સાજીશ ભાગ-૨ Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ ભાગ-૨

સાજીશ (ભાગ-૨)

(અત્યાર સુધી.... ખૂબ જ સુંદર એવી સ્નેહા એના માતાપિતા સાથે અમદાવાદ થી રજ્કોટ વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે. દરેક છોકરાઓ સનેહા ને ઈમ્પ્રેસ કરવા માટે મોકો શોધે છે.પણ સ્નેહા વધારે પડતી ઘર ની અંદર જ રહેતી હોવાથી કોઈ ને મોકો મળતો નથી. સ્નેહા સાંજે ઘર ની બાલ્કની માં બેસતી હોય છે. પણ સ્નેહા બહુ જ ઉદાસ રહેતી હોય છે.)

હવે આગળ.........

“નહી.....” અચાનક એક જો રદાર ચીખ નીકળી ગઈ મૌલિક ના મો માંથી.આંખો ખોલી તો તે પથારી માં સુતો હતો.બહુ ભયાનક સ્વપ્ન જોયું હતું મૌલિકે. એનો ચહેરો આખો પરસેવા થી લથબથ થઇ ગયો હતો. પથારી માં થી ઉઠી ને ઘડિયાળ માં જોયું તો સવાર ના ૫ વાગ્યા નો સમય હતો. જ્યાર થી એ ઘટના બની ત્યાર થી મૌલિક અવારનવાર એ સ્વપ્ન જોઈ ને ચીસ પાડી ઉઠતો.

મૌલિક ના માતાપિતા એ ગોઝારી ઘટના માં મૃત્યુ પામ્યા હતા. ૨૦૦૨ ના એ રમખાણે આખા ગુજરાત ને હલાવી મુક્યું હતું. મૌલિક ની ઉમર ત્યારે માત્ર ૮ વર્ષ ની હતી. મૌલિક એના માતા પિતા નો એક નો એક લાડકો દીકરો હતો. મૌલિક ના પિતા એક પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. એ દિવસો માં શહેર નું વાતાવરણ બહુ ઉગ્ર હતું. શહેર માં કર્ફ્યું લાગેલું હતું પણ અસામાજિક તત્વો દ્વારા અવાર નવાર તોડફોડ કરવામાં આવતી હતી, કેટલીક વાર પોલીસ ફોર્સ પર પણ હુમલાઓ થતા, એ દિવસે પણ કંઈક એવું જ બન્યું હતું પબ્લિક માટે કર્ફ્યું ૧ કલાક માટે હટાવામાં આવ્યો હતો જેથી પબ્લિક રોજબરોજ ની વસ્તુ ની ખરીદી કરી શકે. મૌલિકના પિતા પણ મૌલિકનાનો હોવાથી મૌલિકના મમ્મી સાથે બજાર માં જવા નીકળ્યા હતા, એમને શું ખબર હતી કે અચાનક કઈક આવું બની જશે. બજાર માં થી મૌલિક ને એના માતા પિતા પાછા વળતા હતા ત્યાં અચાનક એક ટોળા એ પબ્લિક પર હુમલો કર્યો, મૌલિકના પિતા એ ત્યાં ઉભેલી કાર નીચે મૌલિક ને છુપાવી દીધો પોલીસ ઇન્સ્પેકટર હોવાથી ટોળા નો સામનો કરવા એકલા આગળ વધ્યા, પણ લોકો ના એ બેફામ હુમલા માં મૌલિક ના માતાપિતા બહુ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને નજીક ના સરકારી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા પણ ત્યાં કોઈ ડૉકટર હાજર નહિ હોવાથી એમને સમયસર સારવાર નહિ મળતા તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.ત્યાર પછી મૌલિક એના માસી ને ત્યાજ રહી ને જ મોટો થયો હતો, પણ હજુ સુધી એ હાદસો ભૂલી શક્યો નહતો. એ હુમલા સમયે કોઈ પણ સુવિધા મળી નહતી, એટલે મૌલિક હમેશા એ ઘટના માટે સરકારી તંત્ર ને જવાબદાર માનતો હતો. મનમાં ને મનમાં એને સરકારી તંત્ર થી નફરત થવા લાગી હતી. મૌલિક એનો બદલો લેવા નો પ્લાન પણ કરવા લાગ્યો હતો એટલા માટે તેણે પોતાની જાત ને સ્ટ્રોંગ બનવાનું નક્કી કરી લીધું હતું.

*******************************************

મૌલિક ઉઠી ને ફ્રેશ થવા બાથરૂમ માં જતો રહે છે. મૌલિક દેખાવ માં એક્દમ હૃષ્ટપૃષ્ટ ૫ ફીટ ૧૧ ઇંચ ની હાઈટ જીમ માં કસરત થી કસાઈ ને બનાવેલું ફીટ શરીર, ૬ પેક એબ્સ, નિર્દોષ સ્માઈલ અને ૨૨ વર્ષ ની ઉમર. મૌલિક જેટલો દેખાવડો હતો એના થી વધારે સમજદાર હતો, મૌલિક ની પ્રેમાળ સ્માઈલ કોઈ ને પણ તેની મોહવા મજબુર કરી દે એવી હતી. આજે મૌલિક માટે બહુ અગત્ય નો દિવસ હતો. આજ થી એના માસી માસા સાથે નવા શહેર અમદાવાદ માં એના માસા ની બદલી થવાથી રહેવા જવાના હતા. અને મૌલિક કોલેજ ના બીજા વર્ષ માં બદલી કરી નવી કોલેજ માં જવા નો હતો. પણ મૌલિક ક્યાં જાણતો હતો કે અહી નવા શહેર માં એની સાથે કઈક નવું જ થવા નું હતું. અને એના જીવન માં કોઈ નવી વ્યક્તિ ની એન્ટ્રી થવા ની હતી. મૌલિક એના માસી માસા સાથે સાંજે અમદાવાદ પહોચે છે. સમાન બદલી કરવાથી મૌલિક ખૂબ થાકી ગયો હોઈ વહેલો સુઈ જાય છે.

*************************************************

સવાર ના ૯ વાગી ચુક્યા હતા અને સ્નેહા ફટાફટ કોલેજ માં જવા માટે તૈયાર થઇ રહી હતી.આમ તો સ્નેહા ને તૈયાર થવા માટે બહુ વાર લગતી નહી કારણ કે એ હતી જ એટલી ખૂબસુરત કે એ જે કઈ પણ કપડા પહેરતી એ એના પર શોભતા જ.પરંતુ આજે એ કંઈક વધારે જ સુંદર લગતી હતી. પિંક ટોપ અને વ્હાઈટ જીન્સ પેંટ પહેર્યું હતું એના સુંદર સિલ્કી વાળ ખુલા રાખ્યા હતા. ગુલાબ ની સુગંધ નું પર્ફ્યુમ થી આજુબાજુ નું વાતાવરણ મહેકી રહ્યું હતું. ફટાફટ કોલેજ બેગ માં જરૂરી પુસ્તકો ભરી સબમિટ કરવાનો પ્રોજેક્ટ લઇ ને ફટાફટ કોલેજ જવા માટે નીકળે છે. મોડે સુધી પ્રોજેક્ટ ની તૈયારી કરવાના લીધે સવારે ઉઠવામાં મોડું થયું હતું.

બીજી તરફ મૌલિક પણ કોલેજ માં એડમીશન માટે પ્રિન્સીપાલ ની ઓફીસ માં વેઇટ કરી રહ્યો હતો. પ્રિન્સીપાલ ને મળી ને મૌલિક કોલેજ માં ક્લાસરૂમ જોવા બીજા ફ્લોર પર જાય છે. ફસ્ટ યર અને સેકન્ડ યર ના ક્લાસ રૂમ બાજુ બાજુ માં જ હતા. સ્નેહા કોલેજ કેમ્પસ માં પહોચે છે ત્યાં ૧૦ વાગી ગયા હોય છે. એટલે સ્નેહા ફટાફટ ક્લાસ માં જવા માટે દાદરા ચડવા લાગે છે. બીજી તરફ થી મૌલિક ક્લાસરૂમ જોઈ ને કેમ્પસ જોવા માટે નીચે જવા માટે દાદરા તરફ આગળ વધે છે. સ્નેહા બહુ ઉતાવળ માં હોવાથી ઉપર જોયા વગર જ દાદરા ચડતી હોય છે, મૌલિક પણ એજ રીતે ફટાફટ દાદરા ઉતરતો હોય છે ત્યાં જ પહેલામળ ના વળાંક પાસે બને ટકરાઈ જાય છે. મૌલિક નો ધક્કો વાગવા થી સ્નેહા જરાક પાછળ તરફ નમી જાય છે.એના જ ડાબા હાથ માંની બેગ પાછળ તરફ વધારે નમવા લાગે છે એને જોઈ મૌલિકનો હાથ આપમેળે સનેહા ની કમર માં જાય છે ને મૌલિક સ્નેહા ને પડતા બચાવી લે છે.

આ બધું થોડી જ સેકંડ માં બનવા થી બનેજાણ સમજી નથી સકતા ક શું બની ગયું અચાનક. સ્નેહા અને મૌલિક બંને એકમેક ની આંખો માં જોઈ રહે છે.મૌલિક તો થોડીવાર માટે મંત્ર મુગ્ધ થઇ ને સ્નેહા ની નશીલી આંખો માં ખોવાઈ જાય છે. જયારે સ્નેહા પણ જોઈ રહી હતી કે આવો સોહામણો યુવક કોણ છે. બંને કઈ હરકત કરે ત્યાં જ સ્નેહા ની રાહ જોતી એની ફ્રેન્ડ પાયલ આવી જાય છે. તો અચાનક મૌલિક ના ફોન ની રીંગ વાગવા લાગે છે. બંને જણ ને પરિસ્થિતિ નું ભાન થાય છે ને મૌલિક સ્નેહા ને વ્યવસ્થિત ઉભી કરી ને ફટાફટ દાદરા ઉતરી ને જતો રહે છે. પાયલ સ્નેહા ને નીચે પડેલા પુસ્તકો ઉઠાવવા માં હેલ્પ કરે છે અને ફટાફટ ક્લાસરૂમ તરફ દોડી જાય છે.

ક્રમશ)

શું મૌલીક અને સ્નેહા ની બીજી મુલકાત થશે અને થશે તો શું બંને વચે દોસ્તી થશે ? અને એવું તો સુ થયું કે સ્નેહા ને અમદાવાદ થી રાજકોટ જવું પડ્યું. જાણવા માટે વાંચતા રહો સાજીશ.

અને તમારા રીવ્યુ જરૂર થી આપશો.

તરુણ વ્યાસ મો.૯૦૩૩૩૯૦૫૦૭ mail.