સાજીશ - 16 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 16

સાજીશ

(ભાગ-૧૬)

અત્યાર સુધી ....

(આદર્શ ને સાજીશ ની જાણ થતા બીજા જ દિવસે સવારે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. કંડલા નજીક મૌલિક ના માણસો ની ધરપકડ કરી ને સાજીશ વિશે જાણે છે, અને કંડલા થી ભુજ તરફ જાય છે, રણોત્સવ નજીક એક રીશોર્ટ માં રોકાય છે. બીજા દિવસે સવારે વહેલા આદર્શ અને એના સાથી ઓફિસર રણોત્સવ જવા નીકળે છે, ત્યાં પહોચી ને વ્યવસ્થાપક ને માળે છે હેલ્પ કરવા નું કહે છે વ્યવસ્થાપક એક લીસ્ટ અને રજીસ્ટર cctv રેકોર્ડીંગ આદર્શ ને આપે છે. આદર્શ ને cctv જોઈ ને સ્ટાફ ના એક વ્યક્તિ પર શંકા થાય છે, અને પૂછપરછ કરતા બધું જ જણાવી દે છે, આદર્શ અને એના સાથીઓ ટેન્ટ તરફ આગળ વધે છે....)

હવે આગળ.......

આદર્શ ટેન્ટ ના પડદા ને હટાવી ને અંદર દાખલ થાય છે, ટેન્ટ ની અંદર દાખલ થતા જાણે કોઈ ફાઈવસ્ટાર હોટેલના રૂમ માં પ્રવેશ કર્યાની અનુભૂતિ થતી હતી. ટેન્ટ ની પાછળ ની દીવાલને અડીને એક મોટો રજવાડી પલંગ આવેલો હતો. પલંગની બંને તરફ સુંદર ટેબલ પર ખૂબસુરત નાઈટ લેમ્પ રાખેલા હતા. ટેન્ટ ની વચ્ચે સોફા ગોઠવેલા હતા. અને વચ્ચે ડ્રેસીંગ ટેબલ પર સુંદર ફૂલોની સજાવટ કરી હતી. અને બીજા ખૂણા માં ફ્રીજ અને ટેબલ પર LED TV રાખેલા હતા. ટેન્ટ માં બધી જ સુવિધાઓ હતી જે એક ઘર માં હોય. ટેન્ટ ની અંદર આવી ને આદર્શે જોયું તો કોઈ હાજર હતું નહી. આદર્શે એના એક ઓફિસર ને પુરા ટેન્ટ ની તપાસ કરવા કહ્યું. ટેન્ટ માં હાજર દરેકેદરેક વસ્તુ ની તપાસ કરવામાં આવી, પણ તપાસ માં કઈ ખાસ મળ્યું નહિ. આદર્શે નાની બ્રીફકેશ શોધવા કહ્યું. પણ ટેન્ટ માં કોઈ પણ જગ્યાએ એ નાની બ્રીફકેશ દેખાઈ નહી.

બપોરના ૧૨ વાગ્યાનો સમય થઇ રહ્યો હતો, હવે કોઈ પણ સમયે સી.એમ. અને એમના માણસો આવી શકે એમ હતા, આદર્શના સાથીઓ હજુ નાની બ્રીફકેશને શોધવાના પ્રયત્ન કરી રહ્યા હતા. આદર્શ ટેન્ટમાં આવેલા સોફા પર બેસે છે, અને ટેબલ પર પડેલા પાણીના જગ ને ઉપાડી ને ગ્લાસ માં પાણી ભરે છે,ત્યાંજ અચાનક આદર્શને કઈક અજુગતું લાગ્યું, આદર્શે ધ્યાનથી જોયું તો એ ટેબલ એક તરફ થી થોડો ઉપસેલો લાગે છે, રૂમ માં આવનાર કોઈ પણ વ્યક્તિ પહેલી નજરે જોઈ ના કહી શકે એટલો નાનો જ ફેરફાર હતો. આદર્શે તરત જ એના સાથીઓ ને ટેબલ હટાવવા કહ્યું, ટેબલ હટાવી ને જમીન પર પાથરેલા કાર્પેટની નીચે જમીન માં થોડી જગ્યા ખોદીને બ્રીફકેશ ને રાખવામાં આવી હતી, આદર્શે બ્રીફકેશ ને કાઢી ને ચેક કરતા એ થોડી વજનદાર હતી, અને નંબર લોક દ્વારા બંધ કરવા આવી હતી. હવે એ કન્ફર્મ હતું કે આમાં જ બોંબ રાખેલો હતો અને વજનદાર હોવાથી હજી બોંબ અંદર જ હતો. આદર્શે બ્રીફકેશ કાઢીને તરત જ બધું હતું એમ ને એમ પાછુ ગોઠવવા માટે કહ્યું. અને ટેન્ટ ની બહાર ઉભી સ્લીપરસેલ ના આવવાની રાહ જોવા માટે કહ્યું. આદર્શના સાથીઓ તરત જ બધું ગોઠવી ને ટેન્ટ ની બહાર નીકળી થોડે દુરથી ટેન્ટ પર નજર રાખી ને બેઠા હતા. જયારે આદર્શ હજુ સોફા પર બ્રીફકેશ બાજુ માં જ રાખીને એના સાથીઓ ના ઈશારાની રાહ જોતો બેઠો હતો.

આદર્શ ના સાથીઓના બહાર ગયા ના ૨ થી ૩ મિનીટ પછી જ એક પોલીસ સાયરનનો અવાજ આવવા લાગે છે અને બધા ને જાણ થાય છે કે ગુજરાત ના સી.એમ. રણોત્સવ માં પહોચી ગયા છે. બધા પોલીસ ઓફિસરો સી.એમ. ના મીટીંગ માટે બનાવવામાં આવેલા એક વિશાળ ટેન્ટ હોલ તરફ આગળ વધે છે. જે રહેવા માટે બનાવેલા ટેન્ટ સીટી થી થોડે દુર પાછળની તરફ હતું. બધા ઓફિસરો ત્યાં પહોચી રહ્યા હતા, ત્યાં જ અચાનક એક પોલીસ ઓફિસર દુર થી અહી ટેન્ટ સીટી તરફ આવતો દેખાય છે. આદર્શ નો એક સાથી ફોન થી આદર્શ ને એના આવવાની જાણ કરે છે, થોડી વાર માં એ ટેન્ટ પાસે પહોચે અને અંદર દાખલ થાય છે, તરત જ આદર્શ ના બંને સાથીઓ ટેન્ટ પાસે પહોચી ને બહાર બંદૂક લઇ ને ઉભા રહે છે. જેથી એ ભાગી ના શકે.

ટેન્ટ ની અંદર દાખલ થતા જ એ આદર્શ ને સોફા પર બેસેલો જોય છે. આદર્શ ને જોઈ ને એ ગભરાઈ જાય છે અને પોતાની રિવોલ્વર કાઢી ને આદર્શ તરફ રાખે છે.

“આવો પોલીસ કમિશ્નર તમારી જ રાહ જોઈ રહ્યો હતો.” આદર્શે હસતા કહ્યું.

“કોણ...કોણ છે તું ?” એના અવાજ માં ગભરાહટ દેખાતી હતી.

“તારો ખેલ ખતમ થઇ ગયો છે. હવે મારી વારી” કહી આદર્શે ઉભા થઇ ને એક જોરદાર લાત એના રિવોલ્વર પકડેલા હાથ પર મારી, જેથી રિવોલ્વર ટેન્ટ ના એક ખૂણા માં જઈ ને પડી, અને તરત જ બીજી જ સેકંડ માં આદર્શે એક જોરદાર મુક્કો એના નાક પર માર્યો. અચાનક શું બની ગયું એ તો એ સમજે એની પહેલા જ નાક પર પ્રહાર થયો અને એ બંને હાથે નાક પકડી ને બે ડગલા પાછળ ખસ્યો, એના નાક માંથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યાં જ બંને ઓફિસરો અંદર આવી ને એને પકડી લે છે. અને એના બંને હાથને માથા ની પાછળ રાખી ને હથકડી પહેરાવે છે. જેથી કોઈ પ્રકારની ચાલાકી કરી ના શકે. આદર્શ એને બ્રીફકેશના લોક ને ખોલવા માટે કોડ જણાવવા નું કહે છે.

“કોડ તો જાણી લેશો પણ બોંબ નું શું ?” એ હસવા લાગે છે

આદર્શ ને સમજતા વાર નલાગી કે એનો મતલબ બોંબ નો ટાઇમ સેટ કરેલો જ હતો,

આદર્શ ગુસ્સામાં ફરી એક મુક્કો એના પેટ માં મારે છે, અને કોડ જણાવવા માટે કહે છે, કોડ જાણીને આદર્શ બ્રીફકેશ ખોલે છે, તો બોંબ નો સમય ફીટ ૧૨.૩૦ નો ગોઠવવા માં આવેલો હતો. આદર્શ ઘડિયાળ માં જોએ છે, તો ૧૨.૨૦ થઇ હોય છે, હવે માત્ર ૧૦ મિનીટ નો જ સમય બાકી હતો હવે આદર્શ પાસે.

“બસ હવે માત્ર ૧૦ મિનીટ માં જ આ બ્લાસ્ટ પૂરા રણોત્સવ અને ટેન્ટ સીટી ને બરબાદ કરી દેશે ઓફિસર. તારા ચાહવા છતાં પણ તું આ બોંબને બંધ નહી કરી શકે.” એ જોરથી હસતો હતો.

આદર્શે હવે તાત્કાલિક કઈક કરવું પડે એમ હતું. પણ કઈ રીતે આ બ્લાસ્ટ ને રોકવો એ આદર્શ ને સૂઝતું નહતું. અચાનક આદર્શ બોંબને પાછો બ્રીફકેશ માં રાખી બહાર જવા લાગે છે. એના સાથી ઓફિસરને સાથે ના આવતા રાહ જોવા માટે કહે છે.આદર્શ ફટાફટ ટેન્ટ સીટીથી બહાર તરફ દોડીને પોતાની પાર્ક કરેલી કાર તરફ આગળ વધે છે. ત્યાં જ વ્યવસ્થાપક આદર્શ ને સામે મળે છે, આદર્શ એમને ગાડી માં બેસવા કહે છે. અને ગાડી ને ટેન્ટ સીટી થી રણ તરફ આગળ દોડાવી મુકે છે. અને વ્યવસ્થાપક ને રણના એન્ટ્રી ગેટ પર હાજર વ્યક્તિ ને સમજાવવા કહી ને ગાડી ને રણ માં દોડાવી મુકે છે. ગેટ પર હાજર આર્મી ના જવાનને વ્યવસ્થાપક આદર્શ વિશે બધું જ જણાવે છે, અને એના કામ ને એની રીતે કરવા દેવા માટે કહે છે.

આદર્શ ગાડી ને ફૂલ સ્પીડ માં રનની સફેદ માટી પર દોડાવે જતો હતો અને એની નજર ઘડિયાળ ના ટાઇમર પર હતી હવે માત્ર ૨ મિનીટ ની વાર હતી ને હજુ ગાડી ને ટેન્ટ સીટી થી દુર લઇ જવી પડે એમ હતી આથી આદર્શ ગાડી ને પુરા એક્સીલેટર પર ચલાવતો હતો પણ રણ માં ગાડી ચલાવવું થોડું મુશ્કેલ હતું. ગાડી ના ટાયર રણની માટીમાં ખુંપતા હતા જેથી એક ચીલો રણ માં પડતો હતો.

બસ માત્ર ૪૦ સેકંડ જ બાકી હતા હવે આદર્શે કોઈ પણ રીતે ગાડી માં થી કૂદવું પડે એમ હતું પણ આદર્શ આજે મોત સાથે રેસ કરતો હતો, એ હજુ કુદવાના મૂડ માં જ નહોતો.

ક્રમશ......

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો..........

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com