Featured Books
શ્રેણી
શેયર કરો

જૈન સંસ્કૃતિ ના સાત ક્ષેત્રો અને છ ગાંવ નું મહત્વ

જૈન સંસ્કૃતિ *સાત ક્ષેત્રો*


?જૈન સંસ્કૃતિ વિશાળ અને વિરાટ છે. પરંતુ સરળતાથી સમજવા માટે એમ કહી શકાય કે જૈન સંસ્કૃતિ મુખ્યત્વે સાત ક્ષેત્ર/વિભાગની બનેલી છે. તેનાં એ સાત ક્ષેત્ર જૈન સંસ્કૃતિના લગભગ બધા જ અંગોને સમાવી લે છે. તેની આર્થિક વ્યવસ્થાનું ચોક્કસ માળખું છે અને તેનું ચોક્કસ નામ છે. એ ક્ષેત્ર અને એના નામો આ પ્રમાણે છે.

*1. જિન ચૈત્ય અને 2. જિનમૂર્તિ*

ચૈત્ય એટલે દેરાસર, દેરાસર અને મૂર્તિ અભિન્ન છે. દરેક દેરાસરમાં એક ભંડાર હોય છે. ભાવિકો દેરાસરમાં જઈને, પરમાત્માના દર્શન, સ્તુતિ, પૂજા કરીને ભંડારમાં યથાશક્તિ પૈસા નાંખે છે.
પ્રભુજીને પ્રથમ પૂજા કરવા માટે, પ્રભુજીની આરતી ઉતારવા માટે ઘણી વખતે બોલી બોલવામાં આવે છે. સર્વોચ્ચ બોલી બોલનાર તેની નિયત રકમ ચૂકવે છે.

પ્રભુજીને ભેટણાં રૂપે ધરાતી રકમ, બોલીની ચૂકવાતી રકમ તેમજ
*પ્રભુજીની ભક્તિના અન્ય નિમિત્તે અપાતી રકમ દેવદ્રવ્ય કહેવાય છે દેવદ્રવ્ય એટલે દેવને અર્પણ કરેલું દ્રવ્ય*

*આ દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસરના નવ નિર્માણ માટે તેમજ દેરાસરના જિર્ણોદ્ધાર માટે જ કરી શકાય છે* દેરાસર અને મૂર્તિ સંબંધી કાર્યો માટે જ તેનો ઉપયોગ થઈ શકે છે.

આ વ્યવસ્થાથી ઘણાં દેરાસરોનો જિર્ણોદ્ધાર થયો છે અને થાય છે. જે દેરાસરમાં દેવદ્રવ્ય પૂરતા પ્રમાણમાં અને વધુ હોય છે તે દેરાસરના ટ્રસ્ટીઓ જિર્ણોદ્ધારના કામ માટે દેવદ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને આપે છે. દેરાસરના નવનિર્માણમાં પણ અપાય છે.


➡ *3. જિનાગમ*

?જ્ઞાન પૂજનીય છે. જ્ઞાનના ઉપકરણો-પુસ્તક, ગ્રંથ વગેરે પણ પૂજનીય છે. ભાવિકો ઉપાશ્રયે જાય છે ત્યાં સાધુ-સાધ્વીને વંદન કરે છે. એ પ્રસંગે વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરે છે. તેને જ્ઞાનપૂજન કહે છે.

?આ પૂજન નિમિત્તે ભાવિકો પૈસા અર્પણ કરે છે. જ્ઞાનપૂજનમાં મૂકાયેલ રકમને `જ્ઞાન-દ્રવ્ય' કહેવાય છે.

?આ દ્રવ્યનો ઉપયોગ પ્રાચીન-અર્વાચીન ધાર્મિક ગ્રંથોના પ્રકાશનમાં કરવામાં આવે છે, એ ગ્રંથોના સંરક્ષણના ઉપયોગમાં પણ લેવાય છે.

?જ્ઞાનભંડાર કે પુસ્તકાલય માટે આ વિભાગના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે.

?તેનો ઉપયોગ સાધુ-સાધ્વીજીને ભણાવતા પંડિતોનો પગાર ચૂકવામાં પણ કરવામાં આવે છે.


➡ *4-5. સાધુ અને સાધ્વી*

?આ વિભાગ માટે નિયત દ્રવ્યને સાધુ-સાધ્વીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દ્રવ્યથી સાધુ-સાધ્વીની સમ્યક્ જીવન જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવે છે. *આને `વૈયાવચ્ચ ખાતું' પણ કહેવાય છે.*

➡ *6-7. શ્રાવક અને શ્રાવિકા*

?દીન અને દુઃખી, આર્થિક રીતે નબળાં શ્રાવક-શ્રાવિકાઓના દુઃખમાં સહભાગી બની તેમને અશુભ અને હિંસક મનોભાવોમાંથી [આર્ત્ત અને રૌદ્ર ધ્યાનમાંથી] ઉગારી લઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા `સાધારણ ખાતા'ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતાના દ્રવ્યને “સાધારણ દ્રવ્ય” કહેવાય છે.

?આ ઉપરાંત “જીવદયા”નો પણ એક વિભાગ રાખવામાં આવે છે. તે માટે મળેલા દ્રવ્યનો ઉપયોગ પશુ-પંખીઓની સારવાર માટે તેમજ જીવોને [ઢોરઢાંખરને] કસાઈખાનેથી છોડાવવા માટે કરવામાં આવે છે.

?આ સાતે ક્ષેત્રોના નિર્વાહ માટે જુદા જુદા દ્રવ્યોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે દ્રવ્ય (ધનરાશિ) જે ક્ષેત્ર માટે નિયત હોય તે દ્રવ્ય (ધનરાશિ) તે જ ક્ષેત્રોમાં વપરાય છે. અન્ય ક્ષેત્રમાં નહીં!

?જો કે જરૂર પડે તો નીચેના ક્ષેત્રોના દ્રવ્યોનો ઉપયોગ ઉપર-ઉપરના ક્ષેત્રોમાં કરી શકાય પણ ઉપરના ક્ષેત્રના દ્રવ્યનો ઉપયોગ નીચેના ક્ષેત્રો માટે નથી કરાતો. આવી એક પારંપરિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

? *“સાધારણ દ્રવ્ય” નો ઉપયોગ બધાજ કાર્યો માટે થઈ શકે છે.

*છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું મહત્વ શા કારણે ?*

*ભાંડવાના ડુંગર નામ કઈ રીતે પ્રચલિત થયું ?*

? *તો જાણો ઈતિહાસ*

➡શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થકર મહાવીર સ્વામી અગાઉ પાર્શ્વનાથ ભગવાન અને તેમના પહેલા નેમીનાથ ભગવાન થઇ ગયા. આ નેમીનાથ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના પિત્રાઇ ભાઇ હતા.

➡શ્રીકૃષ્ણના બે પુત્રો શાંબ અને પ્રદ્યુમને નેમીનાથ ભગવાન પાસે દિક્ષા અંગીકાર કરી નેમીનાથ ભગવાને તેમને શેત્રુંજય ગીરીના અને સદભદ્ર નામના શિખરનો મહીમા સમજાવ્યો. આ કારણે શાંબ અને પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શત્રુંજય આવ્યા. અહી સદભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન કર્યુ અને એ બધા મુનીઓ સાથે બે ભાઇઓ ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા હતા. આ કારણે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રાનો મહીમા ખુબ વધી ગયો છે અને વરસે લાખો યાત્રીકો યાત્રા કરવા આવવા લાગ્યા છે.

➡શાંબ અને પ્રદ્યુમને મુનીવરો સાથે જે શીખર ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કર્યુ તેનું નામ સદભદ્રગીરી હતુ પણ અત્યારે ભાંડવાના ડુંગર તરીકે ઓળખાય છે તેનું કારણ એ છે કે શાંબ અને પ્રદ્યુમન શ્રીકૃષ્ણના ભાંડુ (સંતાન) હતા. આ ભાંડુઓનું અહીં નિર્વાણ થયુ ત્યારથી એ ગિરિ ભાંડુઓના ડુંગર તરીકે ઓળખાવા લાગ્યા જેનું અપભ્રંશ થતા આજે તેને ભાંડવાનો ડુંગર કહેવાય છે

*ચંદન તલાવડી રે, પુણ્યનું ધામ છે*

?શ્રી યુગાદિદેવના સુધર્મ નામે એક ગણધર હતા. તે ગણધરના ચિલ્લણ નામના એક મહાતપસ્વી શિષ્ય પશ્ચિમ માર્ગથી ગિરિરાજ પર ચડી રહ્યા હતા. કૃશ થયેલી તેમની કાયા તેમની ઉગ્ર તપસાધનાનો પરિચય કરાવતી હતી.

?મુખમંડલ પર ચમકતા તેજવર્તુળો લબ્ધિધર મુનિ તરીકેની તેમની ઓળખ આપતા હતા.

?ભવ્યજનોના વિશાળ વૃંદથી મુનિવર પરિવૃત્ત હતા. 10 યોજનનું ચઢાણ ચડયા પછી તે ભક્તજનો તૃષાતુર બન્યા.

?તૃષાની પીડા અસહ્ય બનતા તેમણે તપસ્વી મુનિને કાંઈક ઉપાય કરવા વિનંતી કરી. તપની લબ્ધિથી ભરપૂર જળ નિષ્પન્ન કરવા આ તપસ્વી મુનિને તેમણે પુનઃપુનઃ વિનંતી કરી.

?સંઘનું સાન્નિધ્ય ઈચ્છનારા ચિલ્લણ મુનિવરે તપોલબ્ધિથી એક સુંદર સરોવર ત્યાં નિષ્પન્ન કર્યું. અમૃતાસ્વાદનેય ટપી જાય તેવો આ સરોવરના નિર્મળ જલનો મધુર આસ્વાદ માણીને તે સહુ તૃષામુક્ત બન્યા.

?મુનિવરના નામથી તે સરોવર *ચિલ્લણ સરોવર’ના નામથી પ્રસિદ્ધ બન્યું. અપભ્રંશ થતા આજે તે ‘ચંદન તલાવડી’ના નામથી ઓળખાય છે.*

?સંઘની પ્રાર્થનાથી પ્રૌઢ તપસ્વી મુનિએ તપશક્તિથી વિકુર્વેલું સરોવર સર્વોપકારી હોવાથી અત્યંત પવિત્ર ગણાય છે.

?આ સરોવરના જલથી સ્નાન કરવું તે પણ શુદ્ધિ અને સિદ્ધિનું કારણ બને છે. આ સરોવરના જલનું પાન પણ પુનિત કરનારું છે.

?તેના જલથી પ્રભુનો અભિષેક કરવાથી અનાદિના કર્મમળ ધોવાઈ જાય છે. આ સરોવરના જલથી સ્નાન કરી જે પ્રભુના ચરણોનું પ્રક્ષાલન કરે છે, તે એકાવતારી થઈને મુક્તિ પામે છે.

*શ્રી શત્રુંજયના 108 નામ*

૧ શ્રી શત્રુંજયગિરિ નમોનમઃ
૨ શ્રી વિમલાચલગિરિ નમોનમઃ
૩ શ્રી સિદ્ધક્ષેત્રગિરિ નમોનમઃ
૪ શ્રી શાશ્વતગિરિ નમોનમઃ
૫ શ્રી પુંડરિકગિરિ નમોનમઃ
૬ શ્રી બાહુબલીગિરિ નમોનમઃ
૭ શ્રી મરૂદેવા ગિરિ નમોનમઃ
૮ શ્રી મહાતીર્થગિરિનમોનમઃ
૯ શ્રી મહાપદ્મગિરિ નમોનમઃ
૧૦ શ્રી દ્દઢશક્તિગિરિ નમોનમઃ
૧૧ શ્રી મુક્તિનીલયગિરિ નમોનમઃ
૧૨ શ્રી સુરશૈલ ગિરિ નમોનમઃ
૧૩ શ્રી પુષ્પદંતગિરિ નમોનમઃ
૧૪ શ્રીપૃથ્વીપીઠગિરિ નમોનમઃ
૧૫ શ્રીસર્વ કામદાયકગિરિ નમોનમઃ
૧૬ શ્રીશ્રીપદગિરિ નમોનમઃ
૧૭ શ્રી કૈલાશગિરિ નમોનમઃ
૧૮ શ્રી કદંબગિરિ નમોનમઃ
૧૯ શ્રીરૈવતગિરિ નમોનમઃ
૨૦ શ્રીઉજ્વળગિરિ નમોનમઃ
૨૧ શ્રી પુણ્યરાશિ ગિરિ નમોનમઃ
૨૨ શ્રીઇન્દ્રપ્રકાશગિરિ નમોનમઃ
૨૩ શ્રીસુભદ્રગિરિ નમોનમઃ
૨૪ શ્રીમહાગિરિ નમોનમઃ
૨૫ શ્રી કંચનગિરિ નમોનમઃ
૨૬ શ્રીકનકગિરિ નમોનમઃ
૨૭ શ્રીઢંકગિરિ નમોનમઃ
૨૮ શ્રી લોહીત્યગિરિ નમોનમઃ
૨૯ શ્રી તાલધ્વજ ગિરિ નમોનમઃ
૩૦ શ્રીસ્વર્ગગિરિ નમોનમઃ
૩૧ શ્રીનાંદીગિરિ નમોનમઃ
૩૨ શ્રીતાપસગિરિ નમોનમઃ
૩૩ શ્રી બ્રહ્મગિરિ નમોનમઃ
૩૪ શ્રી ઉદયગિરિ નમોનમઃ
૩૫ શ્રી નંદીવર્ધનગિરિ નમોનમઃ
૩૬ શ્રીપ્રભુપદ નમોનમઃ
૩૭ શ્રી મુક્તિનિલયગિરિ નમોનમઃ
૩૮ શ્રીઅર્બુદગિરિ નમોનમઃ
૩૯ શ્રીમહાયશગિરિ નમોનમઃ
૪૦ શ્રીજયંતગિરિ નમોનમઃ
૪૧ શ્રી મહાનંદગિરિ નમોનમઃ
૪૨ શ્રીમહાબલગિરિ નમોનમઃ
૪૩ શ્રીઆનંદગિરિ નમોનમઃ
૪૪ શ્રી હેમગિરિ નમોનમઃ
૪૫ શ્રી હસ્તિસેનગિરિ નમોનમઃ
૪૬ શ્રીમાલ્યવંતગિરિ નમોનમઃ
૪૭ શ્રીવિભાસગિરિ નમોનમઃ
૪૮ શ્રી વિશાલગિરિ નમોનમઃ
૪૯ શ્રી ભવ્યગિરિ નમોનમઃ
૫૦ શ્રીશ્રેષ્ઠગિરિ નમોનમઃ
૫૧ શ્રીઉજ્જવળગિરિ નમો નમઃ
૫૨ શ્રીચર્ચગિરિ નમોનમઃ
૫૩ શ્રી આલંબનગિરિ નમોનમઃ
૫૪ શ્રીસદ્દ્ભદ્ર ગિરિ નમોનમઃ
૫૫ શ્રી સુરપ્રિય ગિરિ નમોનમઃ
૫૬ શ્રી નગેશ ગિરિ નમોનમઃ
૫૭ શ્રી પ્રત્યક્ષ ગિરિ નમોનમઃ
૫૮ શ્રી સિદ્ધિપદઅર્પણગિરિ નમોનમઃ
૫૯ શ્રીપર્વતેન્દ્ર ગિરિ નમોનમઃ
૬૦ શ્રી ક્યંબુ ગિરિ નમોનમઃ
૬૧ શ્રી વૈજયંત ગિરિ નમોનમઃ
૬૨ શ્રી અજરામરપદગિરિ નમોનમઃ
૬૩ શ્રીઅનંતશક્તિગિરિ નમોનમઃ
૬૪ શ્રીઅકલંકગિરિ નમોનમઃ
૬૫ શ્રી અકર્મક ગિરિ નમોનમઃ
૬૬ શ્રીમુક્તિગેહ ગિરિ નમોનમઃ
૬૭ શ્રીમહાપીઠ ગિરિનમોનમઃ
૬૮ શ્રીભદ્રપીઠ ગિરિ નમોનમઃ
૬૯ શ્રી પાતાળમૂલ ગિરિ નમોનમઃ
૭૦ શ્રીસિધ્ધાચલ ગિરિ નમોનમઃ
૭૧ શ્રીસિદ્ધિરાજગિરિ નમોનમઃ
૭૨ શ્રીસુતિર્થરાજગિરિ નમોનમઃ
૭૩ શ્રી સહસ્ત્રાખ્ય ગિરિ નમોનમઃ
૭૪ શ્રીસારસ્વત ગિરિ નમોનમઃ
૭૫ શ્રીસહસ્ત્રપત્રગિરિ નમોનમઃ
૭૬ શ્રી ભગીરથ ગિરિ નમોનમઃ
૭૭ શ્રી અષ્ટોત્તરશતકૂટગિરિ નમોનમઃ
૭૮ શ્રી શતપત્રકગિરિ નમોનમઃ
૭૯ શ્રીકોડીનિવાસગિરિ નમોનમઃ
૮૦ શ્રી કપર્દીવાસગિરિ નમોનમઃ
૮૧ શ્રી વિજયાનંદ ગિરિ નમોનમઃ
૮૨ શ્રીવિશ્વાનંદ ગિરિ નમોનમઃ
૮૩ શ્રીસહજાનંદ ગિરિ નમોનમઃ
૮૪ શ્રી શ્રુયાનંદ ગિરિ નમોનમઃ
૮૫ શ્રી જયાનંદ ગિરિ નમોનમઃ
૮૬ શ્રીભદ્રંકરગિરિ નમોનમઃ
૮૭ શ્રીક્ષેમન્કર ગિરિ નમોનમઃ
૮૮ શ્રી શિવંકર ગિરિ નમોનમઃ
૮૯ શ્રી મેરુમહીધર ગિરિ નમોનમઃ
૯૦ શ્રીયશોધર ગિરિ નમોનમઃ
૯૧ શ્રી કર્મક્ષયગિરિ નમોનમઃ
૯૨ શ્રી દુઃખહરગિરિ નમોનમઃ
૯૩ શ્રી કર્મસુદનગિરિ નમોનમઃ
૯૪ શ્રીમહોદય ગિરિ નમોનમઃ
૯૫ શ્રીજગતરણ ગિરિ નમોનમઃ
૯૬ શ્રી ભવતરણ ગિરિ નમોનમઃ
૯૭ શ્રી રાજરાજેશ્વરગિરિ નમોનમઃ
૯૮ શ્રીકેવળદાયક ગિરિ નમોનમઃ
૯૯ શ્રીગુણકંદગિરિ નમોનમઃ
૧૦૦ શ્રીઅભયકંદ ગિરિ નમોનમઃ
૧૦૧ શ્રી પ્રીતિમંડણગિરિ નમોનમઃ
૧૦૨ શ્રીક્ષિતિમંડલમંડન ગિરિ નમોનમઃ
૧૦૩ શ્રીજ્યોતિસ્વરૂપગિરિ નમોનમઃ
૧૦૪ શ્રીઅમરકેતુ ગિરિ નમોનમઃ
૧૦૫ શ્રી વિજયભદ્રગિરિ નમોનમઃ
૧૦૬ શ્રીવિલાસભદ્રગિરિ નમોનમઃ
૧૦૭ શ્રીઆતમસિદ્ધિગિરિ નમોનમઃ
૧૦૮ શ્રીસર્વાર્થસિદ્ધિગિરિ નમોનમઃ