તિઓમાંથી નથી તે વાત પણ તે જાણતો હતો તેથી તો તેને આખી દુનિયામાં જ્યાં જ્યાં માણસનું નામોનિશાન હતુ તે દરેક જગ્યાએ ડૉ.વિષ્નુને શોધવા માટેના તમાન પ્રયત્નો કરી જોયા હતા.પણ ઇશ્વર ડૉ.વિષ્નુની સાથે હતા તેથી જ કદાચ તે હજુ સુધી ડૉ.વિષ્નુને શોધવામાં સફળ થયો ન હતો.તેની દરેક નાકામયાબીથી તે વધુ જોશમાં આવતો હતો.હારવાનુ તે શિખ્યો જ ન હતો.હજુ પણ તેની શોધ ચાલુ જ હતી અને સાથે સાથે તે આધુનિક હથિયારો અને રોબોટ્સમાં નવા નવા ઇમ્પ્લીમેંટ કરીને તેને વિકસાવતો હતો.અમુક રોબોટ્સ તેને તેની લેબમાં જ રાખ્યા હતા,જે તેને જાતે જ બનાવ્યા હતા.તેને તે કોઇ જ ઉપયોગમાં લેતો ન હતો.ડૉ.વિષ્નુ આ રોબોટ્સ વિશે જ જાણવા માગતા હતા.મિ.સ્મિથે શાકાલનો વિશ્વાસ પુરી રીતે જીતી લીધો હતો.તે હવે શાકાલની આ લંકામાં વિભીષણનુ કામ કરી રહ્યા હતા.તેનાથી શાકાલ સાવ અજાણ હતો.તેની સૌથી મોટી ભુલ એજ હતી કે તેને એક માણસ પર વિશ્વાસ કરીને તેને બધી જ માહિતી આપી હતી.તેને જે માણસો પાસેથી તેમનુ બધુ છીનવી લીધુ હતુ તે જ માણસ તેના માટે કામ કરશે એવુ વિચારવુ તેની સૌથી મોટી ભુલ હતી.તે એવુ વિચારતો હતો કે તેના ડરને કારણે તે તેના માટે કામ કરી રહ્યા છે પણ તે નહોતો જાણતો કે મિ.સ્મિથે તેના ડરને લીધે નહી પણ પુરી માનવજાતિના કલ્યાણ માટે તેના માટે કામ કરી રહ્યા હતા.એ માટે તેમને ન ચાહવા છતાં પણ કેટલાક અનિશ્ચનીય કામ કરવા પડ્યા હતા.પણ તેમનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત માનવજાતિના કલ્યાણનો હતો.તેમને પણ એ વાતની ખબર હતી કે તેમના માટે ડૉ.વિષ્નુ જ એક આશાનુ કિરણ છે.તેથી જ તેઓ અત્યાર સુધી ડો.વિષ્નુને જે પણ વસ્તુની જરુર પડે તે માટે ગુપ્ત રીતે તેમને મદદ કરી રહ્યા હતા.હવે મિ.સ્મિથ એક એવા મોકાની શોધમાં હતા જ્યારે તેઓ શાકાલના તેને નવા બનાવેલા રોબોટ્સની બ્લુપ્રિન્ટ શોધીને ડૉ.વિષ્નુને પહોચાડી શકે.જેથી તેનાથી બચવા માટેના ઉપાય ડૉ.વિષ્નુ શોધી શકે.આ વખતે તેઓ કોઇ જોખમ લેવા માગતા ન હતા.તેથી તેઓ દરેક કદમ ફુંકી ફુંકીને રાખી રહ્યા હતા.કારણ કે તેઓ પણ જાણતા હતા કે આ વખતે જો કોઇ ભુલ થઇ તો ફરીવાર યુદ્ધ કરવા માટે તેમનામાંથી કોઇ જ જીવતુ જ નહી બચે.પણ જે સત્ય અને ધર્મના પક્ષે હોય છે તેમને સ્વયં ભગવાન સહાયતા કરતા આવ્યા છે,જેનો ઇતિહાસ સાક્ષી છે.મિ.સ્મિથ સાથે પણ એવુ જ થયુ. તેઓ જે મોકાની તલાશમાં હતા તે મોકો તેમની પાસે સામેથી આવ્યો.શાકાલે તેમને બોલાવ્યા અને કહ્યુ કે, એક જગ્યાએ લોકોએ તોફાન શરુ કરી દીધા છે અને તેની સત્તાનો વિરોધ કરી રહ્યા છે તેથી તેને રોકવા માટે તે થોડા સમય માટે બીજા શહેરમાં જઇ રહ્યો છે. તેથી અહિંયાની અને તેની લેબની જવાબદારી તેમને સોપીને જાય છે અને કંઇ પણ ગડબડ થાય તો તેને ઇંફોર્મ કરવા માટે કહ્યુ. મિ.સ્મિથ તો આવા જ મોકાની તલાશમાં હતા.તેમને કહ્યુ, “સર તમે અહિંયાની ચિંતા ના કરો.અહિંયાની જરાય ફિકર ના કરો અહિંયા હુ બધુ સંભાળી લઇશ તમે તે આંદોલનકારીઓને શાંત પાડી દો.અને તેમને બતાવી દો કે ભગવાનની સામે થવાનુ શુ પરિણામ આવે છે”.ત્યારબાદ શાકાલ ત્યાંથી નિકળી ગયો.ત્યાર પછીનુ કામ મિ.સ્મિથ માટે એકદમ આસાન હતુ તેમને કેમરા થોડો સમય માટે વીજળી ઓફ કરીને ઓફ કરી દીધા અને એટલો સમય તેમના માટે કાફી હતો બ્લુપ્રિંટ નિકાળવા માટે.ત્યારબાદ તુરત જ તેમને ડૉ.વિષ્નુને તે બ્લુપ્રિંટ મોકલાવી દીધી.

શાકાલ ત્યાંથી નિકળીને જે શહેરમાં બળવો થયો હતો ત્યાં પહોચી ગયો.ત્યાં એક રોબોટે એક માણસને મારી નાખ્યો હતો.ત્યારબાદ ઉસ્કેરાયેલા ટોળાએ રોબોટ્સ પર રીતસરનો હલ્લો બોલાવ્યો હતો.જ્યારે ભીડ એકઠી થઇ જાય ત્યારે તે કોઇના કાબુમાં નથી રહેતી.અહિંયા પણ એવુ જ થયુ ભીડમાં રહેલા લોકોએ કેટલાય રોબોટ્સને સળગાવી દીધા અને ડેસ્ટ્રોય કરી દીધા.જેમ જેમ ભીડ વધતી ગઇ તેમ તેમ રોબોટ્સની પકડ ઢીલી પડતી ગઇ અને આખરે તેમને શાકાલને બોલાવવાની નોબત આવી ગઇ.પણ શાકાલે ત્યાં આવીને સ્થિતીને કાબુમાં કરવા માટે ખુબ જ ક્રુર રીત અજમાવી.તેને તેની સાથે હતા તે બધા જ રોબોટ્સને મશીનગન પકડાવીને માણસો પર ગોળીબારનો ઓર્ડર આપી દીધો.થોડી જ વારમાં બધી જ ભીડ ઓછરી ગઇ.પણ તે જગ્યાએ કેટલીય લાશોના ઢગલા થઇ ગયા!! અંગ્રેજો દ્વારા જલિયાવાલા બાગમાં કરેલા હત્યાકાંડ સમયે જે દ્રષ્યો સર્જાયા હતા તેના કરતા પણ ભયંકર દ્રષ્યો ત્યાં દેખાઇ રહ્યા હતા!! જ્યાં જુઓ ત્યાં લોહી વહી રહ્યુ હતુ.કેટલાય લોકો તો ગોળીબારના લીધે નહી પણ તેનાથી બચવા માટે દોડી રહેલી ભીડમાં ચકદાઇને મરી ગયા હતા.પણ આટલુ કર્યા પછી પણ શાકાલ ન અટક્યો.તેને બધી જ લાશોનો એક ઢગલો કરાવ્યો અને તેને એકીસાથે બધી જ લાશો સળગાવી દીધી!!! તેને હવે ક્રુરતાને બધી હદો પાર કરી દીધી હતી.તેને મરેલા લોકોને તેના પરિજનોને છેલ્લીવાર જોવા પણ ન દીધા અને બધાને સળગાવી દીધા! તે તેની સત્તાના મદમાં મસ્ત થઇ ગયો હતો.તે તેનો ડર લોકોમાં ફરીવાર બેસાડી દેવા માગતો હતો.પણ તેને ક્યાં ખબર હતી કે તેને ઉઠાવેલુ આ પગલુ જ તેના માટે વિનાશ લઇને આવશે.લોકો બહારથી તો વ્યક્ત કરી શકતા ન હતા પણ હવે તેમની અંદર એક વિદ્રોહની આગ ભડકી ચુકી હતી.તેને એક ચિનગારી મળી ચુકી હતી અને ટુંક સમયમાં તેને હવા મળવાની તૈયારીઓ પણ થઇ રહી હતી.શાકાલને ખબર ન હતી પણ ઇશ્વરે તેની યોજના બનાવી લીધી હતી અને આ હત્યાકાંડ સાથે તેના વિનાશનો આરંભ થઇ ચુક્યો હતો.

*

ડૉ.વિષ્નુ તેમની લેબમાં કામ કરી રહ્યા હતા.ગઇકાલે જ તેમને મિ.સ્મિથે મોકલાવેલા શાકાલના નવા રોબોટ્સના બ્લુપ્રિંટ મળ્યા હતા.તેઓ ગઇકાલથી જ તેના પર કામ કરી રહ્યા હતા.ગઇરાત્રે પણ તેમને મોડે સુધી કામ કર્યુ હતુ.કારણ કે તેઓ જલદીથી જલદી આ કામ પુરુ કરવા માગતા હતા.શાકાલ સામેના યુદ્ધ માટેની તૈયારીનુ આ આખરી કદમ હતુ.એના પછી તેઓ યુદ્ધ માટે પુરી રીતે તૈયાર હતા.ત્યાં જ અચાનક વંશ તેમની લેબમાં દોડતો આવી પહોચ્યો.ડૉ.સાહેબ.........ડૉ.........સાહેબ.. ગજબ થઇ ગયો! ડૉ.વિષ્નુએ જોયુ.વંશ દોડીને આવ્યો હતો તે હાફતો હતો.તેને જોઇને તેમને અંદાજો તો આવી ગયો કે ખુબ જ અગત્યની સુચના છે.નહી તો તેમને લેબમાં તેઓ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે બધાને આવવા માટેની સખત મનાઇ કરેલી હતી.ડૉ.વિષ્નુએ કહ્યુ,પહેલા શ્વાસ લઇ લે પછી શાંતિથી વાત કર,તુ આટલો ગભરાયેલો કેમ છે? શુ થયુ? થોડીવાર શ્વાસ લીધા પછી તેના શ્વાસ હેઠા પડ્યા પછી વંશે કહ્યુ, ડૉ.સાહેબ ગજબ થઇ ગયો.દિલ્હી શહેરમાં દંગો થયો હતો અને તે દંગાને શાંત પાડવા માટે અને લોકોને ડરાવવા માટે શાકાલે ત્યાં પહોંચીને ખુબ જ મોટો હત્યાકાંડ કરાવ્યો.સેંકડો લોકો આ હત્યાકાંડમાં માર્યા ગયા અને કેટલાય લોકો હજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને મરેલા લોકોને તેમના પરિવારજનોને સોપવાને બદલે બધી લાશોનો ઢગલો કરીને શાકાલે તેને ત્યાં જ સળગાવી દીધા.હવે તો ડૉ.સાહેબ તેને ક્રુરતાની બધી હદો પાર કરી દીધી છે. અત્યાર સુધી તો તે જીવતા લોકોને ગુલામ બનાવીને તેમનુ શોષણ કરતો હતો પણ હવે તે મરેલા લોકોને પણ નથી છોડતો.આટલા બધા લોકોને તેને એમ જ સળગાવી દીધા.આ તે કેવી ક્રુરતા કહેવાય! તેને તેમના પરિવારને છેલ્લીવાર તેમની લાશ પણ જોવા ન દીધી!! વંશ આખી વાત કહેતા કહેતા રડી પડ્યો. ડૉ.વિષ્નુની આંખો પણ ભીની થઇ ગઇ.તેમને વંશને કહ્યુ, તુ અત્યારે જા અને મેજર અને આપણા બીજા સાથીઓને કહી દે કે સાંજે મારા ઘરે બધા આવે. “સારુ ડૉ.સાહેબ” એટલુ કહીને વંશ ત્યાંથી નિકળી ગયો.

વંશના ગયા પછી ડૉ.વિષ્નુ વિચારમાં પડી ગયા.કાલે આવેલા બ્લુપ્રિંટને તેમને સારી રીતે સ્ટડી કરી લીધા હતા.અને તેનો તોડ કાઢવો તેમના માટે કોઇ મુશ્કેલ કામ ન હતુ.પણ અત્યારે જે ખબર તેમને સાંભળી હતી.તે સાંભળ્યા પછી તેમને એ વિચાર આવ્યો કે જ્યારે તેમની તૈયારી લગભગ પુરી જ થઇ ગઇ છે એજ વખતે આ ઘટના બની છે.તેમને લાગી રહ્યુ હતુ કે આ કોઇ કોઇન્સીડન્સ નથી પણ ઇશ્વરનો જ એક સંકેત છે કે હવે સમય આવી ગયો છે.સમય આવી ગયો છે શાકાલને ખતમ કરીને માનવજાતિને ફરીથી તેનો હક અપાવવા માટેનો.તેમને નક્કી કરી લીધુ કે હવે તેઓ યુદ્ધ કરવામાં વધારે વાર નહી લગાડે.તેમને રાત્રે બોલાવેલી મિટિંગમાં જ આ વાતનો ફેસલો કરવાનુ નક્કી કરી લીધુ.

* નક્કી કરેલા સમયે ડૉ.વિષ્નુના ઘરે ડૉ.વિષ્નુની ટીમના બધા મુખ્ય લોકો આવી ગયા હતા.પાર્થ અને નાયક પણ ત્યાં હાજર હતા.ડૉ.વિષ્નુએ વાતની શરુઆત કરતા કહ્યુ, “આજે ઘટેલી દુઃખદ ઘટના વિશે તો તમે બધા જાણી જ ચુક્યા હશો.હવે હુ જે વાત કહી રહ્યો છુ તે બધા ધ્યાનથી સાંભળો.આપણી યુદ્ધની તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે અને જે સમયે આપણી યુદ્ધની તૈયારીઓ પુરી થઇ ગઇ એ સમયે જ આ ઘટનાનું ઘટવુ એ મને કોઇ ઇશ્વરીય સંકેત લાગે છે.મને લાગે છે કે આપણે હવે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે. શાકાલને એ બતાવી દેવાનો સમય આવી ગયો છે કે આપણે તેને બનાવ્યો છે અને આપણે તેને ખતમ પણ કરી શકીએ છીએ.તમારુ બધાનુ શુ કહેવુ છે?” ડૉ.વિષ્નુએ જેવુ આ પુછ્યુ.પાર્થે તરત જ કહ્યુ, “તમારી વાત સાચી છે પિતાજી આપણે હવે એ ક્રુર અને સનકી રોબોટ્સને બતાવી દેવાનો સમય આવી ગયો છે કે આપણે શુ કરી શકીએ તેમ છીએ”. ડૉ.વિષ્નુએ મેજર તરફ જોયુ.કારણ કે તેમની અત્યાર સુધીની આ સફરમાં મેજરે હંમેશા તેમનો સાથ આપ્યો હતો અને જો મેજર તેમની સાથે ન હોત તો કદાચ તે આટલા બધા લોકોને બચાવી શક્યા ન હોત.મેજરે કહ્યુ, “મને પણ લાગે છે કે હવે યુદ્ધ તો અનિવાર્ય છે જ.પણ આ એક ઘટનાના લીધે આપણે લાગણીવશ થઇને તો આ નિર્ણય નથી લઇ રહ્યાને?” ડૉ.વિષ્નુએ કહ્યુ.મેજર સાહેબ હુ કાંઇ આ ઘટનાના લીધે જ લાગણીવશ થઇને જ આ નિર્ણય નથી લઇ રહ્યો.પણ મને લાગે છે કે આ ઇશ્વરીય સંકેત છે અને મને લાગે છે કે આપણે હવે લડવા માટે તૈયાર છીએ.તો પછી આ રીતે લોકોને મરવા કઇ રીતે દઇએ. આપણે જેટલી વાર લગાડીશુ તેટલો જ તે ઘાતકીને ક્રુરતા આચરવા માટેનો સમય મળી જશે અને લોકોની ધીરજ પણ હવે ખુટી રહી છે.આપણે અહિંના લોકોને તો શાંત કરી દઇશુ પણ આ ઘટનાના લીધે સમગ્ર દુનિયાના લોકોમાં જે ચિનગારી સળગી છે તે તો હવે આગનુ રુપ લેવાની જ છે.પણ આપને જો તેને યોગ્ય દિશા નહી આપીએ તો તે રસ્તો ભટકી જશે અને આટલા બધા લોકોનુ બલિદાન સાવ એમ જ વ્યર્થ થઇ જશે.શાકાલ હવે લોકોનુ લોહી ચાખી ગયો છે.તે હવે રોકાશે નહી માટે આપણને મોડુ કરવુ પોષાય તેમ નથી.મે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કર્યો છે.મેજરે કહ્યુ,તમારી એ વાત પણ સાચી છે કે એકવાર લોહી ચાખ્યા પછી હવે તે ફરીવાર આવુ ક્રુત્ય કરતા અટકાશે નહી.મને પણ હવે તમારી વાત સમજાય છે.ડૉ.વિષ્નુ આપણે કાલે જ લોકોને એકઠા કરીને યુદ્ધ માટેનુ એલાન કરી દેવુ જોઇએ.ડૉ.વિષ્નુએ કહ્યુ, હા હુ પણ એજ વિચારુ છુ.બધા લોકોને કાલે જણાવી દઇએ અને બે દિવસમાં તો આપણે બધી તૈયારી કરીને નિકળી જઇશુ.ત્યાં સુધીમાં હુ પણ મારુ થોડુ અધુરુ કામ છે તે પુરુ કરી લઇશ.બીજા કોઇને આ વિશે કાંઇ કહેવુ છે? બધાએ કહ્યુ, “ના અમે બધા તમારી વાત સાથે સહમત છીએ”.એ બાબતમાં ડૉ.વિષ્નુને પણ વિશ્વાસ હતો કે તેમના દરેક નિર્ણયમાં તેમના બધા જ સાથીઓ તેમનો સાથ આપશે.છતા પણ તેઓ દરેક નિર્ણય બધાની સહમતિથી જ લેતા હતા.પછી તેમને બધાને કાલે લોકોને પ્રાર્થનામેદાનમાં ભેગા કરવા માટેનુ કહીને છુટા પડ્યા.

બધાના ગયા પછી પાર્થ ડૉ.વિષ્નુની પાસે જ બેસી રહ્યો.બધાના ગયા પછી પાર્થે ડૉ.વિષ્નુને કહ્યુ,પિતાજી આમ અચાનક જ આપણે આ રીતે શાકાલ સામે યુદ્ધ માટે જઇ રહ્યા છીએ.શુ આપણે આ યુદ્ધ જીતી શકીશુ?ડૉ.વિષ્નુએ કહ્યુ,આ બધુ અચાનક નથી થઇ રહ્યુ બેટા.આની પાછળ પણ ભગવાનની કોઇ યોજના રહેલી હશે.ભગવાન કદાચ આપણને આ ઘટના દ્વારા એ સંદેશ પહોચાડવા માગતા હોય કે હવે માનવજાતિના આઝાદ થવાનો અને શાકાલના અંતનો સમય આવી ગયો છે.પાર્થે કહ્યુ,હા કદાચ એવુ હોઇ શકે તમારી વાત સાચી હોઇ શકે અને આ ભગવાનનો જ એક સંકેત હોય પણ છતા પણ શુ આપણે હજુ એટલા સક્ષમ છીએ કે આપણે શાકાલને હરાવી શકીશુ? ડૉ.વિષ્નુએ કહ્યુ,જો બેટા તને એ વાત પર વિશ્વાસ છે કે આ ભગવાનનો જ કોઇ સંકેત છે અને તે આપણને શાકાલથી દુનિયાને બચાવવા અને તેની સામે લડવા માટે આપણને એ સંકેત આપી રહ્યા છે તો તારે એ પણ વિશ્વાસ રાખવો જોઇએ કે ભગવાન આપણી સાથે જ છે અને જીત હંમેશા સત્ય અને ધર્મની થાય છે.એ વાત પર તને કોઇ ડાઉટ ન હોય તો પછી આપણે કોઇ ચિંતા કરવાની જરુર નથી.આપણે તો બસ આપનુ કર્મ કરવાનુ છે અને આપણો ધર્મ બજાવવાનો છે.ફળની ચિંતા આપણે શા માટે કરવાની? એની ચિંતા તુ ભગવાન કાશીવિશ્વનાથ પર છોડી દે.ભગવાન કાશીવિશ્વનાથની વાત આવતા પાર્થના દિલમાં થોડી શાંતિ થઇ.કારણકે તેને પણ ભગવાન પર એના પિતા જેટલી જ શ્રદ્ધા હતી. તેને કહ્યુ,તમારી વાત સાચી છે પિતાજી આપણે આપણુ કર્મ જ કરવુ જોઇએ.બાકીનુ બધુ ભગવાન પર જ છોડી દેવુ જોઇએ.કારણકે જો આપણે સત્યના પક્ષે હશુ તો આપણને કોઇ જ હરાવી નહી શકે.ડૉ.વિષ્નુએ કહ્યુ,હવે તો તારા મનનુ સમાધાન થઇ ગયુ ને જા હવે આરામ કર આવતીકાલે ખુબ જ અગત્યનો દિવસ છે અને આપણે ખુબ જ તૈયારી કરવાની છે.પછી આરામ કરવા માટે સમય મળે કે ના પણ મળે.પછી પાર્થ પણ આરામ કરવા માટે ગયો અને ડૉ.વિષ્નુ પણ ઉંઘવાની તૈયારી કરવા લાગ્યા.ડૉ.વિષ્નુ વિચારી રહ્યા હતા કે, પાર્થે તેમને જે પ્રશ્ન કર્યા તેમાં તેમને ફક્ત પાર્થના દિલનુ જ સમાધાન કર્યુ ન હતુ.તેમના મનમાં પણ તે જ પ્રશ્નો ઉઠી રહ્યા હતા જે પાર્થે તેમને કર્યા હતા પણ પાર્થને સમજાવતા સમજાવતા તેમના દિલનુ પણ સમાધાન થઇ ગયુ.પાર્થના ગયા પછી ડૉ.વિષ્નુએ એક સંદેશ લઇને મિ.સ્મિથ સુધી તેમની વાત પહોચાડવા માટે એક માણસને બોલાવ્યો અને તેને તરત જ તે સંદેશ આપીને રવાના કરી દીધો.