સાજીશ - 9 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 9

સાજીશ (ભાગ-૯)

અત્યાર સુધી ..

(સ્નેહા હવે વૃંદાવન સોસાયટી માં ખુશ રહેવા લાગે છે અને પછી સ્નેહા ની મુલાકાત આદર્શ થી થાય છે આદર્શ સ્નેહા ને મોલ થી આવતા ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે. બંને સન્ડે ના દિવસે બહાર ફરવા જાય છે. વરસાદ માં બંને એકબીજા તરફ આકર્ષાવા લાગે છે, બંને પ્રેમ નો એકરાર કરે છે.અને આદર્શ ના પપ્પા સ્નેહા ના ઘરે લગ્ન ની વાત કરવા જાય છે. બંને ની સગાઇ થાય છે, મૌલિક સ્નેહા નું એડ્રેસ શોધે છે અને રાજકોટ જવા નીકળે છે...)

હવે આગળ....

મૌલિક ની BMW સાથે બીજી બે કાર માં એના માણસો હોય છે, કાલાવાડ રોડ પર થી સડસડાટ બધી કારો વૃંદાવન સોસાયટી તરફ નીકળે છે.વૃંદાવન સોસાયટીની નજીક બધી કારો ઉભી રહે છે. હજુ મૌલિક ના પહોચ્યા ને બે ચાર મિનીટ જ થઇ હોય છે ત્યાં જ દુર થી બુલેટ બાઈક નો અવાજ સંભળાય છે, સ્નેહા અને આદર્શ બજાર માંથી ખરીદી કરી ને પાછા આવતા હોય છે. બંને વાતો કરતા કરતા મૌલિક ની કાર ની બાજુમાં થી પસાર થાય છે, મૌલિક ની નજર સ્નેહા પર પડે છે, સ્નેહા ના હાથ માં શોપિંગ બેગ્સ હોય છે અને આદર્શ ની વાત પર ખડખડાટ હસતી હોય છે, સ્નેહા ને ખુશ જોઈ ને મૌલિક સ્નેહા ને મળવાનું ટાળે છે અને આદર્શ વિશે તપાસ કરવાનું એના માણસો ને કહી ત્યાં થી નીકળી જાય છે.

મૌલિક ના માણસો તપાસ કરી ને બીજા દિવસે મૌલિક પાસે આવે છે, કે આદર્શ IPS ઓફિસર તરીકે રાજકોટ માં કામ કરતો હતો, પણ છેલ્લા એક વર્ષ થી આદર્શ નો રેકોર્ડ ઉપલબ્ધ જ નથી કે આદર્શ હજુ પણ પોલીસ માં છે કે નહિ, અને આદર્શ અને સ્નેહા બંને એક જ સોસાયટી માં રહે છે અને થોડા દિવસ પહેલા જ બંને ની સગાઈ થઈ છે. મૌલિક ને સમજતા જરા પણ વાર ન લાગી કે આદર્શ નો ઓન પેપર રેકોર્ડ ના હોવા નો મતલબ હવે અંડર કવર એજન્ટ તરીકે કામ કરતો હશે, તો જ ઓન પેપર કોઈ સબુત નથી કે આદર્શ પોલીસ માં કામ કરે છે કે નહિ. એની માત્ર કોઈ એક જ સીનીયર ને જ ખબર હશે કારણ કે એના કામ નું રેપોટીંગ કોઈ એક ને જ કરવાનું હોય છે.

આદર્શ વિશે જાણી ને મૌલિક ખૂબ જ ખુશ થાય છે મનમાં વિચારે છે કે હવે મજા આવશે, જોઈએ કે આદર્શ કેટલો આદર્શવાદી છે, જો એ ટક્કર આપે એવો હશે તો તો ખૂબ જ મજા આવશે, અને સ્નેહા ની પસંદ ની પણ જાણ થશે.

***

લગ્ન ને હવે થોડા જ દિવસો બાકી હતા, કાર્ડ તો છપાઈ ને આવી પણ ગયા હતા, સ્નેહા અને આદર્શ પોતાની ખરીદી સાથે જ કરે છે બંને લગ્ન ના કપડા સિલેક્ટ કરવા રાજકોટ ના એક વિશાળ શો રૂમ માં જાય છે, જ્યાં લગ્ન માટે વર-વધુ ના મેચીંગ લેટેસ્ટ ડીઝાઇન ના બ્રાન્ડેડ કપડાઓ મળતા હોય છે. બંને સાથે લગ્ન,રીસેપ્શન, અને બીજા પ્રંગો માટે એકબીજા ના મેચીંગ કપડા પસંદ કરે છે, અને ફીટીંગ માટે મોકલી દે છે. બીજા જ દિવસે શો રૂમ નો એક માણસ આદર્શ ના ઘરે આવી ને કપડાઓ આપી જાય છે. લગ્ન ના કાર્ડ બધા જ સગા સબંધીઓ ને મોકલાવી દેવા માં આવે છે. આદર્શ ના પપ્પા લગ્ન માટે એક વિશાળ પાર્ટી પ્લોટ બુક કરાવી લે છે, અને ત્યાં જ એક તરફ લગ્ન પંડપ, અને બીજી તરફ લોન માં જમણવાર રાખી શકાય એવી વ્યવસ્થા કરવા ઓર્ડર આપી દે છે.

અને આમાં ને આમ થોડા દિવસો નીકળી જાય છે, અને આખરે એ દિવસ આવી ગયો જયારે દુનિયાના સૌથી સુંદર એવા આદર્શ અને સ્નેહા એકબીજા ના થવા જઈ રહ્યા હોય છે. સાવર થી જ બધા તૈયારીઓ માં પરોવાયેલા હોય છે. લગ્ન નું મુર્હુતસાંજે ૯ વાગ્યા નું હોય છે. વૃંદાવન સોસાયટી ને દુલ્હન ની જેમ શણગારવામાં આવી હોય છે. સ્નેહા અને એની ફેમીલી આગળ ના જ દિવસે પાર્ટીપ્લોટની નજીક આવેલ એક મોટી હોટેલ માં રોકાવા જતા રહે છે. કેમ કે ત્યાંથી સ્નેહા ની વિદાઈ થઇ ને વૃંદાવન સોસાયટીમાં આદર્શ ના ઘરે આવવાની હોય છે.

આખરે સાંજે ૭ વાગે બધી તૈયારીઓ થઇ ગઈ હોય છે. વૃંદાવન સોસાયટી થી મેઈન રોડ સુધી આદર્શ નો વરઘોડો કાઢવામાં આવે છે, ત્યાં થી જાન શાનદાર મર્સિડીઝ કાર માં લગ્નસ્થળે પહોચે છે. જાન પહોચતાજ આકાશમાં મોટા મોટા રંગબેરંગી ફટાકડાઓ ફૂટવા લાગે છે, બધા મહેમાનો પહોચી ગયા હોય છે, શહેરના બેસ્ટ કેટરર્સ ને જમણવાર માટે બોલાવેલા હોય છે, બધી સુવિધાઓ ટોપક્લાસ હતી અને કેમ ના હોય આદર્શ ના પપ્પા રાજકોટ માં જજ હોવાથી બધી મોટી મોટી હસ્તીઓ આવેલી હતી અને પાછો આદર્શ એક નો એક દીકરો હતો.

ગેટ પર બધા મહેમાનો નું ગુલાબ ના ફૂલ થી સ્વગત કરવામાં આવે છે. પંડિતજી વરવધુ ને મંડપમાં બોલાવે છે. આદર્શ અને સ્નેહાની જોડી લગ્ન મંડપમાં ખૂબ જ સુંદર લાગતી હતી. સ્નેહા તો જાણે સ્વર્ગ થી કોઈ અપ્સરા આવી હોય એવી દેખાતી હતી. આખરે આજે બંને એકબીજાના થવા જઈ રહ્યા હતા. ઘડિયાળ માં ફીટ ૯ ના ટકોરે પંડિતજી લગ્નવિધી શરૂ કરાવે છે અને બીજી તરફ મહેમાનો જમણવારનો આનંદ લે છે. આખરે લગ્ન સંપન્ન થાય છે, બધું સંપન્ન થયા પછી સ્નેહા ની વિદાઈ થાય છે એક લાડકી દીકરી ની વિદાઈ થતા સ્નેહા ના માતાપિતા ભારે હૈયે વિદાઈ આપે છે. ભલે ને વૃંદાવન સોસાયટીમાં એમની સામે જ રહેવા ની હતી પણ આખરે એ પરાઈ થઇ જવા ની હતી. જે સ્નેહા કાલ સુધી બિન્દાસ્ત પોતાની મરજી થી વર્તન કરનારી હવે જવાબદારીઓ માં બાંધવા જઈ રહી હતી, બીજી તરફ સ્નેહા ના આંસુઓ પણ રોકવા અશક્ય હતા, જે માતાપિતાએ ખૂબ જ લાડકોડ થી દીકરી ને ઉછેરી હોય, ક્યારેય એની માંગણીઓ અવગણી ના હોય એવા માતાપિતા ની એક્નીએક દીકરી હોવાથી સ્નેહા એની મમ્મીને ગળે વળગી ને ફૂટી ફૂટી ને રડે છે. ખરેખર એક માતાપીતા માટે એમની દીકરી ને સાસરે વળાવી એ દુનિયાનું સૌથી અઘરું કામ બની જાય છે. આખરે જાન વાજતેગાજતે વૃંદાવન સોસાયટીમાં પહોચે છે.

***

મૌલિક આટઆટલા ગેરકાયદેસર કામો કરતો પણ ક્યારેય પોલીસ એને પકડી શકી નહોતી, કારણ કે મૌલિક ના દરેક કામ માટે મોટા લેવલ ના રાજકારણીઓ સુધી એની ઓળખાણ હતી, અને નેતાઓ જ દરેક કામ પાર પડાવતા. બદલા માં ચુંટણી વખતે મૌલિક નેતાઓ ને ફંડ, અને પ્રચાર માટે માણસો પણ આપતો. પરંતુ મૌલિક હવે મોટો રિસ્ક લેવા જઈ રહ્યો હતો. બોસ મૌલિક ને એક ખૂબ જ મોટી સાજીશ માં ફસાવા જઈ રહ્યો હતો, જે મૌલિક ના જીવન ને બરબાદ કરવાની હતી.

બોસ આવે છે અને મૌલિક ને મળવા માટે બોલાવે છે. મૌલિક અને બોસ ઓફીસ માં બન્ને એકલા બેસી ને વાતો કરે છે, ઓફીસ એકદમ સાઉન્ડ પ્રૂફ હોવાથી બહાર અવાજ જતો નથી.

“હા..તો મૌલિક હું આજે સ્પેશિયલ તને જ મળવા માટે આવ્યો છુ.”

“હું પણ તમારી આતુરતા થી રાહ જોઈ રહ્યો હતો બોસ. તમે જ્યાર થી ફોન પર કામ માટે કહ્યું ત્યાર થી જ મારી આતુરતા ખૂબ જ વધી ગઈ હતી.”

ક્રમશ..

આખરે શું છે એ ‘સાજીશ’ અને આદર્શ કેવી રીતે આ સાજીશ ને અસફળ બનાવશે, જાણવા માટે વાંચતા રહો.... સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો...

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com