Robots attack - 11 books and stories free download online pdf in Gujarati

રોબોટ્સ એટેક 11

રોબોટ્સ એટેક

ચેપ્ટર 11

સવારે બધા પ્રાર્થના માટે ભેગા થયા ત્યારે મેજરે બધાને કહ્યુ કે આજે દસ વાગ્યે બધા આજ જ્ગ્યાએ આવી જજો આજે ડૉ.વિષ્નુ અહિંયા આવવાના છે.પછી તમારે તેમને જે પણ સવાલ પુછવા હોય તે પુછી લેજો તે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે.ડો.વિષ્નુના આવવાના સમાચાર સાંભળીને બધા ખુબ જ ખુશ થઇ ગયા.ઘણા સમય બાદ તેઓ આજે ડૉ.વિષ્નુને જોવાના હતા.ત્યારબાદ બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.દસના ટકોરે બધા પ્રાર્થના ખંડમાં આવી ગયા હતા.બધાને ડૉ.વિષ્નુને તેમના મનમાં ઘોળાઇ રહેલો મસિહા વિશેનો પ્રશ્ન પુછવો હતો તેથી તેનો જવાબ જાણવાની આતુરતામાં બધા સમયસર આવી ગયા હતા.કેટલાક લોકો તો અડધો કલાક વહેલા જ આવી ગયા હતા.બધા આવી ગયા છતાં ડૉ.વિષ્નુ હજી સુધી આવ્યા ન હતા.ડૉ.વિષ્નુ ક્યારેય મોડા ન પડતા હતા તેઓ ખુદ સમયપાલનના ખુબ જ આગ્રહી હતા પણ આજે જ્યારે તેમની બધા ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ તેમને આવવામાં મોડુ થઇ રહ્યુ હતુ.આખરે તેઓ આવી પહોચ્યા આવતાની સાથે સૌથી પહેલા તેમને મોડા આવવા માટે બધાની માફી માગી અને કહ્યુ,કાલે રાત્રે મને જરા ઉંઘ સારી આવી ન હતી અને તેથી ઉઠવામાં થોડુ મોડુ થઇ ગયુ.બધાએ તેમના સોરીની કે તેમના લેટ આવવાની કોઇ પરવા ન હતી તેમને તો બસ તેમના પ્રશ્નનો જવાબ જોઇતો હતો.ડૉ.વિષ્નુએ પણ બધાની આંખોમાં એ પ્રશ્ન વાંચી લીધો હતો.તેથી તેમને કોઇ કંઇ બોલે કે પુછે તે પહેલા જ તેમની વાત કહેવી શરુ કરી દીધી. જુઓ મિત્રો મને ખબર છે તમારા બધાના મનમાં શુ પ્રશ્ન છે અને તમારો એ પ્રશ્ન વાજબી પણ છે.આજે હુ તમારા એ પ્રશ્નનો જવાબ આપવા માટે જ અહિંયા આવ્યો છુ પણ એ પહેલા તમારે મને એક વચન આપવુ પડશે કે તમારા પ્રશ્નનો જવાબ આપ્યા પછી તમે એ વિશે આગળ પ્રશ્ન નહિ કરો અને મારી વાત માનશો. બધાએ બસ એજ જાણવુ હતુ કે તેમનો મસિહા ક્યારે આવવાનો છે તેમને બીજો કોઇ પ્રશ્ન પુછવો ન હતો તેથી બધાએ એકી અવાજે ડૉ.વિષ્નુને હા કહી.તેથી ડૉ.વિષ્નુએ તેમની વાત આગળ વધારી અને કહ્યુ,જુઓ હુ જાણુ છુ કે તમે બધાએ આટલા વર્ષો સુધી મારી કહેલી દરેક વાત પર વિશ્વાસ રાખીને ધીરજ ધરી છે.એ માટે હુ આપ સૌનો ખુબ જ આભારી છુ અને હવે એ ધીરજનુ યોગ્ય ફળ મળવાનો સમય થઇ ગયો છે પણ હુ તમને બધાને એક વાત કહેવા માગુ છુ.આપણો મસિહા કોણ છે એ વાત મને ખબર છે અને હુ તેને થોડા જ સમયમાં તમારી રુબરુ કરવાનો છુ પણ આપણે આપણા મસિહાને રોબોટ્સ સામેની લડાઇમાં પુરો સહકાર આપવાનો છે એ માટે જ આપણે આટલા સમયથી તૈયારી કરી રહ્યા છીએ પણ રોબોટ્સને હરાવવા માટે હુ જે હથિયાર બનાવી રહ્યો છુ એ કામ પુરુ થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે માટે જ્યાં સુધીમાં હથિયારનુ કામ પુરુ ના થઇ જાય અને હુ મસિહાએ તમારી રુબરુ ના લાવુ ત્યાં સુધી જ તમારે રાહ જોવાની છે.થોડો વિરામ લઇને તેમને લોકોની સામે જોયુ અને કહ્યુ,મારા પર તમે આટલા વર્ષો સુધી ખુબ જ ધીરજ રાખીને વિશ્વાસ કર્યો છે એજ ધીરજ અને શ્રદ્ધા જાળવી રાખીની મને ફક્ત એક મહિનો વધારે આપી દો.એક મહિનામાં મારુ હથિયાર બનાવવાનુ કામ પણ પુર્ણ થઇ જશે અને તમારો મસિહા પણ તમારી સામે આવી જશે.

હવે બધાની જાનમાં જાન આવી હતી કારણ કે અહિંના લોકોને જેટલો વિશ્વાસ ભગવાન પર હતો તેટલો જ વિશ્વાસ ડૉ.વિષ્નુ પર પણ હતો.તેનુ સ્પષ્ટ કારણ હતુ એ ડૉ.વિષ્નુ જ હતા જેમના લીધે તે બધા આજે આઝાદીની જીંદગી જીવી રહયા હતા નહિ તો તે બધા આજે શાકાલની ગુલામી કરી રહ્યા હોત અથવા શાકાલે તેમને મોતને ઘાટ ઉતારી દીધા હોત.તેમની આ નવી જીંદગી ડૉ.વિષ્નુના કારણે જ હતી,તેથી જ્યારે ડૉ.વિષ્નુએ તેમને એક મહિનો વધારે રાહ જોવા માટે કહ્યુ ત્યારે તેમને કોઇ જ સવાલ કર્યા વગર તેમની વાત સ્વીકારી લીધી અને તેમની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ પાછો ફરી આવ્યો.હવે તેમને કોઇ જ ફિકર ન હતી તેમને બસ એક મહિનો રાહ જોવાની હતી ત્યારબાદ તેમનો મસિહા તેમની સામે સ્વયં પ્રગટ થવાનો હતો.તેથી જ મિટિંગ પતી ગયા પછી બધા જ્યારે પાછા પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પરની એ જુની મુશ્કાન પાછી ફરી ચુકી હતી અને તેમનો બધો જ ડર અને ચિંતા તે પ્રાર્થનામેદાનમાં જ છોડીને આવ્યા હતા.

મિટિંગ પત્યા પછી બધા ચાલ્યા ગયા ત્યાં રહી ગયા ફક્ત ડૉ.વિષ્નુ અને મેજર.બધાના ગયા પછી મેજરે પુછ્યુ,તમે આ બધાને એક મહિનાની મુદ્દ્ત તો આપી દીધી શુ તમે ખરેખર એક મહિનામાં તે હથિયાર બનાવી લેશો? ડૉ.વિષ્નુએ આકાશ તરફ એક નજર નાખી અને કહ્યુ,હુ મારુ કામ કરવામાં કોઇ કચાશ નહિ છોડુ બાકી તે સમયસર પુરુ થશે કે નહી તે હુ ઇશ્વર પર છોડી ચુક્યો છુ કારણકે હુ ખુદ નથી જાણતો કે મે આ બધાને એક મહિનાની મુદ્દત શા માટે આપી.મારાથી આ બધા લોકોની આ દશા જોવાતી નથી તેથી મારા મોમાંથી અનાયાસે જ એક મહિનાની મુદ્દતવાળી વાત નિકળી ગઇ.પણ મને ઇશ્વર પર પુરો વિશ્વાસ છે કે એક મહિનામાં તે મને આ કામ પુરુ કરવામાં જરુર સહાય કરશે.તેને આપણને આટલો લાંબો સમય રાહ જોવડાવી છે હવે તે વધારે રાહ નહિ જોવડાવે.આટલા બધા લોકોના અંતરનો અવાજ તેના સુધી જરુર પહોચશે મને કાશીવિશ્વનાથ પર પુરો વિશ્વાસ છે.તેમને ભગવાન પર અતુટ વિશ્વાસ હતી કે તે તેમનુ કામ સમયસર પુરુ કરી લેશે તેનુ એક કારણ એ પણ હતુ કે,તેમનુ માનવુ હતુ કે તેમના જ હાથો દ્વારા બનાવેલા રોબોટના લીધે આ બધુ શરુ થયુ છે તેથી તેમના જ હાથો દ્વારા બનેલા હથિયારથી જ તેનો અંત થશે. કુદરતનો નિયમ છે જે ચક્ર જ્યાથી શરુ થાય છે તે ત્યાંજ આવીને ખતમ થાય છે.

ત્યારબાદ ત્યાંથી એક સેકંડનો પણ સમય બગાડ્યા વગર તેઓ તરત જ તેમની લેબમાં ચાલ્યા ગયા અને તેમના કામમાં લાગી ગયા.તેઓ કામ તો કરી રહ્યા હતા પણ તેમનુ ચિત્ત કામમાં લાગતુ ન હતુ તેઓ હજુ સુધી એજ વિચારી રહ્યા હતા કે કામ સમયસર પુરુ થશે કે નહિ તેમને લોકોને કરેલો વાયદો પુરો થશે કે નહિ કારણકે લોકોને તેમનાથી ખુબ જ આશાઓ હતી.લોકોએ તેમને ભગવાનની સમકક્ષનો દરજ્જો આપ્યો હતો.તેમને ફરીથી મનમાં જ ભગવાન કાશીવિશ્વનાથને યાદ કર્યા.ભગવાન કાશીવિશ્વનાથને યાદ કરતાની સાથે તેમના મનની બધી જ મુંઝવણો દુર થઇ ગઇ અને તેમનુ ચિત્ત એકદમ શાંત થઇ ગયુ.ત્યારબાદ તેઓ ફરીથી તેમના કામમાં લાગી ગયા.

***

જ્યારે ડૉ.વિષ્નુ પ્રાર્થનામેદાનમાં લોકોને સમજાવી રહ્યા હતા ત્યારે પાર્થને લઇ આવવા માટેનો સંદેશ લઇને માણસો રાજ અને વંશ પાસે જવા માટે રવાના થઇ ચુક્યા હતા.સંદેશ ખુબ જ ઝડપથી પહોંચાડવાનો આદેશ મળ્યો હોવાથી તેમને બને તેટલો ઝડપી મુસાફરી કરીને તે સંદેશ રાજ અને વંશ સુધી પહોચાડી દીધો.પણ રાજ અને વંશ માટે આ કામ એટલુ આસાન ન હતુ,કારણ કે તેઓને પાર્થને તેમની સાથે લઇ જવા માટે તૈયાર કરવો એટલુ સહેલુ ન હતુ.કારણકે પહેલી વાત તો તેઓને પાર્થ ઓળખતો ન હતો.તેઓ આટલા સમયથી પાર્થ પર નજર રાખી રહ્યા હતા પણ પાર્થને તે વિશે કંઇ જ ખબર ન હતી.તેથી પાર્થને આખી વાત સમજાવવી મુશ્કેલ હતુ.પણ એમ વિચારીને બેસી રહેવાથી ચાલે તેમ ન હતુ.સંદેશો મળતાની સાથે જ તેઓ પાર્થ પાસે પહોંચી ગયા અને તેને સીધુ જ કહ્યુ કે પાર્થ અમે તને એવી જગ્યાએ લઇ જવા માટે આવ્યા છીએ જ્યાં કફ્ત માણસો છે અને ત્યાં કોઇ રોબોટ્સ નથી અને તે જ તારુ અસલી ઘર છે.ત્યારે પાર્થે તેમની વાતની હસી કાઢી અને કહ્યુ,પહેલી વાત તો અત્યારે દુનિયામાં એવી કોઇ જ જગ્યા નથી જ્યાં રોબોટ્સ ના હોય અને બીજી વાત કે હુ તમને ઓળખતો પણ નથી તો હુ શા માટે તમારી વાત માનુ અને તમારી સાથે આવુ અને તમે લોકો મને જ શા માટે તમારી સાથે લઇ જવા માંગો છો.પાર્થને લાગી રહ્યુ હતુ કે આ લોકો કોઇ ઠગ છે અને તેને ફસાવવા માટેનો કોઇ પેતરો અજમાવી રહ્યા છે.પણ જ્યારે પાર્થ કોઇ રીતે તેમની વાત માનવા તૈયાર ન હતો ત્યારે તેમને તેને કહ્યુ કે તે બન્ને જ તેને તેના પિતાની આજ્ઞાથી અહિંયા લાવ્યા હતા અને તે અહિંયા આવ્યો ત્યારથી તેઓ તેના પર નજર રાખી રહ્યા હતા અને તેની સુરક્ષા કરી રહ્યા હતા.ત્યારબાદ તેમને તેના જન્મથી લઇને અત્યાર સુધી તે ક્યાં કયાં ગયો અને તેને શુ શુ કર્યુ તે બધી જ વાતો તેને જણાવી.જ્યારે પાર્થે આ બધી વાતો સાંભળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકવા લાગી.. તેનુ માથુ ચકરાવા લાગ્યુ. રાજ અને વંશની આખી વાત સાંભળ્યા પછી તેને વિશ્વાસ આવી ગયો કે તે લોકો સાચુ જ કહી રહ્યા છે.તેને એકસાથે રાજ અને વંશને કેટલાય પ્રશ્નો કર્યા કે મને અહિંયા શા માટે લાવ્યા? અને મારી સુરક્ષા માટે તમને શા માટે રાખ્યા? મારી જો એટલી જ ચિંતા હતી તો મને તેમનાથી દુર અહિંયા એક અનાથની જીંદગી જીવવા માટે શા માટે મુકી દીધો?!!!!! તેના મનમાં અત્યારે પ્રશ્નો અને આશ્ચર્યના ભાવો એકસાથે આવી રહ્યા હતા.તેને એ વાતની ખુશી હતી કે તેનુ પણ દુનિયામાં કોઇક પોતાનુ કહી શકાય તેવુ છે પણ એ વાત આમ અચાનક સ્વીકારવી તેના માટે આસાન ન હતી પણ રાજ અને વંશે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ,અમે એ વિશે કંઇ જ જાણતા નથી અમને તો અમારા ગુરુએ જે આદેશ આપ્યો તેનુ અમે પાલન કર્યુ છે.જો તમારે એ વિશે જાણવુ હોય તો અમારી સાથે ચાલો અમે તમને તમારા પિતા પાસે લઇ જઇશુ. ઘડીકવાર તો તેને તેના પિતા પ્રત્યે નફરત આવી ગઇ તેને તેમનુ મોઢુ પણ જોવાની ઇચ્છા ન હતી.જે પિતાએ તેના નાનકડા પુત્રને જે હજી આ દુનિયાથી સાવ અજાણ હતો તેને તેમનાથી દુર એક આવ અજાણી જ્ગ્યાએ મુકી દીધો હતો તેમને તે શા માટે મળે? થોડીવાર સુધી તે કંઇ જ બોલ્યા વગર વિચારતો જ રહ્યો પણ જેમ તે વધારે વિચાર કરતો હતો તેમ તેમ તેને અકળામણ થઇ રહી હતી.પછી લાંબુ વિચારતા તેને લાગ્યુ કે જો તે ત્યાં નહી જાય તો તેને તેના પિતા વિશેની સચ્ચાઇ ક્યારેય ખબર નહી પડે અને તેમને આવુ કેમ કર્યુ તે પણ તે જાણવા માગતો હતો.વળી આ બન્નેનો વર્તાવ પણ તેને વિચિત્ર લાગતો હતો.તે બન્ને તેના કરતા ઉમરમાં મોટા હતા છતાં પણ તેને ખુબ જ આદર અને માનથી બોલાવી રહ્યા હતા.આખી વાતચીત દરમ્યાન તેનો અવાજ કેટલી વાર ઉંચો થઇ ગયો હતો પણ તેઓએ જરા પણ ઉંચા અવાજમાં કે ગુસ્સે થયા વગર તેને મનાવવાનો પ્રયત્ન જ કર્યો હતો.આટલા વર્ષોમાં તેના જીવનમાં ઘટેલી દરેક ઘટના વિશે તેઓએ તેને ખુબ જ વિસ્તારથી બધુ જ જણાવ્યુ હતુ.તેથી તેને તેમની વાતમાં સચ્ચાઇ લાગી અને તેમની સાથે જવાનો નિર્ણય કર્યો.પણ તેને એક શર્ત રાખી કે તેનો મિત્ર નાયક પણ તેની સાથે આવશે.પેલા બન્નેએ કોઇપણ જાતનો વિરોધ કર્યા વગર તેની શર્ત માન્ય રાખી અને બીજા દિવસે નિકળવા માટે તૈયાર રહેવાનુ કહીને જતી વખતે તેને ઝુકીને પ્રણામ કરીને ચાલ્યા ગયા.પાર્થને આ બધુ ખુબ જ વિચિત્ર લાગી રહ્યુ હતુ પણ તેને સચ્ચાઇ જાણવી હતી તેથી તેને રાજ અને વંશની સાથે ગયા વગર છુટકો ન હતો.તેમના ગયા પછી જ્યારે નાયક આવ્યો ત્યારે તેની આખી વાત જણાવી અને તે રાજ અને વંશની સાથે જવા માગે છે અને તેને પણ સાથે લઇ જવા માગે છે તે જણાવ્યુ.નાયકે તેની આખી વાત ધ્યાનથી સાંભળી અને તેની આંખોમાં રહેલા પ્રશ્ન તે વાંચી શકતો હતો તેથી તેને કહ્યુ,આજસુધી આપણે સાથે જ રહ્યા છીએ અને દરેક કામ સાથે જ કર્યુ છે તો એમાં મને પુછવાની શુ જરુર છે જો તુ મને સાથે આવવાની ના પણ પાડત તો પણ હુ તારી સાથે જરુર આવતો.અને તે બન્ને પાર્થના અસલી ઘરે જવાની તૈયારી કરવામાં લાગી ગયા.

બીજા દિવસે સવારે નક્કી કરેલા સમયે રાજ અને વંશ પાર્થના ઘરે પહોંચી ગયા અને ત્યાંથી થોડી વારમાં તેઓ શહેરની બહાર જવા માટે નિકળી ગયા પણ શહેરની બહાર રોબોટ્સની જાણ બહાર નિકળવુ ખુબ જ અઘરુ હતુ તે વાત પાર્થને નાયક ખુબ જ સારી રીતે જાણતા હતા.કારણ કે તેમને પણ એકવાર આવો પ્રયત્ન કરી જોયો હતો પણ તેઓ તેમાં સફળ રહ્યા ન હતા.શાકાલના બનાવેલા આ શહેરમાં આવવુ આસાન હતુ પણ અહિંયા એકવાર આવી ગયા પછી નિકળવુ અસંભવ હતુ.પણ પાર્થે અને નાયકે આ બધુ જ ટેંશન રાજ અને વંશ પર છોડી દીધુ હતુ.તેઓ ચુપચાપ તેમની પાછળ પાછળ ચાલ્યે જતા હતા.પણ રાજ અને વંશ મેજર વર્માની અંડરમાં તૈયાર થયેલા જાસુસો હતા તેમના માટે કોઇ પણ કામ અસંભવ ન હતુ અને અહિંયા તો તેઓ વર્ષોથી રહેતા હતા તેમને ખબર હતી કે એક દિવસ તો તેમને અહિંયાથી બહાર નિકળવાનુ જ છે. એ માટે તેમને પહેલેથી જ પ્લાન બનાવી રાખ્યો હતો.શહેરની બધી દિશાઓમાં જ્યાંથી રોડ જતો હતો તે બધી જગ્યાએ રોબોટ્સના ચેકપોઇંટ હતા અને બાકીની બધી જ જગ્યાએ ફેંસીંગની ઉંચી વાડ કરેલી હતી.જેમાથી કરંટ પસાર થતો હતો.તેથી તે જગ્યાએથી જવાનુ કોઇ વિચારી જ ના શકે પણ આ રાજ અને વંશ હતા.તેમને એજ જગ્યાએથી જવાનુ પસંદ કર્યુ શહેરની બહાર જવાના રસ્ત્તે ચેકપોઇંટથી થોડા આગળ ગાડીને રોડની નીચે ઉતારીને દુર કોઇ જોઇ ના શકે તેવી જગ્યાએ મુકીને ત્યાંથી પેદલ ચાલતા જ તેઓ ફેંસિંગની પાસે આવી પહોચ્યા.પાર્થ અને નાયક ચુપચાપ તેમની પાછળ ચાલ્યા આવતા હતા અને આગળ હવે તે શુ કરશે તે જોઇ રહ્યા હતા.રાજે તેની બેગમાંથી એક કટર કાઢ્યુ જેનો હાથો લાકડાનો બનેલો હતો ત્યારબાદ પાર્થ અને નાયકને ફેંસિંગથી દુર ઉભા રહેવાનુ કહ્યુ અને ફેંસિંગના તાર પર જ્યાં સાંધો હતો ત્યાંથી એક પછી એક કાપી તાર કાપી નાખ્યા અને બે માણસો એકસાથે બહાર જઇ શકે તેટલો રસ્તો બનાવી દીધો અને ત્યારબાદ બધા બીજી તરફ આવી ગયા બધા આવી ગયા પછી હવે વંશનુ કામ શરુ થતુ હતુ તેને તેની બેગમાંથી હાઇટેંશન લાઇનમાં કામ કરવા માટે વપરાતા હેન્ડગ્લોવ્જ કાઢ્યા અને તે પહેરીને તેને તારને ફરીથી હતા તેમ જ જોડી દીધા.વંશે તેમના બીજી તરફ આવી ગયા પહેલા જ તેમના બધાના પગના નિશાન જેટલા દુર સુધી મિટાવી શકાયા તેટલા દુર સુધી મિટાવી દીધા.આ બધુ પ્લાનિંગ તેમને રોબોટ્સને તેમના બહાર નિકળવાની ખબર ના પડે તે માટે પહેલેથી જ કરીને રાખ્યુ હતુ.તેઓ તેમની યોજનામાં સફળ રહ્યા હતા.તેમને તેમના શહેરની બહાર નિકળ્યાના તમામ નિશાનો મિટાવી દીધા હતા.

ત્યારબાદ ત્યાંથી તેઓ પેદલ જ શહેરોથી અમુક અંતર રાખીને આગળનો પ્રવાસ કરતા રહ્યા.રોબોટ્સની નજરમાં આવ્યા વગર તેમને કાશી સુધી પહોચવાનુ હતુ.જે હવે પહેલા કરતા ખુબ જ મુશ્કેલ બની ગયુ હતુ.હવે રોબોટ્સની પાસે આકાશમાંથી નજર રાખવા માટેના અને ઝડપથી ચાલતા યંત્રો આવી ગયા હતા તેથી તેમનાથી છુપાઇ છુપાઇને તેમને દરેક કદમ ફુંકી ફુંકીને ચાલવાનુ હતુ.તેથી તેમને શહેરથી નિકળીને કાશી પહોંચતા સુધી એક મહિના જેટલો સમય લાગી ગયો.જ્યારે તેઓ કાશીમાં પહોચ્યા ત્યારે ડૉ.વિષ્નુએ લોકોને આપેલી એક મહિનાની મુદ્દતનો આખરી દિવસ હતો.

પાર્થ હવે તેની અસલી દુનિયામાં પાછો ફરી રહ્યો હતો.પાર્થને પાછો આવેલો જોઇને તેની માતા કે જે વર્ષોથી તેના પુત્રના પાછા ફરવાની રાહ જોઇ રહી છે તેમની લાગણીઓ કેવી હશે? વર્ષોથી પોતાના માતા પિતાથી દુર રહેલો પાર્થ જ્યારે તેના માતા પિતાને જોશે ત્યારે તે કેવુ દ્રષ્ય હશે? આ બધુ જ જોઇશુ રોબોટ્સ એટેકના આગળના ચેપ્ટરમાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED