સાજીશ - 17 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સાજીશ - 17

સાજીશ

(ભાગ-૧૭)

અત્યાર સુધી ....

(આદર્શ ને સાજીશ ની જાણ થતા બીજા જ દિવસે સવારે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. કંડલા નજીક મૌલિક ના માણસો ની ધરપકડ કરી ને સાજીશ વિશે જાણે છે, અને કંડલા થી ભુજ તરફ જાય છે, રણોત્સવ નજીક એક રીશોર્ટ માં રોકાય છે. બીજા દિવસે સવારે વહેલા આદર્શ અને એના સાથી ઓફિસર રણોત્સવ જવા નીકળે છે, ત્યાં પહોચી ને વ્યવસ્થાપક ને મળે છે,અને હેલ્પ કરવાનું કહે છે વ્યવસ્થાપક એક લીસ્ટ અને રજીસ્ટર cctv રેકોર્ડીંગ આદર્શ ને આપે છે. આદર્શ ને cctv જોઈ ને સ્ટાફ ના એક વ્યક્તિ પર શંકા થાય છે, અને પૂછપરછ કરતા બધું જ જણાવી દે છે, આદર્શ અને એના સાથીઓ ટેન્ટ તરફ આગળ વધે છે. આદર્શ ટેન્ટની તલાશી લે છે અને બ્રીફકેશ મેળવે છે. થોડી વાર માં એક વ્યક્તિ પોલીસના કપડામાં ટેન્ટમાં આવે છે. આદર્શ સાથે હાથાપાઈ થાય છે,અને આદર્શ કોડ લઇ બોંબ ચેક કરે છે, પણ બ્લાસ્ટ માં માત્ર ૧૦ મિનીટ નો સમય બાકી હોય છે. આદર્શ બોંબ લઇને રણ તરફ ગાડી દોડાવે છે. ....)

હવે આગળ.....

આદર્શ ની નજર સતત એની ઘડિયાળ તરફ જ મંડાયેલી હતી. જો થોડું પણ મોડું થાયતો જીવ નો જોખમ હતો. પણ આજે આદર્શ કોઈપણ જોખમથી બાથભેટવા તૈયાર હતો. અને હવે તો માત્ર ૧૦ સેકંડ જ બાકી હતા, આથી આદર્શ હવે ગાડીનો દરવાજો ખોલીને કુદી જાય છે, ગાડી ની સ્પીડ ના લીધે આદર્શ થોડે દુર જમીન પર પડે છે. અને જમીન પર પડતા જ ઉલટો થઇ ને મનમાં બોલવા લાગે છે, ૫.....૪....૩....૨....૧.... અને એક જોરદાર બ્લાસ્ટ નો અવાજ. બ્લાસ્ટ થતાજ આદર્શ ની ગાડી હવામાં ૨૦ ફૂટ જેટલી ઉંચે ઉડી અને જમીન પર એના સળગતા પાર્ટ્સ ભંગાર બનીને વરસવા લાગ્યા. હવામાં ઉંચે સુધી સફેદ રણની રેતીનો વંટોળ ચડ્યો હતો. આદર્શ ટેન્ટ સીટી થી ૨ કિલોમીટર દુર પહોચી ગયો હતો, પણ ખુલ્લા રણના મેદાનમાં અવાજ દુર થઇ રહેલી રણોત્સવની મીટીંગમાં પણ જોરદાર અવાજ આવ્યો. અવાજ થી બધા ચોકી ગયા હતા. સી.એમ.એ તપાસ કરવા માટે કહ્યું, પણ વ્યવસ્થાપક અને આદર્શ ના સાથીઓ સિવાય કોઈ ને પણ જાણ નહોતી. થોડી વારમાં વ્યવસ્થાપક આવીને બધાને જાણ કરે છે.

બોંબના પ્રચંડ ધડાકાથી આદર્શને ઈજ્જાઓ થઇ હતી, પણ આદર્શને પોતાની કોઈ ચિંતા જ નહતી. ત્યાં જ આર્મીના જવાનો ગાડીમાં આવે છે અને આદર્શ ને કેમ્પ લઇ જઈ ને ફર્સ્ટ-એડ આપે છે. અને આદર્શની બહાદુરીથી બધા ઈમ્પ્રેસ થાય છે.અને બધા આશ્ચર્ય ચકિત થઇ ને બહાર આવે છે. સી.એમ. ખૂદ આવી ને આદર્શ ને માળે છે અને અભિનંદન પાઠવે છે. અને ૨૬મી જાન્યુઆરી ના દિવસે આદર્શ અને એની ટીમ નું સન્માન કરવાની જાહેરાત કરે છે. બધા આદર્શ ની બહાદુરી પર ગર્વ થઇ રહ્યો હતો, કે કોઈ ને જાણ થવા દીધા વગર આદર્શે સાજીશને નાકામિયાબ કરી હતી.અને ત્યારબાદ આદર્શ એના સીનીયર ને ફોન કરી ને જાણ કરે છે કે એ સ્લીપર સેલને પકડવામાં સફળતા મળી છે, અને મીટીંગ માં બોંબ બ્લાસ્ટની સાજીશને નાકામિયાબ કરવામાં આવી છે. આદર્શના સીનીયર એને અભિનંદન પાઠવે છે.

આ તરફ મૌલિક TV માં બ્રેકીંગ ન્યુઝ ની રાહ જોતો હતો, હજી સવારે જ મૌલિકે એણે મોકલેલા માણસ થી વાત કરી હતી કે કોઈ પ્રોબ્લેમ તો નથી ને. અને મૌલિક ને ૧૦૦% ખાતરી હતી કે એની સાજીશ સફળ થશે. પણ આદર્શ અને એની ટીમ મૌલિક કરતા બે કદમ આગળ ચાલતા હતા. અને આદર્શ ને એ સાજીશ નાકામિયાબ કરવા માટે સફળતા મળી હતી.બપોર ના ૨ વાગ્યા નો સમય થવા આવ્યો અને ન્યુઝ માં કોઈ એવી ખબર ના આવતા મૌલિકે એ સ્લીપર સેલ ને ફોન કરવા નું નક્કી કર્યું. અને ફોન લગાવ્યો. આદર્શે ફોન ને જપ્ત કરી ને પોતાની પાસે જ રાખ્યો હતો. એને ખબર હતી કે આ સ્લીપર સેલ તો માત્ર પ્યાદું છે સાચા ગુનેગાર તો મૌલિક અને એનો બોસ હતા. અને મૌલિક થોડી વાર માં ફોન જરૂર કરશે. આથી આદર્શ અને એની ટીમ ગુનેગાર પોતાની સાથે લઇ ને નીકળવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાજ એના ફોન ની રીંગ વાગી અને સામે પ્રાઇવેટ નંબર લખેલું હતું. આદર્શે ફોન ઉપાડી ને કાન પર રાખ્યો. સામેની બાજુ મૌલિક નો અવાજ આવ્યો.

“શું કરે છે હરામખોર ૨ વાગ્યા છતા હજી કઈ ખબર આવી નહિ, કામ કર્યું કે નહિ જો કામ કર્યા વગર પાછો આવીશ તો ધ્યાન રાખજે જીવ થી જઈશ.” મૌલિક એકી શ્વાસે બોલતો હતો.

“નહિ એ પાછો આવે કે નહિ તું રાહ જોઈ રહ્યો છે એ ખબર આવે યોર ગેમ ઇસ ઓવર.” આદર્શે કહ્યું.

“કોણ કોણ બોલી રહ્યો છે તું તને ખબર છે હું કોણ છુ?” આદર્શ ની વાત સાંભળી ને મૌલિક ને ગુસ્સો આવ્યો.

“હા ખબર છે અને હવે તારી જ વારી છે, શું બધા ઓફિસરો ને તું ભ્રષ્ટ સમજે છે જે તારા ફેકેલા પૈસા લઇ ને તારી આગળ પાછળ ફરે. તે આ દેશદ્રોહ ની સાજીશ કરી ને મોટી ભૂલ કરી નાખી છે, હવે તારી ખેર નથી.” કહી ને આદર્શ ફોન રાખે છે.

રાત સુધી માં તો આખા દેશ ના દરેક TV ચેનલ પર એક જ બ્રેકીંગ ન્યુઝ હતી.

“ગુજરાત ના રણોત્સવના પહેલા દિવસે સુરક્ષા અધિકારીઓ ની મીટીંગ અને સી.એમ.ની હાજરીમાં થનારી મીટીંગ માં રચવામાં આવી બોંબ બ્લાસ્ટ ની સાજીશ અને ATS ના એક ઓફિસર અને એના બે સાથીઓ એ સાજીશની કોઈ ને જાણ થવા દીધા વગર પોતાના દિમાગ થી આખી સાજીશ કરી નાકામિયાબ.” દરેકના મોઢા માથી આદર્શના વખાણ નીકળતા હતા. આખા દેશ ને આદર્શ અને એના જેવા બહાદુર ઓફિસરો પર ગર્વ થઇ રહ્યો હતો. રાત્રી ના નવ વાગ્યા હતા આદર્શ અને એના સાથીઓ રાજકોટ પહોચી ને સ્લીપર સેલ ને કસ્ટડી માં મૂકી ને ઘરે જવા નીકળે છે. બે દિવસ પછી આદર્શ એના મિશનને સફળ કરીને ઘરે આવે છે. ઘરે બધાને આદર્શ પર ગર્વ હતો, અને બધા ખુશ હતા,ખાસ કરી ને સ્નેહા. આદર્શ એના પરિવાર ખુશી ખુશી સાથે ડીનર કરે છે. પણ આદર્શ મનમાં જાણતો હતો કે જો મૌલિકને સમયસર પકડવામાં નહી આવે તો એ એની સાજીશ નો બદલો લેવાનો જરૂર પ્રયત્ન કરશે.

***

આ તરફ આદર્શ ની સાજીશ નિષ્ફળ થવાની ખબર બોસ ને પડે છે, અને એ ગુસ્સામાં મૌલિક ને ફોન કરે છે. મૌલિક જાણતો જ હતો કે આ સમાચાર બોસ સુધી પણ જરૂર પહોચ્યા હશે અને બોસ નો ફોન જરૂર આવશે. મૌલિક બોસ નો ફોન ઉપાડે છે.

“જી.. બોસ...મને ખબર હતી કે તમે ફોન કરશો. મને એક ચાન્સ આપો હું આનો બદલો જરૂર લઈશ.”

“મૌલિક આપણો પ્લાન આખા ગુજરાત માં બોંબ બ્લાસ્ટ કરવાનો હતો. મે તને પહેલા જ કહ્યું હતું કે આ એક મોટો ચાન્સ છે, આમાં જરા સરખી પણ ભૂલ ના થવી જોઈએ. જે પણ પ્લાન કર એ વિચારી ને જ કરજે પણ તે આટલો મોટો રિસ્ક લીધો.”

“મને થોડો સમય આપો બોસ હું બધું બરાબર કરી દઈશ.”

“સોરી મૌલિક સમય જ તો નથી હવે. મારે પણ જવાબ આપવાનો છે. તારા લીધે મારી ઈમેજ ખરાબ થઇ છે, અને હવે એ મારી સાથે કામ કરવા પણ તૈયાર નથી. અને એમણે આપેલા પૈસાના ડબલ પૈસા એમને ચુકવવાના છે જે હવે તારે ચુકવવા પડશે. ”

“પણ બોસ એમાં તો હું બરબાદ થઈ જઈશ. તમે એમને સમજાવો પ્લીસ”

“મારી પાસે બસ એક જ રસ્તો છે.”

“શું........ બોસ”

“કે હું હવેથી તને મારી સાથે કામ પર રાખી ના શકું, અને તારે તારી બધીજ પ્રોપર્ટી એમના પૈસા ચુકવવા માટે આપવી પડશે.” અને બોસ ફોન રાખે છે. મૌલિકે બોસ ના કામ ને બહુજ આગળ વધાર્યું હતું, તેમ છતા બોસના આવા વર્તનથી મૌલિક ખૂબજ ગુસ્સે થાય છે,અને એનો બદલો આદર્શથી લેવાનું નક્કી કરે છે.

ક્રમશ........

મૌલિક આદર્શ થી કઈ રીતે બદલો લે છે, જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો........

તરૂણ વ્યાસ.

Whatsapp. 9033390507