સાજીશ - 6 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

સાજીશ - 6

સાજીશ (ભાગ-૬)

અત્યાર સુધી .....

(સ્નેહા અમદાવાદ થી રાજકોટ માં વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે, પણ સ્નેહા ખૂબ જ ઉદાસ રહેતી હોય છે, અવારનવાર જૂની યાદો માં ખોવાયેલી રહેતી હોય છે. ભૂતકાળમાં અમદાવાદમાં કોલેજમાં સ્નેહાની મુલાકાત મૌલિક નામના એક છોકરા સાથે થાય છે, જે પોતે પણ કોલેજ માં નવો આવેલો હોય છે. મૌલિક સાથે ની મુલાકાત પછી સ્નેહા મૌલિક તરફ આકર્ષાય છે. મૌલિક ને એક વેન માં કોઈ લોકો પોતાની સાથે લઇ જાય છે ત્યાં એક બોસ હોય છે જે મૌલિક ને એની સાથે કામ કરવાની ઓફર કરે છે. મૌલિક એ ઓફર સ્વીકારી કોલેજ છોડીને જતો રહે છે. આથી સ્નેહા અમદાવાદ થી રાજકોટ આવી જાય છે. થોડા સમય માં સ્નેહા બધું ભૂલી ને ખુશ રહેવા લાગે છે, અને પછી સ્નેહાની મુલાકાત આદર્શથી થાય છે આદર્શ સ્નેહાને ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે.)

હવે આગળ........

સ્નેહા અને આદર્શ બંને એકબીજાને પસંદ કરવા લાગે છે. અને કેમના કરે બંને હતા જ પરફેક્ટ, અને ખૂદ કુદરતે એમને એક વાર મળાવી ને એમના દિલ માં પ્રેમના બીજનું રોપણ કર્યું હતું. બસ હવે તો એ બીજનું વૃક્ષ બનીને પાંગરે એની જ વાર હતી. અને એના માટે બને એકબીજા સાથે વધારે સમય ગાળે એની જરૂર હતી. અને જેની જરૂર હતી એ પણ બની જ ગયું.

ફરી એક દિવસ સન્ડેના સ્નેહા મોલમાં ખરીદી કરી રહી હતી ત્યારે અચાનક એની નજર આદર્શ પર પડે છે. આદર્શ પણ મોલ માં ખરીદી કરવા આવ્યો હોય છે. આદર્શ થોડે દૂર હતો એટલે એનું ધ્યાન ખેચવા માટે મોટેથી બોલાવે છે “આદર્શ......” અવાજ સાંભળી ને આદર્શ નું ધ્યાન ખેચાય છે. આદર્શ સ્નેહા પાસે આવે છે.

“હાય....સ્નેહા હાઉ આર યુ?”

“આઈ એમ ફાઈન” સ્નેહા એ કહ્યું.

“તો આજે કોણ પરેશાન કરે છે?”

“કોઈ.... નહીં” સ્નેહા અને આદર્શ બંને હસવા લાગે છે.

“તમે આજે મોલ માં...?” સ્નેહા એ પૂછ્યું.

“સમય અને વાંધો ના હોય તો કોફી પિતા પિતા જવાબ આપું?” આદર્શે સામે સવાલ કર્યો.

“હા.......શ્યોર” સ્નેહા ના ન કહી શકી. અને આમ પણ આદર્શ હતો જ એવો કે કોઈ એને કહી જ ના શકતું. અને આમ પણ સ્નેહા આદર્શ સાથે સમય ગાળવા ની તક જવા દે એવી નહતી. બંને મોલ માં આવેલા કોફી કાફે પર જાય છે. આદર્શ પહેલા ચેર પાછળ કરીને સ્નેહાને બેસાડે છે અને પછી પોતે પણ બેસે છે. અને કોફી ઓર્ડર કરે છે.

“હા....તો સ્નેહા હું જયારે સમય મળે ત્યારે ફેમીલીને હેલ્પ કરવાનું પસંદ કરું છું. અને એટલેજ થોડો જરૂરી સામન લેવા મોલમાં આવ્યો હતો. અને આમ પણ મારો કોઈ દોસ્ત નથી એટલા માટે હું આ કામ પસંદ કરું છું. આથી મારો સમય પણ પસાર થઈ જાય અને ઘરે હેલ્પ પણ.” આદર્શે કહ્યું.

“વાવ....નાઈસ....” આદર્શ ની વાત સાંભળી સ્નેહા ના મોઢામાંથી આપમેળે જ સરી પડ્યું....

“બાય ધ વે શું જોબ કરો છો આદર્શ તમે?”

“બસ..ખુબસુરત છોકરીઓ ને ગુંડાઓ થી બચાવી ને સુરક્ષીત ઘરે પહોચાડું છુ.” આદર્શે કહ્યું. અને બંને જાણ હસવા લાગે છે. સ્નેહા મનોમન આદર્શ થી ઈમ્પ્રેસ થાય છે.

“મારી વાતતો બહુ થઇ હવે થોડું તમારા વિશે પણ જણાવો.” આદર્શે કહ્યું.

“પહેલા તો તમે મને માત્ર સ્નેહા જ કહીને બોલાવો” સ્નેહા એ કહ્યું.

“હા..તો..સ્નેહા રાજકોટમાં ફાવ્યું કે નહી?” આદર્શે પૂછ્યું.

“હવે સારું લાગે છે અને ગમે છે. નવી જગ્યાએ સેટ થતા થોડી વારતો લાગે જ ને. અને જ્યાં તમારા જેવા દોસ્ત હોય ત્યાં કેમ ના ગમે?.” સ્નેહા એ હસતા કહ્યું.

“હા એતો છે.” આદર્શે કહ્યું. આદર્શ ને પણ હવે સ્નેહાની સાથે વાત કરવાની મજા આવતી હતી.

“હા તો સ્નેહા રાજકોટ માં આવ્યા પછી ક્યાય ફરવા ગઈ છો કે આખો દિવસ ઘરે જ રહે છે.” આદર્શે પૂછ્યું.

“ના ક્યાય નથી ગઈ અહી કોઈ ફ્રેન્ડ જ નથી કે એની સાથે જાઉં.”

“મારી સાથે ચાલવામાં વાંધો ના હોય તો હું લઇ જવા તૈયાર છું.”

“શ્યોર તમે લઇ જશો તો ચોક્કસ આવીશ.”

તો આવતા સન્ડે ના સાંજે જઈએ. સ્નેહા હા કહે છે અને બંને એકબીજા ના મોબાઈલ નંબર લઇ લે છે. કોફી ખતમ થતા બંને સાથે વૃંદાવન સોસાયટી તરફ જવા નીકળે છે. એ રાતે સ્નેહા મોડે સુધી સ્નેહા આદર્શ વિશે વિચારતી હોય છે. અને આદર્શ પણ પોતાના રૂમ માં સુતા સુતા સ્નેહા વિશે વિચારતો હોય છે.

****************************************************

સ્નેહા હમણાં થી ખૂબ જ ખુશ રહેવા લાગી હતી અને એ જોઈ ને સનેહા ની મમ્મી ને ખુબજ આનંદ થાય છે. આદર્શ રોજ સવારે ગુડ મોર્નિંગનો સરસ મેસેજ સ્નેહાને વોટ્સએપ માં મોકલે છે. અને સ્નેહા પણ સામે એવો સરસ જ રીપ્લાય કરતી હોય છે. સ્નેહા રોજ દિવસો ગણતી હોય છે. અને સન્ડે ના આવા ની રાહ જોતી હોય છે. આખરે સન્ડે આવે છે. સ્નેહા સવાર થી જ ખૂબ ખુશ હતી. સવાર થી ન જાણે કેટલી ય વાર પોતીની જાતને દર્પણ માં જોઈ હોય છે. સાંજે ૪ વાગ્યે આદર્શ વોટ્સ એપ માં મેસેજ મોકલે છે “સાંજે ૪.૩૦ વાગ્યે મોલ પાસેના આઈસ્ક્રીમ પર્લેર માં મળીએ.”

સ્નેહા ફટાફટ તૈયાર થવા લાગે છે, સ્નેહાએ આજે બ્લેક કલર નો ખૂબ જ સુંદર ડીઝાઇન વાળો ટોપ પહેરે છે, સ્નેહા બ્લેક ટોપ માં ખૂબ જ સુંદર લાગે છે. ગોલ્ડન કલર ની લેગીન્સ પહેરે છે. સ્નેહા એ વાળ થોડા કર્લ કરી ને શોલ્ડરની આગળ ની તરફ રાખે છે. અને એ જ ગુલાબ ની સુગંધવાળું પરફ્યુમ લગાવે છે. અને પગ માં બ્લેક કલર ના મેચીંગ હિલ્સ પહેરે છે. અને ૪.૨૦ થતાં તો એ મોલ પાસે પહોચી જાય છે. આવી અપ્સરા જેવી સ્નેહા પર મોલ પાસે થી નીકળતા દરેક વ્યક્તિ ની નજર એક વાર તો સ્નેહા પર પડે જ છે.

ફીટ ૪.૩૦ વાગ્યે આદર્શ ના બુલેટ બાઈક નો અવાજ આવે છે જે આવાજ સ્નેહા સારી રીતે જાણતી હોય છે. સ્નેહા જોએ છે તો આદર્શ આવતો હોય છે. આદર્શ બહુ જ સુંદર લાગતો હોય છે, બ્લુ કલર ના કાંચવાળા રેબન ના ગોગલ્સ પહેરેલા હોય છે. અને સફેદ પારદર્શક શર્ટ અને બ્લુ ડેનીમ અને પગ માં રીબોક ના સ્પોર્ટ્સ શૂઝ માં આદર્શ એકદમ હીરો જેવો લાગતો હોય છે. આદર્શ બાઈક પાર્ક કરી ને સ્નેહા તરફ જોએ છે. અને આઈસ્ક્રીમ પાર્લર માં આવે છે.

આદર્શ સ્નેહા ની સામે ની ચેર માં બેસે છે. સ્નેહા આદર્શ ને સ્માઈલ આપતા કહે છે. “શું વાત છે આદર્શ આજ તો બહુ હેન્ડસમ લાગો છો?”

“થેંક યુ સ્નેહા... સાચું કહું તો આ બ્લેક કલર માં તું પણ ખૂબ જ સુંદર લાગે છે.” આદર્શે કહ્યું. સ્નેહા આદર્શ સામે જોઇને હસે છે. બંને આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમ ખાતા ખતા બંને એકબીજા નું ધ્યાન ના હોય એમ એકબીજા તરફ જોઈ લે છે.

“શું હેન્ડસમ શું જુઓ છો?” સ્નેહા એ કહ્યું. સ્નેહા આજે કઈક અલગ જ મૂડમાં હતી. એ જાણતી હતી કે આદર્શ પણ મનોમન એને પસંદ કરવા લાગ્યો છે.

“કઈ.. નહિ...ચાલો જઈશું?” આદર્શે કહ્યું.

અને બંને બહાર આવે છે સ્નેહા આદર્શ ને કહે છે તમારી બાઈક માં જ જઈએ તો મજા આવશે. અને બંને જાણ બાઈક માં બેસી ને નીકળે છે.

ક્રમશ.........

શું સ્નેહા અને આદર્શ એકબીજાની નજીક આવશે ? બંને એકબીજાના દિલની વાત કહી શકશે? જાણવા માટે વાંચતા રહો સાજીશ.........

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો..........

તરૂણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com