જૈન કાળનો વિભાગ shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૈન કાળનો વિભાગ

જૈન કાળનો વિભાગ


➡ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છે:

1. અવસર્પિણી અને
2. ઉત્સર્પિણી.

અવસર્પિણી કાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ પડતી થાય છે.

ઉત્સર્પિણી કાળ એટલે ચડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ ચડતી થાય છે.

આ ચડતી-પડતી સમૂહની અપેક્ષાએ થાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ. અવસર્પિણી કાળ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. અને ઉત્સર્પિણી કાળનો અંત એ અવસર્પિણી કાળનો પ્રારંભ છે. આ કાળચક્ર (Wheel of Time) ક્રમશઃ ઘૂમતું રહે છે.

જૈન ધર્મ માં “આરા”ની વ્યવસ્થા


➡કાળચક્રના દરેકના છ છ ભાગ ખંડ હોય છે. તેને “આરા” કહે છે:

1. એકદમ સુખદ [સુષમ સુષમા કાળ]

2. સુખદ [સુષમા કાળ]

3. સુખદ-દુઃખદ [સુષમ-દુષમા કાળ]

4. દુઃખદ-સુખદ [દુષમ-સુષમા કાળ]

5. દુઃખદ [દુષમ કાળ]

6. દુઃખદ જ દુઃખદ [દુષમ-દુષમા કાળ]

આજે આપણે સૌ અવસર્પિણી-પડતી-કાળના દુઃખદ નામના પાંચમા કાળખંડ/આરામાં જીવી રહ્યા છીએ.

પ્રથમ આરાનું સ્વરૂપ*

*સુષમ-સુષમ*

➡આ આરો 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 3 ગાઉ નું હોય છે અને આયુષ્ય 3 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 256 પાંસળીઓ હોય છે. મનુષ્યને ત્રણ દિવસે તુવેરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમયમાં જાત જાતના કલ્પવૃક્ષો હોય છે, જે મનુષ્યની અલગ-અલગ જરૂરીયાતો પૂરી કરે છે. આ કાળમાં જોડિયા બાળકો જન્મે છે, જેમાં એક નર અને બીજું માદા હોય છે. બંને સાથે લગ્ન કરે છે અને પછી ફરી જોડિયા બાળકો ને જન્મ આપે છે. આથી આ કાળ 'યુગલીક કાળ' તરીકે ઓળખાય છે. આ કાળમાં સંતતિ પાલન 49 દિવસનો હોય છે.

જૈન ધમૅ કાળનૂ સ્વરુપ*


સૂક્ષ્મમા સૂક્ષ્મ અવિભાજ્ય કાળ = એક સમય
અસંખ્યા સમય = એક આવલિકા
256 આવલિકા = એક ક્ષલ્લક ભવ
17થી વધુ ક્ષલ્લક ભવ = એક શ્વાસો શ્વાસ
7 શ્વાસો શ્વાસ = 1 સ્તોક
7 સ્તોક = 1 લવ
77 લવ = 1 મુહૂતૅ
3773 શ્વાસો શ્વાસ = 1 મુહૂતૅ
48 મિનિટ = 1 મુહૂતૅ
2 ધડી = મુહૂતૅ
65536 ક્ષલ્લક ભવ = 1 મુહૂતૅ
1,67,77,216 આવલિકા = 1 મુહૂતૅ
30 મુહૂતૅ = 1 અહોરાત્ર
15 અહોરાત્ર = 1 પક્ષ
2 પક્ષ = 1 માસ
2 માસ = 1 ઋતુ
6 માસ = 1 અયન
12 માસ = 1 વર્ષ
5 વર્ષ = 1 યુગ
84 લાખ = પૂવાગ
84 લાખ પુવાગ = 1 પૂવૅ
90560 આરબ વર્ષ = 1 પૂવૅ
અસંખ્ય વર્ષ = 1 પલ્યોપમ
10 કોટા કોટિ પલ્યોપમ = 1 સાગરોપમ
10 કોટા કોટિ સાગરોપમ = 1 અવસપિણી
20 કોટા કોટિ સાગરોપમ = 1 કાલચક્ર
અનંતકાળ ચક્ર = એક પુદગલ પરાવતૅ

બીજા આરા નું સ્વરૂપ*

*સુષમ*

➡આ આરો 3 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 ગાઉ નું હોય છે અને આયુષ્ય 2 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 128 પાંસળીઓ હોય છે. મનુષ્યને બે દિવસે બોરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ પ્રથમ આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 64 દિવસનો હોય છે.

ત્રીજા આરાનું સ્વરૂપ*

*સુષમ-દુષમ*

➡આ આરો 2 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 1 ગાઉ નું હોય છે અને આયુષ્ય 1 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 64 પાંસળીઓ હોય છે. મનુષ્યને 1દિવસમાં 1 આમળા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ બીજા આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 79 દિવસનો હોય છે.

?ત્રીજા આરાના અંત સમયમાં કલ્પવૃક્ષો ઈચ્છિત ફળ આપવાનું બંધ કરી દે છે. તથા યુગલીક જન્મ લેવાનું પણ બંધ થાય છે. તેથી મનુષ્યોને હવે સમાજનું નિર્માણ કરવું પડે છે. આ આરાના અંત સમયથી રાજનીતિ, સમાજનીતી, ખેતી, રસોઈ, વેપાર અને કળાની શરૂઆત થાય છે. હવે મનુષ્યને ધર્મની જરૂરીયાત ઉભી થાય છે. તેથી આ આરા ના અંત સમયમાં *પ્રથમ તીર્થંકર પરમાત્મા જન્મ લે છે* અને પોતાના કર્મો ખપાવી, કેવળજ્ઞાન પામી ધર્મની સ્થાપના કરે છે.

ચોથા આરાનું સ્વરૂપ*

*દુષમ-સુષમ*

➡આ આરો 1 ક્રોડા ક્રોડી સાગરોપમ(42,000 વર્ષ) નો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 500 ધનુષ્યનું હોય છે અને આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું હોય છે. મનુષ્યના શરીરમાં 32 પાંસળીઓ હોય છે. મનુષ્યનો આહાર અનિયત હોય છે.

*આ સમયમાં બીજા ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓ જન્મ લે છે* અને ધર્મ સથાપના કરે છે. આ સમયમાં જ જુદા જુદા સમયે 63 સલાકા પુરૂષો જન્મ લે છે અને ધર્મની પ્રભાવના કરે છે. આ આરાના અંતની સાથે આ ક્ષેત્રમાંથી મોક્ષના દ્વાર બંધ થઇ જાય છે.

પાંચમા આરાનું સ્વરૂપ*

*દુષમ*

➡આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 7 હાથનું હોય છે અને આયુષ્ય 100વર્ષનું હોય છે. મનુષ્યના શરીરમાં 16 પાંસળીઓ હોય છે. અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નો આ કાળ છે. *ધર્મ અને સંસ્કારોનો ધીમે ધીમે નાશ થશે 21,000 વર્ષ પુરા થતા પહેલા ધર્મનો સંપૂર્ણ નાશ થશે*

પાચમા આરો વિસ્તૃત રીતે કેવો હશે અને તેનો અંત કેવો હશે તે અહી દર્શાવેલ છે - પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ.

આપણે અત્યારે પાંચમા આરામાં જીવી રહ્યા છીએ.*

: *પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ*


(01)શહેરો ગામડા જેવા થશે.

(02) ગામડા સ્મશાન જેવા થશે.

(03) સુખીજન નિર્લજ્જ બનશે.

(04) કુળવાન નારી વેશ્યા જેવી બનશે.

(05) સાધુઓ કષાયવંત થશે.

(06) રાજા યમદંડ જેવા થશે.

(07) કુટુંબીઓ દાસ સરીખા થશે.

(08) પ્રધાનો લાંચ સરીખા થશે.

(09) પુત્રો સ્વછંદાચારી થશે.

(10) શિષ્યો ગુરુની અવગણના કરશે,સામા થશે.

(11) દુર્જન પુરુષો સુખી થશે.

(12) સજજન પુરુષો દુ:ખી થશે.

(13) દેશ દુકાળ થી વ્યાપ્ત થશે.

(14) પૃથ્વી ખરાબ તત્વો,દુષ્ટ તત્વો થી આકુળ થશે.

(15) બ્રાહ્મણ અસ્વાધ્યાયી અર્થ લુબ્ધ બનશે.વિદ્યાનો વ્યાપાર થશે.

(16) સાધુઓ ગુરુની નિશ્રામાં નહિ રહે .

(17) સમકિત દ્રષ્ટિદેવ અને મનુષ્ય અલ્પ બળવાળા થશે.

(18) મનુષ્યને દેવ દર્શન નહિ થાય.

(19) ગોરસ રસહીન - કસ્તુરી આદિ વર્ણપ્રભાવ હીન થશે.

(20) વિદ્યા, મંત્રો તથા ઔષધો નો અલ્પ પ્રભાવ થશે.

(21) બળ,ધન,આયુષ્ય હીન થશે.

(22) માસ કલ્પ યોગ્ય ક્ષેત્ર નહિ રહે.

(23) શ્રાવકની અગિયાર પ્રતિમા નો વિચ્છેદ થશે.

(24) આચાર્યો શિષ્યોને ભણાવશે નહિ.

(25) શિષ્ય કલહ કજિયા કરનાર થશે.

(26) મુંડન કરાવનાર સાધુઓ થોડા હશે.(દીક્ષા લેશે,પણ પાલન કરનાર થોડાં હશે.)

(27) આચાર્યો પોતપોતાની અલગ સમાચારી પ્રગટાવશે

(28) મલેચ્છો(મોગલ) ના રાજ્ય બળવાન થશે.

(29) આર્યદેશ ના રાજાઓં અલ્પ બળવાળા થશે.

(30) મિથ્યા દ્રષ્ટિદેવ બળવાન થશે.

(31) જૂઠ, કપટ બહુ વધશે.

(32) સત્યાવાદીઓ નીષ્ફળ થશે.

(33) અનીતિ કરનાર ફાવશે.

(34) ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહિ મળે.

(35) ગમે તે જાતિ સાથે લગ્ન થશે

*પાંચમાં આરાના અંતે.......*

?આચાર્ય શ્રી દુપ્પસહસૂરિ અને સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી.

?શ્રાવક શ્રી નાગીલ અને શ્રાવિકા શ્રી સત્યકી

?રાજા શ્રી વિમલવાહન અને શાસ્ત્ર દશ વૈકાલિક સૂત્ર.

?પ્રધાન શ્રી સુમુખ

?અગ્નિનો વરસાદ થશે.

➡ *ભગવાન શ્રી મહાવીરે કહ્યું છે* કે પાચમાં આરાના અંતે છેલા સાધુ આચાર્ય શ્રી દુપ્પસહસૂરિનો આત્મા સમ્યક્ત્વ ધારી હશે જે આ પાચમાં આરામાં જન્મ લેનારો એક માત્ર સમ્યક્ત્વ ધારી આત્મા હશે. આચાર્ય શ્રી દુપ્પસહસૂરિના કાળધર્મ પામ્યા પછી શ્રાવક શ્રી નાગીલ મૃત્યુ પામશે, તેના પછી સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી કાળધર્મ પામશે અને છેલ્લે શ્રાવિકા શ્રી સત્યકીમૃત્યુ પામશે અને તેની સાથે આ શાસનનો અંત આવશે....

*છઠા આરા નું સ્વરૂપ*

*દુષમ-દુષમ*

➡આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 હાથનું હોય છે અને આયુષ્ય 20વર્ષનું હોય છે. આ આરામાં લોકો દુઃખ અને દર્દથી ત્રાહિત હશે.

સૂર્ય એટલી આગ ઓકશે કે દિવસે કોઈ બહાર નીકળી પણ નહિ શકશે.

અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નું અસ્તિત્વ જ નહી હોય.

લોકો નદીઓના કોતરોમાં વસવાટ કરશે. રાત પડતા બહાર નીકળી માછલીઓ પકડી કિનારા પર સુકવી દેશે, જે બીજે દિવસે સૂર્યના તાપમાં શેકાઈ જશે અને રાત પડતા લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે.

આ આરાના લોકો તીર્યંચ અને નારક ગામી હશે.