wedding anniversary books and stories free download online pdf in Gujarati

વેડિંગ એનિવર્સરી

વેડિંગ એનિવર્સરી

સવારની નીરવ શાંતિ વચ્ચે સાડા પાંચનું એલાર્મ રણક્યું... એલાર્મનો કર્કશ અવાજ કાનમાં અફડાતા જ શાલિનીની આંખમાથી ઊંઘ ખરી પડી. ગાઢ નીંદરમાં સૂતેલા સુહાસને શાલિનીએ ઢંઢોળીને ઉઠાડ્યા. સુહાસે આળસ મરડીને મોટું બગાસું ખાધું.

ગૂડ મોર્નિંગ... શાલિનીએ હુંફાળું સ્મિત કર્યું.

ગુડ મોર્નિંગ... સુહાસે આંખો ચોળીને શાલિની સામે સ્મિત કર્યું.

ચલો હવે, જલ્દી નાહીં-ધોઈ તૈયાર થઈ જાવ, નહીંતર મારે ઓફિસ માટે મોડુ થશે... ગેટ અપ... કહીને શાલિનીએ રસોડામાં જઇને હાથ-પગ કામે લગાડ્યા.

સવાર સવારમાં આટલી ઉતાવળ...? ટેક ઇટ ઇઝી સ્વીટહાર્ટ...

સુહાસ મારે નવ વાગે ઓફિસમાં હાજર થવાનું છે... મને મોડુ ન કરાવતાં પ્લીઝ... ગેટ અપ એન્ડ ગેટ રેડી... કહી શાલિની રસોડામાં ચા-નાસ્તો બનાવતા ફાઇનલ વૉનિંગ આપી.

સુહાસ એ જિંદાદિલ માણસ છે. હડબડીમાં જીવન જીવવાની ખરી મજા લૂંટાઈ જાય એવું માને છે; ટેક ઈટ ઇઝી અને બી હેપ્પી આ બે સૂત્રો એ એના જીવનની ફિલોસોફી છે. શાલિની ઓફિસ માટે સવારમાં જ બંન્નેનું બપોર માટે ટિફિન બનાવી દેતી. સુહાસ ઓફિસના ડ્રેસમાં તૈયાર થઈ બ્લ્યુ ટાઈ ડાઈનિંગ ટેબલ પર મૂકી. સુહાસ ડાઈનિંગ ટેબલ પર ચા-નાસ્તો સવારના ન્યૂઝ પેપરની હેડલાઇન સાથે લેતો. સુહાસ અને શાલિની બન્ને સાથે ચા-નાસ્તો લેતાં એકબીજાની ઓફિસના કામની વાતો કરતાં.

છેલ્લા એક અઠવાડિયાથી શાલિનીની નજર દીવાલ ઉપર ટિંગાડેલા કેલેન્ડરની 18મી તારીખ ઉપર વધારે વાર પડતી. 18મી એ એમની ત્રીજી વેડિંગ એનિવર્સરી પૂરી થતી હતી. અને આજે 17મી તારીખ થઈ હતી. શાલિનીએ કોફીની ચુસ્કી લઈ ખોંખારો ખાતાં પુછ્યું, સુહાસ, આ માહિનામાં કોઈ ખાસ દિવસ આવે છે?

કોફીની ચુસ્કી લેતા સુહાસે ન્યૂઝ પેપરમાંથી નજર બહાર કાઢી. દીવાલ ઉપર ટિંગાડેલા કેલેન્ડર ઉપર નજર કરી જોઈ, ના, કોઈ હોલિડે નથી... કેમ શું હતું? કહીને નજર પાછી યથાવત ન્યૂઝમાં ડૂબાડી દીધી.

નથિંગ, આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે, વિકેન્ડમાં ક્યાંક હિલ સ્ટેશન ઉપર ફરવા જઈએ તો, યુ ક્નો... ઓફિસ લાઈફમાંથી છૂટી આપણે થોડુક એન્જોય કરી શકીએ... વોટ ડુ યુ થિંક? કહીને શાલિની પ્રશ્નાર્થભાવે સુહાસને જોઈ રહી.

સુહાસે પેપરમાંથી નજર કાઢી કહ્યું, નેક્સ્ટ મંથમાં પાક્કું ગોઠવીએ સ્વીટહાર્ટ... અત્યારે મારે ઓફિસમાં એક પ્રોજેકટ ઉપર અગત્યનું કામ ચાલે છે એટ્લે યુ ક્નો…’ સુહાસે લાચાર મોઢું કરી કહ્યું, ‘…બટ વી વિલ ગો નેક્સ્ટ મંથ... આઈ પ્રોમિસ યુ...

સુહાસની વાત સાંભળીને શાલિનીના ચહેરા ઉપર જે વધ્યાઘટ્યા આશાના ભાવ હતા એ પણ ખરી પડ્યા. મન નિરાશાના વાદળો વચ્ચે જઇ પડ્યું. મનમાં વાતચીત ચાલવા લાગી : આમને તો વેડિંગ એનિવર્સરીના ત્રણ વર્ષ પૂરા થશે એનું પણ જરાયે યાદ નથી. આટઆટલી હિંટ આપી તો પણ લાઇટ નથી ઉપડતી. મનોમન નિ:સાસો નાખ્યો : ખરેખર, બધા પુરુષો એક જેવા જ હોય છે. મેરેજના એક-દોઢ વર્ષ સુધી ખુશ કરવાનો કોઈ મોકો નહીં છોડે... ને પછી લગ્નજીવનનો બધો જ નશો હવામાં ઓસરી જાય છે...

સુહાસના મોબાઇલની રિંગ વાગી. શાલિનીના મનમાં ચાલતી વાતચીતની તંદ્રાવસ્થા તૂટી. કોફીની છેલ્લી ચુસ્કી લઈને સુહાસ વાતો કરતાં કરતાં બહાર હિંચકે જઇ બેઠો. શાલિની ઘડિયાળમાં સમય જોઈને કોફીના મગ્સ અને પ્લેટ્સ સિંકમાં મૂકી કિચનનું કામ આટોપવા લાગી. મનમાં ચાલતી એ વાતચીતે શાલિનીને નિરાશાના હીંચકે હીચતી કરી મૂકી.

નવ વાગ્યા. એ દિવસે શાલિની સાથે સુહાસ પણ એક કલાક વહેલા ટાઈ બાંધી તૈયાર થઈ ગયો. બન્ને અલગ અલગ વેહિકલમાં ઑફિસ માટે નિકડ્યા.

***

શાલિનીએ વેડિંગ એનિવર્સરીના દિવસે સવારે ડાઈનિંગ ટેબલ પર કોફી પીતા સુહાસને બધી જ હિંટ આપવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ જ હિંટ સુહાસની નજરમાં ઝીલાઇ નહીં. સુહાસ, આજે આપણી ત્રીજી વેડિંગ એનિવર્સરી છે... લેટ્સ સેલિબ્રેટ ઇન હોટેલ... પણ યાદ કરાવીને એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં શું ઉમંગ-ઉત્સાહ આવે...! શાલિની મનમાં પોકળ ખ્યાલો બાંધતી : હેપ્પી થર્ડ એનિવર્સરી સ્વીટહાર્ટ... બસ આટલું જ કહીને ઉષ્માભર્યું હગ કરી લે તો એટ લિસ્ટ એમને એનિવર્સરી તો યાદ છે એમ સમજીને પણ હું ખુશ થઈ જાઉં.

શાલિનીએ ચાના કપમાંથી નજર ઉપર કરી સુહાસ સામે જોયું. સુહાસ મોબાઇલમાં ઇમેલ ચેક કરવામાં બીઝી હતો. શાલિનીને એના બે વર્ષના રૂટિન રોબોટિક લાઈફને નિ:સાસાભરી નજરે જોઈ આંખો મીંચી દીધી.

સુહાસ આજે ઓફિસથી વહેલા આવજો... શાલિનીએ આંખોમાં ચમક ભરી હસતાં હોઠે બોલી. કદાચ આ હાવભાવમાં સુહાસ ફસાઈ જઇ જૂની યાદોમાંથી એનિવર્સરીનો જરા સરખો અણસાર મળી જાય તો...! એવા હેતુથી શાલિનીએ મદભર્યું નશીલું સ્મિત સુહાસની આંખોમાં ઉતાર્યું.

સુહાસે ઝીણી આંખો કરી શાલિની સામે મુસ્કુરાતા કહ્યું, કેમ? મારા માટે કોઈ ખાસ સરપ્રાઇઝ જેવુ રાખ્યું છે કે શું??

શાલિની નિ:સાસો નાંખી આંખોના ડોળા ઉપર ફેરવ્યા, કોફીના મગમાં નજર નાંખી કહ્યું, ના, કોઈ સરપ્રાઈઝ નથી... બસ ઓફિસ ટાઈમે ઘરે આવી જજો... દોઢ કલાક ઓફિસમાં રોકાઈ ઓવર વર્ક કરવામાં...

કમ ઓન શાલિની.., તને ખબર તો છે હું અગત્યના પ્રોજેકટ ઉપર કામ કરી રહ્યો છું... ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી સ્વીટહાર્ટ બસ આ અઠવાડિયું મને સહન કરી લે... પ્લીઝનેક્સ્ટ મંથ આઈ હેવ સ્પેશિયલ સરપ્રાઇઝ ફોર યુ... સુહાસના શબ્દોએ શાલિનીને ઇમોશનલી બ્લેકમેલ કરી બાંધી દીધી. એ કશું બોલી ન શકી.

શાલિનીએ નિ:સાસો નાખી આંખો મીંચી દીધી. નકારમાં બેત્રણવાર માથું ધુણાવી મનમાં સુહાસના ચાળા પાડતા ગણગણી : ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી સ્વીટહાર્ટ

શાલિનીએ મનોમન નક્કી કર્યું હતું કે : ગમે તે થાય, પણ વેડિંગ એનિવર્સરીની વાત રાત્રે અગિયાર વાગ્યા પછી જ કરમાયેલા હાવભાવે કહેવી છે. પછી એમની જોડે હું બિલકુલ વાત નહીં કરું.

શાલિની મનમાં ધૂંધવાતી રહી. સુહાસ વિષેના આધાર વિહોણા ખ્યાલો મનમાં બાંધી રહી હતી. એનિવર્સરીના દિવસે ઓફિસમાં રજા મૂકી શાલિની ઘરે કચવાતા મને સુહાસ સાંજે ક્યારે આવે એની રાહ જોતી બેઠી રહી. મનમાં કેટલીયે અટકળોએ હવામાં પોકળ મહેલ બાંધી દીધા હતા. શાલિનીના મનની અટકળો ધીરે ધીરે શકમાં તબદીલ થવા લાગી. શાલિનીએ વિચાર્યું : સુહાસને હવે મારામાં ઇન્ટરેસ્ટ નહીં રહ્યો હોય કે શું?

શકીલું મન : હમ્મ... બની શકે છે, કદાચ એ તારા સાથે ઓછો સમય વિતાવવા કામમાં બીઝી રહેવાનું એક બહાનું પણ હોઇ હશે...

શાલિની : પણ એતો મોસ્ટલી સાડા પાંચે ઘરે આવી જ જાય છે. અગત્યનું કામ છે એમ કહીને એની પાછળ કોઈ બીજું કારણ તો નહિ છુપાયું હોય...!

શકીલું મન : બિલકુલ હોય શકે, કદાચ ઓફિસમાં બોસ બન્યા પછી કોઈ સેક્રેટરી સાથે... યુ ક્નો શાલિની... અફેર પણ હોઇ શકે... એઝ ફોર મેન, યુ નેવર ક્નો અબાઉટ ધેર ડીપ ડાર્ક સિક્રેટીવ લાઈફ... યુ શુડ આઈ ઓન હિમ બિફોર થીંગ્સ ફોલ યુ અપાર્ટ ફ્રોમ હિમ... બી અવેર શાલિની...

શાલિની : ના, સુહાસ એવા નથી. હી લવ્ઝ મી ફ્રોમ હીઝ હાર્ટ... હી કેન નોટ ચીટ મી...

શકીલું મન અટ્ટહાસ્ય કરે છે : ડોન્ટ બી નેઇવ શાલિની... બી અવેર... જસ્ટ કોલ હિમ નાઉ

અજાણતા જ શાલિનીનો હાથ મોબાઈલ હાથમાં લેવા ખેંચાયો. ફોન હાથમાં લઇ ફોનબૂકમાંથી સુહાસનો નંબર સ્ક્રીન ઉપર નિકાડ્યો. શાલિનીએ વિચાર કર્યો : અત્યારે તો એ ઓફિસમાં બીઝી હશે... શુડ આઈ કોલ હિમ?

શકીલું મન હઠ પકડી બોલ્યું : ડોન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ શાલિની... જસ્ટ કોલ હિમ... (અટ્ટહાસ્ય)

શકીલા મનના અવાજને પ્રેરી શાલિનીએ સુહાસને ફોન કર્યો. સુહાસ ઓફિસમાં પ્રોજેક્ટર બોર્ડ ઉપર નેક્સ્ટ પ્રોજેકટ વિષેનું સ્ટ્રેટેજી પ્લાનિગ પંદરેક કલીગ્સને સમજાવી રહ્યો હતો. આછા પ્રકાશમાં બેઠેલા બધા ક્લીગ્સ સુહાસને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સુહાસના ડેસ્ક ઉપર સાઇલેંટ મોડમાં મૂકેલા આઈફોનમાં લાઇટ ઝબકી. પ્રોજેક્ટર ઉપર સમજાવી રહેલ સુહાસની નજર મોબાઈલ સ્ક્રીન ઉપર પડી. સ્ક્રીન ઉપર શાલિનીનો હસતો ફોટો ગ્રીન––રેડ બટન સાથે ઝબકી રહ્યો હતો. ફોનના બીજા છેડે શાલિની ધૂંધવાયેલા ચહેરે અને શકમંદ મનના ડહોળાયેલા વિચારોમાં અકળાતી ઘરમાં આમતેમ આંટાફેરા મારી રહી હતી. શાલિનીએ ફોન ઉપર ફોન કર્યે રાખ્યા... ફોનની લાઇટ ડિસ્ટર્બિંગ લાગતા સુહાસે ફોન ઊંધો મૂકી મિટિંગ કોઈ ડીસ્ટ્રેકશન વગર આગળ વધારી.

પંદર પંદર ફોન કર્યા છતાંયે મારો એક ફોન પિક અપ ન કર્યો...!!! એ પણ એનિવર્સરીના દિવસે...! હાઉ ડેર હિમ...! : મુઠ્ઠીમાં મોબાઈલને ભીંસી શાલિનીનું રઘવાયેલું મન ઊભરો કાઢી રહ્યું હતું.

શકીલા મને અટ્ટહાસ્ય કર્યું : જોયું શાલિની...! મેં કહ્યું હતું ને તને... ડોન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ... યોર સુહાસ ઈઝ સેમ એઝ ઓલ અધર મેન... જા એની ઓફિસે.., અને નજર રાખ એ શું કરે છે... જા... ( ફરી પાછું અટ્ટહાસ્ય મનમાં પડઘાયું...)

મનમાં પડઘાતા અવાજને પ્રેરી શાલિની એક્ટિવા લઈને સુહાસની ઓફિસ આગળના રેસ્ટોરન્ટમાં ગઈ. કોફી ઓર્ડર કરી શાલિની રેસ્ટોરન્ટના કાચમાંથી ઓફિસ આગળ શેર્લોકિંગ કરી રહી હતી. અડધો કલાકમાં સુહાસ ઓફિસમાંથી એના એકબે કલીગ્સ સાથે હસતાં ચહેરે બહાર નિકડ્યો. ક્લીન સેવ્ડ વાઇટ લેગ્સ, ઢીંચણ સુધીની ડાર્ક બ્લ્યુ સ્કર્ટ અને વાઇટ શર્ટમાં આકર્ષક દેખાતી સેક્રેટરી સુહાસ સાથે હસતી બહાર આવી રહી હતી. સુહાસની વાતમાં હસી રહેલી એ યંગ સેક્રેટરીની ઢળતી અદાઓ સામે શાલિનીના મનમાં કોઈ ઈર્ષા કે ગુસ્સો ન જન્મ્યો. એ પણ ઓફિસમાં કામ કરતી હતી. ફોરમલ વાતચીત અને હસી-મજાક એ ઓફિસમાં કોમન થિંગ્સ હતી. કાચમાંથી શાલિનીએ ઝીણી આંખો કરી જોયું. સુહાસ એ સેક્રેટરીને હગ કરીને ગાડીમાંથી સુંદર રીતે રેપિંગ કરેલી ગિફ્ટ આપી રહ્યો હતો. સેક્રેટરીના ના કહેવા છતાંયે સુહાસે એના ગોરા હાથને સ્પર્શી હળવો દબાવી સહસ્મિતે આગ્રહપૂર્વક ગિફ્ટ લઈ લેવા કહી રહ્યો હતો. બન્ને વચ્ચે થોડીક વાતચીત થઈ. જે શાલિની સાંભળી ન શકી એનો ધૂંધવાટ અને વિચારોનું તોફાન મનમાં ખેલાઈ રહ્યું હતું. શાલિનીએ દાંત ભીંસીને ગુસ્સામાં ભભૂકતી ભીની આંખે એ બન્નેને જોઈ રહી હતી. ઓર્ડર કરેલી કોફીના મગને એ અડી પણ નહતી. એ દ્રશ્ય નજરો નજર જોતાં શાલિનીની છાતીમાં પહેલીવાર અજીબ પ્રકારનું પીડાદાય દર્દ ઘૂંટાવા લાગ્યું. ભીની આંખે અને ધૂંધવાતા મને મુઠ્ઠી ભીંસતાં બોલી : આઈ હેટ યુ સુહાસ... આઈ હેટ યુ... નાઉ આઇ બિલિવ ધેટ ઓલ મેન આર રિયલી બ્લડી ચીટર્સ... શેમ ઓન યુ...

થોડીક વાતચીત પછી એ સેક્રેટરી સુહાસની સાથે ગાડીમાં બેસી ગઈ. એ જોઈને જાણે બળતામાં ઘી હોમાય એવી બળતરા શાલિનીએ અનુભવી. શાલિનીએ હેલ્મેટ પહેરી એક્ટિવા લઈને એમનો શેરલોક નજરે પીછો કરતી રહી. સુહાસ એ સેક્રેટરીને છેક ઘર આગળ સ્મિત સાથે ડ્રોપ કરી નિકડ્યો. શાલિની એક્ટિવા લઈને સુહાસ ઘરે પહોચે એ પહેલા પહોચી જવા એક્ટિવાનું રેસ મારી મૂક્યું...

( સુહાસ અને શાલિનીના પ્રેમ વચ્ચે એ સેક્રેટરી સાથેનો સંબંધ શું તિરાડરૂપ સાબિત થશે? શું ગિફ્ટ પાછળ કોઈ ગુપ્ત સંબંધનો ભેદ છુપાયો હશે? શાલિનીએ જોયેલુ એ દ્રશ્ય એની પૂર્વધારણા હતી કે સુહાસની બીજા સંબંધમાં જોડાવાની શરૂઆત હતી? )

આગળ જાણવા વાંચો... ભાગ – ૨

Writer - Parth Toroneel.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED