સાજીશ - 8 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 8

સાજીશ (ભાગ-૮)

અત્યાર સુધી .....

(સ્નેહા હવે વૃંદાવન સોસાયટી માં ખુશ રહેવા લાગે છે અને પછી સ્નેહા ની મુલાકાત આદર્શ થી થાય છે આદર્શ સ્નેહા ને મોલ થી આવતા ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે. બંને એક દિવસ બીજી વખત મોલ માં મળે છે, બને ની દોસ્તી થાય છે, બંને સન્ડે ના દિવસે બહાર ફરવા જાય છે. વરસાદ માં બંને એકબીજા તરફ આકર્ષાવા લાગે છે, અને બંને વચ્ચે ચુંબન થાય છે બંને પ્રેમ નો એકરાર કરે છે. બે મહિના બાદ એક દિવસ આદર્શ એના પપ્પા ને બંને ના સબંધ ની વાત કરે છે. અને આદર્શ ના પપ્પા સ્નેહા ના ઘરે લગ્ન ની વાત કરવા જાય છે, સ્નેહા પપ્પા વિચારવા માટે સમય માંગે છે........)

હવે આગળ...........

બીજા દિવસે સ્નેહા ના પપ્પા મુંબઈ ફોન કરી ને એમના દોસ્ત પટેલ પાસે આદર્શ અને એના પરિવાર વિશે માહિતી મેળવે છે, પટેલ પણ સ્નેહા ના પપ્પા ને આદર્શ જેવા છોકરા નો સબંધ જતો ના કરવાની સલાહ આપે છે. આથી બીજા દિવસે સ્નેહા ના પપ્પા આદર્શ અને સ્નેહા ના લગ્ન માટે હા કહે છે. આદર્શ ના પપ્પા પંડિત ને બોલાવી ને સગાઇ ને લગ્ન ની તારીખ જોવડાવે છે. સગાઇ નું મુહૂર્ત પાંચ દિવસ પછી નું અને લગ્ન નું એક મહિના પછી નું નીકળે છે. આથી બંને પરિવાર સગાઇ ની તૈયારી કરવા લાગે છે. સગાઇ વૃંદાવન સોસાયટીના ક્લબ હાઉસમાં કરવાનું નક્કી કરવા માં આવે છે. ક્લબ હાઉસ ને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

બંને પરિવારના સગાસબંધી ઓ સાથે આખી વૃંદાવન સોસાયટી ને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે છે. સગાઇ નું મુર્હુત સાંજે ૮.૩૦ વાગ્યા નું હોવાથી સાથે ડીનર નું પણ આયોજન કરવામાં આવે છે. સગાઇ ની બધી તૈયારીઓ આદર્શ ના પપ્પા એ સામે ઉભા રહીને કરાવી હતી. ધીરે ધીરે બધા મહેમાનો આવવા લાગે છે, આદર્શ અને સ્નેહા ના પપ્પા દરવાજા પર ગુલાબ થી બધાનું સ્વાગત કરે છે. ક્લબ હાઉસ માં એક સ્ટેજ પર બે ખુરશીઓ ગોઠવવામાં આવી હોય છે.

આદર્શ ના પપ્પા સ્ટેજ પર આવી ને બધા મહેમાનો નું સ્વાગત કરે છે. અને ૮ વાગતા જ આદર્શ અને સ્નેહા ને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપે છે. સ્નેહા અને આદર્શ ખૂબ જ સુંદર લગતા હોય છે. બંને ની જોડી જોઇને કોઈને પણ જલન થઇ આવે એવી જોડી હતી. બંને એકબીજા ને રીંગ પહેરાવે છે અને બધા હાજર મહેમાનો તાળીઓથી વધાવે છે. અને બધાની હાજરીમાં સ્નેહા અને આદર્શ ની સગાઇ કરવા માં આવે છે. બધાં મહેમાનો ડીનર લઇ ને છુટ્ટા પડે છે. આદર્શ અને સ્નેહા પણ એકસાથે બેસી ને જમે છે અને મોડે સુધી બેસી ને વાતો કરે છે.

બીજા દિવસે સ્નેહા સવારે વહેલા ઉઠી ને આદર્શ ના ઘરે જાય છે અને આદર્શ ના મમ્મી પપ્પા ને પગે લાગે છે અને આદર્શ વિશે પૂછે છે, પણ આદર્શ તો વહેલા ઉઠી ને જ કામ પર જતો રહ્યો હોય છે. સ્નેહા ને થોડું અજીબ લાગે છે પણ તે ત્યાં થોડી વાર આદર્શ ના મમ્મી સાથે બેસી ને વાતો કરે છે અને પછી ઘર તરફ જતી રહે છે. એ દિવસે આદર્શ અને સ્નેહા સાંજે ડીનર પછી ગાર્ડનમાં મળે છે.

“ શું હેન્ડસમ કેમ સીરીયસ છો?” સ્નેહા એ પૂછ્યું.

“સ્નેહા મારે તને એક અગત્યની વાત કરવી છે” આદર્શ એ કહ્યું.

“હા..તો..બોલો શું કહેવું છે?” સ્નેહા એ કહ્યું.

“સ્નેહા સાચું કહું તો મે તને હજી મારી જોબ વિષે સાચું જણાવ્યું જ નથી. હું ATS માં જોબ કરું છુ.” આદર્શ એ કહ્યું.

“ATS ?”

“હા ATS એટલે anti terrorist squad. એમાં અંડરકવર એજન્ટ તરીકે જોબ કરું છુ. જેનું કામ શહેર અને રાજ્ય માં અને દેશમાં થતી આતંકી પ્રવૃતિઓ રોકવાનું છે.” આદર્શ એ કહ્યું.

સ્નેહા આદર્શ સામે એકીટશે જોતી હતી, મનોમન એને આદર્શ થી વધારે ઈમ્પ્રેસ થઈ હતી એને આદર્શ પર ગર્વ થતો હતો.

“એટલે જ સ્નેહા મારી જોબ નો કોઈ ફિક્સ સમય નથી હોતો દિવસ રાત કોઈ પણ સમયે હું કાર્યરત રહું છુ. અને મારા પરિવાર સિવાય કોઈ ને એના વિષે ખબર નથી કે હું શું જોબ કરું છુ. હવે થી તું પણ મારી ફેમીલી છો એટલે તને જણાવવું જરૂરી હતું.”

“ હું ખૂબ જ ખુશનસીબ છુ આદર્શ કે મને તમે મળ્યા.” સ્નેહાએ આદર્શ નો હાથ પકડતા કહ્યું.

“પણ સ્નેહા તું એક વચન આપ કે ક્યારેય મને મારી જોબ કરતા રોકીશ નહી.”

“વચન આપું છુ.” સ્નેહા એ કહ્યું. અને બંને છુટા પડે છે.

હવે સ્નેહા સ્ને આદર્શ ના લગ્ન ને માત્ર થોડા જ દિવસો બાકી હોવાથી બંને પરિવારો તૈયારીઓ માં ખોવાયેલા હોય છે. આદર્શ અને સ્નેહા પણ લગ્ન માટે કપડાની ખરીદી કરવા માટે સમય કાઢી ને જાય છે.

*******************************************************

આખરે મૌલિક બોસ સાથે ગેરકાયદેસરના કામ માં જોડાય છે. મૌલિક બોસ સાથે જોડાયા પછી બોસ ના ગેરકાનૂની કામ ને આખા ગુજરાતમાં ફેલાવે છે. ધીરે ધીરે મૌલિક જ બોસ ના દરેક કામ ને એકલો સાંભળતો થાય છે. બોસ ને મૌલિક પર ખૂબ જ વિશ્વાસ હોય છે અને ધીરે ધીરે બોસ મૌલિક ને કામ માં અડધો ભાગ આપવા લાગે છે. અને હવે તો મૌલિક ની પણ ઓળખાણ ખૂબ જ ઉપર સુધી થઇ જાય છે. ગુજરાત ના મોટા મોટા લેવલ ના માણસો મૌલિકને નામ થી ઓળખવા લાગ્યા હતા. કોઈપણ ગેરકાનૂની કામ કરવું એ મૌલિકના ડાબા હાથનું કામ હતું.

અચાનક એક દિવસ બોસ મૌલિકને ફોન કરે છે. ફોન પર પ્રાઇવેટ નંબર લખેલું આવતા જ મૌલિક સમજી જાય છે કે બોસ નો ફોન છે. મૌલિક ફોન ઉપાડે છે,

“હા....બોસ...કહો.”

“મૌલિક એક બહુ જ મોટું કામ મળ્યું છે. જેના માટે બહુ જ મોટી રકમ મળવાની છે.”

“ઓકે..બોસ ... પણ કામ શું કરવાનું છે?”

“કામ એવું છે કે તું સાંભળી ને ખુશ થઇ જઈશ.”

“હું કઈ સમજ્યો નહી.” મૌલિકે કહ્યું.

“એ હું તને રૂબરૂ મળી ને જણાવીશ.” કહી બોસ ફોન રાખે છે.

મૌલિક વિચાર માં પડે છે કે કામ શું છે.

મૌલિકે ભલે જીવન માં ગેરકાનૂની રસ્તો પસંદ કર્યો હતો પણ એ ક્યારેય સ્નેહા ને ભૂલી શક્યો ન હતો. જયારે એકલો પડતો ત્યારે સ્નેહા નો ચહેરો ન ચાહવા છતાં પણ એની આંખો સામે આવી જતો હતો. આમ તો સ્નેહા ને મળવું એ મૌલિક માટે મોટી વાત ન હતી પણ કેમ એની હિંમત થતી ન હતી. આખરે એક દિવસ સ્નેહા ની તપાસ કરવા મૌલિક કોલેજ જાય છે અને ત્યાં પાયલ દ્વારા ખબર પડે છે કે સ્નેહા તો પરિવાર સાથે રાજકોટ રહેવા જતી રહી હતી. મૌલિક એના માણસો ને ઓર્ડર કરે છે કે રાજકોટ નું એડ્રેસ તાત્કાલિક શોધી લાવે.

મૌલિક ના માણસો એક જ કલાક માં સ્નેહા નું નવું એડ્રેસ શોધી લાવે છે. અને આમ તો એ શોધવું મુશ્કીલ પણ ન હતું. એમને સ્નેહા પપ્પા ક્યાં જોબ કરતા હતા એ જાણી ને રાજકોટ ની ઓફીસ માંથી એડ્રેસ મેળવી લે છે. અને બીજા જ મૌલિક એના બોડીગાર્ડ સાથે પોતાની BMW માં રાજકોટ જવા નીકળે છે.

ક્રમશ..........

શું મૌલિક સ્નેહા ને જોઈ શકશે? મૌલિક સ્નેહા અને આદર્શ ને સાથે જોઈને શું કરશે. જાણવા માટે વાંચતા રહો સાજીશ...........

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો..........

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com