કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર - ભાગ 2 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર - ભાગ 2

કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર.

( ભાગ – 2 )

  • આ લેખના ભાગ-1 માં “ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શું એ રૂપિયા લઈને જાય છે? “ એનો જવાબ તમે વાંચ્યો. જેના પાછળનો લૉજિક જાણવા હવે આગળ વાંચો.
  • જે મિત્રોએ કદાચ આ લેખનો ભાગ-1 વાંચ્યો ન હોય તો એમને પહેલા ભાગ- 1 વાંચી લેવાની ખાસ ભલામણ કરીશ.
  • ક્યાં હતો હું ? અમ્મ...,

    હા...

    તો, પછી સાધુ-સંતો-મહાત્માઓ અને બ્રામણોએ એવું કેમ કહ્યું ? કે “ વ્યક્તિ મૃત્યુ પછી રૂપિયા લઈને નથી જતો. ખાલી હાથે જ જાય છે “

    વેલ, આના પાછળ પણ સરસ લૉજિક છે. જે આમ તો એક ભ્રમ છે, પણ આપણાં આધ્યાત્મિક માર્ગની પ્રગતિ માટે ફાયદા રૂપ નીવડે એવું છે.

    ચોથું ઉદારહણ,

    જ્યારે બાળકને તેની મમ્મી ખવડાવા આવે ત્યારે બાળક જમવા માટે ઘણા નખરાં કરે, અહીં તહીં દોડાદોડ કરે અને જટ જમે નહિઁ, અને જો બાળક ભૂખ્યું રહે તો કમજોર થઈ જાય. એટલે મમ્મી માટે બાળકને ખવડાવવું એ એક મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. એના ઉકેલ માટે મમ્મી ડર બતાવી બાળક ઠરીઠામ બેસીને શાંતિથી જમી લે એ માટે કહે કે “ જો આટલું જમી લેજે હો, નહીંતર તારા દોસ્ત તને સ્કૂલમાં હેરાન કરશે તો એમની સાથે ફાઇટ કરવા તારામાં તાકાત નહીં આવે, ને પછી તને બધા ખીજવશે તો કેતો નહિઁ પાછો ! “

    એટલે બાળક એ ડરથી તરત જમવા તૈયાર થઈ જશે, અને ખાતા ખાતા એની મમ્મીને શર્ટની બાય ચડાવી “ તાકાત આઈ ગઈ જો મમ્મે ! “ એમ કહી કોણી માંથી હાથ વાળી કાકડી જેવી બોડી પણ ફુલાવીને બતાવશે.

    જોયું, આખરે એક જૂઠ (sweet lie) કહીને બંનેના કામ થઈ ગયા ને !. મમ્મીને જમાડવાનું અને પેલાને જમવાનું.

    આવું જ સંતો અને બ્રામણોએ આપણી સાથે કર્યું છે. આપણે રૂપિયા કમાવાની આંધળી હોડમાં આધ્યાત્મિક માર્ગે ભગવાનનું નામ કે સ્મરણ લેવાનો કોઈને સમય મળતો નથી. એટલે, આપણે થોડાક આધ્યાત્મિક માર્ગે વળી એકાદ પણ ધાર્મિક કામ કરીયે એ માટે એમને કહ્યું “ વ્યક્તિ મૃત્યુ પછી રૂપિયા લઈને જતો નથી, બસ આધ્યાત્મિક કર્મો જ સાથે જાય છે. “ અને આના લીધે આપણે થોડાક ધાર્મિક તરફ વળીએ છીએ. આ એક ભ્રમિક વાત છે પણ, આપણાં એકલા રૂપિયા કમાવવા પાછળ મૂકેલી દોટને ધીમી કરી થોડુક ધાર્મિકતા તરફ વળી થોડાક પુણ્યના કર્મો પણ બનાવી લઈએ એ માટે આ વાત કહી છે. એક જૂઠ (sweet lie) કહીને બંનેના કામ થઈ જાય.

    દરેક ધાર્મિક સંદેશ પાછળ એનો કોઈ ખાસ અર્થ હોય છે. જે આપણાં ફાયદા માટે કહ્યો હોય છે. આ લેખમાં આપણાં મૂળ પ્રશ્નની બંને બાજુઓની વાસ્તવિકતા છતી કરી ચારેક ઉદારહણ આપી સ્પષ્ટ કર્યા. પહેલીવારમાં કદાચ ન સમજાય તો બીજી વખત વાંચી જજો. I hope you’ll get it. As I said it’s a bit complicated subject to understand.

  • નીચે લખેલા કેટલાક પ્રશ્નોના જવાબો ઉપર કરેલી વાતોની ચોખવટ પરથી મળી જશે.
  • મનુષ્ય મૃત્યુ પામે ત્યારે એને બીજો જન્મ શાનો મળશે એ કેવી રીતે નક્કી થાય?
  • જ. કર્મના મેરીટ પરથી.

    *

  • કયું કર્મ સારું કહેવાય, અને કયું કર્મ ખરાબ કહેવાય? એ કેવી રીતે શાના આધાર ઉપર નિર્ધારિત થાય?
  • જ. વ્યક્તિની કોઈ કર્મ કરવા પાછળ એની ભાવના કેવી છે એના પરથી સારું-ખરાબ કર્મ નક્કી થાય.

    *

  • શું ચોર્યાસી લાખ યોનીઓ હોય?
  • જ. જ્યાં સુધી મનુષ્ય યોનીમાં આપણે 35% થી વધારે લાવીએ ત્યાં સુધી ચોર્યાસી લાખ યોનીની ચિંતા કરવા જેવી નથી. મતલબ પુણ્યનું ભાથું પાપ કરતાં વધારે હોય ત્યાં સુધી તો મનુષ્ય યોનીમાં જ જન્મ મળશે. જો 35% થી ઓછા આવ્યા તો પછી ચોર્યાસી લાખ યોનીના જપાટાના સપાટામાં લેવાઈ જઈશું. મનુષ્ય જીવનમાં જો આપણે જાનવર જેવા કર્મો કર્યા હોઇએ, (મતલબ માંસાહારી ખોરાક હોય, લોકો જોડે તુચ્છ વર્તન કરીએ, સહેજ ખોટું લગતા પારો ચડી જાય, લોકો તોબા કરી જાય એવો માથાભારે સ્વભાવ હોય, બેફામ અભદ્ર શબ્દો વાપરતા હોઇએ વગેરે વગેરે.....) તો મનુષ્ય યોની માંથી નીચેની હલકી યોનીઓમાં અધોગતિ થાય, અને એકવાર આ અધોગતિના વહેણમાં તણાઇ ગયા પછી ઊધ્વગતિ કરી મનુષ્ય યોનીમાં અવતાર લેવો મુશ્કેલ બની જાય. કારણકે મનુષ્ય જ એક માત્ર એવી યોની છે કે જેમાં એની પાસે સ્વયં મનથી વિચાર કરવાની અને તીક્ષ્ણ બુધ્ધિથી નિર્ણય કરવાની શક્તિ પ્રદાન થયેલ છે. બધી યોનીઓમાં મનુષ્ય સૌથી વધુ બુધ્ધિશાળી, જ્ઞાની અને ધારે તેવું સર્જન કરવાની અસીમ ક્ષમતા એને જ વરેલી છે, અને એ ઈચ્છે એટલા શ્રેષ્ઠ કર્મ કરવાની સ્વતંત્રતા છે, પછી એ પાંચ ઇંદ્રિયોથી કર્મો કરી અધોગતિ કે ઊધ્વગતિ કરવી એ એના પર નિર્ભર છે. જો એકવાર અધોગતિમાં જતાં રહ્યા તો મનુષ્ય યોનીમાં મળતા જે features કે function છે, એ બધા જતાં રહશે, અને પછી પાછા મનુષ્ય યોનીમાં આવવા વલખાં મારતા રહેવું પડશે. So, be aware and do some good karma before you lose your functionality of this human birth.

    મારા દાદા કહેતા કે,

    પશુ કી પનિયા બને, નર કા કુછ નહીં હોયે

    જો નર કરર્ણી કરે તો નર સે નારાયણ હોયે.

    મતલબ કે પશુ મરી જાય એના પછી એના ચામડાના ચંપલો ને બીજી બધી ઉપયોગી વસ્તુઓ બને. જ્યારે માણસ મરી જાય પછી એનું શરીર કશું કામમાં આવતું નથી, પણ...જો માણસ સાત્વિક કર્મ કરે તો એ કર્મ એને મનુષ્ય યોની માંથી મોક્ષ અપાવી પરમાત્મમાં સિધ્ધાવી શકે છે. પછી તો અલ્ટિમેટ છુટ્ટી....હો હો હોહો...

    *

  • ધાર્મિકતા અને આધ્યાત્મિકમાં શું ફરક છે?
  • જ. ધર્મમાં કોઈ ધાર્મિક કામ કરવા ખાસ પુજા, વિધિઓ, શ્લોક ઉચ્ચારણ, મંત્રો, મુર્તિ, માન્યતાઓની જરૂરિયાત પડતી હોય છે. જેમાં જો પૂજાની સામગ્રી માટેની વસ્તુઓ ન મળે તો વિધિ અધૂરી રહે છે. જ્યારે આધ્યાત્મિકતામાં આવી કોઈ જ જરૂર હોતી નથી. શાંત જગ્યા શોધી, ધ્યાનમાં બેસી, અંતરર્ધ્યાનસ્થ થાવ એટલે પૂરું. બીજી બધી ભાંજગડમાં પાડવાનું જ નહિ. ધર્મમાં શુકન અને અપશુકનો હોય. જ્યારે આધ્યાત્મમાં આવું કશું જ હોતું નથી. ધર્મમાં કોઈ વ્યક્તિને ગ્રહ નડતો હોય તો વિધિ કરાવી વીંટી પહેરાવે. આધ્યાત્મિક વ્યક્તિને તો બધા ગ્રહો સીધા દોર ગોઠવાઈ જાય, ચુ-ચા કર્યા વગર. ટૂંકમાં ધર્મમાં બહુ લાંબી વિધિઓ છે ભગવાનને પામવા. આધ્યાત્મમાં ભગવાનને પામવા કઠિન પણ સીધો રસ્તો છે– બસ, આત્માનું અંતરધ્યાન. After all everything is inside within us. We just need to dwell (dive) in it, then you’re good to go.

    *

  • શું ગુરુઓ હોવા જોઈએ?
  • જ. જેના પાસેથી શીખવા મળે એ ગુરુ જ કહેવાય, પણ એ ગુરુ પાછળ તમે ગાંડા-ઘેલા થઈ એમને ભગવાનનો બીજો અવતાર કહી પુજો છો એ સાવ મૂર્ખામી છે. આમ તો બધા સંતો સારા જ હોય છે, જ્યાં સુધી સ્કેન્ડલો બહાર નથી પડતાં !. પછી જે લોકો એમને વર્ષોથી ભગવાન માનતા આવ્યા હોય એમનું સ્કેન્ડલ છાપામાં આવે કે “ ફલાણા ગુરુ પાસેથી આટલા કરોડોનું ધન અને સોનું મળી આવ્યું “. આતો ફક્ત રૂપિયાની વાત છે સાહેબ !. બીજા એવા પણ સ્કેન્ડલો નિકડતા હોય છે જેનો શબ્દપ્રયોગ આ લેખમાં કરવો ઉચિત નથી લાગતો.

    આવા કૌભાંડો નિકડે ત્યારે જે લોકો એમને ફોલો કરતાં હોય એમને તો છાતીમાં મોટી ફાળ પડે. મનમાં વિચારતો હોય કે “ સાલું આપણે જેને આટલા બધા વર્ષોથી ભગવાન તુલ્ય માનતા આવ્યા એ સાલો આવો નીચ વૃતિનો નિકડ્યો...! ” આવી ફાળ ના પડે એટલે આપણે જેના પાસેથી ગળે ઉતરે અને જીવનમાં બદલાવ કરે એવા જ્ઞાનના શબ્દો અથવા એમનો જે ગુણ ગમે એને જીવનમાં ઉતારવો, પણ એમને ગુરૂ બનાવી પગે માથું ટેકી આખી જિંદગી ફોલો કરવાની ગાંડી ઘેલછાઓમાં ભરમાવું નહીં. આતો ગમે ત્યારે ભાંડો ફૂટે ભાઈ!. ખબર છે ને આ કળયુગ છે. Be warned !. દત્તાત્રેયને ચોવીસ ગુરુઓ હતા. કીડી પાસેથી ઉધમીનો ગુણ, કુતરા પાસેથી વફાદાર રહેવાનો ગુણ, એવા ઉતારવા જેવા ગુણો જે કોઇની પાસેથી મળ્યા એ શીખી જીવનમાં ઉતાર્યા. પછી કીડીને કે કૂતરાને ગુરુ બનાવી દર ગુરુપૂર્ણિમાએ એમની પુજા કરવા ના જવાનું હોય સાહેબ !. કોઈની પણ પાસેથી શીખવા મળે તો એના ગુણને આપણાં વર્તનમાં ઉતારવો, ના કે વ્યક્તિને આદર્શ બનાવવો. કારણકે એ વ્યક્તિમાં સારા ગુણોની સાથે બીજા કેટલાયે અવગુણો પણ હોય શકે છે, અને હોય જ છે. Nobody is perfect. Haven’t you heard of?

    “ Respect every spiritual gurus, but follow only one path which your heart says ‘hmmn.., it’s true’ “

    *

  • સાંસારિક અને આધ્યાત્મિકને જીવન વચ્ચે કેવી રીતે સુમેળ સાધવો?
  • જ. આપણે અહીં ઘણાબધા જન્મોથી ધક્કા-મુક્કી કરી રહ્યા છીએ. અંતિમ લક્ષ્યતો આપણાં સાચા સ્વરૂપ આત્માને પરમાત્મામાં સિધ્ધાવાનું છે. Back to our real home. જે ગીતામાં કહ્યું જ છે.

    આપણે આ સંસારમાં જન્મ લીધો છે એટલે અહીંના રીત-રિવાજોનુ પણ પાલન કરવું પડે. ગુહસ્થી જીવનમાં જોડાયા હોવ તો એની ફરજો પણ અદા કરવી પડે. પછી મોક્ષ મેળવવાનું ભૂત ચડી બેસે ને તમે ઘર છોડી હિમાલયમાં ધ્યાન કરવા જતાં રહો તો ના ચાલે સાહેબ !. સંસારના કામો વચ્ચે પણ આપણે આપણો ઉધ્ધાર કરવાના કામ કરી લેવા જોઈએ. આપણે સમજી લેવું જોઈએ કે અહીં આવવાનો અંતિમ હેતુ શું છે? અને એને ખાસ અગત્યતા આપવી જોઈએ. જનક રાજાની જેમ. જલ્સા બધા કરવાના પણ અંદર બેકગ્રાઉંડમાં સતત રટણ ચાલતું રહેવું જોઈએ.

    એકલા સાંસારિક તરફ જ વળી જાવ તો લેવાઈ જઈએ. કદાચ 35% ના પણ આવે. અને જો આધ્યાત્મિકતામાં પૂરેપૂરા ગળાડૂબ થઈ જઈએ તો ઘરવાળા રઝળી પડે. ઘરના સ્વજનોને દુ:ખી કરીને કે એમને મૂકીને નીકળી પડો પરમની પ્રાપ્તિમાં તો એ કશું કામનું નહીં. ( જોકે રિટાયર્ડ જિંદગીમાં પૂરેપૂરા ગળાડૂબ થઈ આધ્યાત્મમાં ડૂબકીઓ કે ડાઇવ મારો તો વાંધો નઇ, કારણકે અત્યાર સુધી સાંસારિક જીવનમાં જે ઉકાળવાનું હતું એ બધુ ઉકાળી લીધું હોય એમને. So now the time has come for them, to embrace what really precious and worth it. )

    બાળપણથી આધ્યાત્મમાં રસ લેવો જ જોઈએ. લોકો કહેતા હોય છે કે “ પચાસ પૂરા થઈ વનની શરૂવાત થાય ત્યારે ભગવાનનું નામ લઈશું આપણે તો...! ” આવું માનતા હોય એમનું તો ક્યારેય મન આધ્યાત્મમાં પરોવાય જ નહીં. જે અડધી જિંદગી સંસારની પ્રવુત્તિમાં રચ્યોપચ્યો રહ્યો હોય એ ક્યાંથી પચાસ પછી ભગવનમાં મન પરોવી શકે? એની આધ્યાત્મમાં ચાંચ ડૂબે જ નહીં. એટલે બાળપણથી જ આધ્યાત્મનો થોડોક અભ્યાસ રાખવો જ જોઈએ તો જ અધ્યાત્મિક અને સાંસારિક જીવન વચ્ચે સમતુલા જળવાય અને આખા જીવન દરમ્યાન આધ્યાત્મના રસથી ચાંચ ભીની થતી રહે. આપણે પરિવાર સાથે બે ટંક દબાઈને જમીએ છીએ અને જિંદગી ટેસથી જીવીએ છીએ, આવું તો જાનવરો પણ કરે જ છે ને સાહેબ !. જો આપણે ફક્ત સાંસારિક કામો પાછળ વળગી રહીએ તો એમનામાં અને આપણામાં શો ફરક રહે? રૂપિયા કમાવવાની સાથે આધ્યામિકનું ભાથું પણ સાથે સાથે બાંધતા રહેવું. જો 35% થી ઓછા આવ્યા તો તો...ફેલ. ગઈ નાવ પાણીમાં. પછી ચોર્યાસી લાખ ચક્કરોના ચકડોળમાં ફરે જાવ.

    અસ્તુ,

    ***

    Facebook – /realparthpatel

    Instagram – /only1parthpatel